SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ તૃતીય કર્મગ્રંથ છ આવલિકા જ હોય છે. અને આયુષ્યનો બંધ ત્રણ પર્યાપ્તિ પછી થાય છે. તેથી પ્રથમથી જ તિર્યંચાયુષ્ય ઓછું કરેલું હોવાથી ચોથે જતાં ર૪ જ ઓછી કરવામાં આવે છે. તથા જિનપંચક (તીર્થકર નામકર્મ-દેવદિક અને વૈક્રિયદ્રિક, આ પાંચનો બંધ ઉમેરાય છે. કારણ કે દારિક મિશ્ર યોગ તિર્યંચ-મનુષ્યોને હોય છે તેઓ ચોથે ગુણઠાણે દેવગતિપ્રાયોગ્ય જ બંધ કરે છે એટલે પાંચનો બંધ ઉમેરાય છે. જેથી ૧૦૯ માંથી ૨૪ બાદ કરો અને પ ઉમેરો એટલે ૭૫ ને બંધ ચોથે ગુણઠાણે થાય છે. તથા તેરમા સયોગી કેવલી ગુણઠાણે કેવલી સમુદ્દઘાતમાં બીજા-છઠ્ઠા અને સાતમા સમયે માત્ર એક સતાવેદનીય જ બંધાય છે. પ્રશ્ન- આ દારિકમિશ્ર કાયયોગ તિર્યંચ-મનુષ્યોને જ હોય છે અને તેઓના બંધસ્વામિત્વ વખતે ગાથા ૯-૧૦ માં અનંતાનુબંધી વગેરે ૩૧ ઓછી કરવામાં આવી છે. અને તિર્યંચોને ૭૦ તથા મનુષ્યોને તીર્થકર નામકર્મ સાથે ૭૧ નો બંધ કહ્યો છે. આ ૩૧ પ્રકૃતિઓમાં તિર્યંચાયુષ્ય-મનુષ્પાયુષ્ય અહીં પ્રથમથી જ ઓછાં કરેલાં છે. માટે બાકીની અનંતાનુબંધી આદિ ૨૯ ઓછી કરવી જોઇએ, તેને બદલે ૨૪ જ કેમ ઓછી કરવામાં આવે છે? મનુષ્યદ્ધિક-દારિકદ્ધિક-અને વજૂઋષભનારાચ સંઘયણ આ પાંચ પ્રકૃતિઓનો બંધ અહીં દારિક મિશ્રમાં ઓછો કરવામાં કેમ નથી આવતો? ઔદારિક મિશ્રયોગ મનુષ્ય-તિર્યંચોને જ હોય છે અને તેઓ ચોથે ગુણઠાણે હોય ત્યારે દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે. મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરતા નથી. અને આ મનુષ્યદ્રિકાદિ પાંચ પ્રકૃતિઓ મનુષ્યપ્રાયોગ્ય બંધની જ છે. તો તે કેમ ઓછી કરવામાં નથી આવી? જો સમ્યગ્દષ્ટિ મનુષ્ય-તિર્યંચોને આ પાંચ પ્રકૃતિ ન બંધાય તો દારિક મિશ્ર કાયયોગી સમ્યગ્દષ્ટિને આ પાંચ પ્રકૃતિ ક્યાંથી બંધાવાની હતી? તો શા માટે ઓછી કરી નથી? ઉત્તર- તમારો પ્રશ્ન સત્ય છે. ઔદારિક મિશ્ર કાયયોગ ફક્ત તિર્યંચ-મનુષ્યોને જ હોય છે. અને તેઓ સમ્યદ્રષ્ટિ હોય ત્યારે દેવપ્રાયોગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001088
Book TitleKarmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages132
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy