________________
८८
તૃતીય કર્મગ્રંથ વિવેચન- કૃષ્ણ-નીલ અને કાપત એમ પ્રથમની ત્રણ લેગ્યામાં ૧ થી ૪ ગુણસ્થાનક છે. આ કથન “પ્રતિપદ્યમાન અવસ્થાને આશ્રયી છે. આ વેશ્યા અશુભ છે. તેથી આ વેશ્યાવાળા પરિણામ જ્યારે વર્તતા હોય ત્યારે વધુમાં વધુ ચાર ગુણસ્થાનક સુધી જ ચડી શકાય છે. પાંચમા આદિ ગુણઠાણાઓમાં ચડી શકાતું નથી. (પરંતુ તે ગુણઠાણે આવેલા જીવોને કાળાન્તરે આ અશુભ લેશ્યા પણ આવે છે. તે પૂર્વપ્રતિપન્ન કહેવાય છે. તેને આશ્રયી ૧ થી ૬ ગુણઠાણાં હોય છે. જે ચોથા કર્મગ્રંથમાં આવશે).
પ્રશ્ન- જીવ જ્યારે સમ્યકત્વ પામતો હોય, ત્રણ કરણ કરતો હોય ત્યારે વિશુધ્યમાન પરિણામ હોવાથી તેજો-પધ-અને શુક્લ લેગ્યા જ હોય છે. તો અશુભ લેશ્યા કેમ હોઈ શકે ?
ઉત્તર- ભાવથી ત્રણ શુભ લેશ્યા જ હોય છે. પરંતુ ઉપરોક્ત જે અશુભ લેશ્યા કહી છે તે દ્રવ્યલેશ્યા છે, નારકીને અને દેવોને દ્રવ્યથી, નિયત લેગ્યા છે. ભાવની પરાવૃત્તિથી છએ વેશ્યા સંભવી શકે છે. માટે જ ૧ થી ૭ નરકના જીવો દ્રવ્યથી કૃષ્ણ-નીલ-કાપાત લેશ્યા વાળા હોવા છતાં ભાવલેશ્યા. આશ્રયી તેજો-પદ્મ-અને શુક્લવાળા બને છે. ત્યારે જ સમ્યકત્વ પામે છે. અને સંગમાદિ દેવોમાં દ્રવ્યથી તેજોલેશ્યા હોવા છતાં ભાવથી કુષ્ણાદિ લેગ્યા આવે છતે જ તે દેવો પ્રભુને કઠોર ઉપસર્ગ કરવા પ્રેરાયા છે.
તેજો-અને પદ્મ લેગ્યામાં ૧ થી ૭ ગુણસ્થાનકો હોય છે. અને શુક્લલશ્યમાં ૧ થી ૧૩ ગુણઠાણાં હોય છે. બંધ પણ બીજા કર્મગ્રંથની જેમ જ જાણવો. જે વિશેષતા છે તે પહેલાં કહેવાઇ ગઇ છે.
પ્રશ્ન- આ કર્મગ્રંથમાં દુર માર્ગણાઓ ઉપર બંધસ્વામિત્વ કહેવાનું હતું. તે ૧ થી ૨૪ ગાથા સુધીમાં કહેવાઇ જ ગયું છે. તો પછી ૨૫મી ગાથામાં લેશ્યા ઉપર ગુણસ્થાનકો કહેવાની શી જરૂર ? અને જો ગુણસ્થાનકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org