SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયસ્વામિત્વ ૮૯ જ કહેવાં હોય તો બાસઠ માર્ગણા ઉપર કહેવાં જોઇએ, માત્ર વેશ્યા ઉપર જ કેમ કહ્યાં ? વળી ચોથા કર્મગ્રંથમાં ૬૨ માર્ગણા ઉપર ગુણસ્થાનકો આવવાનાં જ છે. તેમાં વેશ્યા ઉપર પણ કહેવાની જ છે. તો અહીં પુનરુક્તિ કરવાની (બે વાર કહેવાની) શી જરૂર ? ઉત્તર- તમારો પ્રશ્ન બરાબર છે. પરંતુ દર માર્ગણાઓમાંથી છ લેશ્યા વિના પ૬ માર્ગણાઓમાં ગુણસ્થાનકો એક જ પ્રકારે છે અને તે નિશ્ચિત છે. જ્યારે છ લેગ્યામાં બે પ્રકારે છે એટલે પ્રતિપદ્યમાનને આશ્રયી ૪ અને પૂર્વ પ્રતિપુનૂને આશ્રયી છ છે. એમ બે પ્રકારે છે. ચોથા કર્મગ્રંથમાં ૬૨ માર્ગણામાં ગુણસ્થાનકો કહેતી વખતે લેશ્યામાં પૂર્વપ્રતિપન્નતાને આશ્રયી છ કહેવાશે. અહીં પ્રતિપદ્યમાનતાનો બીજો પક્ષ જણાવવા ચાર ગુણસ્થાનકો ત્રણ લેક્ષામાં કહ્યા છે. બાકીની વેશ્યાઓમાં આવો તફાવત જો કે નથી તો પણ લેશ્યાદ્વાર એક હોવાથી બાકીની લેશ્યામાં પણ ગુણસ્થાનકો કહેલ છે. - આ ગ્રંથમાં ૬૨ માર્ગણાઓ ઉપર ગુણસ્થાનક વાર તે તે જીવો કેટલાં કેટલાં કર્મો બાંધે ? તે જણાવ્યું છે. તેથી આ ગ્રંથનું નામ “બંધસ્વામિત્વ” રાખેલ છે. અથવા પ્રાચીન ત્રીજા કર્મગ્રંથનું નામ “બંધસ્વામિત્વ' છે તેને અનુસારે પણ આ ગ્રંથનું તે જ નામ રાખેલ છે. આ ગ્રંથ બનાવનાર પૂજ્ય આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી છે. જેઓ શ્રી જગચંદ્રસૂરિજીના શિષ્ય હતા. “વિંદ્રસૂરિસ્નિ”િ આ પદમાં ગ્રંથકર્તાએ પોતાનું નામ સૂચવ્યું છે. આ કર્મગ્રંથમાં ઘણી-ઘણી માર્ગણાઓમાં બીજા કર્મગ્રંથમાં કહેલા સામાન્ય બંધને અનુસારે જ બંધ આવ્યો છે. ઠેકાણે ઠેકાણે ઘબંધઓ બંધ એમ કહ્યું છે એટલા જ માટે આ ત્રીજા કર્મગ્રંથનો અભ્યાસ બીજા કર્મગ્રંથના અભ્યાસને જ આધીન છે. જે બીજા કર્મગ્રંથનો અભ્યાસ કંઠસ્થ ન હોય તો ત્રીજાનો અભ્યાસ દુષ્કર બને. તેથી ગ્રંથકારશ્રીએ ન - ૪ ગ ઝ ' દરne , --ક"1: * ' 5* 's - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001088
Book TitleKarmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages132
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy