________________
બન્ધસ્વામિત્વ
૬ ૫
શબ્દાર્થ= સંગતતા= સંજવલન ત્રિકમાં, નવ= નવ ગુણસ્થાનકો છે. ટ્રસ= દશ ગુણસ્થાનકો, નોમે= સંજવલન લોભમાં છે. ૨૩મન= અવિરતિ માર્ગણામાં ચાર, ૩-તિ= બે અથવા ત્રણ, તેમના પતિ અજ્ઞાનત્રિકમાર્ગણામાં, વીરસ= બાર ગુણઠાણાં, અવqવવવુલુ= અચક્ષુ અને ચક્ષુદર્શનમાં, પઢમા= પ્રથમનાં, ૩ ક્વાય-= યથાખ્યાત ચારિત્રમાં, વરવડ= છેલ્લાં ચાર ગુણઠાણાં હોય છે.
ગાથાર્થ- સંજવલન ત્રિકમાં ૯, લોભમાં ૧૦, અવિરતિ ચારિત્રમાં ૪, અજ્ઞાનત્રિકમાં ર અથવા ૩, અચક્ષુ અને ચક્ષુ દર્શનમાં પ્રથમનાં ૧૨, અને યથાખ્યાતમાં છેલ્લાં ચાર ગુણસ્થાનકો હોય છે. ll૧૭ II
વિવેચન- સંજવલન ક્રોધ-માન-અને માયામાં ૧ થી ૮ ગુણસ્થાનકો હોય છે. આ કષાયનો ઉદય નવમા ગુણઠાણા સુધી છે માટે ૯ ગુણસ્થાનકની જેમ બંધ જાણવો, સમ્યકત્વ અને સંયમ હોવાથી જિનનામ તથા આહારકનો બંધ હોય છે એમ સમજવું. પરંતુ એટલી વિશેષતા છે કે સંજવલન ક્રોધનો ઉદય નવમાના બીજા ભાગ સુધી, માનનો ઉદય,ત્રીજા ભાગ સુધી, માયાનો ઉદય ચોથા ભાગ સુધી, અને બાદરલોભનો ઉદય પાંચમા ભાગ સુધી માનેલો છે. (કારણકે છઠ્ઠા કર્મગ્રંથમાં નવમાના બીજાભાગથી મોહનીયકર્મની ૧ પ્રકૃતિનો જ ઉદય માન્યો છે પરંતુ બીજા ભાગે ૧ ના ઉદયના ૪ ભાંગા, ત્રીજા ભાગે ક્રોધ વિના ૧ ના ઉદયના ૩ ભાંગા, ચોથા ભાગે ૧ ના ઉદયના માન વિના ૨ ભાંગા, અને પાંચમા ભાગે માયા વિના ૧ ભાંગો માનેલો છે) તેથી સંજવલન ક્રોધમાં ૧૨૦-૧૧૭-૧૦૧-૭૪-૭૭-૬૭-૬૩-૫૮/૫૯૫૮/પ૬/૨૬-૨૨-૨૧ સુધીનો બંધ ઘટે છે. માનમાર્ગણામાં ૨૦ સુધીનો બંધ હોય છે. માયા માર્ગણામાં ૧૯ સુધીનો બંધ હોય છે. અને સંજવલન લોભમાર્ગણામાં બાદર લઈએ તો ૧૮ સુધીનો બંધ હોય છે. પરંતુ જો સૂક્ષ્મ લોભ વિચારીએ તો દસમું ગુણસ્થાનક પણ હોવાથી ૧૭ સુધીનો પણ બંધ હોય છે. સામાન્યપણે નવમા-દસમા ગુણઠાણા સુધી બંધ કહેવાય, પરંતુ વિશેષથી ઉપરોક્ત વિશેષતા સ્વયં સમજવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org