________________
૨ ૪
તૃતીય કર્મગ્રંથ પ્રશ્ન- સાતમી નારકીના જીવો મરીને મનુષ્ય તો થતા જ નથી અને તેથી મનુષ્યાયુષ્ય તો બાંધતા જ નથી તો આયુષ્યબંધ વિના મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર કેમ બંધાય ? અને જો બંધાય તો ગતિઆનુપૂર્વ અને ઉચ્ચગોત્ર બાંધેલ હોવાથી તે જીવ મરીને મનુષ્ય કેમ ન થાય ?
ઉત્તર- ગતિ- આનુપૂર્વી અને ઉચ્ચગોત્ર આ ત્રણમાં ર નામકર્મ અને ૧ ગોત્રકર્મની પ્રકૃતિઓ છે. આઠમા ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી જીવને કોઇપણ ભવને યોગ્ય ગતિ-જાતિ-શરીર-અંગોપાંગ આદિ નામકર્મ અને ગોત્રકર્મ બંધાય જ છે. તે બંધાવાથી તે ભવમાં જવું જ પડે એવો નિયમ નથી, અપવર્તના-ઉદીરણા અને સંક્રમ આદિ કરણો વડે તે બાંધેલા કર્મો રસોદયથી ભોગવ્યા વિના પણ વધ-ઘટ અને ક્ષય કરી શકાય છે. તથા પ્રદેશોદયથી પણ ભોગવી શકાય છે. ઉદિતમાં સ્તિબૂક સંક્રમથી સંક્રમાવે છે. માત્ર આયુષ્ય કર્મ જ ભવ અપાવનાર છે. એટલે જો આયુષ્યકર્મ બાંધ્યું હોય તો તે તે ભવમાં જવું જ પડે છે. બાંધ્યા પછી તેનો ફેરફાર થતો નથી. માટે સાતમી નારકીના જીવો મરીને મનુષ્યમાં ન જતા હોવાથી ચારે ગુણઠાણે મનુષ્યાયુષ્ય બાંધતા નથી. પરંતુ ત્રીજેચોથે ગુણઠાણે નક-તિર્યંચ અને દેવગતિ પ્રાયોગ્ય નામકર્મ અને ગોત્રકર્મ ન બંધાતું હોવાથી મનુષ્યગતિ પ્રાયોગ્ય નામકર્માદિ બાંધે છે. જે આયુષ્ય બાંધ્યું હોય તેની જ ગતિ-જાતિ આખા ભવ સુધી બંધાય એવો નિયમ નથી. ફક્ત એવો નિયમ છે કે-જે કાળે આયુષ્ય બંધાતું હોય તે કાળે તે અંતર્મુહૂર્ત માત્ર નિયમા તે જ ભવયોગ્ય ગતિ-જાતિ-શરીરાદિ બંધાય છે. પરંતુ આખા ભવમાં તે જ નામકર્મ બંધાય એવો નિયમ નથી. જેમ શ્રેણિક મહારાજા-કૃષ્ણ મહારાજા આદિ આત્માઓએ નરકાયુષ્ય જ્યારે બાંધ્યું ત્યારે નરકગતિ-આદિ તે ભવ યોગ્ય નામકર્મ-ગોત્રકર્મ બાંધેલું. પરંતુ ત્યારબાદ ક્ષાયિકસમ્યકત્વ પામ્યા છે. અને સમ્યકત્વી મનુષ્ય-તિર્યંચો નિયમા દેવગતિપ્રાયોગ્ય જ બંધ કરે છે તેથી તેઓએ પણ નરકાયુષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org