________________
૧૧ ૨
તૃતીય કર્મગ્રંથ સાધારણ, સુસ્વર, દુઃસ્વર, અને મિશ્રમોહનીય એમ ૩૦ પ્રકૃતિ વિના
ઓધે ૯૨નો ઉદય સમજવો, તેમાંથી સમ્યકત્વમોહનીય અને જિનનામ વિના મિથ્યાત્વે ૯૦, સૂક્ષ્મ, અપર્યાતનામ, મિથ્યાત્વ અને નરકત્રિક વિના સાસ્વાદને ૮૪નો ઉદય સમજવો. મિશ્રગુણસ્થાનક વિગ્રહ ગતિમાં સંભવતું નથી. અવિરતે ઉપરોક્ત ૮૪માંથી અનંતાનુબંધી ચતુષ્ક, સ્થાવર, જાતિચતુષ્ક એમ કુલ ૯ વિના અને સમ્યકત્વમોહનીય તથા નરકત્રિક ૪ સહિત કરતાં ૭૯નો ઉદય હોય છે.
સયોગીકેવલી ગુણઠાણે જે ૪રનો ઉદય છે તેમાંથી શરીર સંબંધી પ્રકૃતિઓનો ઉદય ઓછો કરવો. ઔદારિકદ્ધિક, વિહાયોગતિદ્ધિક, છ સંસ્થાન, પહેલું સંઘયણ, પ્રત્યેક, પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત, દુઃસ્વર, અને સુસ્વર આ ૧૭ વિના ૨૫નો ઉદય હોય છે ચૌદમે ગુણઠાણે બીજા કર્મગ્રંથમાં કહ્યા મુજબ ૧૨નો ઉદય હોય છે.
• આ પ્રમાણે કર માર્ગણાસ્થાનોમાં
ઉદયસ્વામિત્વ સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org