SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ બન્યસ્વામિત્વ આ પ્રમાણે નરક-તિર્યંચ અને મનુષ્યગતિ એમ ૩ માર્ગણા સમજાવી. મનુષ્ય-તિર્યંચગતિમાં જો લબ્ધિ અપર્યાપ્ત ન લઇએ અને કરણ અપર્યાપ્ત લઇએ તો તેઓ ભાવિમાં છ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી પર્યાપ્ત થવાના હોવાથી આવા કરણ અપર્યાપ્ત જીવોમાં સમ્યત્વ હોવાથી તીર્થકરનામકર્મ તથા દેવદ્રિક-અને વૈક્રિયદ્વિક એમ ૫ પ્રકૃતિનો વધારે પણ બંધ સંભવે છે તેથી તે જીવો ૧૧૪ પ્રકૃતિઓ બાંધે છે. આ સ્વય સમજી લેવું. || ૧૦ || હવે દેવગતિને આશ્રયી બંધ જણાવે છે निरयव्व सुरा नवरं, ओहे मिच्छे इगिदितिगसहिया । कप्पदुगे वि य एवं, जिणहीणो जोइभवणवणे ॥ ११॥ (निरया इव सुरा नवरमोघे मिथ्यात्व एकेन्द्रियत्रिकसहिताः, कल्पद्विकेऽपि चैवं जिनहीनो ज्योतिषभवनवने ) શબ્દાર્થ- નિરā= નારકીની જેમ સુરી- દેવો બાંધે છે. નવપરંતુ, મોહે ઓધે, fમ = મિથ્યાત્વે, દ્વિતિય સદિયા= એકેન્દ્રિયત્રિક સહિત, પોબે દેવલોકમાં, વિં= પણ, વં= આ પ્રમાણે, નારી = તીર્થંકર નામકર્મ વિના, નોમવાવણે જ્યોતિષ-ભવનપતિ અને વ્યંતરમાં. ગાથાર્થ દેવો નરકગતિની જેમ બાંધે છે. પરંતુ ઓધે અને મિથ્યાત્વે એકેન્દ્રિયત્રિક સહિત બંધ જાણવો. પ્રથમના બે દેવલોકમાં આ પ્રમાણે બંધ સમજવો, પરંતુ જ્યોતિષ, ભવનપતિ અને વ્યંતરમાં તીર્થંકરનામકર્મ વિના બંધ જાણવો. ૧૧ In વિવેચન- હવે દેવગતિમાં બંધ જણાવે છે. તેમાં સૌથી પ્રથમ સૌધર્મ-ઇશાન નામના પહેલા બે દેવલોકમાં બંધ સમજાવે છે. કે નરકગતિની જેમ દેવગતિમાં બંધ જાણવો. પરંતુ એકેન્દ્રિયત્રિક સહિત વધારે બંધ કહેવો. પહેલા-બીજા દેવલોકના દેવો મરીને મોહના વશથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001088
Book TitleKarmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages132
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy