________________
તૃતીય કર્મગ્રંથ ગતિ ૪, ઇન્દ્રિય પ, કાય ૬, યોગ ૩, વેદ ૩, અને કષાય ૪, એમ ર૫ માર્ગણામાં બંધ સમજાવીને હવે જ્ઞાન-અજ્ઞાન-સંયમ-દર્શન આદિ માર્ગણામાં બીજા કર્મગ્રંથ પ્રમાણે બંધ હોવાથી માત્ર ગુણઠાણાં સમજાવે છે પરંતુ ગાથાના પદોના પ્રાસ માટે આગળ-પાછળ માર્ગણા મૂળગાથામાં લખી છે.
સંયમમાર્ગણામાં ૭ ભેદ છે. (૧) સામાયિક, (૨) છેદોપસ્થાપનીય, (૩) પરિહારવિશુદ્ધિ, (૪)સૂક્ષ્મસંપરાય, (૫) યથાખ્યાત, (૬) દેશવિરતિ, અને (૭) અવિરતિચારિત્ર. કોઇપણ એક મૂલ માર્ગણામાં સંસારી સર્વ જીવોનો સમાવેશ કરવાનો હોવાથી દેશવિરતિ તથા અવિરતિને પણ સંયમમાર્ગણામાં સામેલ કરેલ છે તેમાંથી અન્તિમ સાતમી અવિરતિચારિત્રનામની માર્ગણામાં ૧ થી ૪ગુણસ્થાનકો હોય છે. ઓધે ૧૧૮, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧, મિશ્ર ૭૪, અને અવિરતે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે.
અજ્ઞાન માર્ગણામાં મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાન, એમ ત્રણ ભેદ છે. સામાન્યથી સમ્યકત્વ આવે ત્યારે જ જ્ઞાન એ જ્ઞાન ગણાય છે એટલે ચોથા ગુણઠાવાથી મતિ આદિ જ્ઞાન કહેવાય છે. પ્રથમનાં ત્રણ ગુણઠાણામાં સમ્યકત્વ ન હોવાથી અજ્ઞાન જ ગણાય છે. તથાપિ ત્રીજું મિશ્રદષ્ટિ ગુણસ્થાનક મિત્ર છે. તેથી તે ગુણસ્થાનકનાં જ્ઞાનોને ક્યારેક જ્ઞાનમાં, અને ક્યારેક અજ્ઞાનમાં લેવાય છે એટલે જ્યારે જ્ઞાનમાં લેવાય ત્યારે અજ્ઞાન બે ગુણઠાણા સુધી જ હોય છે અને જ્યારે ત્રીજા ગુણઠાણાના જ્ઞાનને અજ્ઞાનમાં લેવાય ત્યારે અજ્ઞાન ત્રણ ગુણઠાણા સુધી હોય છે.
મિશ્રદષ્ટિ ગુણઠાણે વર્તતા જીવોની દૃષ્ટિ સર્વથા શુધ્ધ પણ નથી તથા સર્વથા અશુધ્ધ પણ નથી, અર્થાત્ મિશ્ર છે. આ પ્રમાણે દૃષ્ટિ મિશ્ર હોવાથી ત્યાં વર્તતા જીવોનાં જ્ઞાન પણ મિશ્ર છે. જ્ઞાનરૂપ પણ ગણાય છે અને અજ્ઞાન રૂપ પણ ગણાય છે. જયારે દૃષ્ટિમાં શુદ્ધિની અધિકતા હોય ત્યારે મિશ્રજ્ઞાનમાં જ્ઞાનની અધિકતા હોય છે. અને જ્યારે દૃષ્ટિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org