________________
તૃતીય કર્મગ્રંથ ગાથાર્થ- અવિરતિ આદિ આઠ ગુણઠાણાં ઉપશમમાં ચાર ગુણઠાણાં ક્ષયોપશમમાં, અગિયાર ગુણઠાણાં ક્ષાયિકમાં હોય છે. મિથ્યાત્વત્રિકમાં, દેશવિરતિમાં, અને સૂક્ષ્મપરાયમાં પોતપોતાનું ગુણઠાણું હોય છે. આહારીમાર્ગણામાં તેર ગુણઠાણાં હોય છે. સર્વત્ર પોતપોતાના ગુણઠાણાનો ઘબંધ જાણવો. ૨૦ના
વિવેચન- પાછળલી ૧૯મી ગાથામાં કહેલું “નયા” પદ અહીં પણ જોડવું, ઉપશમસમ્યકત્વ માર્ગણામાં અવિરત સમ્યગ્દષ્ટિથી ઉપશાન્તમોહ સુધીનાં કુલ ૮ ગુણસ્થાનકો હોય છે. ઉપશમસમ્યકત્વ બે પ્રકારનું છે. (૧) અનાદિ મિથ્યાત્વી ગ્રન્થિભેદ દ્વારા પ્રાપ્ત કરે છે, અને (૨) ઉપશમશ્રેણી પ્રારંભતી વખતે આવે છે, આ ઉપશમ સમત્વમાં બીજા કર્મગ્રંથની જેમ ઓઘબંધ સમજવો. પરંતુ આયુષ્યનો બંધ થતો નથી. ઉપશમસમ્યકત્વી જીવોને આયુષ્યનો બંધ થતો નથી. ઉપશમસમ્યકત્વી જીવોને આયુષ્યના બંધને યોગ્ય અધ્યવસાયોનો અભાવ છે. શ્રેણીવાળાં ૮થી૧૧ ગુણઠાણાઓમાં તો આયુષ્ય બંધાતું જ નથી. પરંતુ ગ્રન્થિભેદ જન્ય ઉપશમમાં પણ આયુષ્યના બંધયોગ્ય અધ્યવસાયોનો અભાવ હોય છે કહ્યું છે કે
अणबंधोदयमाउगबंधं कालं च सासणो कुणई । उवसमसम्मदिट्ठी, चउण्हमिळपि नो कुणई ॥
સાસ્વાદને વર્તતો જીવ (૧) અનંતાનુબંધીનો બંધ, (૨) અનંતાનુબંધીનો ઉદય, (૩) આયુબંધ, (૪) કાલધર્મ-મૃત્યુ, આ ચાર કરે છે પરંતુ ઉપશમ સમ્યગ્દષ્ટિ આત્મા આ ચારમાંથી એક પણ પ્રક્રિયા કરતો નથી. તેથી જે ગુણઠાણે જે જે આયુષ્યનો બંધ કહ્યો છે તે તે ગુણઠાણે તે તે આયુષ્ય કર્મ ઉપશમમાં ઓછા કરવાં.
ચોથા ગુણઠાણે દેવ-મનુષ્ય એમ બે આયુષ્યનો બંધ ઓઘમાં છે. કારણ કે અવિરતસમ્યગ્દષ્ટિ જે તિર્યંચ-મનુષ્યો હોય તો નિયમાં દેવાયુષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org