________________
બન્ધસ્વામિત્વ
૩૧ ગાથાર્થ- મનુષ્યગતિ માર્ગણામાં પણ ચાર ગુણઠાણાઓમાં આ જ પ્રમાણે બંધ જાણવો, પરંતુ ચોથા અવિરતિ ગુણઠાણાવાળા મનુષ્યો જિનનામકર્મ સહિત બંધ કરે છે. દેશવિરતિ આદિ ગુણઠાણાઓમાં ઓઘબંધ સમજવો, તીર્થકર નામકર્માદિ ૧૧ વિના બાકીની ૧૦૯ પ્રકૃતિઓ અપર્યાપ્ત તિર્યચ-મનુષ્યો બાંધે છે. ૧૦
વિવેચન- મનુષ્યગતિ માર્ગણામાં તીર્થંકરનામકર્મ અને આહારદ્ધિક બંધમાં આવવાનું છે એટલે ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે તે મૂલગાથામાં કહી નથી તો પણ ગુણસ્થાનકવાર કહેલા બંધ ઉપરથી સ્વયં સમજી લેવું. પ્રથમનાં. ચાર ગુણસ્થાનકોમાં પર્યાપ્ત તિર્યંચાની જેમ જ બંધ જાણવો. માત્ર એટલો જ અપવાદ છે કે ચોથા ગુણઠાણે તિર્યંચો જિનનામ બાંધતા નથી અને મનુષ્યો જિનનામ બાંધે છે તેથી ૧ પ્રકૃતિનો બંધ વધારે જાણવો. આ પ્રમાણે મનુષ્યગતિમાં ઓથે ૧૨૦, પહેલે ૧૧૭, બીજે ૧૦૧, ત્રીજે ૬૯, અને ચોથે ૭૧ પ્રકૃતિઓ બંધાય છે. પર્યાપ્ત મનુષ્યો પણ મિશ્રાદિ ગુણસ્થાનકમાં હોય તો વિશુદ્ધપરિણામવાળા હોવાથી તિર્યંચોની જેમ દેવગતિપ્રાયોગ્ય જ બંધ કરે છે માટે મનુષ્યગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધતા નથી.
દેશવિરતિ આદિ સમસ્ત ગુણઠાણાઓમાં ઘબંધ એટલે બીજા કર્મગ્રંથમાં કહ્યા પ્રમાણે બંધ જાણી લેવો. કારણ કે છઠ્ઠાથી સમસ્ત ગુણઠાણાં મનુષ્યગતિમાં જ હોય છે એટલે બીજા કર્મગ્રંથમાં જે કંઇ બંધ કહ્યો છે તે મનુષ્યગતિમાં જ સંભવે છે. દેશવિરતિ ગુણઠાણું તિર્યંચ-મનુષ્ય બેમાં સંભવે છે. પરંતુ તિર્યચા કરતાં મનુષ્યગતિમાં જિનનામ કર્મનો બંધ અધિક હોવાથી ઘબંધની જેમ ૬૭ નો બંધ થાય છે. આ પ્રમાણે પર્યાપ્ત મનુષ્યો દેશવિરતિ આદિ ગુણઠાણાઓમાં અનુક્રમે ૬૭-૬૩-૫૯-૫૮-૫-૨૬-૨૨-૧૧-૨૦-૧૦-૧૮-૧૭- અને ૧ પ્રકૃતિ બાંધે છે. તેનું યત્ર આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org