________________
૬૩
બન્ધસ્વામિત્વ હોવાથી આ લબ્ધિ પ્રત્યયિક શરીરની ગણના કરી નથી. અથવા આ લબ્ધિ પ્રયિક શરીર અત્યન્ત અલ્પ હોય છે, ક્યારેક જ હોય છે, કોઇક જીવને જ હોય છે, અને કોઇક જ ક્ષેત્રે હોય છે તેથી અલ્પતાના કારણે પણ તેની વિવક્ષા કરી નથી.
આ પ્રમાણે સાતે પ્રકારના કાયયોગનું બંધસ્વામિત્વ પૂર્ણ થયું. તેથી મનયોગ-વચનયોગ અને કાયયોગના ભેદ-પ્રભેદવાળી યોગ માર્ગણાનું બંધસ્વામિત્વ સમાપ્ત થયું.
હવે વેદ માર્ગણા અને કષાયમાર્ગણામાં બંધસ્વામિત્વ સમજાવે છે. વેદ બે પ્રકારના હોય છે. શરીરની રચના-આકૃતિ તે દ્રવ્યવેદ કહેવાય છે. આ નામકર્મના ઉદયજન્ય છે. એટલે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી શરીરાકાર રૂપ વેદ ત્રણે પ્રકારના તેરમા ગુણઠાણા સુધી છે. પરંતુ માર્ગણામાં તે દ્રવ્યવેદની અપેક્ષા લેવાતી નથી.
મોહનીયકર્મના ઉદયજન્ય “સંસારના ભોગસુખોની જે અભિલાષા” તેને ભાવવેદ કહેવાય છે. તે મોહોદય જન્ય હોવાથી નવમા ગુણઠાણા સુધી હોય છે. પુરુષવેદ-સ્ત્રીવેદ-અને નપુંસકવેદ એમ ત્રણે વેદો નવમા ગુણઠાણા સુધી જીવને હોય છે ત્યારબાદ મોહનીયકર્મનો ઉપશમ અથવા ક્ષય થયેલ હોવાથી અભિલાષા રૂપ ભાવવેદ ચાલ્યો જાય છે.
કષાયમાર્ગણામાં અનંતાનુબંધી કષાયમાં મિથ્યાત્વ અને સાસ્વાદન એમ ૨, અપ્રત્યાખ્યાનીય કષાયમાં ૧ થી ૪, પ્રત્યાખ્યાનાવરણીય નામના ત્રીજા કષાયમાં ૧ થી ૫ ગુણસ્થાનકો હોય છે. આ વેદ માર્ગણા અને કષાય માર્ગણાથી પ્રારંભીને ૨૦મી ગાથામાં આવતી આહારી માર્ગણા સુધી તમામ માર્ગણાઓમાં માત્ર ગુણસ્થાનકોનો જ નિર્દેશ કર્યો છે. આ નિર્દેશ કરીને ૨૦મી ગાથાના ચોથા પદમાં કહ્યું છે કે ઉપરોક્ત સર્વ માર્ગણાઓમાં “નિનયોરો'' પોતપોતાના ગુણસ્થાનકોમાં બીજા કર્મગ્રંથમાં કહ્યા પ્રમાણે “ઓઘબંધ” જાણવો એ પદના આધારે આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org