________________
એક નજર.......
માનનીય પંડિતવર્ય શ્રી ધીરજલાલભાઈ લિખિત બન્ધસ્વામિત્વ તામાં તૃતીય કર્મગ્રન્થ શ્રી જૈન સંઘના કરકમલમાં અર્પિત થઈ રહ્યો છે. જે બહુ ગૌરવની વાત છે.
પચ્ચીસ ગાથાનો નાનકડો આ ગ્રન્થ હોવા છતાં તેમાં જે ગંભીર અર્થ ભરેલ છે તેથી આ ગ્રન્થનું ઘણું મહત્ત્વ છે. એ ગંભીર અર્થને સરળતાથી સમજાવવા પં. શ્રી ધીરુભાઈએ પોતાની સરલશૈલિમાં સુંદર પ્રયતા કર્યો છે.
સંભવિત શંકાસ્થાનો જે બાળ- માનસમાં વ્યવસ્થિત ગોઠવાવાં ખૂબ મુશકેલ છે તેને પણ યથાશક્ય સ્પષ્ટ કરવા સારો શ્રમ લીધો છે.
૬૨ માર્ગણામાં ગ્રંથકારશ્રીએ જેમ બન્ધસ્વામિત્વ દર્શાવ્યું તેમ વિશેષાર્થીઓ માટે તે જ કર માર્ગણાઓમાં ઉદયસ્વામિત્વ તેમજ સત્તાસ્વામિત્વ પણ ટુંકાણમાં સ્પષ્ટ દર્શાવ્યું છે.
એકંદરે સ્વાધ્યાય સાથે સ્વ-પરોપકાર બુદ્ધિથી લખાયેલ આ ગ્રન્થ અભ્યાસકવર્ગના જ્ઞાનમાં વૃદ્ધિકારક બને અને પ્રાન્ત આ જ બત્પાદિના
સ્વામિત્વને વ્યવસ્થિત સમજી કર્મના બન્ધનમાંથી મુક્ત થવાના પુરુષાર્થને અભ્યાસી આત્માઓ સહજ સાધ્ય બનાવે એજ પ્રાર્થના.
અધ્યાપક રતિલાલ ચીમનલાલ દોશી (લુદરાવાળા)
શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન પાઠશાળા-અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org