________________
બન્ધસ્વામિત્વ
૪૧ अयं भावार्थः तिर्यग्नरायुषोस्तनुपर्याप्त्या पर्याप्तैरेव बध्यमानत्वात् पूर्वमतेन शरीरपर्याप्त्युत्तरकालमपि सास्वादनभावस्येष्टत्वादायुर्बन्धोऽभिप्रेतः । इह तु प्रथममेव तन्निवृत्तेर्नेष्टः
इति षण्णवतिः तिर्यग्नरायुषी विना मतान्तरेण चतुर्नवतिः
અર્થ- ભાવાર્થ આ પ્રમાણે છે કે તિર્યંચાયુષ્ય અને મનુષ્પાયુષ્ય શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલા જીવો વડે જ (ત્રણ પર્યાપ્તિ પછી જ) બંધાતું હોવાથી પહેલા (૯૬ ના બંધવાળા) મત પ્રમાણે શરીરપર્યાપ્તિ પછી પણ સાસ્વાદનભાવ હોઇ શકે છે એમ ઇચ્છેલું (માનેલું) હોવાથી સાસ્વાદનગુણઠાણે આયુષ્યનો બંધ સંભવી શકે છે. અને વળી અહીં (૯૪ ના બંધવાળા પક્ષમાં) પહેલેથી જ તે સાસ્વાદનભાવની નિવૃત્તિ માની લીધી હોવાથી તે આયુષ્યનો બંધ માનેલ નથી એથી જે ૯૬ છે તેમાંથી બે આયુષ્ય વિના ૯૪ નો બંધ અન્ય આચાર્યોએ માન્યો છે.
પ્રાચીન બન્ધસ્વામિત્વ નામના ત્રીજા કર્મગ્રંથમાં પણ તે કર્મગ્રંથના ગ્રંથકારશ્રી પોતે પોતાના અભિપ્રાયે ૯૬ નો બંધ જણાવે છે અને પોતે જ મતાન્તરે અન્ય આચાર્યો આ જીવોને ૯૪ બંધાય છે એમ માને છે આ પ્રમાણે જણાવે છે. તે પ્રાચીન કર્મગ્રંથની ગાથા ૨૩-૨૪ આ પ્રમાણે છે. साणा बंधहिं सोलस, निरयतिगहीणा य मोत्तु छन्नउइं ।
ओघेणं वीसुत्तरसयं च पंचिंदिया बंधे ॥ २३ ॥ इग विगलिंदी साणा, तणुपज्जत्तिं न जंति जं तेण । नर तिरयाउ अबंधा, मयंतरेणं तु चउणउइं ॥ २४
પહેલી ગાથામાં ગ્રંથકારશ્રી ૯૬ નો બંધ સાસ્વાદને જણાવે છે અને બીજી ગાથામાં મતાન્તરે આ બે આયુષ્ય વિના ૯૪ નો બંધ જણાવે છે અને સાસ્વાદન હોતે છતે શરીરપર્યાપ્તિ પણ પૂર્ણ થતી નથી આ જ યુક્તિ મૂળગાથામાં આપે છે. ૯૬ ના બંધની માન્યાતામાં કંઇ પણ યુક્તિ બતાવતા નથી. અમને લાગે છે કે નવીનગ્રંથકાર શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પ્રાચીન કર્મગ્રંથના કર્તાના અભિપ્રાયને અનુસર્યા હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org