________________
૧૨૦
તૃતીય કર્મગ્રંથ (૪૧ થી ૪૪) દર્શન માર્ગણા- બીજા કર્મગ્રંથમાં કહ્યા મુજબ જ સત્તા છે પરંતુ ચક્ષુ-અચક્ષુ દર્શનમાં ૧ થી ૧૨, અવધિદર્શનમાં ૪ થી ૧૨, અને કેવલદર્શનમાં ૧૩/૧૪ ગુણઠાણે પૂર્વે કહ્યા મુજબ સત્તા જાણવી. (૪૫ થી ૫૦) કૃષ્ણાદિ છ લેશ્યા- બીજા કર્મગ્રંથમાં કહ્યા મુજબ જ સત્તા હોય છે પરંતુ જે લેશ્યામાં જેટલાં ગુણઠાણાં હોય છે ત્યાં સુધીની સત્તા જાણવી. કૃષ્ણાદિ ત્રણ લેશ્યામાં પ્રતિપદ્યમાનને આશ્રયી ૧ થી ૪, પૂર્વ પ્રતિપત્નને આશ્રયી ૧ થી ૬, તેજો-પદ્મમાં ૧ થી ૭ અને શુક્લ લેશ્યામાં ૧ થી ૧૩ ગુણઠાણા પ્રમાણે સત્તા સમજવી.
(૫૧) ભવ્યમાર્ગણા- બીજા કર્મગ્રંથમાં કહ્યા પ્રમાણે ૧ થી ૧૪ માં સત્તા જાણવી.
(૫૨)અભવ્યમાર્ગણા-જિનનામ, આહારકચતુષ્ક, સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય એ સાત વિના ૧૪૧ની સત્તા ઓધે અને મિથ્યાત્વે હોય. (૫૩) ઉપશમસમ્યક્ત્વ- આહારકક્રિક અને જિનનામ બન્ને બાંધેલું હોય એવા અનેકજીવ આશ્રયી ૧૪૮, વિજાતીય બદ્ધાયુ એકજીવ આશ્રયી ૧૪૬, અબધ્ધાયુ અથવા સજાતીય બદ્ઘાયુ એક જીવ આશ્રયી ૧૪૫, આ જ ત્રણે જીવોમાં જિનનામ ન બાંધ્યું હોય તો અનુક્રમે ૧૪૭, ૧૪૫, ૧૪૪, આહારકચતુષ્ક ન બાંધ્યું હોય અને જિનનામ બાંધ્યું હોય એવા અનેક જીવોને આશ્રયી ૧૪૪, બધ્ધાયુ એકજીવને આશ્રયી ૧૪૨, અબધ્ધાયુ એકજીવને આશ્રયી ૧૪૧, અને આહારકચતુષ્ક તથા જિનનામ બન્ને જેણે બાંધ્યાં નથી તેવા જીવોને આશ્રયી અનુક્રમે ૧૪૩-૧૪૧-૧૪૦ની સત્તા હોય છે.. (અહીં ૧૪૩ની સત્તા અનેક જીવોને આશ્રયીને જ ચાર આયુષ્ય ગણીને કહી છે. વાસ્તવિક એક જીવમાં ચાર આયુષ્ય સંભવતાં નથી. માટે ૧૪૩નું સત્તાસ્થાન સમજવું નહિ.) ઉપરોક્ત સત્તા ચારથી સાતમા ગુણસ્થાનક સુધી હોય છે. આઠમા થી અગિયારમા સુધી માત્ર દેવાયુષ્ય અને મનુષ્યાયુષ્યની જ સત્તા બધ્ધાયુને સંભવે છે. અબદ્ઘાયુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org