________________
તૃતીય કર્મગ્રંથ જિનનામ, સમ્યક્ત્વ મોહનીય, અને મિશ્રમોહનીય એમ બીજી પાંચનો ઉદય ઓછો કરતાં ૧૧૨ નો ઉદય મિથ્યાત્વ હોય છે. તેમાંથી મિથ્યાત્વ, અપર્યાપ્ત, અને નરકાનુપૂર્વી એમ ત્રણ વિના સાસ્વાદને ૧૦૯ નો ઉદય હોય છે. તે ૧૦૯ માંથી અનંતાનુબંધી ચતુષ્ક, વિકલેન્દ્રિયત્રિક, અને આનુપૂર્વીત્રિક, એમ કુલ ૧૦ નો ઉદય ટળી જાય છે અને મિશ્રમોહનીયનો ઉદય વધે છે એટલે કુલ ૧૦૦ નો ઉદય ત્રીજે ગુણઠાણે સંભવે છે. બાકીના બધાં ગુણઠાણાઓમાં બીજા કર્મગ્રંથની જેમ ઉદય સમજવો. (૧૬) મનોયોગ માર્ગણા- એકથી તેર ગુણસ્થાનક છે. સ્થાવરચતુષ્ક, જાતિ ચતુષ્ક (પંચેન્દ્રિય જાતિ વિના), આનુપૂર્વીચતુષ્ક, અને આતપ એમ કુલ ૧૩ વિના ઓઘે ૧૦૯ નો ઉદય જાણવો. આહારકક્રિક-જિનનામ, સમ્યક્ત્વ અને મિશ્રમોહનીય એમ ૫ વિના મિથ્યાત્વે ૧૦૪ નો ઉદય જાણવો, તેમાંથી મિથ્યાત્વ વિના સાસ્વાદને ૧૦૩ નો ઉદય જાણવો. તેમાંથી અનંતાનુબંધી ચતુષ્ઠ ન્યૂન કરતાં અને મિશ્રમોહનીય ઉમેરતાં ૧૦૦ નો ઉદય મિશ્રે જાણવો, અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણે પણ ૧૦૦ નો જ ઉદય છે પરંતુ મિશ્રમોહનીયને બદલે સમ્યક્ત્વમોહનીય જાણવી. જો કે ચાર આનુપૂર્વીનો ઉદય બીજા કર્મગ્રંથમાં ચોથે ગુણઠાણે ઉમેરાય છે પરંતુ આ મનયોગ માર્ગણામાં ન ઉમેરવો. કારણ કે આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં હોય છે ત્યારે મનયોગ હોતો નથી. અને જ્યારે મનયોગ સર્વ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી આવે છે ત્યારે આનુપૂર્વીનો ઉદય સંભવતો નથી. દેશવિરતિ આદિ સર્વગુણઠાણાઓમાં સામાન્ય ઉદયની જેમ જ ઉદય જાણવો.
૯૮
(૧૭) વચનયોગ માર્ગણા- અહીં ઉદય મનયોગની જેમ જ જાણવો. ફક્ત ઓઘે અને મિથ્યાત્વે બેઇન્દ્રિય-તૈઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિ એમ ૩ પ્રકૃતિ ઉદયમાં વધારે કહેવી. કારણ કે આ ત્રણ જાતિના જીવોને મનયોગ નથી પરંતુ વચનયોગ છે. તેથી ઓથે ૧૦૯ ને બદલે ૧૧૨, મિથ્યાત્વે ૧૦૪ ને બદલે ૧૦૭, સાસ્વાદને ૧૦૩, મિશ્રે ૧૦૦ વગેરે પૂર્વની જેમ જ યથાવત્ ઉદય જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org