________________
( ઉદીરણા સ્વામિત્વ)
ઉદીરણાનું સ્વામિત્વ ઉદયની સમાન જ લગભગ છે. કારણકે જે કર્મ જ્યારે ઉદયમાં વર્તે છે ત્યારે જ તેની ઉદીરણા થાય છે. અને
જ્યારે ઉદય ચાલુ હોય છે ત્યારે અમુક અપવાદને છોડીને નિયમો ઉદીરણા હોય જ છે. એટલે ઉદીરણા એ ઉદયને અનુસરનારી હોવાથી સમાન છે. જે અપવાદ છે તે હમણાં કહેવાશે.
પૂર્વે બાંધેલા કર્મોનો ક્રમશઃ સ્થિતિકાળ પાકે છતે વિપાકથી ભોગવવાં તે ઉદય કહેવાય છે. જે સમયમાં વર્તતો જીવ ઉદિત કર્મને ભોગવતો હોય છે ત્યાંથી આરંભીને એક આવલિકા કાળ તે ઉદયાવલિકા કહેવાય છે. ઉદયાવલિકા (તથા બંધાવલિકા-સંક્રમાવલિકા વગેરે) સકલ કરણ માટે અયોગ્ય હોય છે. જીવ જે સમયમાં ઉદયથી કર્મ ભોગવે છે. તે સમયથી એક આવલિકામાં ગોઠવાયેલાં કર્મોની ઉદીરણા થતી નથી. પરંતુ આવલિકા પછીનાં જ દલીકોની ઉદીરણા થાય છે. એટલે જ્યારે ઉદિત કર્મ પૂર્ણ થવા આવે, માત્ર આવલિકા જેટલું જ બાકી રહે, ત્યારે છેલ્લી તે આવલિકામાં માત્ર ઉદય જ હોય છે પરંતુ આવલિકા બહાર કર્મ ન હોવાથી ઉદીરણા હોતી નથી. દાખલા તરીકે-ક્ષપકશ્રેણિમાં દશમા ગુણઠાણે જ્યારે એક આવલિકા કાળ બાકી રહે ત્યારે સંજવલન લોભ આવલિકા માત્ર જ હોવાથી ઉદયગત હોય છે. પરંતુ ત્યાં તેની ઉદીરણા સંભવતી નતી.
જે જે માર્ગણાઓમાં જે જે ગુણઠાણે જેટલી જેટલી પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે તે તે માર્ગણાઓમાં તે તે ગુણઠાણે તેટલી તેટલી પ્રકૃતિઓની ઉદીરણા સમજવી. તેમાં હવે સમજાવાતી ૪૧ પ્રકૃતિઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org