________________
૧૦૬
તૃતીય કર્મગ્રંથ પરંતુ નરકત્રિક, વિકલેન્દ્રિયત્રિક, સૂક્ષ્મત્રિક, આતપ અને જિનનામ એ ૧૧ પ્રકૃતિનો ઉદય તેજોલેશ્યામાં સંભવતો નથી. માટે તે વિના ધે ૧૧૧ નો ઉદય હોય છે. સૌધર્મ-ઇશાનવાસી દેવો તેજોલેશ્યા સાથે મરીને પૃથ્વી-અધ્ વનસ્પતિમાં જાય છે ત્યાં પૃથ્વીકાયમાં આતપનો ઉદય સંભવે છે. પરંતુ આતપનો ઉદય શરીર પર્યાપ્તિ પછી થાય છે. અને પૂર્વભવીય તેજોલેશ્યા શરીર પર્યાપ્તિ સુધી જ હોય છે. માટે આતપનો ઉદય વો છે. આહારકદ્વિક, સમ્યક્ત્વ મોહનીય અને મિશ્ર મોહનીય વિના મિથ્યાત્વે ૧૦૭ નો ઉદય હોય છે. તેમાંથી મિથ્યાત્વ મોહનીય વિના ૧૦૬નો ઉદય સાસ્વાદને હોય છે. ૧૦૬ માંથી અનંતાનુબંધીચતુષ્ક, સ્થાવર, એકેન્દ્રિયજાતિ, તથા ત્રણ આનુપૂર્વી એમ કુલ ૯ બાદ કરતાં અને મિશ્ર મોહનીય ઉમેરતાં મિશ્ર ૯૮નો ઉદય હોય છે. તે ૯૮માં આનુપૂર્વી ત્રણ ઉમેરતાં અને મિશ્રમોહનીયને બદલે સમ્યક્ત્વમોહનીય લેતાં ૧૦૧ નો ઉદય અવિરતે હોય છે. તે ૧૦૧ માંથી અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક, ત્રણ આનુપૂર્વી, દેવગતિ-દેવાયુષ્ય, વૈક્રિયદ્ઘિક, દુર્ભાગ, અનાદેય અને અયશ એમ ૧૪ વિના દેશિવરતે ૮૭ નો ઉદય હોય છે. ત્યારબાદ બીજા કર્મગ્રંથની જેમ પ્રમત્તે ૮૧ અને અપ્રમત્તે ૭૬ નો ઉદય સંભવે છે. (૪૯) પદ્મલેશ્યા માર્ગણા- અહી ઉદય તેજોલેશ્યાની સમાન જ લગભગ છે. ફક્ત તફાવત માત્ર એટલો જ છે કે તેજો લેશ્યાવાળા સૌધર્મ-ઇશાન સુધીના દેવો એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. અને તે વખતે તે જીવોને એકેન્દ્રિયના ભવમાં પણ અંતર્મુહૂર્ત સુધી તેજોલેશ્યા હોય છે. એટલા માટે સ્થાવર અને એકેન્દ્રિયજાતિનો ઉદય લીધો છે. પરંતુ પદ્મલેશ્યા તો દેવભવમાં માત્ર ત્રીજા-ચોથા અને પાંચમા દેવલોકના દેવોને જ હોય છે. અને તેઓ મરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. તેથી સ્થાવર અને એકેન્દ્રિયજાતિનો ઉદય અહીં હોતો નથી. માટે આ બે પ્રકૃતિ ઓધે, મિથ્યાત્વે અને સાસ્વાદને વધારે ઓછી કરવી. તેથી ઓથે ૧૧૧ ને બદલે ૧૦૯, મિથ્યાત્વે ૧૦૭ ને બદલે ૧૦૫, સાસ્વાદને ૧૦૬ ને બદલે ૧૦૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org