________________
૪પ
બન્ધસ્વામિત્વ
આ પ્રમાણે ગતિ-ઇન્દ્રિય અને કાય માર્ગણા કહીને હવે યોગમાર્ગણા- માં બંધસ્વામિત્વ જણાવે છે.
“યોગ” એટલે આત્મપ્રદેશોનું આંદોલન, હલન-ચલન, અસ્થિરીકરણ, તેમાં કારણભૂત મન-વચન-કાયા હોવાથી તેના નામે યોગ ત્રણ પ્રકારનો છે. મનયોગ, વચનયોગ અને કાયયોગ, આ ત્રણે યોગના અનુક્રમે ૪+૪+9=કુલ ૧૫ ભેદો છે. મનયોગના (૧) સત્યમનયોગ, (૨) અસત્યમનયોગ, (૩) સત્યાસત્યમનયોગ, અને (૪) અસત્યામૃષા મનયોગ એમ ચાર ભેદ જાણવા. વચનયોગના પણ એ જ નામવાળા ચાર ભેદી હોય છે.
મનયોગના ચાર ભેદ પૈકી પ્રથમ સત્યમનયોગ અને છેલ્લો અસત્યામૃષામનયોગ, આ બે ભેદ ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે અને વચ્ચેનો બીજો-ત્રીજો ભેદ અસત્યમનયોગ અને સત્યાસત્યમનયોગ ૧ થી ૧૨ ગુણઠાણા સુધી હોય છે. કારણ કે કેવલી ભગવન્તોમાં “અસત્ય” યોગ સંભવતો નથી, તેથી બીજો-ત્રીજો ભેદ હોતો નથી, તથા પ્રથમનાં ત્રણ ગુણસ્થાનકોમાં અજ્ઞાન હોવા છતાં યથાર્થ રૂચિ વિના પણ વ્યવહારથી “સત્ય” ચિંતન આદિ ઘટી શકે છે. આ ચારે ભેદોમાં બીજા કર્મગ્રંથમાં કહ્યા મુજબ “ઘ” બંધ એટલે સામાન્ય બંધ જાણવો, પહેલા-છેલ્લા ભેદમાં ૧ થી ૧૩ ગુણઠાણા સુધી, અને બીજા-ત્રીજા ભેદમાં ૧ થી ૧૨ ગુઠાણા સુધી બંધ કહેવો.
વચનયોગના પણ ઉપર મુજબ જ ચાર ભેદ છે. સયોગી કેવલીને પહેલો અને છેલ્લો વચનયોગ હોય છે. અસત્ય ભાષા હોતી નથી તેથી બીજો-ત્રીજો વચનયોગ સંભવતો નથી. માટે પહેલા-છેલ્લા બેદમાં ૧ થી ૧૩ ગુણઠાણાં અને બીજા-ત્રીજા ભેદમાં ૧ થી ૧૨ ગુણઠાણાં જાણવા અને બીજા કર્મગ્રંથમાં કહ્યા મુજબ જ સામાન્ય ઓઘ બંધ” જ જાણવો.
પરંતુ એટલી વિશેષતા છે કે મનયોગ સહિત જે વચનયોગ હોય છે તેમાં, એટલે કે મનયોગવાળા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં જે વચનયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org