Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Catalog link: https://jainqq.org/explore/032453/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નર્ધારી ગુણવંત બરવાળિયા Page #2 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા સંપાદન ગુણવંત બરવાળિયા પ્રકાશક સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલૉસૉફિકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર અર્હમ સ્પીરીચ્યુઅલ સેન્ટર, એચ. નં. ૨૩૧ ઘાટકોપર (ઈ), મુંબઈ - ૭૫. ફોનઃ ૨૫૦૧૦૬૫૮ E-mail : gunvant.barvalia @ gmail.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Gyandhara-5 Edited by : Gunvant Barvalia February - 2010 પ્રકાશન સૌજન્ય : • ઉવસગ્ગહરં સાધના ટ્રસ્ટ - પારસધામ ઘાટકોપર મૂલ્ય : રૂ. ૮૦/ જ્ઞાનધારા - ૫ સંપાદન : ગુણવંત બરવાળિયા (જૈન સાહિત્ય જ્ઞાનસત્ર - ૫ માં રજુ થયેલા નિબંધો અને શોધપત્રો) પ્રકાશક : • સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસૉફિકલ ઍન્ડ લીટરરી રીસર્ચ સેન્ટર - ઘાટકોપર, મુંબઈ પ્રાપ્તિસ્થાન: • નવભારત સાહિત્ય મંદિર - પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૨. • સરસ્વતી પુસ્તક ભંડાર - હાથીખાના, રતનપોળ, અમદાવાદ • પાર્થ પ્રકાશન - નિશાપોળને નાકે, રીલીફ રોડ, અમદાવાદ મુદ્રણ વ્યવસ્થા : સસ્તું પુસ્તક ભંડાર ભટ્ટીની બારીમાં, ગાંધી રોડ, પુલ નીચે, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૦૭૯-૨૨૧૧00૬ ૨, ૨૨૧૪૭૧૦૧ PC36363636363636363636363636363636363636 Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ. પુરમા દાર્શનિક, વેશ્રજ્યોGિ! પ્રહાdli સંત શિરોમણી, પૂજ્ય શ્વેતમુનિ મહારાજ સાહેHળે સવિનય... Sાનહાવા Page #5 -------------------------------------------------------------------------- ________________ 'અહંમ સ્પીરીચ્યુંઅલ સેંટર સંચાલિતા સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલૉસૉફિકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની શ્રુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ. લલિતાબાઈ મ.સા.નાં વિદ્વાન શિષ્યા પૂ. ડૉ. તરુલતાજીની પ્રેરણાથી “સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણગુરુ જન્મ શતાબ્દી સમિતિ’ મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મ શતાબ્દી પ્રસંગે સંસ્થાએ “સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલૉસૉફિકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર”ની સ્થાપના કરી છે. સેન્ટરના ઉદ્દેશ આ પ્રમાણે છેઃ * જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. & સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. & જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. * પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. & જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવ ધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. # જૈન સાહિત્યનાં અધ્યયન અને સંશોધનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ (સ્કોલરશિપ) આપવી. # જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું # વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. # ધર્મ અને સંસ્કારનાં વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. * અભ્યાસ નિબંધ વાચન (Paper Reading), લિપિ વાચન અને પ્રાચીન જૈન ગ્રંથો (Old Jain Manuscript).jq144. જે જૈન ધર્મ પર સંશોધન M.A., Ph.D, M.Phil કરનારાં જિજ્ઞાસુ, શ્રાવક, સંત સતીજીઓને સહયોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. જે જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની સી.ડી. તૈયાર કરાવવી. # દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઇન્ટરનેટ પર આપના સહયોગની અપેક્ષા સાથે - માનદ્ સંયોજકઃ ગુણવંત બરવાળિયા 'સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર અહંમ સ્પિરીચ્યુંઅલ સેન્ટર, એચ નં. ૨૩૧, શાસ્ત્રીનગર, બુદ્ધ મંદિર સામે, પંતનગર, ઘાટકોપર, મુંબઈ-૪૦૦૦૭૫ ફોન: ૨૫૦૧૦૬૫૮ Page #6 -------------------------------------------------------------------------- ________________ નિવેદન અર્હમ સ્પિરિચ્યુઅલ સેન્ટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલૉસૉફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર આયોજિત જૈન સાહિત્ય જ્ઞાનસત્ર - પમાં વિદ્વાનો દ્વારા જે શોધપત્રો અને નિબંધો પ્રસ્તુત થયાં હતાં તે જ્ઞાનધારા - ૫ ગ્રંથરૂપે પ્રકાશન કરતાં આનંદ અનુભવીએ છીએ. વિદ્વાનોએ જ્ઞાનસત્રમાં ઉપસ્થિત રહે અને પોતાના લખાણો પ્રગટ કરવા પામ્યા છે તે સર્વે વિદ્વાનોનો આભાર માનું છું. સંપાદન કાર્યમાં મારાં ધર્મપત્ની ડૉ. મધુબહેન બરવાળિયા અને મુરબ્બી શ્રી ડૉ. રસિકભાઈ મહેતાનો સહયોગ મળ્યો છે. જ્ઞાનસત્રના આયોજનમાં સંપૂર્ણ સહયોગ આપવા બદલ મારા સાથી મિત્રો શ્રી યોગેશભાઈ બાવીશી, પ્રદીપભાઈ શાહ, પ્રકાશભાઈ શાહ અને સુરેશભાઈ પંચમીયાનો હૃદયપૂર્વક આભાર. આ સહસત્ર મહાવીરનગર ચીંચણીમાં પૂ. મુનિ શ્રી સંતબાલ આશ્રમમાં યોજાયું હતું. આ આશ્રમ વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ અંતર્ગત હોવાથી તેમના નિયામક મંડળ અને ટ્રસ્ટી મંડળનો આભાર. જ્ઞાનસત્રમાં પ્રભાવક જૈન પ્રતિભાઓ જો વિષય-અંતર્ગત જૈન શ્રુત જ્ઞાન ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરનાર ૨૦જેટલી વિરલ પ્રતિભામાં વિશે નિબંધો રજુ થયાં હતાં તે તમામ નિબંધો ‘શ્રુતજ્ઞાનના અજવાળા’ શીર્ષક હેઠળ ગ્રંથસ્થ કરી પ્રગટ કરવામાં આવે છે. ગ્રંથ પ્રકાશનના પ્રેરકદાતા પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સ. પ્રેરિત ઉપસ્સગંહર સાધના ટ્રસ્ટ ઘાટકોપરના અમે આભારી છીએ. ગ્રંથમાં જિનાજ્ઞા વિરૂધ્ધ કાંઈ લખાણ હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડં... ગુણવંત બરવાળિયા સંયોજકઃ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલૉસૉફિકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર - મુબંઈ e-mail : gunavant.barvalia@gmail.com ફોનઃ (૦૨૨) ૨૫૦૧૦૬૫૮ (મો) ૯૮૨૦૨ ૧૫૫૪૨ Page #7 -------------------------------------------------------------------------- ________________ #ાકમાણસ જવા સકલવા કરવા કવાયકારી અદા મુનિશ્રી સંતબાલની પાવન ધરાપર સંતોની નિશ્રામાં જન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ સંપન્ન અહમ સ્પિરિટ્યુઅલ સેન્ટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલૉસૉફિકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર મુંબઈ આયોજિત જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ સંપન્ન થયું. આચાર્ય પૂ. પ્રદ્યુમન્નસૂરિના મંગલાચરણ બાદ ચમનભાઈ વોરાએ જ્ઞાનસત્રનું ઉદ્ઘાટન કર્યું. જ્ઞાનસત્રના સંયોજક અને ટ્રસ્ટી ગુણવંતભાઈ બરવાળિયાએ મુનિશ્રી સંતબાલજીની પવિત્રભૂમિ પર પ્રકૃતિની ગોદમાં પધારેલા વિદ્વાનો અને મહાનુભાવોનું સ્વાગત કર્યુંહતું. તેમણે મૌનસાધના કરી રહેલ અજરામર સંપ્રદાયના પૂ. શ્રી ભાસ્કર સ્વામીનીઅભિવંદના કરી હતી. શાસન અરુણોદયપૂ. ગુરુદેવશ્રી નમ્રમુનિ તથા પૂ.ડૉ. તરુલતાબાઈ મહાસતીજીના આશીર્વચન સંદેશાનું વાચન યોગેશભાઈ બાવીશીએ કરેલ. જ્ઞાનસત્રના પ્રમુખ સ્થાનેથી પાશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ આ આયોજનની B મહત્તા સમજાવી વીરચંદ રાઘવજી ગાંધીનાં જીવન અને કાર્ય પર મનનીય છે પ્રવચન આપ્યું હતું. ગુણવંત બરવાળિયા સંપાદિત પૂ. શ્રી જયંતમુનિ કત “અરિહંત વંદનાવલી’ વિવેચન, સચિત્ર ગ્રંથનું વિમોચન સી. ડી. મહેતા, “જ્ઞાનધારા - B. ૪નું વિમોચન અનિલભાઈ સુતરિયા અને “ વાલ્યનું અમીઝરણુંનું B વિમોચન ધનસુખભાઈ બાવીશીના હસ્તે કરવામાં આવેલ. વિષયવાર બેઠકના અધ્યક્ષસ્થાને ડૉ. ધનવંત શાહ, હર્ષદભાઈ દોશી, B ડૉ. કાંતિભાઈ શાહ, ડૉ. અભય દોશી, ડૉ. કલાબહેન શાહ, ડૉ. રસિકભાઈ ! મહેતા તથાડૉ. કોકિલાબહેન શાહે સંભાળ્યું હતું. જ્ઞાનસત્રમાં ભારતભરનાં વિવિધ ક્ષેત્રોના ૪૩ વિદ્વાનોએ ભાગ TB લીધો હતો. સમાપનમાં ડૉ. કુમારપાળ દેસાઈએ આગવી શૈલીમાં વિદ્વાનોના વક્તવ્યની ઝીણવટથી સમીક્ષા કરી હતી. આચાર્ય પૂ. પદ્યુમ્નસૂરિએ વિદ્વાનોને વિષયના વધુમાં વધુ ઊંડાણમાં જવા અપીલ કરી જ્ઞાનસત્રની સફળતા બદલ આયોજકોને અભિનંદન આપી આશીર્વચન કહ્યાં હતાં. ગુણવંતભાઈ બરવાળિયાએ સંતો, સર્વ વિદ્વાનો અને સહયોગીઓ પ્રતિઆભાર વ્યક્ત કર્યો હતો. વિદ્વાનોનું સારસ્વતી સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન યોગેશભાઈ બાવીશી અને વ્યવસ્થા પ્રદીપભાઈ છે શાહ, સુરેશભાઈ પંચમિયા અને પ્રકાશભાઈ શાહે સુચારુ રીતે કરેલ હતી. Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુ. નં. ૧ ૨. ૩. ૪. ૫. ૬. ૯. ૧૦. ૧૧. અનુક્રમણિકા વિગત વર્તમાન જીવનમાં જૈન મૂલ્યોની આવશ્યકતા ડૉ. ઉત્પલા મોદી - કુ. વર્તમાન જીવનમાં જૈન મૂલ્યોની આવશ્યકતા - શ્રીમતી ધનલક્ષ્મી શાંતિલાલ બદાણી - નાગપુર સાંપ્રત વિશ્વની સમસ્યાઓના સમાધાન માટે વર્તમાન જીવનમાં જૈન મૂલ્યોની આવશ્યકતા - ડૉ. કવિન શાહ ઉપગ્રહ કે વિગ્રહ ? સંસ્કૃતિ કે વિકૃતિ ? વર્તમાન જીવનમાં જૈન મૂલ્યોની આવશ્યકતા- ડૉ. હર્ષદ દોશી વર્તમાન જીવનમાં જૈન મૂલ્યોની આવશ્યકતા - બીના ગાંધી વર્તમાન જીવનમાં જૈન મૂલ્યોની આવશ્યકતા – શ્રી રમેશ ગાંધી અહિંસા પ્રભાવકતા - ડૉ. નલિની શાહ સાંપ્રત વિશ્વની સમસ્યાઓના સમાધાન માટે જૈન ધર્મના સિદ્ધાંતોનું યોગદાન - ડૉ. રેખા ભરત ગોસલિયા The Importance of the JAINA Concept of Business in the Current Global Depressions - Rashmikumar J. Zaveri Opportunity in Recession through Jaina perspective - Varsha Shah સાંપ્રત આર્થિક મંદીની સમસ્યામાં જૈન ધર્મની વાણિજ્ય દૃષ્ટિનું મહત્ત્વ - કે. આર. શાહ પેજ નંબર ૧ ૧૨ ૨૬ ૩૩ ૩૭ ૪૧ ૪૮ ૫૪ ૫૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. સાંપ્રત આર્થિક મંદીની સમસ્યામાં જૈન ધર્મની વાણિજ્ય દૃષ્ટિનું મહત્ત્વ- નીતિબહેન અતુલભાઈ ચુડગર મહાત્મા ગાંધીજીના સર્વધર્મસમભાવ તથા સર્વધર્મ ઉપાસના વિશેના વિચારો - શ્રી કિશોર જે. બાટવિયા મહા. ગાંધીજી, આચાર્ય વિનોબાજી ને મુનિશ્રી સંતબાલજીના | સર્વધર્મસમભાવ વિશેના વિચારો – ડૉ. ગીતા મહેતા વિશ્વવાસ્ત્ય ધ્યેયે અનુબંધ વિચાર તથા કાર્યના દ્રષ્ટા મુનિશ્રી સંતબાલ - હરજીવનભાઈ મ. મહેતા जैन जीवन-शैली • ડો. શેરવવન્તુ નૈન, અહ્મવાનાન (પ્રધાન સંવા∞ 'તીર્થ વાળી') પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં જૈન ધર્મનું યોગદાન હિંમતલાલ એ. શાહ પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં જૈન ધર્મનું યોગદાન - ડૉ. ધનવંતીબહેન મોદી પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં જૈન ધર્મનું યોગદાન - શ્રીમતી રતન છાડવા પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં જૈન ધર્મનું યોગદાન - ડૉ. કોકિલા હેમચંદ્ર શાહ પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં જૈન ધર્મનું યોગદાન - ડૉ. રમણીકભાઈ જી. પારેખ પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં જૈન ધર્મનું યોગદાન - શ્રીમતી પારુલબહેન ભરતકુમાર ગાંધી જૈન ધર્મ પર્યાવરણ સંતુલનપોષક છે - ગુણવંત બરવાળિયા ૬૨ ૬૭ 23 ૭૬ ૮૧ ૮૬ ८० ૯૪ ૯૯ ૧૦૫ ૧૧૧ ૧૧૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧ વર્તમાન જીવનમાં જૈન મૂલ્યોની આવશ્યકતા લે. કુ. ડો. ઉત્પલા મોદી અનંત ઉપકારી, અનંત કલ્યાણના કરનારા, તારક જિનેશ્વર દેવાધિદેવ પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા બાદ જ્યાં સુધી કૈવલ્યજ્ઞાનનો પ્રકાશ સંપ્રાપ્ત નથી કરતા ત્યાં સુધી પ્રાયઃ કરીને મૌન રહે છે. કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન થયા બાદ પરમાત્મા રોજ સવાર-સાંજ એકેક પ્રહરની દેશના ફરમાવે છે. વર્તમાનમાં જેમનું શાસન પ્રવર્તમાન છે, તે ત્રિભુવન પ્રકાશ પરમાત્મા મહાવીર દેવે કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ બાદ સાડા ઓગણત્રીસ વર્ષ દરમિયાન ફરમાવેલ દેશનામાં જગતના બધા વિષયો(Subject)ને સ્પર્શ કર્યો છે. આત્મા, કર્મ, પુદ્ગલ, પરમાણુ, ભૂગોળ, ખગોળથી માંડીને જ્યોતિષશાસ્ત્ર, જીવવિજ્ઞાન, નીતિ-નિયમો, પર્યાવરણ, સામાજિક સમસ્યા, આરોગ્ય, આર્થિક, વ્યક્તિત્વ વિકાસ, આહારશુદ્ધિ, આધ્યાત્મિક જેવા તમામ વિષયો પરમાત્માએ ઉપદેશ્યા છે. તીર્થંકરોનું જીવનદર્શન માનવીય મૂલ્યો અને માનવીય ગૌરવની પ્રતિષ્ઠા કરે છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અનેકાન્ત દૃષ્ટિ, તપ, જપ, સામાયિક, પ્રતિક્રમણ વગેરે આપણને જૈન મૂલ્યોની ઝાંખી કરાવે છે. મહાવીરની જીવનદૃષ્ટિનું મહત્ત્વનું પાસું એ છે કે - બીજાઓનું અસ્તિત્વ અને બીજાઓના વિચારોને સન્માન આપો.' અહીં અહિંસાનો સિદ્ધાંત પ્રગટે છે અને શોષણની સામે વિરોધ પ્રગટે છે. શોષણના મૂળમાં સ્વાર્થની ભાવના રહેલી છે. સ્વાર્થમાંથી સંગ્રહની પ્રવૃત્તિ પોષાય છે. મહાવીરની દૃષ્ટિએ - આ પ્રકારનો સંગ્રહ કરવો એ સામાજિક હિંસા છે.' અન્ય લોકોના વિચારને સન્માન આપવું, તે મહાવીરના અનેકાન્તદર્શનનો પાયો છે. મહાવીર એમ માનીને ચાલતા હતા કે ‘સત્યના સૂર્યનો ઉદય કોઈના પણ આંગણમાંથી થઈ શકે છે.' આથી જ તેઓ કહેતા હતા કે ‘સત્યનો ગમે ત્યાંથી સ્વીકાર કરો. એવું ન માનો કે હું જે કાંઈ જાણું છું કે માનું છું, તે જ સત્ય છે. એ રીતે જોશો તો તમારો વિરોધી પણ પોતાની દૃષ્ટિએ પોતાને સાચો જ માનતો થશે.' મહાવીરનો આ અનેકાન્ત, વાસ્તવમાં તો વૈચારિક, સહિષ્ણુતાનું પ્રતીક છે. જ્ઞાનધારા -૫ SSSS ૧ 555 જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ - Page #11 -------------------------------------------------------------------------- ________________ આજે જગતમાં શોષણ, અસહિષ્ણુતા અને હિંસાનું જે તાંડવ મચ્યું છે તેમાંથી બચવા માટે આપણી પાસે માત્ર મહાવીરનું જીવનદર્શન જ એક એવો વિકલ્પ છે કે જેને અપનાવી આપણે માનવજાતનું અસ્તિત્વ સુરક્ષિત રાખી શકીએ. અહિંસાનો સિદ્ધાંત વર્તમાન સમયમાં વિશ્વમાં શાંતિ ફેલાવવા માટે માર્ગદર્શક રૂપ છે. અહિંસા જૈન ધર્મનો પ્રાણ છે. અહિંસા એ તો સમસ્ત વિશ્વનો પ્રાણ છે. આજે કેટલાક લોકો અહિંસાને કાયરતા સમજે છે, પરંતુ અહિંસા એટલે કાયરતા નથી. તીર્થકર ભગવાન મહાવીર જેવા મહાન વીરપુરુષોના અંતરમાં સર્વજીવો પ્રત્યે વધી રહેલી કરુણા, ભાવના અને વાત્સલ્યમાથી જ અહિંસાના સિદ્ધાંતનું સર્જન થયું છે. સંપૂર્ણ અહિંસામય જીવન એ જૈન ધર્મનો ઉચ્ચ આદર્શ છે, અને એ આદર્શને વ્યવહારુ બનાવવા માટે જેટલું ઊંડું ચિંતન, જેટલી વ્યાપક વિચારણા અને જેવા સૂક્ષ્મ પ્રયોગો જૈન પરંપરામાં થયા છે એવા બીજે ક્યાંય નથી થયા. આ અહિંસા મૂળમાં છે આત્મૌપમ્ય દષ્ટિ. જેવો આપણો જીવ છે એવો સહુનો જીવ છે. આપણને જીવવું ગમે છે તેમ સહુને જીવવું ગમે છે, મરવું કોઈને ગમતું નથી. સુખ અને શાંતિ સહુને જોઈએ છે, દુઃખ અને અશાંતિ કોઈ નથી ઈચ્છતું. જે આપણને નથી ગમતું એવું વર્તન આપણે બીજા પ્રત્યે પણ ન કરીએ. મન, વચન કે કાયાથી કોઈને પણ દુઃખી ન કરીએ. સહુના સુખમાં નિમિત્ત બનીએ. આપણા ક્ષમિક સુખ-સગવડ અને તુચ્છ સ્વાર્થ ખાતર કોઈના જીવનનો ભોગ લેવાની અધમ વૃત્તિમાં ન રાચીએ. કોઈના પ્રાણ આંચકી લેવાની કૂરતા કે અન્યાય આપણે કદી એ ન આચરીએ. પરંતુ જરૂર પડ્યે આપણી સુખ-સગવડતાનો ભોગ આપીને પણ દીન-દુઃખીનાં દુઃખ દૂર કરીએ. બીજાને જીવન જીવવામાં તન, મન અને ધનથી સહાયક બનીએ. અબોલ પશુ-પક્ષીઓની હત્યા અટકાવીએ. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોને પણ આપણા તરફથી અભયદાન આપીએ. જગતમાં જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવનું પવિત્ર ઝરણું અંતરમાંથી વહેતું કરી દઈએ. જૈન દૃષ્ટિએ “શઠં પ્રત્યવિસખ્ય’ એ વાસ્તવિક અહિંસાનો મૂળભૂત સિદ્ધાંત છે. એ જ અહિંસા જ્યારે ક્રિયાત્મક બને છે ત્યારે તેને શબ્દપર્યાયરૂપે ઓળખવા માગીએ તો અનુકંપા કે દયાના નામથી ઓળખવામાં જ્ઞાનધારા-૧ ====ી ૨ == જેન સાહિત્ય જ્ઞાનસત્ર- Page #12 -------------------------------------------------------------------------- ________________ આવે છે. આ સિદ્ધાંત જેટલો જ્યાં વ્યાપક તેટલી જ તે વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રમાં વધુ સંસ્કારિતા અને વધુ શાંતિ નજરે પડવાની. ક્ષમામૂર્તિ ભગવાન શ્રી મહાવીરના ઉપદેશનો ટૂંકો સાર એ છે કે - “જો તમારે તમારો સર્વાગી વિકાસ સાધવો હોય તો આચારમાં સર્વ હિતકારિણી અહિંસાને, વિચારમાં સંઘર્ષશામક અનેકાત(સ્યાવાદ)ના સિદ્ધાંતને અને વહેવારમાં સંકલેશનાશક અપરિગ્રહવાદને મનસા-વાચાકર્મણા અપનાવો. આથી વ્યક્તિના જીવનમાં વિશ્વબંધુત્વ - મૈત્રીની ભાવના, સમન્વયવાદી દૃષ્ટિ અને ત્યાગ-વૈરાગ્યના આદર્શો જીવંત બનશે; અને આ સિદ્ધાંતો ન્યૂનાધિકપણે જો સહુ અમલમાં મૂકશે તો સમષ્ટિ - સમુદાયમાં અધ્યાત્મવાદનો પ્રકાશ પ્રગટ થતાં ભય, ચિંતા, અજંપો, અશાંતિ, અસંતોષ, વર્ગવિગ્રહ, અન્યાય, દુર્ભાવના, ધિક્કાર, તિરસ્કાર, કડવાશ, અવિનય, અવિવેક, અહંકાર આવાં અનેક જડતત્ત્વોને ઘેરો બનેલો અંધકાર વિલય થશે; પરિણામે સર્વત્ર મૈત્રી, પ્રેમ, સ્નેહ, આદર, સંપ, સહિષ્ણુતા અને શાંતિનાં બળો મજબૂત બનશે. એકવીસમી સદીમાં અર્થાત્ વર્તમાન સમયમાં જૈન ધર્મના સિદ્ધાંતો - મૂલ્યોની ખાસ જરૂર છે, જેટલી તીર્થકરોના સમયમાં ન હતી. સમસ્ત વિશ્વ જૈન ધર્મના અહિંસા, અનેકાન્તવાદ, પરમસહિષ્ણુતા, પરમત સહિષ્ણુતા, શાંતિમય સહઅસ્તિત્વ, વિશ્વપ્રેમ, વિશ્વશાંતિ અને કરુણાના સિદ્ધાંતોને જો અપનાવે તો ચોક્કસપણે દુનિયાના બધા પ્રશ્નો હલ થઈ જાય. આજની આ સંતપ્ત દુનિયા માટે જૈન ધર્મ એક અકસીર ઔષધ, દવા સમાન છે. જૈન ધર્મનાં મૂલ્યો ખાસ કરીને અહિંસાનું પાલન કરનાર દેશ તથા વિશ્વ, આધ્યાત્મિક અને નૈતિક ઉન્નતિ પ્રાપ્ત કરશે. આપણે રોજ સવારે જ્યારે વર્તમાનપત્ર વાંચીએ છીએ ત્યારે સમાચાર આતંકવાદી, હિંસા, ગુનાખોરી, વિનયભંગ, ભ્રષ્ટાચાર, ખૂન-ખરાબી, ચોરી, રુશવત, દાણચોરી, બળાત્કાર, ખોટું તોલમાપ વગેરેનાં જ વાંચવા મળે છે. અહિંસાના પાલનથી અન્ય જીવોને નિર્ભયતા અને શાંતિ મળે છે અને વિશ્વમાં સ્વાર્થ માટે પ્રવર્તી રહેલાં યુદ્ધો અને વૈરવૃત્તિનાં શમન થાય છે. એક વ્યક્તિના ત્યાગથી જેમની પાસે પદાર્થો ન હોય તેમને તે મળે છે અને એક આદર્શ ત્યાગીના ત્યાગનો બીજાઓને ચેપ લાગવાથી પ્રજામાં સુખનો પ્રચાર થાય છે. સહનશીલતાનો ગુણ ખીલવાથી વિશ્વનું (જ્ઞાનધારા - ૩ Sિ જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ Page #13 -------------------------------------------------------------------------- ________________ ક્ષુબ્ધ વાતાવરણ શાંત થાય છે, પવિત્રતાથી વાતાવરણમાં શુદ્ધિ ફેલાય છે અને લૂંટફાટ, દંભ, પાખંડ, અત્યાચાર, અનાચાર ઇત્યાદિ દોષોનો નાશ થાય છે. સરળતા અને કોમળતાથી વિશ્વને સાચા બોધપાઠો સાંપડે છે અને પામરતા, મિથ્યાભિમાન, કદાગ્રહો અને પૂર્વગ્રહો ધોવાઈ જાય છે. આજે કેટલાક લોકો અહિંસાને કાયરતા સમજે છે, પરંતુ અહિંસા એટલે કાયરતા નથી. તીર્થકર ભગવાન મહાવીર જેવા મહાન વિરપુરુષોના અંતરમાં સર્વજીવો પ્રત્યે વધી રહેલી કરુણતાની ભાવના અને વાત્સલ્યમાંથી જ અહિંસાના સિદ્ધાંતનું સર્જન થયું છે. બાહ્ય દૃષ્ટિએ કૉપ્યુટર અને મોબાઈલ જોતાં આશ્ચર્ય થાય તેવી સિદ્ધિભરેલો યુગ પણ આંતર-જીવનમાં ક્રોધ-કષાયો-સંકલેશ અને વેરઝેરની કડવાશ અને મારા-તારાની ભાવના અને મમતાથી થતાં સંઘર્ષોવાળા સમયમાં જીવનને કેમ સારી રીતે જીવવું તે જ મહત્ત્વનો પ્રશ્ન છે. નીતિને માર્ગે ધન કમાવનાર સુખે સૂઈ શકે છે. એ કામ અઘરું છે, પણ અશક્ય નથી. પ્રામાણિકતા લાંબે ગાળે જીતે છે. આપણું જીવન આંતરિક અશાંતિથી, ક્રોધથી, માનસિક તનાવથી ઘેરાયેલું છે. વર્તમાન જીવનમાં જૈન મૂલ્યો જ રામબાણ ઇલાજ છે, જે સંઘર્ષમયી જીવનમાંથી મુક્તિ અપાવી શકે. જૈન મૂલ્યોની આવશ્યકતા ત્રણે કાળમાં રહેવાની. ભૂતકાળમાં હતી, વર્તમાનકાળમાં છે અને ભવિષ્યકાળમાં પણ રહેશે જ. બલકે જેમ જેમ દુષમ દુષમ કાળ આવતાં જશે તેમ તેમ જૈન મૂલ્યોની આવશ્યકતા સવિશેષ જણાશે. ચાલો આપણે જેનમૂલ્યોને આજથી જ, અત્યારે જ શક્ય એટલા અપનાવવાની કોશિશ કરીએ. (જ્ઞાનધારા-૧ = 3 ૪ == જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #14 -------------------------------------------------------------------------- ________________ 1 વર્તમાન જીવનમાં જેનમૂલ્યોની આવશ્યકતા શ્રીમતી ધનલક્ષ્મી શાંતિલાલ બદાણી - નાગપુર ધો મંગલ મુક્કિકંઠ, અહિંસા સંજમો તવો દેવાદિ ત નમસતિ, જલ્સ ધમ્મ સયામણો | પ્રથમ વાક્યમાં જ ભગવાન મહાવીરે સાચા ધર્મની મહત્તા પરિભાષા સાથે સમજાવી દીધી છે કે - “ધર્મ એક ઉત્કૃષ્ટ મંગળ છે, પરંતુ કેવો ધર્મ તથા કયો ધર્મ ? જેમાં અહિંસા, સંયમ તથા તપ હોય અને આ વિશિષ્ટ ગુણો જે વ્યક્તિમાં હોય, તેને દેવતા પણ નમસ્કાર કરે છે - (૧) અહિંસા, (૨) અપરિગ્રહ (૩) અનેકાન્ત અથવા સ્યાદવાદ ધર્મ એ જીવન જીવવાની એક કળા છે. જેના દ્વારા મનને જીવનમાં શાંતિ મળે. પ્રતિકૂળ સમયમાં સાચો માર્ગ દેખાડી આ ભવ તથા પરભવ સુધારે છે. વર્તમાન સમયમાં ભારત સહિત વિશ્વ જે જે વિભિન્ન સમસ્યાનો સામનો કરી રહ્યો છે, તે દરેક સમસ્યાનો શતપ્રતિશત સમાધાનો જૈન ધર્મનાં મૂલ્યોમાં સંપાદિત છે. પાકિસ્તાન તથા આંતકવાદિઓને જૈન ધર્મનો મૂળ સિદ્ધાંત અહિંસાનો સંદેશ પ્રચાર-પ્રસાર દ્વારા આપી શકાશે. જ્યારે ખ્રિસ્તીઓ પોતાના ધર્મના પ્રચાર માટે આપણા ઘરઆંગણે આવી જાય છે, તો પછી જૈનો કેમ નહિ ? કહે છે કે - ભય નહીં હમેં દુર્જનોં કી દુર્જનતાશે ભય હૈ હમેં સજ્જનોં કી નિષ્ક્રિયતા સે || માટે જેનો દેવ, ગુરુ, ધર્મ તથા વડીલોની છત્રછાયામાં તથા માર્ગદર્શનમાં અહમ ગ્રુપો તૈયાર થઈ જાય તથા પૂરા વિશ્વમાં પ્રભાવકરૂપે અહિંસાના પ્રચાર દ્વારા જનતાને જાગ્રત કરે. બીજી સમસ્યા છે પર્યાવરણ, ભ્રષ્ટાચાર, બળાત્કાર તથા પશુધનના સંહારની. આ સિવાય જુગાર, ગેરકાનૂની શિકાર તથા સુપારી દ્વારા હત્યા આદિ દૂષણો પણ સામેલ છે. પશુઓ દેશની સંપત્તિ છે. જ્યારે ભારતની જનસંખ્યા ૩૬ કરોડ હતી ત્યારે આપણું પશુધન ૪૦ કરોડનું હતું. આઝાદી મળતાં જ ગાંધીજીનું (જ્ઞાનધારા-૫ ૬ ૫ છું જેન સાહિત્ય જ્ઞાનસત્ર- Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સ્વપ્ન ગૌહત્યા બંધ કરવાનું હતું, પરંતુ અતિ દુઃખ તે વાતનું છે કે ગાંધીના વારસદારો કોંગ્રેસનું ચિહ્ન જે બેલ-જોડી હતું. તેનાં પર હિંસા, યાંત્રિક કતલખાનાંમાં પંજા દ્વારા સ્થાપિત કરી દર વર્ષે તેમાં વૃદ્ધિ કરતા જાય છે. જેથી કરીને અત્યાર સુધી કરોડોની સંખ્યામાં દુધાળુ ગાયો આંખમાં આંસુ સાથે પોતાની બલિ દઈ રહી છે. જેને આપણે હિંદુઓ તથા જૈનો આંખ આડા કાન કરી સરકારને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. શું આપણે વરના સંતાન તથા વારસદાર નથી ? શું આપણે નામમાત્રના જ જૈનો છીએ ? દેવમાર કતલખાનું બંધ કરવાની જવાબદારી સિફ જૈનોની જ છે ? દુર્ભાગ્યનો વિષય એ છે કે વર્તમાનમાં ભૌતિકતાની ચકાચૌંધમાં આપણા મહાપુરુષો દ્વારા બતાવેલ સુખશાંતિમાં શાશ્વત માર્ગને વિસ્તૃત કરી દીધો છે. અને પોતાને Uptudate ઘોષિત કરી દીધો છે. આપણી આ પ્રવૃત્તિને કારણે વ્યક્તિ તથા સમાજ સહજ માનવી ઉદાત્ત ભાવનાઓથી ભટકી ગયો છે, તથા આપણે એક કૃત્રિમ જીવન જીવવા માટે વિવશ થઈ ગયા છીએ. જે શારીરિક વ્યાધિ, માનસિક વિક્ષિપતા તથા પ્રાકૃતિક પ્રદૂષણના રૂપમાં આપણી સમક્ષ તથા જગત સમક્ષ પોતાની વિકરાળતા સહિત અનુભૂત થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં એક પણ દિવસ એવો નહિ ગયો હોય જે દિવસે બળાત્કારની કોઈ ઘટના ન બની હોય. જેમાં સવા મહિનાથી લઈને પચાસ વર્ષની પ્રૌઢા તથા પરણીતાનો સમાવેશ થાય છે. જ્યારે જૈન ધર્મનું ચોથું બ્રહ્મચર્યવ્રત પરનારીને બહેન તથા માતાના રૂપમાં સમજી પવિત્રતા ધારણ કરે છે. વર્તમાન સમયમાં આ જ્વલંત સમસ્યામાં જૈન ધર્મનું મૂળ ચોથું બ્રહ્મચર્યવ્રત મશાલ લઈને આવી શકે છે. આજે મહિલા દિવસ ગમે તેટલા મનાવીએ અથવા નારી આર્થિક ક્ષેત્રમાં ગમે તેટલી આગેકૂચ કરે, છતાં પણ તેનું જાતીય શોષણ તથા બળાત્કારનો ભોગ થતી રહેશે. તે રાષ્ટ્રની મહાન કલંકમય સમસ્યા છે. જૈન ધર્મના મૂળમાં સખ વ્યસનોનો પરિત્યાગ આવે છે. યુવાનો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. તે યુવાધન આજે માંસાહાર, મદ્યપાન, પાનપરાગ, ગુટકા, હેરોઈન, જુગાર તથા પરનારીમાં લીન બની, અલ્પાયુ બની લાખોની સંખ્યામાં રાષ્ટ્ર ગુમાવી રહ્યું છે. યુવાનોને આવી લત લગાડવા મહાન ષડયંત્રમાં દેશી તથા વિદેશી કંપનીઓ સંલગ્ન છે. જેને સરકાર પોષે છે. આવાં કાર્યોમાં આપણા કંઈક અંશમાં જૈન (જ્ઞાનધારા-૧ = ૬ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર- Page #16 -------------------------------------------------------------------------- ________________ ભાઇઓ પણ સંમિલિત છે. જૈન સમાજ, જૈન સોશ્યલ ગ્રુપ તથા અહમ ગ્રુપ જેવા મૂળના આ સિદ્ધાંતોને ભારત તથા વિશ્વમાં પહોંચાડી યુવાધનને બચાવી શકાય ? અવશ્ય. Nothing is impossible in this world - વર્તમાનમાં વિશ્વ સમક્ષ મોટી સમસ્યા વૈશ્વિક મંદી છે. જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત અપરિગ્રહ છે. આવશ્યકતાથી વધુ વસ્તુઓનો સંગ્રહ અથવા સંપત્તિ રાખવી તે વ્યક્તિગત તથા સામાજિક દૂષણ છે. અસમાનતા હટે તો જગતમાંથી નકસલવાદ, હત્યા, ખૂન-ખરાબી વગેરે નષ્ટ થશે. આ અપરિગ્રહના સિદ્ધાંત પ્રમાણે એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રના સીમા-ઉલ્લંઘન થતા બંધ થઈ જશે. તથા નિર્દોષ સૈનિકો તથા સંપત્તિનો વ્યય બંધ થઈ જશે. આના માટે જૈન ધર્મના આ અપરિગ્રહની મર્યાદા રાખશે તો વિશ્વમંદી ઘટી જશે. જૈન ધર્મનો ત્રીજો સિદ્ધાંત અનેકાન્તવાદ અથવા સ્યાદ્વાદ છે. મહાવીરે અનેકાન્તવાદનો અર્થ સત્યને ઘણા પહલુઓ હોય છે. પ્રત્યેક વ્યક્તિ સત્યના એક પાસાને જોઈને પૂર્ણ સત્ય સમજે છે. એટલે મહાવીરે પ્રત્યેક વ્યક્તિના વિચારોને મહત્ત્વ આપી સાચા સત્યને જોવું જોઈએ. જેથી વેર-ઝેર તથા વૈમનસ્યતા, હિંસાનો પ્રશ્ન જ ઊભો ન થાય, જે આજની આવશ્યકતા છે. ભગવાન મહાવીર કેવળજ્ઞાની હોવાને કારણે ભવિષ્ય દ્રષ્ટા તથા ત્રિકાળજ્ઞાની સાથે વિજ્ઞાની પણ હતા. તેમનો અનેકાન્તવાદનો સિદ્ધાંત આજે વિજ્ઞાનમાં સાપેક્ષવાદ તરીકે ઓળખાય છે. તેમણે પાત્ર માર્ગ ચીંધ્યો કે - “આ માર્ગ તમારા માટે શ્રેયસ્કર છે.” પછી તે માર્ગ પર ચાલવામાં આગ્રહ કે દુરાગ્રહ નથી કરેલ. જૈન ધર્મનો આ સિદ્ધાંત સર્ચલાઇટ બનીને વિશ્વ સમક્ષ ઊભો છે, જેથી જનતા વિચાર કરી તેમને અપનાવા માટે સ્વઈચ્છાથી ગ્રહણ કરી પોતાનું જીવન સુખ અને શાંતિમય બનાવે. જૈન ધર્મની સ્થાપના કોઈ વિશેષ વર્ગ તથા જાતિ માટે નથી. જૈન ધર્મના સિદ્ધાંતો મનુષ્યને સુખ-શાંતિપૂર્વક જીવન જીવવાની કળા છે. તે વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ જીવનમાં અપનાવી આરોગ્યપૂર્ણ માનસિક શાંતિ સાથે જીવી શકે છે. (જ્ઞાનધારા - SSSS ESSES જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #17 -------------------------------------------------------------------------- ________________ 3 સાંપ્રત વિશ્વની સમસ્યાઓના સમાધાન માટે વર્તમાન જીવનમાં જૈનમૂલ્યોની આવશ્યકતા લે. ડો. કવિન શાહ ભૂમિકા : મહાન પુણ્યોદયે માનવજન્મ દેવ, ગુરુ અને ધર્મની સામગ્રી મળે છે, તેમ છતાં જીવન એ સુકોમળ પુષ્પોની શય્યાવાળી જિંદગી જેવું આનંદદાયક નથી. અનેકવિધ સમસ્યાઓ તનાવ, હતાશા, અશાંતિ અને આતંકવાદના ભય હેઠળ જીવન ચાલી રહ્યું છે. જૈન ધર્મનાં મૂલ્યો માત્ર જૈનો જ નહિ પણ સમગ્ર માનવ-સમૂહને જીવન જીવવાની કળા સમાન અનન્ય પ્રેરક અને માર્ગદર્શક સ્થંભ સમાન છે. ધર્મનાં મૂલ્યો કપોલકલ્પિત નથી. પણ તપ-ત્યાગ-સાધના અને જ્ઞાનથી પ્રાપ્ત કરીને સંતો-મહાત્માઓએ માનવોના કલ્યાણ માટે ઉપદેશરૂપે ધર્મમાં દર્શાવ્યા છે. આ મૂલ્યોનું ચિંતન-મનન અને આચરણ જીવનની સમસ્યાઓના સમાધાન માટે રાજમાર્ગ સમાન છે. અહિંસા પરમો ધર્મઃ અહિંસાનો સિદ્ધાંત વિશ્વવ્યાપી બનાવવો જોઈએ. મનુષ્ય અને પ્રાણીઓ સિવાયની એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના વનસ્પતિકાય, વાયુકાય, અપકાય વગેરેમાં જીવસૃષ્ટિ છે, તેનું રક્ષણ જયણા કરીને જીવન જીવવાનો માર્ગ છે. ભગવંતે દેશિવરતિ અને સર્વવિરતિ ધર્મ દ્વારા પ્રતિપાદન કર્યો છે. જીવ-હિંસા ન થાય, જીવોનું રક્ષણ થાય એવી ભાવના કેળવવી જોઈએ. જીવો અને જીવવા દો'નો મંત્ર ચરિતાર્થ કરવો જોઈએ. રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ. માંસાહારનો ત્યાગ કરીને શાકાહારી જીવનશૈલી અપનાવવી જોઈએ. શાકાહારી જીવનશૈલીથી માનવીની સાત્ત્વિક વૃત્તિઓના પોષણની સાથે માનસિક અને શારીરિક સ્વસ્થતા પણ વધુ તેજસ્વી બને છે. સમસ્યાઓના મૂળમાં રાજસી અને તામસી પ્રકૃતિ છે, તેનો નાશ કરવો જોઈએ. તે માટે ધર્મના સિદ્ધાંતોનું અનુસરણ આવશ્યક છે. અઢાર પાપસ્થાનકમાં અહિંસા ધર્મ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષનો સમાવેશ થયો છે. આ દુવૃત્તિઓ પર નિયંત્રણ માટે જ્ઞાનધારા-૫ 5555 જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ - Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્ન કરવો જોઈએ, તો જ સાત્ત્વિકતા વૃદ્ધિ પામશે. વ્રત-નિયમ-તપ-ત્યાગપ્રધાન વિચારોનું જીવનમાં અનુસરણ કરવાથી સમસ્યાઓનું સમાધાન થાય છે. અહિંસા ધર્મ જીવોને ભયમુક્ત કરીને શાંતિથી જીવન જીવવા માટે પ્રેરક બને છે. ભગવાનનાં વિશેષણોનો નમુસ્કુર્ણ સૂત્ર'માં ઉલ્લેખ થયો છે. તેમાં અભયદયાણે ભગવાન વિશ્વના જીવોને ભયમુક્ત કરે છે. આજની જીવનશૈલી લોકોને ભય અને ત્રાસ આપીને ક્ષણિક આનંદ માણે છે. પછી સમસ્યાઓ ક્યાંથી દૂર થાય ? કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણ પ્રકારની હિંસાનો ત્યાગ જરૂરી છે. શ્રાવકજીવનનાં બાર વ્રતોનું યથાશક્તિ અનુસરણ કરવાથી જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે. ભારતીય સંસ્કૃતિમાં “મર્યાદા'નું વિશિષ્ટ સ્થાન છે. આ મર્યાદાને બંધન માનીને મનુષ્યો સ્વતંત્રતાને નામે સ્વેચ્છાચારી બની ગયા છે અને સમસ્યાઓ સ્વયં ઊભી કરી રહ્યા છે, ત્યારે “મર્યાદા'નો સિદ્ધાંત અપનાવવો આવશ્યક છે. મર્યાદા બંધન પણ સદાચારનું લક્ષણ છે અને તેનાથી આત્માની ઊર્ધ્વગતિનો માર્ગ પ્રાપ્ત થાય છે એમ સમજવું જોઈએ. શીલ અને સદાચારના નિયમોનું નીતિપૂર્વક પાલન કરવાથી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. પરિગ્રહ પરિમાણ વ્રતની વિશેષ રીતે સાધના કરવી જોઈએ. સંગ્રહાખોરીનું દૂષણ અછત, ભાવવધારો, મોંઘવારી, અસત્ય, ચોરી, મદ્યપાન, જુગાર જેવાં દૂષણો ફેલાવે છે, માટે જીવનમાં સંતોષવૃત્તિ કેળવવી જોઈએ. માર્ગાનુસારીના પાંત્રીસ બોલમાં જીવન જીવવાનો માર્ગ દર્શાવ્યો છે, તેમાં સંતોષવૃત્તિ અને ન્યાયસંપન્ન દ્રવ્યનો સમાવેશ થયો છે. અર્થશાસ્ત્રમાં જરૂરિયાતો અને ઈચ્છાઓનો ભેદ દર્શાવ્યો છે તે સમજવો જોઈએ. રોટલો-શાક-હવા-પાણી જરૂરિયાત છે; જ્યારે મકાનમાં ઍરકન્ડિશન, મિષ્ટાન્ન, ફિઝ વગેરે ઇચ્છાઓ છે. ઈચ્છાઓ અનંત છે. જીવન પૂર્ણ થાય તો પણ ઇચ્છાઓ ઘટવાની નથી; માટે સંતોષવૃત્તિ ધારણ કરીને જીવન જીવવાની શૈલી અપનાવવી જોઈએ. પરિગ્રહ પરિમાણ વ્રત ધારણ કરવાથી જીવનમાં સમસ્યાઓનું સ્થાન નહિવત્ બની જાય છે. યશોવિજયજી ઉપા. “અમૃતવેલની સજઝાય'માં જણાવ્યું છે કે - જ્ઞાનધારા -પ ૯ == જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ પાપ નહિ તીવ્ર ભાવે કરે જેહ ને નવિ ભવ સાગરે, ઉચિત સ્થિતિ જેહ રૂપે સદા, તેહ અનુમોદવા લાગશે. સેવે ચેતનજ્ઞાન અજવાળીએ.” જીવનમાં સુખ કર્માધીન છે એમ માનીને ધર્મમય જીવન જીવવું જોઈએ કર્મવાદનો સિદ્ધાંત સમજવો જોઈએ. ભૌતિકવાદથી ઈર્ષ્યા અને અસંતોષનો રોગ ઘેર ઘેર ચેપી રોગ સમાન પ્રચાર પામ્યો છે. પૂર્વકર્માનુસાર કર્મોદયે સુખ-દુઃખ આવે છે, ત્યારે નવાં કર્મો ન બંધાય તે માટે આશ્રવ, સંવર અને નિર્જરા તત્ત્વનું અનુસરણ ઉપયોગી નીવડે છે. બાહ્ય નિમિત્તોને દોષ આપવો નહિ; પણ પોતે પોતાના કર્મો ભોગવવાનાં છે. રાજા-મહારાજા તીર્થકરો, ગણધરો કર્મસત્તાથી બચી શક્યા નથી. અંતરાયકર્મના ઉદયથી જીવનમાં સુખ-શાંતિ, ચીજ-વસ્તુઓ મળતી નથી. અભિમાન કરવાથી નીચગોત્ર કર્મ બંધાય છે. કંજૂસાઈ અને સંગ્રહાખોરીથી ગરીબાઈ આવે છે. માટે કર્મસત્તાનો સ્વીકાર કરી કર્મબંધ ન થાય તેવી શૈલી ધર્મની રીતે અપનાવવી જોઈએ. માનવીએ પોતાની આવકના સંદર્ભમાં ખર્ચ કરવો જોઈએ. અનેકાન્તવાદનો સિદ્ધાંત માત્ર આદર્શ નથી, પણ વાસ્તવિક જીવનમાં એના વિચારોનું અનુસરણ ઉપયોગી છે. ભારત જેવા મહાકાય દેશમાં અંદાજે ૨૦૦૦ જેટલા ધર્મો - મત-પંથો પ્રવર્તે છે ત્યારે એકાન્તવાદથી અન્ય ધર્મ-મત-પંથના વિચારોને સહિષ્ણુતાથી માનવા જોઈએ. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. સર્વધર્મસમભાવ - ધાર્મિક સહિષ્ણુતાનું અનુસરણ કરવાથી રાષ્ટ્રની અને માનવજાતની શાંતિ અને સલામતીનું રક્ષણ થશે. માણસ ધાર્મિક હોય તો તેનાથી કોઈ વાંધો નથી પણ ધર્મના નામે ઝનૂની અને કટ્ટરવાદી બની જાય છે, ત્યારે સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વની શાંતિ જોખમાય છે. કોમી રમખાણોની શાંતિ - સલામતી - મોંઘવારી - હિંસા - આતંકવાદ જેવી સમસ્યાઓ ઉદ્દભવી છે, માટે તેના સમાધાનમાં અનેકાન્તવાદથી વિચારવું જોઈએ. રાજકીય પક્ષાપક્ષીમાં જીવનની શાંતિ જોખમાય છે, ત્યારે અનેકાનતવાદથી નિષ્પક્ષ રીતે માનવ-કલ્યાણની પ્રવૃત્તિ ને યોજનાઓને લક્ષમાં લેવી જોઈએ. સીમાની સાઠમારીમાંથી મુક્ત થઈને પ્રજાકલ્યાણની ભાવનાનો વિચાર કેન્દ્રસ્થાને રાખવો જોઈએ. (જ્ઞાનધારા - SMS ૧૦ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર- Page #20 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રની એકતા અને અખંડતિતાના રક્ષણ માટે અનેકાતવાદની વિચારધારાનું શિક્ષણ જરૂરી છે. શિક્ષણમાં ધર્મનાં મૂલ્યોનું સ્થાન અત્યંત જરૂરી છે. વ્યક્તિગત રીતે વિચારતાં જીવનમાં મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થતા - આ ચાર ભાવનાનો વિકાસ થવો જોઈએ. સમસ્યાઓનું સમાધાન જૈન ધર્મનાં મૂલ્યો દ્વારા સંપૂર્ણ શક્ય છે - જરૂર છે માર્ગાનુસારીપણુ, વિરતિધર્મ, તપ, ત્યાગ, અહિંસા, કર્મસત્તા, ચાર ભાવના, અનેકાન્તવાદ વગેરેનું શિક્ષણ અને આચરણ આવશ્યક છે. જીવનમૂલ્યો માત્ર આદર્શ નથી પણ વાસ્તવિક છે. એમ જૈન ધર્મના ઇતિહાસમાં અનેક દૃષ્ટાંત છે. એમ વિચારી મૂલ્યનિષ્ઠ જીવન જીવવું જોઈએ. સંદર્ભ સૂચિ : ૧. અનેકાન્તવાદ - પ.પૂ. ગણિવર્ય યુગભૂષણ વિજયજી. ૨. યોગશાસ્ત્ર - કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય - પ્રકાશ-૨, પ્રકાશ-૪ (બારવ્રત) ૩. શ્રાદ્ધવિધિ પ્રકરણ - આચાર્ય રત્નશેખરસૂરિ - ચતુર્થપ્રકાશ (શ્રાવકવ્રત) ૪. કર્મનું કોમ્યુટર - મુનિ મેઘદર્શનવિજયજી (કર્મવાદ) જ્ઞાનધારા -૫ % ૧૧ 5 જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #21 -------------------------------------------------------------------------- ________________ ४ ઉપગ્રહ કે વિગ્રહ ? સંસ્કૃતિ કે વિકૃતિ ? વર્તમાન જીવનમાં જૈન મૂલ્યોની આવશ્યકતા લે. હર્ષદ દોશી ભગવાન મહાવીરે એક ઉદાહરણ આપ્યું છે - ‘એક માલિક તેના બકરાને રોજ પૌષ્ટિક દાણા અને લીલો, તાજો ચારો આપતો હતો. તે ખાઈને બકરો વધુ અને વધુ પુષ્ટ અને મદમસ્ત થતો જતો હતો. બાજુમાં રહેતા ગાયના વાછરડાને આ બકરાની ઈર્ષા આવતી હતી. જ્યારે સમય પાકી ગયો ત્યારે એ માતેલા, હૃષ્ટપુષ્ટ અને માંસલ બકરાને સીસું છેત્તુણ ભૂજ્જઈ’ - માથું વધેરીને તેના માલિક અને મહેમાનો ખાઈ ગયા. આજના દિવસોમાં આ કથાને શૅરબજારના સટોડિયા સાથે સરખાવી શકાય. શૅરનો આંક જેમ જેમ ઉપર ચડતો જાય છે, તેમ તેમ તેની આવક પણ વધતી જાય છે. તેની રહેણીકરણી અને બોલ-ચાલ-વર્તનમાં પણ ઝડપથી પરિવર્તન આવી જાય છે. તેને ત્યાં નવી ગાડી, નવો ફ્લેટ, નવું ફર્નિચર આવવા લાગે છે. એક દિવસ અચાનક શૅરબજારમાં કડાકો બોલે છે. ભાવ કડડભૂસ ગબડી જાય છે. શું થઈ રહ્યું છે તે સમજાય તે પહેલાં સટોડિયાના નફા સાથે મૂડી પણ તણાઈ જાય છે અને માથે મોટું દેવું ઊભું રહી જાય છે. શૅરબજારના ખેલાડીને પણ એ બકરાની જેમ ખબર નથી હોતી કે - ‘તેને વધેરતા પહેલાં પુષ્ટ કરવામાં આવી રહ્યો છે અને એક દિવસ તેની નિર્મમ હત્યા થઈ જશે.' થોડો વિચાર કરતા જણાશે કે - શૅરબજારના સકંજામાં ફસાઈ જવાના મૂળમાં લોભ છે. માણસ તાત્કાલિક લાભથી એટલો અંજાઈ જાય છે કે તે લાભની લાલચમાં વધુ અને વધુ ફસાતો જાય છે અને ભવિષ્યમાં આવનારી આફત તેને દેખાતી નથી.' ભગવાન મહાવીરે કહ્યું છે કે - 'जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्ढई । दो मासा कयं कज्जं, कोडीए वि न निट्ठियं ॥ " ૩.સૂ. 8-17 જ્ઞાનધારા-૫ ૧૨ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ જેમ જેમ લાભ વધતો જાય છે તેમ તેમ લોભ પણ વધતો જાય છે. જ્યાં બે માસા સોનાથી ચાલી જતું હોય છે, ત્યાં કરોડો સોનામહોરોથી પણ સંતોષ નથી થતો. શેરબજારમાં લે-વેચ કરનાર વિશાળ સમુદાયની સ્થિતિ એ બકરા કરતાં પણ વધુ ખરાબ છે, કારણ કે તે જાણતો નથી કે તેની પાછળ કોનો દોરીસંચાર છે. અર્થતંત્ર, રાજકારણ અને સામાજિક ક્ષેત્રે થોડા મુઠ્ઠીભર માણસોના હાથમાં વિશ્વનું સંચાલન અને ભવિષ્ય છે અને તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે વિશાળ પાયે શોષણ કરી શકે છે. તેઓ સામાન્ય મનુષ્યની લાલચ અને નબળાઈને જાણે છે અને તેનો પૂરો અને નિર્મમ લાભ ઉઠાવે છે. વિશ્વ જે અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે તે દરેકના મૂળમાં માણસનો વધતો જતો લોભ અને તૃષ્ણા છે. દરેક મનુષ્ય વધુ અને વધુ ભોગ-ઉપભોગની સામગ્રી, ધન, સંપત્તિ અને સગવડતાની આકાંક્ષા ધરાવે છે. ભગવાન મહાવીર કહે છે કે - “આ વધતી જતી તૃષ્ણાનો કોઈ અંત નથી - “રૂછી શું માસિસમાં મોતિયા !' માણસની ભૌતિક સગવડ અને સાધનોની પાછળની આંધળી દોટમાં માત્ર તેના ચારિત્રનો અને જીવનમૂલ્યોનો નહિ પણ સમસ્ત સામાજિક તંત્રનો અને સંસ્કૃતિનો હ્રાસ થઈ રહ્યો છે. આજ વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક ધોરણે જોવા મળતી અસહિષ્ણુતા, અનીતિ, શોષણ, અરાજકતા, ભ્રષ્ટાચાર, ગુનાકોરી અને આતંકના મૂળમાં લોભ, તૃષ્ણા અને તીવ્ર આસક્તિ કામ કરી રહ્યા છે. એટલે જ કહ્યું છે કે - “લોભ પાપનો બાપ છે. લોભ દરેક અનિષ્ટનું મૂળ છે.” સમાજના મોટા ભાગના માણસો માનસિક રીતે નબળા હોય છે. યોગ્ય નેતૃત્વ અને માર્ગદર્શનના અભાવમાં તે ઝડપથી અનિષ્ટોથી ઘેરાઈ જાય છે અને સમાજ સ્વયં રોગગ્રસ્ત થઈ જાય છે. કેન્સરની જેમ આ અનિષ્ટો સમાજમાં ઝડપથી ફેલાઈ જાય છે. આજ પૂરું વિશ્વ દરેક સ્તરે અનિષ્ટ તત્ત્વોની પકડમાં આવી ગયું છે. તે માટે આપણી સંસ્કૃતિનાં જીવનમૂલ્યોને પુનઃ સ્થાપિત કરવાની તાતી જરૂર છે. આ અનિષ્ટ તત્ત્વોથી સમાજને અને વ્યક્તિને મુક્ત કરવા એ સમાજના પ્રબુદ્ધ અને સંનિષ્ઠ જ્ઞાનધારા - SSSSઉં ૧૩ S જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #23 -------------------------------------------------------------------------- ________________ સભ્યો સામે મોટો પડકાર છે. તેમાં જૈન જીવનશૈલી અને જૈન જીવનમૂલ્યો મહત્ત્વનો ભાગ ભજવી શકે તેમ છે. શેરબજારનું ઉદાહરણ પાણીમાં તરતી વિરાટ હિમશિલાની બહારમાં દેખાતી નાની ટોચ જેવું છે. વિશ્વ સામે જે પડકારરૂપ પ્રશ્નો છે, તે બહાર દેખાય છે તેના કરતાં અનેકગણા વધુ જટિલ અને ગંભીર છે. તેમાંના થોડા પ્રશ્નો નીચે પ્રમાણે છે : 0 ઉપભોક્તાવાદ અને ભૌતિક સામગ્રીનો બેફામ ઉપયોગ અને દુર્વ્યય. 3 વૈચારિક અને ધાર્મિક અસહિષ્ણુતા. આર્થિક અસમાનતા અને શોષણ. a કુટુંબભાવના અને સહકારની ભાવનાનો વિચ્છેદ. 0 નૈતિક અધઃપતન, ભ્રષ્ટાચાર અને જીવનમાં વિકૃતિ. તે જ્ઞાતિવાદ અને જાતિવાદની વધતી જતી માઠી અસર. ઉપભોક્તાવાદ : અનિયંત્રિત ઉપભોક્તાવાદને કારણે કુદરતના સાધન-સંપત્તિ ઉપર પ્રબળ દબાણ આવ્યું છે. ખનીજ પદાર્થોનો પુરવઠો ઝડપથી ઘટી રહ્યો છે. જંગલોનો મોટે પાયે વિનાશ થઈ રહ્યો છે. કૃષિની પેદાશ માંગને પહોંચી નથી શકતી. પાણીનો ઉપયોગ અને દુર્વ્યય બેફામ રીતે વધી રહ્યો છે. નદીનાં અને જળાશયોમાં પાણી ઘટી રહ્યું છે. તેમાં પ્રદૂષણ સીમા બહાર વધી ગયું છે. કહેવાય છે કે પાણીની તંગી એટલી તીવ્ર થઈ જશે કે ભવિષ્યમાં પાણી માટે યુદ્ધો થશે. જમીનની માંગ પણ એટલી જ વધતી જાય છે. કારખાનાં અને કૃષિક્ષેત્ર વચ્ચેની જમીનની સ્પર્ધાનાં આઘાતજનક અને હિંસક પરિણામ પશ્ચિમ બંગાળના સિંગુર અને નંદીગ્રામમાં જોવા મળ્યાં છે. સિંગુર અને નંદીગ્રામ આવી રહેલાં મહાસંકટના પૂર્વસંકેત છે. પર્યાવરણનું સમતુલન ભાંગી પડ્યું છે. તાપમાન વધી રહ્યું છે. હિમાલય જેવા વિરાટ પર્વતો અને ધ્રુવપ્રદેશોનો બરફ ઓગળી રહ્યો છે. વૈજ્ઞાનિકો, સમાજશાસ્ત્રીઓ અને અર્થશાસ્ત્રીઓ પોકારી પોકારીને કહી રહ્યા છે કે - “આખું વિશ્વ ઝડપથી સર્વનાશ તરફ ધસી રહ્યું છે. તાત્કાલિક પગલાં અપનાવવામાં નહિ આવે તો ભવિષ્યમાં વિશ્વને તારાજીમાંથી ઉગારવું મુશ્કેલ થઈ જશે.” (જ્ઞાનધારા - S જ ૧૪ SMS જન સાહિત્ય જ્ઞાનસત્ર-૧) Page #24 -------------------------------------------------------------------------- ________________ વૈચારિક અને ધાર્મિક અસહિષ્ણુતા : હાવર્ડના પ્રોફેસર હન્ટિંગટને ૧૯૯૩માં The Clash of Civilizations.' શીર્ષક નીચે એક લેખ પ્રકાશિત કર્યો હતો. આ લેખમાં તેમણે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે - ‘વિચાર, ધર્મ અને સંસ્કૃતિની ભિન્નતા ધરાવતા દેશો વચ્ચે ક્યારે પણ સંપ, સુલેહ, શાંતિ અને સહકાર કેળવી જ નહિ શકાય.' પશ્ચિમના વિકસિત અને ખ્રિસ્તી દેશો અને મધ્ય એશિયાના મુસ્લિમ દેશો વચ્ચે વિચાર અને માન્યતાઓમાં એટલો મોટો તફાવત છે કે તે બંને ક્યારે પણ સાથે રહી નહિ શકે, ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના અમેરિકા ઉપરના હુમલા પછી પશ્ચિમના દેશો અને પ્રજાનો મુસ્લિમો ઉપરનો રોષ, અણગમો ને પૂર્વગ્રહ બેહદ વધી ગયા છે. આજ પશ્ચિમમાં હન્ટિંગટનના વિચારો આદર અને સામાજિક સત્ય તરીકે સ્વીકૃત થઈ ગયા છે. પ્રતિક્રિયારૂપે મુસ્લિમોએ પશ્ચિમની સામે જેહાદી યુદ્ધ અને આતંક શરૂ કરી દીધા છે. તેમાં બીજાં રાજકારણીય તત્ત્વો ભળીને ભારતમાં અને આસપાસના દેશોમાં આતંક ફેલાવી રહ્યા છે. આ જ ધાર્મિક અસહિષ્ણુતા અને ધર્મને નામે આતંકવાદ તેની ચરમ સીમાએ પહોંચ્યો છે. આર્થિક અસમાનતા અને શોષણ : આજ ધનવાન વધુ અને વધુ ધનવાન થતા જાય છે અને ગરીબ વધુ અને વધુ ગરીબ થતા જાય છે. એક તરફ ભારતની ૪૦% વસ્તી હજુ પણ ગરીબીની રેખા નીચે જીવે છે. બીજી તરફ વિશ્વના સૌથી વધુ ૧૦ ધનાઢ્યોમાં ૪ ભારતીય છે. આ આર્થિક અસમાનતાને કારણે અસંતોષ, લાલસા, ભ્રષ્ટાચાર અને ગુનાખોરીમાં અસાધારણ વધારો થઈ રહ્યો છે. કુદરતી સંપત્તિ અને સાધનો ધનવાનોના અંકુશમાં છે અને તેનો ઉપયોગ ગરીબોના વધુ અને વધુ શોષણમાં થઈ રહ્યો છે. કુટુંબભાવના અને સહકારની ભાવનાનો વિચ્છેદ : પોતાની ભૌતિક-સામગ્રીની વધતી જતી ભૂખને સંતોષવા પાછળ માણસ બીજા માટે કંઈ પણ કરવા તૈયાર નથી. માણસ વધુ ને વધુ સ્વાર્થી અને સ્વકેન્દ્રી થતો જાય છે. પોતાના નાના કુટુંબમાં બીજા માટે સ્થાન નથી. પહેલાંના સમયમાં બહોળા કુટુંબમાં સબળા-નબળા દરેક નભી જતા હતા. આજ નાના કુટુંબમાં નબળાને નભાવવા કોઈ તૈયાર જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ જ્ઞાનધારા-૫ ૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ નથી. એમાં પણ વૃદ્ધ અને અશક્ત મા-બાપની પરિસ્થિતિ ક્યારેક ખરેખર દયામણી થઈ જાય છે. નૈતિક અધઃપતન, ભ્રષ્ટાચાર અને જીવનમાં વિકૃતિઃ વધતા જતા ભોગ-વિલાસ, ઝડપથી આવકમાં મોટો વધારો, સંયુક્ત કુટુંબમાં ભંગાણ અને ભ્રષ્ટાચારને કારણે ચારે તરફ નૈતિક અધઃપતન દેખાય છે. વ્યસન અને વ્યભિચારને સામાજિક સ્વીકૃતિ મળી ગઈ છે. છૂટાછેડા સામાન્ય થઈ ગયા છે. સ્વજાતીય લગ્ન, ભૃણહત્યા અને બળાત્કારનું પ્રમાણ વધી રહ્યું છે. મનુષ્ય-જાતિના ઇતિહાસમાં ક્યારે પણ ન બન્યું હોય તેટલું મોટું ભંગાણ આજ સામાજિક માળખામાં જોવા મળે છે. જ્ઞાતિવાદ અને જાતિવાદની માઠી અસર : લઘુમતી અને બહુમતી વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે. સમાજ નાની નાની જ્ઞાતિઓ અને જાતિઓમાં ખંડિત થઈ રહ્યો છે. તેમાં પણ આરક્ષણના મુદ્દાએ સંઘર્ષનું વાતાવરણ ઊભું કર્યું છે. યોગ્યતા અને લાયકાતને બદલે જ્ઞાતિ-જાતિના ધોરણે પસંદગી થાય છે. રાજકારણ જાતિવાદના દૂષણથી ડહોળાઈ ગયું છે. તેના અર્થતંત્ર અને પ્રશાસન ઉપરનાં માઠાં પરિણામ સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. આવા ઘોર અંધકારમય અને નિરાશાજનક પરિસ્થિતિમાં જો કોઈ એકમાત્ર આશાનું કિરણ હોય તો એ જૈન જીવનમૂલ્યો અને જીવનશૈલી છે, જે સર્વાગી જૈનદર્શનનો ભાગ છે. જૈન ઇતિહાસનો અભ્યાસ કરવાથી સ્પષ્ટ જણાઈ આવે છે કે - ભૂતકાળમાં જ્યારે જ્યારે માનવજાતિને વિકટ સંજોગોનો સામનો કરવો પડ્યો છે ત્યારે ત્યારે જૈન જીવનમૂલ્યોની સાર્વભૌમિકતા અને તેના વ્યાવહારિક પ્રયોગથી માનવજાતિનું રક્ષણ થયું છે અને સમાજનો વ્યાપક સ્તરે વિકાસ સાધી શકાય છે. દરેક તીર્થકરોએ તત્કાલીન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુરૂપ જીવનમૂલ્યોની સ્થાપના કરી છે.' ભગવાન મહાવીરના સમયમાં પણ આવી ઘોર અંધકારમય પરિસ્થિતિ પ્રવર્તતી હતી. પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના વયોવૃદ્ધ કેશી ગણધર વણસતી જતી પરિસ્થિથિની ખિન્ન હતા. તેમણે ગૌતમ ગણધર પાસે પોતાનો ખેદ વ્યક્ત કરતા કહ્યું - જ્ઞાનધારા - પ SB ૧૬ % જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #26 -------------------------------------------------------------------------- ________________ ‘અન્ધયારે તમો ધોરે, વિન્તિ પાળિળો દૂ ! को करिस्सइ उज्जयं, सव्वलोगंमि पाणिणं ॥ ३ 44 વિશ્વનાં પ્રાણીઓ ઘોર અંધકારથી ઘેરાયેલાં છે. તેમને માટે કોણ પ્રકાશ ફેલાવશે ? ગૌતમ સ્વામી તેના ઉત્તરમાં કહ્યું - "उग्गओ विमलो भाणू, सव्वलोगप्पभंकरो । सो करिस्सइ उज्जोयं, सव्वलोंमि पाणिणं ॥ ४ સંપૂર્ણ વિશ્વમાં પ્રકાશ પાથરનારા નિર્મળ સૂર્યનો ઉદય થઈ ગયો છે. તે સર્વ પ્રાણીઓ માટે લોકમાં પ્રકાશ ફેલાવશે. ભગવાન મહાવીરે ૩૦ વર્ષ સુધી અનેક ક્ષેત્રોમાં વિહાર કરીને સમાજમાં ફેલાયેલા અંધકારને દૂર કર્યો હતો. ‘ગાડુંએમુ સહિયં પયાસ" સૂર્યથી પણ અધિક પ્રકાશ કરનારા દરેક તીર્થંકરોએ તેમના સમયમાં અંધકારને દૂર કર્યો છે અને ધર્મની સાથે જીવનમૂલ્યોની પુનઃ સ્થાપના કરી છે. દરેક તીર્થંકરે જીવનના વ્યાવહારિક અને આધ્યાત્મિક, એમ બંને પાસાંને ધ્યાનમાં રાખીને ઉપદેશ આપ્યો છે. જૈન જીવનશૈલી વ્યક્તિગત અને સામાજિક ધોરણે નીતિમય મૂલ્યોને મહત્ત્વ આપે છે. આજના યુગમાં તેની યથાર્થતા ઉપર વિચારણા કરતા પહેલાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને ચરમ તીર્થંકર મહાવીર સ્વામીએ વ્યાવહારિક ક્ષેત્રમાં કરેલી ક્રાંતિ ઉપર દૃષ્ટિપાત કરીએ. ભગવાન ઋષભદેવના સમયમાં સાધારણ જનજીવન પ્રાકૃતિક હતું. તેમણે પ્રકૃતિમાંથી સંસ્કૃતિનું નિર્માણ કર્યું. તેમણે અસી, મસી અને કૃષિનાં સાધનો દ્વારા તેમ જ તેમની બંને પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી દ્વારા ભાષા, સાહિત્ય, લલિત કળાઓ અને હુન્નર કળાઓનો વિકાસ કર્યો. ભરત અને બાહુબલી વચ્ચે યુદ્ધ અનિવાર્ય બન્યું, ત્યારે માનવસંહાર અટકાવવા તેમણે સૈન્ય પાછાં ખેંચી લીધાં અને આપસમાં દ્વન્દ્વયુદ્ધથી જય-પરાજયનો નિર્ણય કર્યો. ભરત ચક્રવર્તી રાજા હોવા છતાં તેમણે આત્મ-સાધનાના સર્વોચ્ચ શિખર એવા કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું હતું. સ્વયં ઋષભદેવે પણ પોતાના જીવનનો મોટો ભાગ રાજવ્યવસ્થા અને સમાજવ્યવસ્થામાં વિતાવ્યો હતો. જ્ઞાનધારા -૫ ૧૬ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવનો કાળ દરેક પ્રકારની પ્રવૃત્તિથી ધમધમતો હતો. તેમનો સમય ન્યાય, નીતિ અને આધ્યાત્મિકતાની સાથે સાથે પ્રકૃતિથી સંસ્કૃતિ તરફના વિકાસનો સુવર્ણયુગ હતો. સમયના વહેણ સાથે સંસ્કૃતિમાં વિકૃતિએ પ્રવેશ કર્યો. ભગવાન મહાવીરના સમય સુધીમાં સમાજમાં પ્રવેશેલી થોડી વિકૃતિઓનું અવલોકન કરીએ. તેમના સમયમાં ધર્મને નામે હિંસાનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. મોટાપાયે યજ્ઞમાં પશુબલિ દેવાતી હતી. રાજાઓ નરબલિ આપતા પણ ખચકાતા ન હતા. સ્વયં મગધના મહારાજા શ્રેણિકે નરબલિનું આયોજન કર્યું હતું. ભગવાન મહાવીરે કેવળજ્ઞાનની પ્રાપ્તિથી લઈને નિર્વાણ સુધીના ૩૦ વર્ષમાં ધર્મને નામે થતી હિંસા રોકવા વ્યાપક વિહાર કર્યો હતો. કેવળજ્ઞાન પછી તરત જ તેઓ ઉગ્ર વિહાર કરીને ઇન્દ્રભૂતિ ગૌતમના યજ્ઞસ્થળે પહોંચ્યા. તેમના ઉપદેશથી ઇન્દ્રભૂતિ ગૌતમ સહિત ૧૧ મુખ્ય પંડિતોએ યજ્ઞ અને હિંસાનો ત્યાગ કર્યો અને તેમનો અહિંસામય ધર્મ સ્વીકાર્યો. ભગવાન મહાવીરે અહિંસાનું કાર્ય ચાલુ રાખવા માટે નિર્વાણના સમયે પણ ગૌતમ સ્વામીને પોતાની પાસે ન રાખતા દેવશર્મા બ્રાહ્મણ, જે યજ્ઞમાં પશુબલિ દેવાનો હતો, તેને બોધ આપવા મોકલ્યા. ભગવાન મહાવીરના સમયમાં યુદ્ધ અને લડાઈ સામાન્ય થઈ ગયા હતા. કોણિકે તેના પિતા મહારાજા શ્રેણિકને કેદ કરીને પોતે રાજા બની ગયો હતો. તેણે પોતાના ભાઈઓની સંપત્તિ પણ પડાવી લીધી હતી અને તે માટે મોટું યુદ્ધ પણ થયું હતું. કોણિક પોતાને ભગવાન મહાવીરના મહાન ભક્ત તરીકે ગણાવતો હતો, પરંતુ તેનું આચરણ ભગવાન મહાવીરના ઉપદેશથી વિપરીત અને દંભી હતું. ભગવાન મહાવીરે તેને સ્પષ્ટતાથી જણાવ્યું હતું કે - “તેના સ્વાર્થી અને હિંસક આચરણને કારણે તે દુર્ગતિ પામશે.” ચેટકરાજા સામેના તેના યુદ્ધને પણ ભગવાને નિંદનીય કહ્યું હતું અને ચેટકરાજાનું સમર્થન કર્યું હતું. ચંડપ્રદ્યોતે રાણી મૃગાવતીને પ્રાપ્ત કરવા માટે જ્યારે રાજા શતાનિક ઉપર ચડાઈ કરી હતી ત્યારે પણ ભગવાન મહાવીર યુદ્ધના સ્થળે પહોંચ્યા હતા અને સંહાર અટકાવ્યો હતો. જ્યાં જ્યાં યુદ્ધ અને સંગ્રામને કારણે (જ્ઞાનધારા 55 ૧૮ ==જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #28 -------------------------------------------------------------------------- ________________ હિંસા, અન્યાય અને તારાજી થતાં હતાં, ત્યાં ત્યાં ભગવાન મહાવીરે શાંતિ સ્થાપી હતી. ભગવાન મહાવીરે પાંચ માસ અને પચીસ દિવસના ઉપવાસ કરીને દાસી તરીકે વેચાયેલી રાજકુમારી ચંદનબાળાનો ઉદ્ધાર કર્યો હતો. સ્ત્રી-જાતિના સન્માન માટે અને દાસીપ્રથાના વિરુદ્ધમાં આવી ઘોર તપસ્યાનો બીજો કોઈ કિસ્સો ઇતિહાસમાં જોવા મળતો નથી. તેમના સમયમાં ધનાઢ્યવર્ગના યુવકોનું જીવન ભોગ-વિલાસથી રંગાયેલું હતું. શાલિભદ્રને ભગવાન મહાવીરે ભોગીમાંથી જોગી બનાવ્યા હતા. શ્રીમંત યુવકો તેમના પરિવારના રાજકીય અને સામાજિક પ્રભાવ અને લાગવગને કારણે ગરીબ ઉપર અત્યાચાર કરતા અચકાતા ન હતા. રાજગૃહીના યુવકોએ ઉદ્યાનમાં અર્જુન માળીની પત્ની ઉપર તેની સામે જ બળાત્કાર કર્યો. જ્યારે તેને ન્યાય ન મળ્યો ત્યારે વેરની આગમાં બળી રહેલા અને હતાશ અર્જુન માળીએ હિંસાનો માર્ગ અપનાવ્યો. અર્જુન માળીને પણ ભગવાન મહાવીરે વેરમાંથી ક્ષમા અને હિંસામાંથી અહિંસાના પંથે વાળ્યો. ભગવાન મહાવીરના જીવનમાં વિકૃતિમાં ધસી ગયેલા માણસોને સુધારી, પ્રકૃતિ તરફ પાછા વાળવાનાં અનેક ઉદાહરણ જોવા મળે છે. પ્રતિક્રમણ પણ આ અર્થમાં પ્રકૃતિ તરફ પાછા ફરવાની ક્રિયા છે. અધર્મના માળખાને તોડી નાખવા માટે તેમણે ભાષા પણ પ્રાકૃત અપનાવી હતી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંદર્ભમાં સમસ્યાનું સમાધાન : ભગવાન ઋષભદેવનો ઉપદેશ પ્રકૃતિમાંથી સંસ્કૃતિ તરફના વિકાસનો હતો. ભગવાન મહાવીરના સમયમાં સંસ્કૃતિમાં વિકૃતિ પ્રવેશી ચૂકી હતી, એટલે તેમની દરેક પ્રવૃત્તિ વિકૃતિને દૂર કરવા માટેની હતી. તેમણે હિંસા, અન્યાય, અસમાનતા અને યુદ્ધમાંથી નિવૃત્ત થવાનો માત્ર ઉપદેશ નહોતો આપ્યો, પણ જ્યાં જ્યાં આ અનિષ્ટો હતાં, ત્યાં ત્યાં તે સ્વયં પહોંચી જતા હતા અને દોષનું સક્રિયતાથી નિવારણ કરતા હતા. તેમના ઉપદેશ અને તેમના કાર્યમાં વિકૃતિને દૂર કરવાનો વ્યાવહારિક ઉપાય હતો. વિકૃતિને દૂર કરવા માટે પહેલા પ્રકૃતિ તરફ પાછા ફરવું આવશ્યક હતું. એક વાર વિશુદ્ધિ થયા પછી જ સંસ્કૃતિનું નવનિર્માણ થઈ શકે. તેમનો ધર્મ-નિવૃત્તિનો ધર્મ દેખાતો હોવા છતાં તે અશુભમાંથી શુભની પ્રવૃત્તિનો ધર્મ હતો. ( જ્ઞાનધારા -પ ૧૯ % જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ ) Page #29 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીરનું કાર્ય અને ઉપદેશ ભિન્ન પૃષ્ઠભૂમિ ઉપર હતા. પણ તેમણે બંને તત્કાલીન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંદર્ભમાં દરેક પ્રશ્નને જૈનમૂલ્યો દ્વારા સમાધાન કર્યા હતા. સમાધાનનો આ જૈન દૃષ્ટિકોણ અત્યંત વ્યાવહારિક અને તર્કસંગત છે. ભગવાન મહાવીરના સમયના સામાજિક અને રાજકીય પ્રશ્નો આજના યુગના પ્રશ્નો જેવા જ હતા. એટલે તેમણે ઉપદેશેલા અને સ્થાપેલા નીતિનાં ધોરણ અને જીવનમૂલ્યો આજ પણ એટલાં જ પ્રસ્તુત છે અને આજની સામાજિક, રાજકીય અને આર્થિક સમસ્યાઓના સમાધાનમાં ઉપયોગી છે. ભગવાન મહાવીરે જૈનમૂલ્યોને જીવનમાં ઉતારવા માટે દાન, શીલ, તપ અને ભાવના ચતુટ્યનો વ્યવહારુ ઉપાય બતાવ્યો છે. દાન, શીલ, તપ અને ભાવ: દાન, શીલ, તપ અને ભાવનો જૈન પરંપરામાં એટલો વ્યાપક ઉપયોગ થયો છે અને તે એટલા પરિચિત છે કે મોટા ભાગના માણસો તેને ધાર્મિક ક્રિયાના એક ભાગરૂપે સમજે છે. થોડો વિચાર કરતાં જણાશે કે આ ચાર શબ્દોનો અર્થ ઘણો જ ઊંડો છે. આજનો લોભ અને લાલચમાં લપેટાયેલો સ્વકેન્દ્રી મનુષ્ય બીજા પાસેથી મેળવવામાં, પડાવવામાં અને એકઠું કરવામાં પરોવાયેલો છે. તે બીજાનો વિચાર કરતો નથી. તે પોતાની ભોગ-ઉપભોગની લાલસા બીજાના ભોગે સંતુષ્ટ કરે છે. તે માટે તે અસત્ય, ચોરી, છેતરપિંડી, બનાવટ, સંગ્રહ વગેરેનો પણ આશ્રય લે છે. આજની જીવનશૈલીથી પોતાને સુખ મળે કે ન મળે, પણ તે અન્ય માટે પીડાકારક છે. તે ઉપરાંત ગરીબી, શોષણ અને આતંકવાદ તેની ઊપજ છે. જૈનોના દાનના મહિમાની પ્રશંસા કરતા એક વિદ્વાને કહ્યું હતું - 'आददाति, आददाति, आददात्येव, नददाति किंचनः सस्तेनः ।' જે વ્યક્તિ લે છે, લે છે અને લેતો રહે છે, પણ કોઈને કંઈ આપતો જ નથી તે ચોર છે. તેનાથી વિપરીત દાનમાં બીજાનું લેવાને બદલે બીજાને આપવામાં આવે છે. દાનમાં પોતાના ભોગે બીજાને સંતોષવામાં આવે છે. દાનના અનેક પ્રકાર છે. સામાન્ય વસ્તુ, પદાર્થ, દ્રવ્ય અને ધનનું દાન આપવામાં (જ્ઞાનધારા-પSSB ૨૦ = જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૧) Page #30 -------------------------------------------------------------------------- ________________ આવે છે. જે વ્યક્તિ બીજાને આપીને, મદદ કરીને, દાન આપીને પ્રસન્નતા અનુભવે છે, તે કેવી રીતે અસત્ય, ચોરી, કાળાબજારી કે સંગ્રહખોરી કરી શકે ? આ દરેક દૂષણો હિંસાને જન્મ આપે છે. પોતાના સ્વાર્થ માટે તે કેવી રીતે હિંસા કરી શકે ? આજના યુગનો માનવી માનવસર્જિત હિંસાથી ભયભીત છે. તે અસલામતીથી પણ ભયભીત છે. નિઃસ્વાર્થભાવે દાન આપનાર વ્યક્તિ અભયનું વાતાવરણ સર્જે છે. એટલે જ ભગવાન મહાવીરે કહ્યું છે કે - “રાTITI સેઠું સમયપયા સર્વ દાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે. પર્યાવરણ અને પાણીનું પ્રદૂષણ, વનનો મોટે પાયે નાશ, શહેરીકરણ અને વધતી-જતી માનવવસ્તીને કારણે એકેન્દ્રિય - વનસ્પતિથી લઈને પ્રાણી અને માનવ સુધ્ધાં દરેક પ્રકારની જીવસૃષ્ટિ જોખમમાં છે. એટલે તેમને અભયદાન આપવા માટે માણસે પોતાના ભોગ-ઉપભોગને નિયંત્રિત કરવા પડશે. દાનમાં અહિંસા અને અપરિગ્રહ, બંનેનો સમાવેશ થઈ જાય છે. દાન આપનાર અસત્ય, ચોરી અને અબ્રહ્મથી બચીને ચાલે છે. તે માટે પોતાની ઈચ્છાઓ અને તૃષ્ણા ઉપર સંયમ જરૂરી છે. આ સંયમ એ જ શીલનું મહત્ત્વનું અંગ છે. સંયમ અને શીલને જીવનમાં સ્થિર અને દઢ કરવા માટે તપ સહાયભૂત છે. તપ સાધન અને સાધકને શુદ્ધ કરવાની ક્રિયા છે. શુદ્ધભાવ હોય તો જ પૂરી સમષ્ઠીની સુખાકારી માટે સ્વાર્થને બદલે પરમાર્થભર્યું જીવન શક્ય છે. દાન, શીલ, તપ અને ભાવ સમસ્ત જીવસૃષ્ટિ સાથે તાદામ્ય કેળવવાની જૈનદર્શનની અનુપમ પદ્ધતિ અને વ્યવસ્થા છે. આચાર્ય ઉમાસ્વાતિએ પરસ્પરોપગ્રહો નીવીનાન્' સૂત્ર દ્વારા જ ભાવ પ્રગટ કર્યા છે. જૈનદર્શન ‘Co-operation - પરસ્પર સહકારમાં - માને છે અને “Confrontion ઘર્ષણને દૂર રાખે છે. જેનોના રોજના જીવનમાં જોવા મળતાં ભોજન, ભાષા અને પહેરવેશના નિયમો આ ઉદ્દેશ્યથી જ ઘડાયા છે. શ્રાવકનાં ૫ વ્રત - અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જીવનમૂલ્યોના સંવર્ધન માટે (જ્ઞાનધારા - Sઉં ૨૧ SSC જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #31 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક યમ-નિયમ છે. આ જીવનમૂલ્યોના આધારે બાહ્ય-જગત અને સમસ્ત જીવસૃષ્ટિ સાથેના સમભાવ ભરેલા આચાર માટે ત્રણ ગુણવ્રત છે. આ ગુણવ્રત તેના જીવનને અને જીવની દરેક પ્રવૃત્તિને સંયમિત કરે છે. તેના રોજેરોજના વપરાશની સામગ્રીથી લઈને તેના વ્યાપાર અને આર્થિક પ્રવૃત્તિની સીમા પણ આ વ્રત નક્કી કરે છે, જેથી તે ન્યૂનતમ હિંસાથી પોતાનું જીવન જીવી શકે. છેલ્લાં ૪ વ્રત તેના આધ્યાત્મિક વિકાસ માટે છે. શ્રાવકાચાર અને તેના ૨૧ ગુણ આ જીવનશૈલીનો જ નિર્દેશ કરે છે. જૈનશાસ્ત્રો જીવનની વિષમતાઓને દૂર કરવા માટે અહિંસા, સંયમ અને તપને સર્વોચ્ચ સ્થાન આપે છે. “શ્રી દશવૈકાલિક સૂત્ર'ના પ્રારંભમાં જ કહ્યું છે - | ‘થ મંતિમવિહેં, હિંસા સંગમો તવો | देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ॥ ધર્મ શ્રેષ્ઠ મંગળ છે. અહિંસા, સંયંમ અને તપ ધર્મનાં ત્રણ રૂપ છે. જેનું મન આ ધર્મમાં સ્થિર છે, તેને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. જૈન ધર્મ અને જીવનશૈલીમાં આચાર અને વિચારનું અદ્ભુત સમતુલન જોવા મળે છે. આચારની શુદ્ધતા જેટલું જ મહત્ત્વ વિચારોની ઉદારતાનો છે. અનેકાન્તવાદ દરેક વિચારસરણીને સખ્યભાવ અને આદર સાથે મહત્ત્વ આપે છે. આજના યુગનાં દરેક ધર્ષણો અનેકાન્તવાદ અપનાવવાથી ટાળી શકાય છે. નીચે આપેલાં થોડાં સૂત્રો જૈન મૂલ્યોની ઉદારતા અને પરસ્પર સન્માન અને સહકારની ભાવનાને વ્યક્ત કરે છે. 'सत्वेषु मैत्री गुणिषु प्रमोदं, क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् । माध्यस्थ्य भावं विपरितवृत्तौ, सदा ममात्मा विदधातु देव ॥ હે જિનેન્દ્ર દેવ ! મારી પ્રાર્થના છે કે મારો આત્મા હંમેશાં પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીનો ભાવ, ગુણીજનો પ્રત્યે પ્રમોદનો ભાવ, દુઃખી જીવો પ્રત્યે કરણાનો ભાવ અને મારાથી વિપરીત આચરણ કરનારાઓ રાજા અને મારાથી (વિરોધીઓ, અધર્મીઓ) પ્રત્યે ઉદાસીનતા - માધ્યસ્થતાનો ભાવ ધારણ કરે. (જ્ઞાનધારા-૫ % ૨૨ = જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #32 -------------------------------------------------------------------------- ________________ 'खामेमि सव्वे जीवा, सव्वे जीवावि खमंतुं में । मित्तिमे सव्व भूएसु, वेरं मज्झं न केण ई ॥' વિશ્વના દરેક જીવોને હું ક્ષમા આપું છું. મારી વાણી, વિચાર કે આચારથી વિશ્વના કોઈ પણ જીવને હાનિ પહોંચાડી હોય તો તેમની ક્ષમા માંગું છું. વિશ્વના દરેક જીવો સાથે મારે મૈત્રી છે. મારે કોઈ સાથે વેર નથી. 'समिक्ख पंडिए तम्हा, पासजाईपहे बहु ।। अप्पणा सच्चमेसेज्जा, मेंतिं भूएसु कप्पए ॥ અનેક પ્રકારના પંથ અને જાતિઓથી મનુષ્ય મૂંઝાઈ ગયો છે. તેની યોગ્ય સમીક્ષા કરીને સમજદાર મનુષ્ય સત્યની ખોજ કરે. વિશ્વના પ્રત્યેક પ્રાણી પ્રત્યે મૈત્રીભાવ રાખવો એ જ ધર્મ છે. આજના યુગમાં જ્યારે ચારે તરફ જાતિવાદનું વિષ પ્રસરી રહ્યું છે અને ધર્મના નામે માણસનું વિભાજન થઈ રહ્યું છે ત્યારે ૨૬૦૦ વર્ષ પહેલાંના ભગવાન મહાવીરના આ શબ્દો કેટલા યથાર્થ અને મહત્વપૂર્ણ છે ! “સર્વે નૂ વા મUવન્ન વયંતિ ૧૦ સત્યવચન પણ સ્વીકારવા યોગ્ય હોવું જોઈએ, તે દોષરહિત હોવું જોઈએ. “જે શુટ્વિU, ત્તિ વુિષ્યતિ જે મનુષ્ય પ્રમાદને વશ છે, વિષયમાં આસક્ત છે તે મનુષ્ય અવશ્ય બીજાને પીડા પહોંચાડશે. માતુર પરિતાર્વેતિ પર વિષયાતુર મનુષ્ય જ બીજાને પરિતાપ - ત્રાસ આપે છે. 'लाभुत्ति न मज्जिज्जा, अलाभुत्ति न सोइज्जा । बहुं पि लद्धं न निहें, परिग्गहओ अप्पाणं अवसक्किज्जा ॥3 વસ્તુ મળવાથી ગર્વ ન કરવો અને ન મળવાથી શોક પણ ન કરવો. વધુ મળે તો તેનો સંગ્રહ ન કરવો અને પરિગ્રહવૃત્તિથી પોતાને દૂર રાખો. ‘મલ્થિ કહ્યું છે. પરં, નલ્થિ સત્યં પરે પરં '૧૪ હિંસા માટે અનેક સાધન છે, પરંતુ અહિંસા માટે તો એક જ છે, અર્થાત્ અહિંસા સર્વશ્રેષ્ઠ છે. (જ્ઞાનધારા - SSSSB ૨૩ SSS જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧) Page #33 -------------------------------------------------------------------------- ________________ ‘સવ્વ નીવા વિરૂદ્ધંતિ, નીવિડં ન શિખવું '૧૫ દરેક પ્રાણી સુખપૂર્વક જીવવા માંગે છે, કોઈને મરવું નથી ગમતું. અહીં એક પ્રશ્ન થાય છે. સામાન્ય માણસ પોતાના જીવનમાં આવતા પ્રશ્નો અને મૂંઝવણનું કઈ રીતે સમાધાન મેળવે ? તેને માટે જૈનદર્શન'માં બે સરળ સૂત્ર છે - ‘પપ્પા મિવદ્ ધર્મ ।૧૬ તમારી પ્રજ્ઞાથી વિચાર કરીને ધર્મનો નિર્ણય કરો. નયં ઘરે, યં ષિટ્ટે, નય માસે, નયં સદ્ । નવં મુનંતો મામંતો, પાવળમાં ન વન્ધરૂ ૫'૧૭ જે વ્યક્તિ ચાલવામાં, ઊભા રહેવામાં, બેસવામાં, સૂવામાં, ભોજનમાં અને તેની ભાષામાં જતના રાખે છે, તેને પાપકર્મ નથી લાગતું. જતના એટલે સંપૂર્ણ જાગૃતિ. જે વ્યક્તિ તેના દરેક કાર્યમાં જયણાથી વર્તે છે, જાગૃતિ રાખે છે, શું કરી રહ્યો છે તેનાથી સભાન છે અને પોતાની પ્રજ્ઞાથી અને વિવેકબુદ્ધિથી નિર્ણય લે છે તે દોષ નથી કરતો. જૈનજીવનશૈલી માટે આ બે સૂત્ર માપદંડ છે. તેને જે કોઈ અનુસરે છે તે દરેક યુગમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરે છે. તેની જીવનશૈલી દરેક યુગમાં અર્વાચીન છે, નિત્ય નવીન છે. ભગવાન મહાવીરે તેના સમયના જનસમુદાયને જે હિતશિક્ષા આપી હતી, જે જીવનમંત્ર શીખવ્યો હતો, સમાજમાં અને વ્યક્તિ માટે સાચા સુખ અને શાંતિ માટે જે આચાર અને વિચારનાં મૂલ્યો સ્થાપ્યાં હતાં, તે આજ પણ એટલાં જ યથાર્થ અને આવશ્યક છે. તેમના સમયમાં જે સામાજિક વિકૃતિઓ હતી, તેણે આજ પણ વધુ વિકરાળ સ્વરૂપે સમાજને ભરડામાં લીધો છે. મહાત્મા ગાંધી જૈનમૂલ્યોથી પ્રભાવિત હતા અને તેમણે તેમના જીવનકાળમાં સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે જૈન આચાર અને વિચારને વ્યાપક સ્તરે સફળતાથી પ્રયોગમાં મૂક્યા હતા. તેને આધારે પણ આપણે કહી શકીએ કે - જૈનજીવનશૈલી અને મૂલ્યોની આજે જેટલી આવશક્યતા છે તેટલી ક્યારે પણ ન હતી.' જ્ઞાનધારા - ૫ ૨૪ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ Page #34 -------------------------------------------------------------------------- ________________ માનવ - અધિકાર, સ્વતંત્રતા, સ્ત્રી - સન્માન અને નારી-જાતિના વિકાસ, અસ્પૃશ્યતાનિવારણ, સ્વાવલંબન, દલિતો માટે વિકાસની તક વગેરે સામાજિક પ્રશ્નોના અહિંસાથી સમાધાન માટે ગાંધીજીએ પણ જીવનભર સંઘર્ષ કર્યો હતો. ગાંધીજીએ આજથી પૂરા ૧૦૦ વર્ષ પહેલાં, ૧૯૦૯ની સાલમાં ‘હિંદ સ્વરાજ' પુસ્તક લખ્યું હતું. તેમાં દર્શાવેલા તેમના વિચારો ભગવાન મહાવીરની વાણીનો જ પડઘો છે. આતંકવાદ, ધાર્મિક ઝનૂન, શોષણ, પર્યાવરણના પ્રશ્નો અને સામાજિક વિસંવાદના સમાધાન માટે ભગવાન મહાવીરની અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્તવાદને વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અમલમાં મૂકવાની તક ઝડપથી સરી રહી છે. Clash of Civilization સંસ્કૃતિનો વિગ્રહ-ને બદલે ‘પરસ્પરોપગ્રહો નીવાના' - પરસ્પર ઉપગ્રહ અને સહકારનો સ્વીકાર કરવામાં જ માનવ જાતિનું કલ્યાણ અને શ્રેય છે. ભગવાન મહાવીરનો માર્ગ જ વિકૃતિની વિશુદ્ધિ કરીને ફરી સંસ્કૃતિને સાચા અર્થમાં પ્રસ્થાપિત કરી શકશે. ૧. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન 7 - ઉરબ્રીય, ગાથા 1.3 ૨. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન 9 - નમિ પ્રવજ્યા, ગાથા 36 ૩. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન 23, ગાથા 75 ૪. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન 23, ગાથા 16 ૫. ચતુર્વિશતિસ્તવ સૂત્ર ૬. શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર, અધ્યયન 6, ગાથા 23. ૭. શ્રી દશવૈકાલિક સૂત્ર, અધ્યયન 1, ગાથા 1 ૮. આચાર્ય અમિતગતિ રચિત સામાયિક પાઠ ૯. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૧૦ શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર અ.6, ગાથા 23 ૧૧. શ્રી આચારાંગ સૂત્ર, 1/4 ૧૨. શ્રી આચારાંગ સૂત્ર, 1/1/6 ૧૩. શ્રી આચારાંગ સૂત્ર, 1/2/5 ૧૪. શ્રી આચારાંગ સૂત્ર, 1/3/4 ૧૫. શ્રી દશવૈકાલિક સૂત્ર, 6/11 ૧૬. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન 23, ગાથા 25 ૧૭. શ્રી દશવૈકાલિક સૂત્ર, અધ્યયન 4, ગાથા 8 ૧૮. Prof. Huntington. (જ્ઞાનધારા - SSSSઉં ૨૫ SSS જન સાહિત્ય જ્ઞાનસત્ર-) Page #35 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન જીવનમાં જેનમૂલ્યોની આવશ્યકતા | (લે. બીના ગાંધી | વર્તમાન પરિસ્થિતિ અને તેમાં જૈનમૂલ્યોની ઉપયોગિતા : (૧) આ ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજીના સમયમાં આધુનિક ઉપકરણો દ્વારા જીવનમાં સુખ-સગવડો વધતી ગઈ. એશ-આરામ વધતા ગયા, એમ છતાં સુખ કે શાંતિ નથી. ઊલટું ટેન્શન, સ્ટ્રેસ અને જીવન બોજારૂપ જણાય છે. કારણ? આવો વિરોધાભાસ કેમ? કારણ એટલું જ કે બહાર તરફની દોટ વધતી ગઈ. બસ, દોડવું છે, ભાગવું છે, મેળવવું છે, હજી વધારે મેળવવું છે, ભોગવવું છે, સંતોષ નથી. પાંચે ઇન્દ્રિયોના વિષયોને પોષવા છે, અને એનો તો કોઈ અંત જ નથી. ટૂંકમાં, પાયાની સમજણ જ નથી, એ ક્યાં લઈ જશે. અત્યારે, તત્કાળ સુખ મળે છે માટે ભોગવો. એના પરિણામનો વિચાર કરવાની વિવેક-શક્તિ નથી. દીર્ઘદ્રષ્ટિ નથી. ગાડીમાં બ્રેક ન હોય અને કુલ સ્પીડે દોડે તો શું થાય ? અકસ્માત જ ને ? અહીં બ્રેકની જરૂર છે. સ્પીડ બ્રેકરની જરૂર છે. શાકાહાર, રાત્રિભોજન-ત્યાગ, સંયમ, અપરિગ્રહ, સામાયિક (પાપની પ્રવૃત્તિનો ત્યાગ અને શુભ-પ્રવૃત્તિનું સેવન) એટલે કે અઢાર પાપસ્થાનકોનો ત્યાગ અને મનને શુભ અને શુદ્ધ ભાવમાં જોડવું. આવું ૪૮ મિનિટ માટે એક સ્થાને બેસી સ્વાધ્યાય કરો. - (૨) ભૂતકાળનું ટેન્શન અને વ્યથા, ભવિષ્યની ચિંતા, આ બંને વચ્ચે વર્તમાનની પળ સુકાઈ જાય છે. આજે માણસ વર્તમાનમાં સતત સ્ટ્રેસ અને ટેન્શનમાં જીવે છે. આ માટે જાગૃતિપૂર્વક જીવન (Awareness) હોવાની જરૂર છે. સ્વ-અવલોકન (Introspection) દ્વારા વિચારશુદ્ધિ - વાણીશુદ્ધિ - આચારશુદ્ધિ અને આમ જીવનશુદ્ધિ કરવાની છે. આ જાગૃકતા કેળવવા માટે રોજ ધ્યાન (મેડિટેશન) તેમ જ શાસ્ત્ર-અધ્યયન - ચિંતન, જે સામાયિકમાં પણ થઈ શકે, તે નિયમિત કરવાથી ખૂબ લાભ થાય છે. ટૂંકમાં, વર્તમાનમાં જીવવાની આ જ ચાવી છે. (૩) ઇમોશનલી સતત ગમો-અણગમો, ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા આવી નકારાત્મક લાગણીઓથી આજનો માનવી ઘેરાયેલો છે. આમાંથી (જ્ઞાનધારા - SEE ૨૬ 8 જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-) Page #36 -------------------------------------------------------------------------- ________________ જ ગિલ્ટ (અપરાધભાવ), ડીપ્રેશન, અંદરનો ખાલીપો આવે છે. શારીરિક બીમારીઓ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ્સ વગેરે સાયકોસોમેટિક રોગો લાગુ પડે છે. આ બધું અટકાવવામાં પણ મુખ્ય તત્ત્વ છે અંદરની જાગૃકતા (ધ્યાન) – ૧૨-૧૬ ભાવના દ્વારા નિત્ય-અનિત્યની સમજ રાખી, મન-વચન-કાયાને શુભપ્રવૃત્તિમાં રોકવા. આખો વખત પોતાની જ તકલીફ જોવાને બદલે યથાશક્તિ ગરીબો, ભૂખ્યા લોકો, વડીલો, દુઃખી લોકો, પશુઓની સેવા કે મદદ કરવાથી આ નકારાત્મક વલણમાંથી બહાર નીકળાશે. (૪) સતત કોમ્પિટિશનના યુગમાં, કોઈ તક ચૂકાઈ ન જાય તેનો સતત ભય-ડર એ માનસિક તાણ ઊભી કરે છે. આનાથી આત્મવિશ્વાસ (સેલ્ફ કૉન્ફિડન્સ) અને આત્મ-સન્માન (સેલ્ફ એસ્ટીમ) હણાય છે. વ્યક્તિ પોતે જ પોતાને નીચે નાંખે છે. હું આત્મા છું' એ વાત ભુલાઈ જવાથી એ પોતાને નિર્બળ, પરવશ અને દુઃખી બનાવી દે છે. આમ, અંદરથી નબળો માણસ બહાર ગમે તેટલું દોડે છતાં, ખાલી જ રહે છે. તે ક્યાં ય પહોંચતો નથી. જે ગોતે છે, તે મળતું નથી; જે મળે છે તે ટકતું નથી. જે ટકે છે એનાંથી મન ઊબકી જાય છે અને પાછું નવું મેળવવાની દોડ ચાલુ. આવાં ચક્રમાં, વમળમાં ફસાયેલો માનવી મૂંઝાય છે, થાકે છે, હારી જાય છે. એને બદલે પોતાનો આત્મવિશ્વાસ અને સેલ્ફ એસ્ટીમ વધારવા માટે મિકેનિકલ ક્રિયાકાંડને બદલે સમજપૂર્વક વિચારે કે – “હું કોણ છું? (કોહમ)' અને અનુભવ દ્વારા જાણે કે - હું આત્મા છું, પરમ તત્ત્વ હું જ છું (સોહમ)' આ માટે “સ્વ” સાથેનું અનુસંધાન તપ દ્વારા, ધ્યાન દ્વારા, જપ દ્વારા, પરમાત્મા તીર્થંકર ભગવાનનાં દર્શન, પૂજન, કીર્તન દ્વારા “સ્વ'ને ઉપર ઉઠાવે અને પછી આ આંતરિક અને આત્મિક શક્તિના અનુભવથી બાહા જગતમાં જે પણ કંઈ પ્રવૃત્તિ કરશે તે સફળતા અપાવ્યા વગર રહેશે જ નહિ. આમ, તેની પર્સનાલિટી ડેવલપ થશે. વ્યક્તિનો વિકાસ એ તો જૈનદર્શનનો પાયો છે. આંતરિક વ્યક્તિત્વ ખીલે, એટલે બહાર એનું પ્રતિબિંબ તો પડે જ ને ! માટે બાહ્ય વ્યક્તિત્વ ખીલવાનું જ. આમ, એની યાત્રાની શરૂઆત અંદરથી બહાર તરફની રહેશે. (અત્યારે એ ઊંધી દિશામાં છે. બહારની અસરથી અંદર દુઃખી છે.) (જ્ઞાનધારા - SEEEE ૨૦ = જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #37 -------------------------------------------------------------------------- ________________ (૫) આજની બીજી પરિસ્થિતિ કે વિટંબણા છે - સંબંધોમાં વિસંવાદિતા. આજે છૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે. પતિ-પત્ની વચ્ચે અંતર વધતું જાય છે. મા-બાપ અને સંતાનો વચ્ચે વિમુખતા આવતી જાય છે. ટૂંકમાં, સંબંધોમાં સંવાદિતા નથી, પ્રેમ નથી. દરેકનો એવો દૂરાગ્રહ છે કે - ‘હું કહું તેમ થાય' અહમ્, ‘હું' અને ‘મારું'નો જ ભાવ. હું કહું તે જ સાચું. સામી વ્યક્તિનો View point જાણવાની ધીરજ કે દરકાર જ નથી. આવા વખતે ‘અનેકાન્તવાદ’ ઉપયોગમાં લાવવાની જરૂર છે. દરેકમાં પરમતત્ત્વ પડેલું છે. તમારી દૃષ્ટિએ તમે સાચા હશો, પણ બીજાની દૃષ્ટિએ તમે ખોટા હોઈ શકો છો. કારણ એકાંતે કોઈ વાત સાચી નથી હોતી. ઘણી વાર બંને જણ પોત-પોતાની રીતે સાચા હોય, પણ ભિન્ન હોવાથી મતભેદ અને પછી મનભેદ પડી જાય છે. આ વખતે Awareness રાખવી કે મતભેદ ભલે હોય પણ મનભેદ સુધી વાત નથી પહોંચાડવાની. આમ, એક સમજણ બીજાનો મત ભલે સ્વીકારીએ નહિ, પણ એને માન આપી શકાય. તેવી જ રીતે પોતાનો અહમ્ છોડવાનો છે એ માટે ‘અનુપસ્થિત વ્યક્તિત્વ'નો પ્રયોગ કરી શકાય, એટલે કે તમારું અસ્તિત્વ જાણે છે જ નહિ, તેવું વર્તન. (૬) અહમ્ માટેની બીજી એક વાત. ઘણીવાર એવો અભિગમ (Attitude) હોય છે કે ‘મારાથી સર્વશ્રેષ્ઠ કોઈ છે જ નહિ.' આ અહમ્માંથી લોભ જાગે છે. તેને પોષવા હિંસા, ચોરી, અસત્યનું ચક્ર ચાલું થાય છે. આને તોડવા માટે ‘અહિંસા'નો ઉપયોગ થઈ શકે. Awareness (2) H Harmlessness (3) I . Introspection · (4) M Mastery (5) S Service (6) A Advancement. (1) Awarness - (જાગૃતિપૂર્વકનું જીવન) : ૨૪ x ૭ (ચોવીસ કલાક અને સાતે ય દિવસ) આપણા વિચાર-વાણી -વર્તનને તપાસીએ. મારા વિચારોમાં ક્યાં ય હિંસકતાનો - કોઈને દુઃખ થાય તેવો વિચાર તો નથી ઘૂસી ગયો ને ? મારા બોલવામાં ક્યાં ય અપશબ્દ, જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ જ્ઞાનધારા-૫ ૨૮ (1) A " - - Page #38 -------------------------------------------------------------------------- ________________ કડવાશ, કટાક્ષ, ગુસ્સો, નિંદા - કૂથલી, ટીકા તો નથી ને ? મારાં વર્તનથી સામી વ્યક્તિને દુઃખ તો નથી પહોંચતું ને ? (2) Harmlessness-(નિર્દોષતા)ઃ મારા જીવનમાં કોઈની “હાય” ન હોય. કોઈને તકલીફ આપ્યા વગર, કોઈને દુઃખ પહોંચાડ્યા વગરનું જીવન. આપણા સુખ અને આનંદ માટે બીજા કોઈ પણ જીવને દુઃખ ન પહોંચે તેની કાળજી લેવી. (3) Introspection - (સ્વ-અવલોકન)ઃ રાત્રે સૂતી વખતે કે દિવસમાં ક્યારે ય પણ આત્મ-નિરીક્ષણ કે ઊડ્યાં ત્યારથી શું શું કર્યું? ક્યાં ય ક્રોધ, લોભ, ઈર્ષા, અભિમાન, કપટ, મોહમાં ફસાઈ તો નથી ગયા ને? જો ભૂલ થઈ ગઈ હોય તો તરત જ Corrective Action લઈ લો. ભવિષ્યમાં ન થાય તેનું ધ્યાન. (4) Mastery- (સંચમ): પાંચ ઇન્દ્રિયો અને તેના વિષય પર કાબૂ. આ ઇન્દ્રિયો અને મન બધી બાજુ, બેલગામ ભાગે છે. બધાંની પૂર્તિ કરવા છતાં મનુષ્ય સુખી નથી, તો ક્યાં સુધી, હજી કેટલું ભાગશું? STOP. (5) Service- (સેવા) : યથાશક્તિ કોઈ વ્યક્તિને, જીવોને મદદ કરી શકવાની તૈયારી, ભોજન, કપડાં, પૈસા કે પછી અભયદાન, જ્ઞાનદાન. ટૂંકમાં, આપણી પાસે જે હોય તે Share કરવું. (અપરિગ્રહ) (6) Advancement - (પ્રગતિ) : સતત ચિંતન કરવું કે આજે મારી પ્રગતિ થઈ કે પડતી થઈ. જીવનમાં ખરેખર આગળ વધીએ છીએ કે પાછા જઈએ છીએ આપણે આંતરિક રીતે સતત ઉપર ઊઠવાનું છે એની જાગૃતિ. (૭) જીવનમાં કોઈ પણ તબક્કે, કોઈ પણ ક્ષેત્રમાં સફળતાનો આધાર રહે છે, તમારી પસંદગી (Choice) ઉપર. સામાન્ય રીતે આપણી સામે બે રસ્તા હોય છે આ પસંદગી માટે. એક રસ્તો છે - જે ઇન્સ્ટન્ટ સુખનો અનુભવ કરાવશે, પણ લાંબે ગાળે દુઃખ આપશે (દા.ત, સામે જ્ઞાનધારા-૨ = ૨૯ ૬ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫] Page #39 -------------------------------------------------------------------------- ________________ ભાવતાં ભોજન છે અને વધારે ખાય લઈએ, પછી પાછળથી અપચો કે રોગ થાય) બીજો રસ્તો છે, શરૂઆતમાં કદાચ તકલીફ આપે, પણ છેલ્લે તો પૂર્ણતા તરફ જ લઈ જાય; એટલે કે ફાઈનલી સુખ આપે. (દા.ત., રોજ એક્સરસાઇઝ કરવાનું, શરૂઆતમાં ન ગમે પણ ફાઈનલી ફિટનેસ આપશે.) આમ, આપણે શું પસંદ કરીએ છીએ તેના ઉપર આપણી સફળતા અને પ્રગતિનો આધાર રહે છે. હવે, આ સાચી પસંદગી કરવા માટે સતેજ બુદ્ધિ, વિવેકશક્તિની જરૂર પડે છે, જે નિયમિત અને નિરંતર સામાયિક, ધ્યાન, જાગૃકતા, સ્વ-અવલોકન દ્વારા કેળવી શકાય છે. (૮) જીવનનું ધ્યેય શું છે ? : આની સ્પષ્ટતા નહિ હોય, ત્યાં સુધી માનવી મૂંઝાયેલો રહેશે. પછી સાયકોલૉજિસ્ટ, કાઉન્સેલર્સની વિઝિટ ચાલુ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં પણ સ્વાધ્યાય, સામાયિક, સદ્ગુરુનો સંપર્ક, સારું વાંચન, ‘સ્વ’ની જવાબદારી, પોતાનાં આંતર-મન સાથેની નિકટતા, અંદરનો, અંતરનો અવાજ સંભળાવવો, અનુસરવો વગેરે દ્વારા ધ્યેયની સ્પષ્ટતા થશે જ. જીવનના દરેક પાસા, જેમ કે સામાજિક, વ્યક્તિગત, શારીરિક, માનસિક, આર્થિક, પ્રોફેશનલ વગેરેમાં બેલેન્સ જળવાશે. આજે દરેકની ફરિયાદ છે - ‘ટાઇમ નથી, સમય જ નથી.' એનો અર્થ એ જ છે કે ક્યાંક ધ્યેયની સ્પષ્ટતા નથી. પ્રાયોરિટી સ્પષ્ટ નથી. આ ટાઇમ મેનેજમેન્ટ માટે પણ સ્વતંત્ર રીતે, પોતાના માટે શું યોગ્ય છે (નહિ કે શું ગમે છે, કે શું જોઈએ છે) તે કરવાની જવાબદારી લેવાની છે. ગાડરિયા પ્રવાહમાં ખેંચાઈને કે પછી બીજાને રાજી રાખવા, ‘સ્વ'નું નુકસાન કરવાની બદલે, જવાબદારીથી, આત્મવિશ્વાસથી, મક્કમતાથી, ડર્યા વગર જીવનનાં બધાં પાસાંને સરસ ગોઠવી શકાય. સવારથી રાત સુધી, તેમ જ અઠવાડિયાનું ટાઇમટેબલ પ્રાયોરિટીથી બનાવવામાં ઉપર જણાવેલાં મૂલ્યો ઉપયોગી થશે. (૯) ટાઇમ મેનેજમેન્ટમાં બહુ ઉપયોગી મૂલ્ય છે ‘અપરિગ્રહ’ આપણા ઘરમાં, કબાટમાં, રસોડામાં, લાઇબ્રેરીમાં એટલો બધો સંગ્રહ થઈ ગયો છે, જેનાથી તમે બંધાઈ જાઓ છે, આને સાફ કરો. Organise evesything. બિનજરૂરી, બિનઉપયોગી, વધારાની ચીજો બીજાને આપવાનું જિગર જોઈએ. આનું જ નામ છે અપરિગ્રહ. હવે જોઈએ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે જે વસ્તુઓ ઓછી મહત્ત્વની છે, તે છોડવાની તૈયારી. જ્ઞાનધારા - ૫૩૦ 5 જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ આમ, વૈરાગ્ય અને અપરિગ્રહથી Clutter સાફ થશે. તમને સમય મળશે વધુ મહત્ત્વની અને જરૂરી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે. (૧) આજની ફાસ્ટ લાઇફમાં, મોટા ભાગના લોકો પર થાકની, કંટાળાની અસર દેખાય છે. મોઢાં પર પ્રસન્નતા - આનંદનો ભાવ ખોવાઈ ગયો છે. આ માટે પણ રોજનો સ્વાધ્યાય, ધ્યાન, સોહમ્, પોતાના આત્માની અનુભૂતિ, ધ્યેયની સ્પષ્ટતા વગેરેથી ફરક જણાશે. મહાવીરનો ધર્મ મળ્યો, પછી જો ચહેરા પર પ્રસન્નતા ન હોય તો ચોક્કસ જાણવું કે જીવવાની કળા ફક્ત માહિતીરૂપ છે, પણ વ્યવહારમાં - એકશનમાં નથી, અને જૈનદર્શન એ થિયરી નથી, પ્રયોગિક છે, પ્રેક્ટિકલ છે. ઉપયોગમાં લાવે તે જ જૈન. જેનમૂલ્યો અપનાવવાથી થતાં ફાયદા - અસરો : (૧) શરીર અને મન ટેન્શન-ફી બને છે. (૨) અજબ શાંતિનો અનુભવ થાય છે, સમભાવ આવે છે. (૩) આત્માની શક્તિનો અનુભવ થાય છે. (૪) ખોટી આદતો છૂટે છે, ડીસીપ્લીન કેળવાય છે. (૫) જીવનના દરેક ક્ષેત્રે કુદરતી રીતે અનુકૂળ સંયોગો ગોઠવાઈ જાય છે, આધિ, વ્યાધિ, ઉપાધિ, ઉપદ્રવ દૂર થાય છે. નકારાત્મક શક્તિથી તમારું રક્ષણ થાય છે. એટલે કે નકારાત્મકતા તમારી નજીક આવી જ ન શકે, આ રીતે તમારી આજુબાજુ એક અભેદ કવચ દ્વારા તમારું રક્ષણ થાય છે. (૬) સર્વજીવો પ્રત્યે મૈત્રી, વિશ્વકલ્યાણની ભાવના જાગે છે. આથી કર્મો તૂટે છે. (૭) અનેકાન્તવાદથી લૉજિક અને રેશનાલિટી કેળવાય છે. (૮) કોઈ પણ ભય કે શંકા રહેતાં નથી. જીવનનો હેતુ સ્પષ્ટ થાય છે. (મોક્ષની પ્રાપ્તિ અને આત્મસાક્ષાત્કાર) (૯) જીવનમાં સાદગી, સરળતા, આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા આવે છે. (૧૦) મન ઉપર મેલ (રાગ-દ્વેષ) જામતો નથી. નિર્મળતા રહે છે. (૧૧) લોકો સાથેના સંબંધોમાં સકારાત્મકતા આવે છે. એમ છતાં ક્યાં ય બંધન નહિ. (જ્ઞાનધારા - SSSSB ૩૧ = જૈન સાહિત્ય જ્ઞાનસત્ર- Page #41 -------------------------------------------------------------------------- ________________ (૧૨) રાગ-દ્વેષથી મુક્તિ પણ કરુણા, મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ જેવા સદ્ગુણો કેળવાય છે અને ફેલાય છે. જીવન અગરબત્તી જેવું સુવિસિત બને છે. જૈનમૂલ્યો સંક્ષિપ્તમાં ઃ D રાગ-દ્વેષના પ્રસંગોમાં ચિત્તની સમતુલા જાળવવી - માધ્યસ્થ ભાવ. D નિયમિત શાસ્ત્રાભ્યાસ દ્વારા સંયમની પ્રાપ્તિ, સમતાની પ્રાપ્તિ. — ધ્યાનનો અભ્યાસ, તે દ્વારા આત્માનાં વિશુદ્ધ સ્વરૂપનું જ્ઞાન. D આગમોના અભ્યાસથી સૂક્ષ્મ તત્ત્વદેષ્ટિ પ્રાપ્ત થતા ધર્મધ્યાન, શુક્લધ્યાનનું સામર્થ્ય અને સમજણ. D અનેકાન્તવાદ અને કર્મવાદનાં અધ્યયન અને મનનથી સંસારની વિચિત્રતાઓમાં પણ સમભાવ પ્રગટે છે. D સામાયિક દ્વારા સમ્યક્-દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ. શ્રુતજ્ઞાનના અભ્યાસ દ્વારા ચિત્તવૃત્તિ નિર્મળ અને સ્થિર બને છે. D ધ્યાન દ્વારા ચિત્તની સ્વાધીનતા, સ્થિરતા અને કર્મના અનુબંધનો વિચ્છેદ. (ચિત્તની સ્વાધીનતા એટલે ચિત્ત સાધકની ઇચ્છાને અનુસરે છે. આ સિદ્ધિથી આત્મપરિણામો વિશુદ્ધ બને છે, માટે અશુભ-કર્મોનો બંધ થઈ શકતો નથી.) ॥ અનેકાન્ત-દૃષ્ટિથી કર્તાપણાનો ભાવ તૂટે છે અને સાક્ષીભાવ કેળવાય છે. જ્ઞાનધારા-૫૩૨ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ Page #42 -------------------------------------------------------------------------- ________________ Hવર્તમાન જીવનમાં જેન મૂલ્યોની ને આવશ્યકતા. | લે. શ્રી રમેશ ગાંધી) વર્તમાન જીવન : નિશ્ચયનયથી વર્તમાનની અવધિ એક સમયની ગણાય, અતિ સૂક્ષ્મ. કારણ કે ક્યારે વર્તમાન “ભૂત'માં પરિવર્તિત થઈ જાય છે અને તેનું સ્થાન ભવિષ્ય' લઈ લે છે, તેની અનુભૂતિ કેવળીગમ્ય છે. છઘસ્થની શક્તિની બહારની વાત છે, કારણ કે એક ક્ષણ - પળમાં સ્વસંખ્યાત સમય પસાર થઈ જાય છે. આથી આપણે વ્યવહારનયનો આધાર લઈએ. તેને પણ બે રીતે મૂલવી શકાય ? આજ' એ વર્તમાન, ગઈકાલ ભૂતકાળ, આવતીકાલ ભવિષ્યકાળ. એથી પણ આગળ વધીએ તો વર્તમાનનો અર્થ પ્રાપ્ત માનવ-સંજ્ઞી પંચેન્દ્રિયયુક્ત માનવભવનો જન્મથી મૃત્યુ સુધીનો કાળખંડ. પરંતુ જે વીતી ચૂકેલ છે, તેમાંથી બોધ લઈ જે કંઈ બાકી ‘સમય’ આયુષ્યનો બચેલ છે તેને સુધારી અથવા વધુ સાધક કરવાની અમૂલ્ય તક. આમ “કાળ' એ સતત વહેતો એક અજીવતત્ત્વનો એક અંશ છે જ્યારે બીજી તરફ “જીવન' એ પણ જીવ દ્વારા જિવાતું સાતત્યપૂર્ણ પ્રવાહીતત્ત્વ છે. બંને પસાર થઈ રહ્યા છે, બંનેની ગતિ અવિરત છે. નવ તત્ત્વમાં મુખ્ય છે. તેવા આ જીવ અને અજીવ તત્ત્વો રહ્યાં છે. બાકીના સાત પેટા વિભાગમાં આવે છે જે કર્મ પુદ્ગલ સાથે સંબંધિત છે, અને છેલ્લા નવમા મોક્ષતત્ત્વ દ્વારા કર્મ સાથેના અનાદિના સંબંધથી કાયમ માટે જીવને મુક્ત કરે છે. સર્વ દુઃખોના અંત સાથે શાશ્વત સુખના સ્વામી બનાવે છે. નમૂલ્યો: જેનમૂલ્યો કોને કહીશું? મૂલ્યો એટલી કિમતી વસ્તુ. ભૌતિક વિશ્વમાં “રત્નો' (Jewels) મૂલ્યવાન ગણાય છે. તે જ રીતે આધ્યાત્મિક જગતમાં ત્રણ અમૂલ્ય રત્નો છે, જે “રત્નત્રયી' તરીકે ઓળખાય છે. (જ્ઞાનધારા - Sp3 ૩૩ – જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #43 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્ર'માં પૂ. ઉમાસ્વાતિજીએ તેને “સહિર્શન, યજ્ઞાન, ચારિત્રાMિ મોક્ષ મા’ ગાથા દ્વારા દર્શાવેલ છે. ધર્મની શરૂઆત કે મોક્ષમાર્ગની યાત્રાનો શુભારંભ સમ્યફદર્શન રૂપ સાચી દિશાની પ્રાપ્તિથી થાય છે, ચોથા ગુણસ્થાનથી સ્પર્શતા થાય છે. ભવયાત્રાનો અંત દૃષ્ટિગોચર થાય છે. “જૈન” શબ્દ સંપ્રદાયસૂચક કે સંકુચિત અને વ્યાપક દૃષ્ટિ ધરાવતો નથી. વિશાળ, અનેકાન્તવાદ સ્વરૂપ સમ્યક છે. અહીં “જૈન” શબ્દને “જિનપ્રરૂપિત” અર્થાત્ “સર્વજ્ઞ' “વિતરાગ' અવસ્થા સંપૂર્ણ આત્મશુદ્ધિ દ્વારા પ્રાપ્ત કરેલ પરમાત્મ પદ ધરાવનાર તીર્થકરો દ્વારા તેમના જ્ઞાનમાં પ્રતિબિંબિત થયેલ અને તે મુજબ પ્રબોધિત તત્ત્વાજ્ઞાનરૂપે મૂલવવાનો છે. આવા પૂર્વે અનંત અનંત જ્ઞાનીઓ થઈ ગયા, વર્તમાને થાય છે અને થશે. અને બધા “બોધ” દેશનામાં એકરૂપતા - અભેદભાવ છે. આ બધાં બોધ મુક્તકો આગમોમાં સૂત્રરૂપે, વ્યુતરૂપે ગણધરોની લબ્ધિ દ્વારા દર્શાવાયા છે, જેને આપણે અહીં જૈનમૂલ્યો તરીકે સ્વીકારી ગ્રહણ કરી જીવનને કઈ રીતે સ્પર્શી આપણને લશે પહોંચાડવા સહાયરૂપ થાય છે તે વિચારીશું. અહિંસાનો પ્રચલિત અર્થ કોઈને - કોઈ પણ જીવને ન મારવો કે દુઃખ ન પહોંચાડવું તેવો છે. પણ તેની વિસ્તૃત આલોચના, પ્રતિક્રમણ-આવશ્યક સૂત્રમાં ચૂલિકા રૂપ નીચે મુજબ છે, જે સર્વાગીપણું મહદ્અંશે દર્શાવે છે. ચાર ગતિ, ચોવીસ દંડક, ચોર્યાસી લાખ જીવાયોનિના જીવોને, એક ક્રોડ સાડી સતાણું લાખ કુલકોટીના જીવને મારા જીવે આજના દિવસ, રાત્રિ, પાખી, ચોમાસી, સંવત્સરી, સંબંધી આજ પર્યત - મન-વચનકાયાએ કરી દુભવ્યા હોય, દ્રવ્યપ્રાણ, ભાવપ્રાણ દૂભવ્યા હોય, પરિતાપના કિલામના ઉપજાવી હોય, ક્રોધ, માન, માયાએ, લોભે, રાગ, દ્વેષ, હાસ્ય, ભયે, ખળાએ, થ્રીડાએ, આવસ્થાપનાએ, પર ઉત્થાપનાએ, દુષ્ટ લેગ્યાએ, દુષ્ટ પરિણામે, દુષ્ટધ્યાને, આર્તધ્યાને, રૌદ્રધ્યાને કરી, ઈર્ષ્યાએ, મમત્વે, હઠપણે, પ્રિઠાઈપણે અવજ્ઞા કીધી હોય, દુઃખમાં જોડ્યા હોય, સુખથી ચુકાવ્યા હોય, પ્રાણ, પર્યાયસંજ્ઞા, ઇન્દ્રિયલબ્ધિ, રિદ્ધિ આદિથી નષ્ટ-ભ્રષ્ટ કર્યો હોય તે સર્વ ૧૮૨૪૧ ૨૦ પ્રકારે પાપદોષ લાગ્યા હોય તો (જ્ઞાનધારા -૫ == ૩૪ SS= જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #44 -------------------------------------------------------------------------- ________________ અરિહંત, સિદ્ધ, કેવળી, ભગવંત, ગુરુદેવ તથા આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડ. આ આલોચનામાં સતત સેવાની હિંસાનું વિસ્તૃત-ગહન સ્વરૂપે પ્રગટ થાય છે, અને તેનો સર્વથા ત્યાગ જ અહિંસા. આંશિક ત્યાગ, યત્ના, જાગૃતિ દ્વારા તે માર્ગ ઉત્તરોતર વિકાસ સાધવાનો છે. અનેકાન્તવાદ કે સ્યાદ્વાદના સિદ્ધાંત વસ્તુને અનેક દૃષ્ટિથી સર્વાગીપણે જોવાનું, વિચારવાનું, મૂલવવાનું. પ્રબોધી રહેલ સત્યાંશ સ્વીકારી વ્યર્થ વાદવિવાદનું નિવારણ કરે છે. વિશ્વની સમસ્યામાત્રના સમાધાનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી સર્વત્રસુખ-શાંતિ, સર્વજીવસમભાવ કેળવવા રૂપ સ્વાર કલ્યાણમાં “આત્મવત્ સર્વભૂતેષુ'ના સિદ્ધાંતને જૈન ધર્મના સિદ્ધાંત “સર્વ જીવ કરુ શાસન રસી” સાથે સમન્વય કરી પરમસુખનો માર્ગ બતાવે છે. જિન પ્રરૂપિત બાહ્યાભ્યતર અપરિગૃહનો સિદ્ધાંત જીવનને ઉપાધિમુક્ત, કષાયમુક્ત અને મોક્ષમાર્ગમાં વિકાસને ગતિશીલ બનાવે છે. મમત્વ દૂર કરી સમત્વ પ્રગટાવી મોહનીય કર્મના બીજરૂપ મિથ્યાત્વ, રાગ-દ્વેષના ક્ષય દ્વારા વીતરાગતા કેળવાય, પ્રગટાવે છે અને ભવનો અંત કરાવે છે. વિશ્વસંચાલનમાં પાંચ સમવાય'નું પ્રરૂપણ : જિનમાર્ગની - જૈનતત્ત્વજ્ઞાનની આગવી લાક્ષણિકતા છે. સ્વભાવ, કાળ, પુરુષાર્થ, પ્રારબ્ધ અને ભવિતવ્યતા એ પાંચ તત્ત્વોનો કર્મબદ્ધ પર્યાય કહો કે સમવાય દરેક ઘટનાના ઘટવા સાથે અબાધિત સંબંધ ધરાવે છે, આ પાંચને યર્થાથ સ્વરૂપે અને પ્રસંગને અનુલક્ષી મુખ્યતા-ગૌણતાના ન્યાયે વિવેકપૂર્વક સમજવામાં આવે, તો વિશ્વની અને જીવનની ઘણી સમસ્યાઓનું સમાધાનરૂપ નિવારણ થાય છે, પ્રત્યેક જીવ અનાદિકાળથી અતિ દુઃખમય એવી નિત્ય નિગોદરૂપ અવ્યવહાર રાશિમાં હતો. કોઈ પણ એક જીવે સ્વપુરુષાર્થથી - અનેક ભવોની વિકાસયાત્રા દરમિયાન ઉત્તરોત્તર ચડતી-પડતી અનુભવી ગુણસ્થાનક ૧ થી ૧૪ સુધી “આત્મશુદ્ધિ પ્રાપ્ત કરી મોહનીય કર્મની મુખ્યતા સાથે આઠ કર્મોનો નાશ(ક્ષય) કરી ઘાતી કર્મો ક્ષયથી કૈવલ્ય અને આયુષ્ય (જ્ઞાનધારા -૫ = ૩૫ = = જેન સાહિત્ય જ્ઞાનસત્ર- Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રમુખ અઘાતી કર્મોનો ક્ષયથી મુક્તિ સિદ્ધદશા પ્રાપ્ત કરી જેના પરિણામે એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો. આ રીતે તે એક મુક્તજીવના ઉપકાર નીચે - ઋણ નીચે આવ્યો. - હવે તે જીવનું અને સમુચ્ચયે પ્રત્યેક જીવનું કર્તવ્ય અનિવાર્ય જવાબદારી બની રહે છે કે તેણે પુરુષાર્થ દ્વારા મોક્ષમાર્ગ વિકાસ સાધી મુક્ત થવું અને “એક જીવને અવ્યવહાર રાશિમાંથી મુક્ત કરી કરજ-ઋણની ચુકવણી દ્વારા ઋણમુકત થવું. આ બોધ આત્મસાત્ થાય તો જીવન સાર્થક થાય. મૂલ્યોની અમૂલ્યતા અને આવશ્યકતા સાથે અનિવાર્યતા સમજાય. અતિ સંક્ષેપમાં કહીએ તો - “અનંત દુઃખ (અનાદિના દુઃખથી) અનંત સુખ સુધીની યાત્રારૂપ મોક્ષમાર્ગના આરંભથી સમ્યગુદર્શન પ્રાપ્ત થાય છે.” થોડામાં ઘણું કહેવા પ્રયાસ કરેલ છે, પણ છતાં વિસ્તાર ટાળી શકાયેલ નથી. જે કંઈ આજ પર્યંતના જીવનમાં આ વિષયમાં વાંચ્યું, સાંભળ્યું, વિચાર્યું અને અનુભવ્યું છે, તેને પ્રવર્તમાન સ્મૃતિ તથા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ મુજબ આલેખવાનો આ નમ્ર પ્રયાસ છે. છદ્મસ્થતાને કારણે અધૂરો, ક્ષતિયુક્ત હોવાનો પૂરો સંભવ છે. તત્ત્વ કેવળીગમ્ય અને જિજ્ઞાસા વિરુદ્ધ કંઈ પણ ઓછું-અધિક, વિપરીત લખાયેલ હો તો ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડં. (જ્ઞાનધારા- 3 ૩૬ ર્ષ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #46 -------------------------------------------------------------------------- ________________ અહિંસાની પ્રભાવકતા લે. ડો. નલિની શાહ - ભગવાન મહાવીરે ‘શ્રી આચારાંગ સૂત્ર’માં અહિંસા વિશે કહ્યું છે કે “વયં પુળ વમાસ્લામો, વં માસામો, વં પુરુવેનો, છ્યું પળવેમો, સવ્વુ પાળા, સવ્વ મૂયા, સવ્વ નીવા, સવ્વ સત્તા, ન મંતવ્યા, ન અપ્નાવેયવ્યા, ન પશ્વેિતત્વા, ૧ પરિયાવેયા, ન ઘેયા । સ્થં विजाणर नत्थित्थ दोसो । आरियवयणमेयं ।” (શ્રી આચારાંગ સૂત્ર, ૧-૪-૨) કોઈ પણ પ્રાણી, કોઈ પણ ભૂત, કોઈ પણ જીવ, કોઈ પણ સત્ત્વને ક્યારે ય પણ હણવા ન જોઈએ. તેમની પર અધિકાર જમાવવો ન જોઈએ, તેમની પર આઘાત કરવો નહિ. તેમને પરિતાપ આપવો નહિ કે તેમને કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ પહોંચાડવો નહિ. એ સારી રીતે જાણી લો કે આ અહિંસાધર્મમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. વસ્તુતઃ અહિંસા એ આર્યધર્મ છે. અહિંસા એ પવિત્ર ધર્મ છે. હિંદુ ધર્મમાં મહાભારતમાં પણ અહિંસાને અહિંસા પરમો ધર્મ’ બતાવ્યો છે. જ્યારે ‘યોગ ભાષ્ય'માં પણ અહિંસા વિશે કહ્યું છે કે - “सर्वताः सर्वदा सर्वभूतानाम् अनभिद्रोहः ।” ‘પુરુષાર્થ સિદ્ધયુપાય’ના ૪૭મા શ્લોકમાં શ્રી અમૃતચંદ્રાચાર્યે પણ રાગ-દ્વેષને ભાવહિંસા કહી છે - यस्मात्स कषायः सन् हन्त्यात्मा प्रथमम आत्मन् आत्मानम् । पश्चाज्जायेत न वा हिंसा प्राणयन्तराणां તુ ॥૪॥ હિંસા બે પ્રકારની હોય છે એક આત્મઘાત અને બીજી પરઘાત. જ્યારે આત્મામાં કષાયભાવો ઉત્પન્ન થાય છે ત્યારે જ આત્મઘાત થઈ જાય છે. પછી પરઘાત થાય કે ન થાય, પણ આત્મઘાત તો ચોક્કસ થઈ જાય છે. - આજે દુનિયામાં જ્યાં જુઓ ત્યાં હિંસાનું વાતાવરણ સર્જાયેલું છે. કુદરતી હોનારતોથી મનુષ્યની જાનહાનિ નિવારી શકાતી નથી ને આજે જ્ઞાનધારા -૫૩ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ જ્યાં જુઓ ત્યાં બૉમ્બ બ્લાસ્ટ અને ફાયરિંગથી હજારો લોકોના જાન જાય છે ને જાન જોખમમાં મુકાય છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અહિંસાની ચળવળથી બ્રિટિશરાજને હાંકી કાઢી ભારતને સ્વતંત્રતા અપાવી હતી અને દુનિયાને અહિંસાની જબરદસ્ત તાકાતનું દર્શન કરાવ્યું હતું. ને ૨જી ઑક્ટોબર ‘અહિંસા દિન' તરીકે ઓળખાય છે. આમ, અહિંસાથી થતી હોનારત અને અહિંસાથી બંધાતી સર્જનની ઇમારતના ખેલ દુનિયાએ જોયા અને હવે પ્રભુ મહાવીરના અજોડ અહિંસાવાદનું પુનઃ પરિશીલન કરવાની આજના કાળમાં વિશેષ જરૂરિયાત ઊભી થઈ છે. જો કે જૈનદર્શનમાં જીવદયા અને અહિંસા એ ધર્મના મૂળ સિદ્ધાંત છે. હિંદુ સ્કૉલર બાલ ગંગાધર ટિળકે દસમી ડિસેમ્બરે, ૧૯૦૪માં ‘મુંબઈ સમાચાર'માં ‘Jainisam' ને ‘Originator of Ahinsa' કહેલ છે. જૈનદર્શન'માં સાધુ-સાધ્વી ભગવંતોને પાળવાનાં પાંચ મહાવ્રતનું પ્રથમ વ્રત ‘પ્રાણાતિપાત વિરમણ વ્રત' અને શ્રાવક-શ્રાવિકાને પાળવાનાં અણુવ્રતમાં પ્રથમ વ્રત સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રત'નો ઉલ્લેખ છે. પ્રાણાતિપાત એટલે પ્રાણનો અતિપાત, પ્રાણનો ઘાત, પ્રાણનો નાશ અર્થાત્ જીવહિંસા. અઢાર પાપસ્થાનકોમાં આ સૌથી પહેલું પાપ ગણાય છે. સજીવ-આત્માના જીવનને ધબકતું, ચેતનવંતુ અને જીવતું રાખવા માટે શક્તિને પ્રાણ કહે છે. વીસ પ્રકારની શક્તિ એ દશ પ્રકારના પ્રાણથી જીવન સજીવન રહે છે. તેમાં પાંચ ઇન્દ્રિયો, ત્રણ બળ - મનોબળ, વચનબળ અને કાયાબળ, નવમું શ્વાસોચ્છ્વાસ અને દશમું આયુષ્ય છે. આમ, જીવોના દસ પ્રાણની રક્ષાને અહિંસા કહેવાય છે, જીવદયા કહેવાય છે. આમ, જૈનદર્શન મહાવ્રત - અણુવ્રત દ્વારા જૈન અનુયાયીઓને અહિંસા વ્રતનું આચરણ એટલે કે જીવદયા પાળવાનો ધર્મ બતાવે છે. અહીં સંપૂર્ણ રીતે સર્વ જીવોની અહિંસા પાળનાર સાધુ-ભગંવતોની જીવદયા વીસ વસાની ગણાય છે, જ્યારે સ્થૂળ રીતે જીવદયા પાળનાર શ્રાવકની જીવદયા સવા વસાની ગણાય છે. જ્ઞાનધારા-૫૮ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ અહિંસાના ઊંડાણપૂર્વકના વિસ્તૃત વિવેચનમાં જૈનદર્શનકારો અહિંસાના વિવિધ પ્રકારો દર્શાવે છે અને અહિંસાનું આવું વર્ણન અન્યત્ર જોવા મળતું નથી. આના કારણે વિશ્વમાં જૈનદર્શનનો અહિંસાવાદ અને અનેકાન્તવાદ અનેક વિદ્વાનોએ વખાણ્યા છે - 'पंचैतानि पवित्राणी सर्वेषां धर्मा चारिणाम् अहिंसा सत्यमस्तेयं, त्यागो मैथून वर्जनम् ।' (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અચૌર્ય, (૪) અપરિગ્રહ (૫) બ્રહ્મચર્ય. દરેક ધર્મમાં અહીં બતાવેલ પાંચે ધર્મ આચરણમાં મૂકવામાં આવેલ છે છતાં તે બધામાં અહિંસાનું ખાસ ઊંચું સ્થાન છે. પ્રભુ મહાવીરે પ્રરૂપેલું પ્રથમ વ્રત છે “અહિંસા'. ભગવાન મહાવીરની અહિંસા મનુષ્યો સુધી જ સીમિત ન હતી, એમાં સ્થાવર, પ્રાણી, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ તથા જીવ-જંતુઓ વગેરે, ક્ષુદ્ર અને તુચ્છ પ્રાણીઓનો પણ સમાવેશ થતો હતો. પ્રભુએ કહ્યું છે કે - “શત્રુ હો યા મિત્ર. જગતના સર્વે જીવો પ્રત્યે સમભાવ કેળવવાની સાધના કરો. ત્રસ, સ્થાવર, સર્વજીવોની હિંસાથી મુક્ત થવું જ જોઈએ. આ રીતે જોતાં પ્રભુ મહાવીરે કહેલ અહિંસામાં જીવમાત્ર પ્રત્યે કરુણાની ભાવના સમાયેલી છે. નાનામાં નાના અને સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવને જીવવાની ઝંખના હોય છે, તેને મારવાનો કોઈને ય અધિકાર નથી. “આચારાંગ સૂત્રમાં બતાવ્યા પ્રમાણે લોકો આ જીવનમાં સત્કાર, માન અને પૂજન માટે કે જન્મ-મરણમાંથી મુક્તિ મેળવવા માટે કે દુઃખનો પ્રતિકાર કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. પરંતુ આજદિન સુધી ફાવ્યો નથી. કારણ એનામાં સમ્યકજ્ઞાનનો અભાવ છે. પોતાની તે પ્રવૃત્તિઓ દ્વારા તે આતુર લોકો સર્વત્ર બીજાં પ્રાણીઓની હિંસા કરતા હોય છે કે તેમને પરિતાપ આપતા હોય છે, એ વસ્તુ તેમને માટે અહિતકર છે ને સાચું જ્ઞાન પ્રાપ્ત થવામાં અવરોધરૂપ છે. જીવોનો ઘાત કરવો એ બંધન છે, મૃત્યુ છે તથા નરક છે. બાહ્યયજ્ઞમાં હિંસા છે, જ્યારે આત્યંતર યજ્ઞમાં અહિંસા છે. જે માણસો વિવિધ પ્રાણીઓની હિંસામાં પોતાનું જ અનિષ્ટ અને અહિત જોઈ શકે છે, તે તેનો ત્યાગ કરવા સમર્થ થઈ શકે છે. જે બહારનાનું દુઃખ જાણે છે, તે પોતાનું દુઃખ પણ જાણે છે. (જ્ઞાનધારા -૫ =૩૯ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #49 -------------------------------------------------------------------------- ________________ બધાંને જ દુઃખ અપ્રિય છે તેમ જાણવું ને બીજાની હિંસા ન કરવી. જે બીજા જીવોની હિંસા ન કરતાં અને એમનું રક્ષણ કરે છે, તે સમિત સર્વ રીતે સાવધ કહેવાય છે. ઉચ્ચ સ્થાન પરથી પાણી જે રીતે સરકી જાય છે, એ જ રીતે અહિંસાથી નિરંતર પ્રભાવિત પ્રાણીઓનાં કર્મો દૂર થઈ જાય છે. આચાર્ય મહાપ્રજ્ઞજી કહે છે - “જૈન ધર્મ છે તે અહિંસા છે અને અહિંસા જે છે તે જૈન ધર્મ છે.” આ રીતે આખા જગતમાં સર્વ પર્વતોમાં મેરુપર્વત ઊંચો છે. એ જ રીતે “આ અહિંસાવત સંપૂર્ણ શીલ અને સમસ્ત વ્રતોમાં શ્રેષ્ઠ છે.” વર્તમાન યુગમાં આતંકવાદીઓ તથા અન્ય હિંસક માનવીઓ દ્વારા ચાલી રહેલી હિંસાએ તાંડવરૂપ ધારણ કર્યું છે. સિનેમા, ટી.વી., વર્તમાનપત્રો દેશમાં કે વિદેશમાં સર્વત્ર હિંસા પ્રસરી છે. હિંસા સર્વવ્યાપી બની છે એવા સમયે પ્રભુના સિદ્ધાંતને અપનાવવો એ અતિ આવશ્યક છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ પ્રત્યે કરુણા દાખવીને સામૂહિક હત્યાઓને રોકવા માટે આ દાનવી ભાવોવાળા માનવોએ અહિંસાની ભાવના જગાડવાનું કામ કરવું જોઈએ. - સાધુ-મહાત્માઓએ આત્મકલ્યાણની સાથે સાથે વિશ્વકલ્યાણનો વિચાર કરી અહિંસાની ભાવના લોકહૃદયમાં જુવાળ લાવવો જોઈએ; તો જ આ વિશ્વમાં શાંતિ સ્થપાશે અને પવિત્ર એવું મૈત્રીભાવનું ઝરણું વહેતું રહેશે. “અહિંસા એટલે સર્વવ્યાપી પ્રેમ.” (જ્ઞાનધારા-પSSSSSSS ૪૦ GSESE જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #50 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત વિશ્વની સમસ્યાઓના સમાધાન માટે જેના ધર્મના સિદ્ધાંતોનું યોગદાન : અહિંસાની પ્રભાવકતા |લે. ડો. રેખા ભરત ગોસલિયા | આજે અખબારોનાં મથાળાં અને ટી.વી. ચેનલોનાં પ્રસારણોમાં જોરશોરથી આતંકવાદનો આક્રોશ ઠલવાયા કરે છે. હિંસાવૃત્તિને ઉશ્કેરતાં માધ્યમો અને પુસ્તકોથી સૌનું દિમાગ હિંસાથી ખદબદે છે, ખળભળે છે. દુનિયાનો કોઈ દેશ જાણે કે સલામત નથી. આતંકવાદનો ભરડો સૌને એક યા બીજી રીતે, સીધી કે આડકતરી રીતે ભીંસી રહ્યો છે. વ્યક્તિના અંગત જીવનથી માંડીને વિશ્વના વ્યાપક ફલક પર એક યા બીજા રૂપે હિંસા , વધતી જાય છે. ત્રિવિધ ક્ષેત્રે આ સમસ્યાનું વિશ્લેષણ કરીએ તો - સામાજિક, રાજકીય અને ધાર્મિક એમ વિભાજન કરી શકાય. સાંપ્રત સામાજિક સમસ્યાઓને બે વિભાગમાં વહેંચીએ તો - (૧) વૈયક્તિક (૨) કૌટુંબિક દરેક વ્યક્તિ આજે તંગદશા અનુભવતી હોય તેવું લાગે છે. જેટ ઝડપથી ચાલતી દુનિયા સાથે તાલ મિલાવતા તેણે અનેક સંઘર્ષનો સામનો કરવો પડે છે. સ્પર્ધા અને સરખામણી - Competition a Comparison - માં સમતોલ રહેવા તેને ઘણા ફાંફા મારવા પડે છે. એમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા તથા સફળતા મેળવવા કંઈક આટાપાટા ખેલવા પડે છે. પરિણામ શું આવે છે ? - શારીરિક કે માનસિક રોગમાં તેનું વ્યક્તિત્વ વહેંચાય અને વહેરાય છે. ક્યારેક Depression જેવા રોગથી કે અસહ્ય ત્રાણથી એ ન કરવાનું કરી બેસે છે. કૌટુંબિક ક્ષેત્રે જોઈએ તો સંયુક્ત કુટુંબ તૂટતા ઐક્યની ભાવના, સહકાર - સંપ અને સમર્પણની ભાવનાનો લોપ થઈ ગયો છે. પોતાના નાના કુટુંબમાં કેદ હોવાથી થોડીક “સ્વાર્થવૃત્તિ' - પોતાપણું આવી જાય છે. પતિ-પત્ની વચ્ચે સમાનતાનો સિદ્ધાંત - Equality દાખલ થતા કેટલી યે વાર નાની-મોટી તિરાડ પડતી રહે છે. પત્નીની કારકીર્દિ અને કમાણી ક્યારેક આ તિરાડને પહોળી કરે છે અને તે છૂટાછેડામાં પણ પરિણમે છે. સ્નેહના સાયુજ્યને સ્થાને દામ્પત્ય જીવન, પરાણે નિભાવાતો, સંગાથ સથવારો જેવું બની રહે છે. સાસુ-સસરા સાથે હોય તો વળી કોઈ પણ દ્વન્દ્ર - (જ્ઞાનધારા - ૫ ૬ ૪૧ === જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨ ) Page #51 -------------------------------------------------------------------------- ________________ સાસુ-વહુ, બાપ-દીકરો કે અન્ય સભ્યો વચ્ચે ‘તૂતૂ મૈમૈ’ જેવી તકરાર રોજિંદી બિના બને છે. નવી ઊગતી પેઢીના વિચારો સાથે ખાન-પાન રીતરિવાજ ફૅશન વગેરે અંગે Genration Gap - બે પેઢી વચ્ચેનું અંતર ઊભું થાય છે, જે કૌટુંબિક વાતાવરણને ક્લુષિત બનાવે છે. નીતિમત્તાનાં ધોરણો દિનપ્રતિદિન શિથિલ બનતાં જાય છે અને તેનું ધોરણ સાવ નીચું થતું જાય છે. સમાજમાં રોજબરોજ Rape, અનાચારવ્યભિચારના કિસ્સા બનતા રહે છે અને એ અતિશય શરમજનક બાબત કહેવાય છે. રાજકીય ક્ષેત્રે આંતરિક કાવા-દાવા-પક્ષાપક્ષી રાજકારણને ગંદુ અને ભ્રષ્ટ બનાવે છે. ભ્રષ્ટાચાર ઉપરથી નીચે - Top to bottam વ્યાપી ગયો છે. શરીરમાં Cancelનો ફેલાવો અજાણતાં જ અતિઝડપે ફેલાય તેમ રાજકારણમાં પણ સર્વત્ર સડો પ્રવેશી ગયો છે અને પ્રસરી રહ્યો છે. આ દરેક દેશની હાલત છે. ધાર્મિક ક્ષેત્રે તત્ત્વજ્ઞાનની ઊંડી સમજ કેળવ્યા કે મેળવ્યા વિના પ્રતિષ્ઠામોભો-માન-સન્માન મેળવવા, નામ અને કીર્તિ વધારવા કેટલીક ક્રિયાઓ જડવત્ - યાંત્રિક રીતે થાય છે. જ્ઞાનની અધૂરરૂપ જુદાં જુદાં સ્વરૂપે દેખા દે છે. કંઈક અંશે ધર્મમાં દંભ અને કૃત્રિમતા કે ઘેંટાવૃત્તિ જેવાં લક્ષણો પ્રવેશી ગયાં છે. નવી પેઢીને ક્યાંક ધર્મથી ઉશ્કેરાવવામાં આવે છે, તો ક્યાંક તે વધુ Rational બની નાસ્તિક જેવા બની જાય છે. આવાં અનેક દૂષણોએ આપણી સૌની કમનસીબી કહેવાય અને આધુનિક યુગને લાંછન આપતી ગણાય. આ માત્ર એકાદ વ્યક્તિ સમાજ કે રાષ્ટ્રને લગતી ૪ વાત નથી, પરંતુ વિશ્વસ્તરે આ બધું ઓછેવત્તે અંશે જણાય છે. આજનો આમઆદમી આ બધા માહોલમાં મૂંઝાઈને ફફડી રહ્યો છે, તરફડી રહ્યો છે. આજે દરેક રાષ્ટ્ર વાત કરે છે શાંતિની ઝંખનાની અને તૈયારી કરે છે યુદ્ધની. વિશ્વની સમસ્યા અને સંઘર્ષનો સરવાળો કરીએ તો તે અગણિત અમાપ છે. આ બધું સૂચવે છે કે જગત હિંસાના શિખરે બેઠું છે. શાશ્વત શાંતિનો શ્રેષ્ઠ ઉપાય અહિંસાતત્ત્વનો વિકાસ છે. અહિંસા એ કોઈ બાહ્યાચાર નથી, પરંતુ સમગ્ર માનવને ઘાટ આપતી જીવનશૈલી છે. જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ જ્ઞાનધારા -૫ ૪૨ Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉમાસ્વાતિજી આચાર્યે કહ્યું છે કે “પરસ્પર-ગ્રહો જીવાનામ્” અર્થાત્ પ્રત્યેક જીવોનું જીવન એકબીજાના સહકારથી ચાલી શકે. દયા-કરુણા, અનુકંપા, સેવા, પ્રેમ, મૈત્રી વગેરે અહિંસાનાં જ સ્વરૂપો છે. વિશ્વના પટ પર જે જે મહાપુરુષો સંતો, વિદ્વાનો થઈ ગયા છે તેમણે અહિંસાધર્મની ભેરી બજાવી છે અને તેમાં જૈન ધર્મ મોખરે છે. જૈન ધર્મે અહિંસાને પ્રેમનું પાવક ઝરણું માન્યું છે. જૈન ધર્મની ઇમારતનું ચણતર અહિંસાના પાયા પર થયું છે. - ભારત વિશ્વબંધુત્વ અને વિશ્વશાંતિની ભૂમિ છે. બધા ધર્મો અહીંની ભૂમિમાંથી પેદા થયા છે અને બધા જ ધર્મોએ પ્રેમ અને અહિંસાને આગળ કર્યાં છે. અહિંસા આપોઆપ કરુણાને જન્માવે છે અને તેના ફળસ્વરૂપ મુદિતા - પ્રસન્નતા ઉદ્દભવે છે, જેને માટે આપણે જીવનભર ઝંખીએ છીએ અને ઝૂઝીએ છીએ. ‘અહિંસા પરમો ધર્મ' કહેનારા, સાંભળનારા હવે જૂના-પુરાણા થઈ ગયા હોય તેવું લાગે છે. જૈન ધર્મને ઓળખનારા, સમજનારા કે પચાવનારા અહિંસાના પ્રચાર અને પ્રસાર વિશે વિશ્વસ્તરે વાત કરી શકે છે. આચારે અહિંસા અને વિચારે અનેકાન્તની વાત તો ક્યારની યે ગાઈ-વગાડીને કહેવાય છે, પરંતુ હવે તો ‘આચાર’ સાથે ‘અનુભવે’ પણ કહી શકાય કે અહિંસા સિવાય ઉદ્ધાર નથી. અહિંસાનું અમોઘશાસ્ત્ર જ આજની વિકટ સમસ્યાઓનો સામનો કરવા સમર્થ અને વિશ્વસનીય છે. ૨૬૦૦ વર્ષ પછી મહાવીરની અહિંસાની કૂંચી મહાત્મા ગાંધીજીને મળી અને સ્વાતંત્ર્યસંગ્રામમાં તેમણે સુપેરે વાપરી. આપણે સૌ તેના સુપરિણામથી જંગ જીતી ગયા. અંગ્રેજોની ગુલામી સામે સત્યાગ્રહ અને અહિંસાએ આપણને આઝાદી બક્ષી. સામસામે લડાયક કે હિંસક બન્યા હોત તો લોહીની નદીઓ વહી હોત અને કેટલી ખુવારી - જાનહાનિ થઈ હોત તે કલ્પવું મુશ્કેલ છે. આ અહિંસક લડાઈએ જે જાદુ કર્યો, તેનાથી દુનિયા દંગ થઈ ગઈ. લૉર્ડ માઉન્ટબેટને કહેલું : “જે કામ આપણે આખી બ્રિગેડિયર મોકલીને ન કરી શક્યા તે કામ આ માણસે એકલા મે કર્યું.” આવી હતી અહિંસાની પ્રભાવક પ્રબળ અસર. જૈન ધર્મના આ મહામૂલા સિદ્ધાંતને સમજવો અને અપનાવવો પડશે. જ્ઞાનધારા -૫ ૪૩ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ દરેક જીવને સમાન સમજી, દરેકને સમાન સરખી રીતે જીવવાનો અધિકાર આપે છે. એ જીવ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય હોય કે પછી અકાય, વાયુકાય, વનસ્પતિકાય, અગ્નિકાય જેવા છકાયના સૂક્ષ્મ જીવ હોય, તે સૌને સમાન રીતે જીવવાનો રાહ ચીંધી મહાવીરે જણાવ્યું કે ‘જીવો અને જીવવા દો' તો ખરું, પણ જીવો અને અન્યને - બીજાને પણ સુખેથી જીવવા દો. - અનેકાન્તના આગવા વિચારમાં સહકાર, સમન્વય સુમેળ વગેરે સાધી અહિંસા, અરાજકતાને દૂર કરવાની સમજણ આપી છે. દુનિયાને એકતરફી, એકાંતિક રૂપે, એક બાજુએથી ન જોતાં સર્વતોમુખી સર્વ પાસાંથી, સર્વ બાજુએથી જોવાની ક્ષમતા-ઉદારતા અને સાથે સાથે સમતા આ બધા અહિંસાના અનોખા પરિણામ છે. પોતાનો કક્કો ખરો કરવો કે પોતાને જ સાચા સમજવા એ એકાંતિક મર્યાદિત દૃષ્ટિ છે. એ અવળી ને ઊંધી સમજ કહી શકાય. તેમ સાપને અનેક સ્વરૂપે જોતાં - સમજતાં શીખો તો તમે અનેકાન્તવાદ અને તેની અસરકારકતાને સમજી શકો. આ બધાના મૂળમાં અહિંસાનો ભાવ ગર્ભિત છે; દુનિયાને તારવામાં, લોકોમાં સુમેળ સાધવામાં એ જ એક કારગત કીમિયો છે. - જૈન ધર્મ સર્વજીવો પ્રત્યે મૈત્રીને પ્રાધાન્ય આપી, સર્વ સાથે સુમેળ સાધવામાં અહિંસાને જ કેન્દ્રમાં રાખી છે, સાથે સાથે દયા - કરુણાને પણ અહિંસાની માતા ગણી છે. જૈન ધર્મ જીવહિંસા - સૂક્ષ્માતિ સૂક્ષ્મ જીવની પણ હિંસા ન કરવા પર ભાર આપી માંસાહાર વગેરેનો ત્યાગ કરવા જણાવ્યું છે. પરંતુ વિશ્વસ્તરે આ કેટલું શક્ય બની શકે ? સૈદ્ધાંતિક રીતે આનું કડક પાલન વ્યક્તિગત કે આત્મસાધના માટે કડક છે તો તેને વ્યવહારમાં કેટલુંક પ્રચલિત કરી શકાય તે એક મૂંઝવણ ભરેલો પ્રશ્ન છે. આ અંગે વ્યાપક અને ઉદાર વિચારસરણી વધુ હિતાવહ છે. આજે સમગ્ર વિશ્વમાં ત્રિવિધક્ષેત્રે આ બંને પ્રકારની હિંસા પ્રવર્તે છે. શારીરિક અત્યાચાર, મારપીટ, ખૂનખરાબા, અપહરણ વગેરે દ્રવ્યહિંસાના ઉદાહરણ આપી શકાય. જ્યારે ભાવ-હિંસામાં એક-બીજા તરફની અસૂયા-ઈર્ષ્યા-દ્વેષ-રોષ-વેર-ક્રોધ વગેરે ભાવો પ્રજ્વલિત થતા રહે છે. આ જ્ઞાનધારા ૫૪૪ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ વિરલો સમસ્ત હિરા કરવામાં આવઓછું-વત બંને પ્રકારની હિંસામાં બંને પક્ષને નુકસાન ઓછું-વધતું થાય છે. કેટલીકવાર ઇરાદાપૂર્વક આવી હિંસા કરવામાં આવે છે. અહંકાર એ સમસ્ત હિંસાનું મૂળ છે. અહંકારનાં દૂષણથી ભાગ્યે જ કોઈ વિરલો બચી શકે છે. અહંકાર હૃદયને પથ્થર બનાવી નાખે છે, એટલું જ નહિ પણ જીવનમાં જે કંઈ સત્ય, સુંદર અને પવિત્ર હોય તેનું મૃત્યુ કરી નાંખે છે. પરમાત્માને પહોંચવાના માર્ગમાં અહંકારથી વધારે અડચણરૂપ બીજી કોઈ વસ્તુ નથી. હું છું' એ ભાવ-હિંસાનો દ્યોતક છે અને વળી, હું કંઈક વિશેષ છું' એ તો અતિહિંસાની નિશાની છે. આધુનિક યુગમાં અહંનો પારો ઊંચે ને ઊંચે ચઢતો જતો જોવા મળે છે. આ અહમુને પોષવાની અને સંતોષવાની નિમ્ન કક્ષાની વૃત્તિ અત્યારે સૌ કરી રહ્યા છે અને આથી જ આપણે જોઈ શકીએ છીએ કે - ‘હિંસાનું સામ્રાજ્ય વધ્યું છે. હિંસકતત્ત્વોનો ઉપદ્રવ વધ્યો છે. આમાં આપણે નિરંતર વૃદ્ધિ થતી જોઈ રહ્યા છીએ, તે આપણું કમનસીબ છે.” અહંકાર ખરેખર પતનની ગર્તા છે. કોઈ પણ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે સમગ્ર વિશ્વ ભયગ્રસ્ત અવસ્થામાં હિંસક બને તે સાહજિક છે. તેને માટે અહિંસક બની રહેવું તે કદાચ કાયરતાની કે નબળાઈની નિશાની ગણાય છે. આ જ કારણે મહાવીર અભય Fearlessnessને અહિંસાની પહેલી શરત માની છે. અભયનું વાતાવરણ સર્જવું, એ અહિંસાનો પ્રથમ પદાર્થ પાઠ છે. સાંપ્રત સમસ્યાઓને સૂલઝાવવામાં આપણે આવી ભયરહિત, ભયમુક્ત પરિસ્થિતિ રચી શકીશું ? પ્રશ્ન પેચીદો છે, પરંતુ ઉપાય ધારો તો સહેલો, સરળ ને સુગમ છે. જૈનદર્શને પ્રરૂપેલ અહિંસા ગર્ભિત અને ગહન છે. તે અનેક રૂપે - સ્વરૂપે દેખા દે છે. મૈત્રી-કરુણા રૂપે તો અહિંસા પ્રગટ થાય છે, પરંતુ સત્ય, સંતોષ, સહિષ્ણુતા, પ્રામાણિકતા રૂપે પણ છતી થાય છે. કહેવાય છે કે - “મન તેવો માનવી.” જેવા મનના ભાવ તે સ્વરૂપે માનવ અહિંસાને અપનાવી શકે છે. દરેક ધર્મોએ હિંસાને વખોડી છે અને દરેક ધર્માત્મા અને ધર્મગ્રંથોએ બહુ જ આદરપૂર્વક અહિંસાને પ્રાધાન્ય આપ્યું છે; તેમ છતાં જૈન ધર્મમાં અહિંસાનો સર્વાશે, સર્વાગી રીતે વિચાર કરવામાં આવ્યો છે, તે વિશિષ્ટ છે. અહિંસાનો સિદ્ધાંત સ્વીકારતા અનેક ઉત્કૃષ્ટ ભાવો ( જ્ઞાનધારા -૫ = ૪૫ 5 જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-પો. Page #55 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય છે. - જેવા કે સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય - અપરિગ્રહ વગેરે જીવનના પ્રત્યેક ઉચ્ચ આદર્શનું મૂળભૂત સાધન અહિંસા છે. આધ્યાત્મિક સાધનાની આચારભૂમિ અહિંસા છે. અહિંસાનું સ્થાન ઈશ્વરથી જરા યે ઓછું નથી. અહિંસા આત્મસાત્ કરવા બાહ્ય-સંઘર્ષની જરૂર નથી, જરૂર છે માત્ર આંતરસંઘર્ષની - કષાયોને નિયંત્રણમાં રાખવાની. આચાર્ય શ્રી સમસ્ત ભદ્રજીએ કહયું છે કે - “આત્માનું સંશોધન કરનાર સાધક માટે અહિંસા પરબ્રહ્મ છે, પરમેશ્વર છે અને અહિંસા જ પરમાત્મા છે. સમભાવ અને શુભભાવ એ અહિંસાના મુખ્ય માપદંડ છે. મનમાં - ચિત્તમાં - અંતરમાં અનેક રૂપે હિંસા-ક્રોધ, વાસના વગેરે પ્રજ્વલિત થતી રહેતી હોય તો આપણે આ સમયે આપણાં સગુણો, સવિચાર, સઘ્રવૃત્તિઓ, વિનય-વિવેક વગેરેની હત્યા કરીએ છીએ, જે આત્મહત્યા કરતાં મહાભયંકર છે. જૈન ધર્મે સૂચવેલ અનેકાન્ત વિચારધારા આગવી અને અદ્વિતીય છે. દુનિયાના કોઈ ધર્મે નહિ સૂચવેલ એવો સંદેશ જૈન ધર્મને મુઠ્ઠી ઊંચેરું સ્થાન અપાવી શકે છે. “અનેકાન્ત” એટલે જ્ઞાનની વિસ્તરતી જતી ક્ષિતિજો - સત્યને અનેક રીતે ઓળખવાની રીત આપણું સૌનું જ્ઞાન-સમજમાહિતી સીમિત-અપૂર્ણ અને એકાંગી હોય છે. તેમાં તટસ્થતા Objectivity ઘણીવાર નથી હોતી. કોઈ પણ વસ્તુને - વ્યક્તિને અનેક રૂપે જોઈ શકાય. તેનામાં અનંતગુણો અને અનેક બાજુઓ છે. એ બધાંને “પરલક્ષી' બની તપાસવી-ચકાસવી જોઈએ. આમ, કરવાથી સંપૂર્ણ સત્ય કદાચ મેળવી શકાય અને સાચો - યથાર્થ તાગ પામી શકાય. આમ, અનેકાન્ત દૃષ્ટિ સમન્વયનો, સુમેળનો સિદ્ધાંત છે. પોતાના વિચારો બીજા પર ઠોકી બેસાડવા તે સરાસર હિંસા છે. બીજાની વાત પણ સાચી - સારી હોય શકે. કોઈ પણ વિચારને સર્વબાજુએ, સર્વાગ રીતે જોવો જોઈએ. દરેક માનવી આ મનોવલણ કેળવે, પોતાના દેશની નીતિ-રીતિ આ બાબતને લક્ષમાં રાખી ઘડે તો જગતની અર્ધી સમસ્યા અને સંઘર્ષ સમાપ્ત થઈ જાય. અનેકાન્તની વિચારધારા તમારી સમક્ષ અન્ય વિકલ્પોનાં દ્વાર ખોલે છે અથવા તો અન્ય બાબતથી વાતને - વિચારને સમજવાની એક સૂઝબૂઝ જ્ઞાનધારા-૫ EMENT ૪૬ - જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧) Page #56 -------------------------------------------------------------------------- ________________ આપે છે. આ વિચારધારાથી મધ્યસ્થતા, તટસ્થતા, સમતોલતા અને સર્વતોમુખીપણું આવી શકે. સૌની વાત-વિચારમાં સત્યના અંશની પ્રતીતિ થાય, સત્યને સમજીએ તો વાદ-વિવાદ, સંઘર્ષ ટળે. પોતાની જ વાતને વળગી રહેવું કે વિચારને ઠસાવવા આગ્રહ-દૂરાગ્રહ કે હઠાગ્રહ રાખીએ તો મડાગાંઠ વધે છે. જૈન ધર્મે અન્યના મત-પ્રતિ ઉદાર અને સહિષ્ણુ થવાની વાત કરી છે. આ ઉદારતા જગતને સમન્વય ને સુમેળતાના રસ્તે લઈ જઈ શકશે. વિશ્વશાંતિની કડી અનેકાન્ત વિચારધારા છે, વિશ્વશાંતિનો સંદેશ અનેકાન્ત દષ્ટિ કેળવવાથી જ પ્રસરી શકે તેમ છે. અનેકાન્તા વિના કદાચ હિંસાનો દોર-રવૈયો ચાલુ રહેશે. અંતમાં, તારવણી રૂપે આવું કહી શકાય કે - “પૂછો - પિછાણો - પૃથક્કરણ કરો. સમત્તે શીખો અને સ્વીકારો તો જ તમે સાંપ્રત યુગની સમસ્યાને ઉકેલવામાં સહભાગી થઈ શકશો. અહિંસા આચાર સાથે અનુભવમાં મૂકીશું અને અનેકાન્તનો વિચાર અમલમાં મૂકીશું તો જ જગતનું કલ્યાણ છે.” લેખિકા : દેશ-વિદેશની અનેક સંસ્થાઓમાં પ્રવચન રેડિયો - ટી.વી. વર્તાલાપ - વ્યાખ્યાનમાળામાં પ્રવચનો આપે છે. લેખન - સંશોધન - કૌટુંબિક સલાહકાર પણ છે. "JAINA”માં પણ પેપરો રજૂ કર્યા છે. (જ્ઞાનધારા -૫ ૪૦ ES જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫] Page #57 -------------------------------------------------------------------------- ________________ 5th Jaina Sahitya Gnan Satra Chinchani 21-22 March, 2009 The Importance of the JAINA Concept of Business in the Current Global Depression Paper Presented by | Dr. Rashmikumar J. Zaveri Before we discuss the main subject, let us see the root causes of Economic Depression. The main culprit is GREED - unbridled desire to earn and accumulate more and more wealth and uncontrolled wish to live ultra-luxurious life. Not only individuals but corporate bodies, banks and financial institutions too go 'out of way' to attract more and more customers / clients by offering attractive returns. This turned out to be a global phenomenon and stock exchanges and commodity markets of almost all the countries went to dizzy heights recording now ‘highs.' Ultimately, the bubble burst. First American giants failed and this had cascading effect across the world crossing all geopolitical borders. Now let us see how Jainism addresses this issue of Economic Depression. The first and foremost principle of Jainism is to control one's passions (four kashays) - particularly GREED. Bhagawan Mahaveer has said that - "loho savva vinashano' - greed destroys everything. The Jain Philosophy is essentially a super spiritual ideology, with the final emancipation from the mundane state as its summum bonum, which means end of the perennial sufferings. A very relevant corollary of this high objective is that the sufferings in the worldly life also cannot be mitigated through material and economic developments only. the whole humankind is making strenuous efforts for such developments through ( ŞlloERI-4 SSSSS xc ses do sisècu şilot2121-4 Page #58 -------------------------------------------------------------------------- ________________ science and technology and gigantic macroeconomic projects. But, alas ! The result is quite the opposite. The more we achieve, the more are the problems. We are getting materially richer and richer but simultaneously less and less happy. We are afflicted by the virus of, in the words of Oliver James, 'Affluenza'. Let us try to evolve a new paradigm of philosophy, mainly based on Jainism through which a balanced view of life can be made acceptable and a viable sustainable development can be made. Jainism advocates a life-style based on the cardinal principles of spiritualism - ahimsa, stoicism, reduction and/or giving up the desire for material things. It says that one should pursue one's needs rather than one's wants. This brings us to the Economics of Mahaveer. Mahaveer's Economics : Lord Mahaveer said, “Dhammo mangal mukkitham ahimsa, sanjamo tao.” That means Religion or spirituality based on non-violence i.e. ahimsa, restraint and austerity is the best auspicious for mankind. Mahaveer's economics is based on these three principles. He was not an economist and He didn't express any views on economic principles directly, but Acharya Mahapragya has developed these principles from the former's utterances on renunciation and self-restraint. Mahaveer has laid down the standards governing desires and prescribed the limits of consumption. We must realize that economic systems emerge from interactive human behaviour. The imbalance in the economic social order is generated by man's deviation from a righteous path. Mahaveer studied these patterns of human behaviour and propensities for deviation and laid down a twelve-fold code of conduct for his disciples based on twelve small vows. ŞLIERI-4 SSSSS SSS vol lisecu Şllo1213-4 Page #59 -------------------------------------------------------------------------- ________________ One of these vows, viz., yathasamivibhaga vrata, (means sharing) plays an important role in giving rise to a new economic model, This vow alone, if observed by most of the people of this world, can create a sustainable and non-violent society in the world. Mahaveer goes to the extent of saying that asamvibhagassa hu natthi mokkho meaning he who does not share his resources, eatables and other objects of daily use with others will not attain liberation. Another important vow is upabhoga-paribhoga parimana. It says that one should daliy make a list of things or articles of daily consumption that one will use during the day and refrain from consuming any other article. Mahaveer said annahanam pasae pariharejja. He said that a seer or an enlightened person will consume things differently. He will use and consume only those things which are absolutely necessary for his sustenance. He will not waste anything nor will he crave or pine for unnecessary or luxurious things. He will not succumb to his desires for material things. Economics of mahaveer lays down following cardinal principles : The central focus should be man and not money or material. One should voluntarily limit his desires and needs. A man's richness should be measured not by the amount of his material wealth but by the fewness of his wants. One should earn his livelihood by his own labour and refrain from exploiting labour of others. O One should not resort to unfair, unethical, immoral, dishonest or illegal means to earn his livelihood. One should not cheat others (e.g. using wrong weights or measures), nor resort to adulteration nor sell spurious articales. ŞLIOTEZI-4535sx 40 sss id milècu şiid2134-4 Page #60 -------------------------------------------------------------------------- ________________ © One should put a limit on one's personal consump tion. One should not buy or consume or accumulate things which are ont necessary for his livelihood. One should put a voluntary limit on accumulation of wealth. If he is fortunate to earm more than this limit by his skill, dexterity or labour, he should consider himself as a trustee of that extra wealth, rather than considering himself as owner of it. Economics is the science of material prosperity while the voluntary limitation of accumulation of wealth is the science of peace as prescribed by Mahaveer. Man does need economic resources - both natural resources and man made products - both of which are necessarily limited. Now if majority of these are owned and or controlled by a few individuals or nations, there will be imbalance of economic affluence and economic power. This will always lead to unrest. Greed, tendency of wanton spending and uncontrolled consumption of the rich have pushed up the prices of basic necessities. The tendency to purchase certain things at any cost-just because of the fancy of the rich and their capacity - has sent the prices sky - rocketing beyond the reach of the ordinary man. LIFE STYLE PRESCRIBED BY MAHAVEER Mahaveer prescribed a life style of balancing. He advocated the principle of self-discipline, restraint, abnegation, sacrifice and voluntary limitation of accumulation of wealth. He said that initially wants arise from hunger, and then the wants themselves turn into hunger - hunger for more wealth, more accumulation, more consumption, leading to loss of direction and peace. The root of the problem lies in our lifestyle propelled by competitive modern economics which is ŞLIGEIRI -4 SSSS 49 Sss id milècu şiiotza-4 Page #61 -------------------------------------------------------------------------- ________________ totally devoid of ethical values. It is making people self-centered, greedy, insensitive and violent. If economics continues to remain merely the economics of utility, it will not be possible for us to remove social disparities. Only if the basic human values like nonviolence, peace, purity of means, self-restraint as propounded by Lord Mahaveer are integrated with the modern economic principles, it will bring about a big change in social outlook towards production, distribution and consumption. It will also result in the fulfillment of the primary needs of the poor and weaker sections of society. Lord Mahaveer has laid down the vow of non-possession for ascetics. He knew that it was not possible for the touse-holders to refrain completely from possession, so he propounded the principle of limiting individual desires and wants. If an individual can limit his desires and wants, it will pave the way for an economically sustainable society. One of the essential steps in changing the life-style is bringing about a change in pleasure seeking lifestyle. Pleasure seeking is not bad in itself, but now thirst for pleasure has become limitless. If the desire for pleasure and comfort becomes insatiable, the appetite for glamour and pleasure will forever go on increasing. Jainism firmly believes in the aphorism: “samyamah khalu jeeanam” which means discipline coupled with stoicism is life. Life is where discipline is. If passion increases, the entire world may find itself on the brink of annihilation. ECONOMICS OF NON-VIOLENCE, PEACE AND CO-EXISTENCE Violence and acquisitiveness (parigraha) are inseparably welded together. Voluntary limiting the ŞLIGEIRI -4 ESSE 42 sss do millècu şiid2121-4 Page #62 -------------------------------------------------------------------------- ________________ possession and consumption of material objects through curbing own cravings and pining called Iccha-parimana is the best solution for solving the problem of global poverty The vow of Ichha-parimana should be associated with modern economics and concept of development. This will evolve new paradigm in economics, leading to develop “Economics of Now-violence and Peace." This will minimize the disparity between the rich and the poor and combat the problems on humanitarian basis by giving a new life-style. This will make our life happy and peaceful in true sense of the words. Practice of Preksha Meditation is a practical form of spiritualism capable of bringing about biochemical transformation including neuro-endocrinal secretions and hormones. This ultimately makes psyche (and mind) free from perturbance, delusion, agonies etc. We shall have to re-define the basic philosophical principles and interpret them in context of the global problems, and apply them to find out the solutions there of, which can be accepted globally. To overcome the problems of unnecessary violence, fundamentalism, environmental crisis, socio-cultural conflicts, human solidarity and techno-scientific challenges we need a holistic thinking, peaceful coexistence, socio-economic policies governed by ethicospiritual or eco-human values and lifestyle of selfrestraint followed by training in non-violence and transformation of consciousness. The ideas of balanced and sustainable development, global ethics, intercultural dialogue, equality justice and peaceful coexistence unfold themselves in the restsaint, compassionate, rational and Jain ethics of tolerance, inter-connectivity, reciprocity. ŞlloENIRI-4 SS SS 43 Sss to all secui şiid2121-4) Page #63 -------------------------------------------------------------------------- ________________ Oppartunity in Recession through Jaina perspective Varsha Shah The nature and concept of Business economy has undergone considevable changes with the passage of time and changing circumstances. For effective implementation of economic policy ‘SWOT analysis is formulated where. 'S' Stands for Strength “W' Stands for Weakness 'O’ Stands for Opportunily ‘T' Stands for Threat (1) Need to know the the psychology of people. (2) Need to solve the corrent problem. Gautam Swami asked hord Mahaveer "ta ! fan4 aral? Lord Mahaveer replied “T AT ! 340991, casal, failasat "' From the above dialect we come to conclusion that sat (HCl) or tattva nrol) has two aspects. 1) That which changes birth death or perish. (ii) That which remains relatively constant (GC) when the molewles of carbon are re-arranged, we get diamond. In physical form carbon and diamond look very different. yet they are merely different expression of the same potential. Economic policy may change with the changing of time to keep the dynamic effect alive and get the qualities like ahimsa, aparigraha, anekant, generosity, equanimity remanis constant while pursuing the goals in business. ŞIIOEIRI -4 5555* 48 585 do wilēcu Şilatat9-4 Page #64 -------------------------------------------------------------------------- ________________ (1) Need to know the psychological mind: Today what is needed is transformation and change of perspective. પરિસ્થિતિ નહિ મનઃ સ્થિતિને બદલવાની જરૂર છે. What are these negative psychological element : ✩ Lure of profit Pride of power Fear of competition These negative triat should be replaced by three pasitive elements like santosh (સંતોષ), Samarpan (સમર્પણ) and Sayam (UH). Maximisation of profit is a self-defeating process. Riches acquired through unethical means are counter productive and non - sustainable. Those who indulge in over - investment or excessive borrowing get enqulfed in fear & greed ultimately get succommed to recession. Bhimji Parekh, Virji Vora have been sucessful in merchantile business due to their broad perspectiveness. (2) Need to solve the problem : Jaina people have always encouraged certain business activities due to their optimistic attitude simultaneously, they have discouraged suo business activities which involved lot g himsa. These activities are called as 15 karmadan (4) Jaina religion not only gives importance to dravya (c) himsa, it gives equal importance to bhava (a) himsa also. - Iriyavahi (ua ya) mentions such ten different types g dravya & Bhava himsa. They are અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઇયા, સંઘટ્ટિયા પરિયાવિયા, કિલામિયા, ઉદવિયા, સંક્ષમિયા & વવરોવિયા. જ્ઞાનધારા -૫૫૫ 5 જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ Taking ahimsa and other virtues into & consideration it offers two important sutras as an hidden opportunity in recession time. Give people more space to grow of Not speed but rhythm Not greed but sustainability to Give people more space to grow. An organisation has many kinds of people. Some like tortoise are slow and steady. Some are like rabbits (sharp witted). Some others are like horses and bird (action-oriented) Each one performs best in his or her own space. What is required is not to ask tortoise to fly or the the birds to run. That would spell disaster for the economy on the whole. Each one should be invited to contribute his own time but in a collaborative effort. Curbing people in their mental space involves bhara himsa. The anekantic view teaches us to respect the views of different person. નવી જગ્યા શોધવાની જરૂર નથી. એ જ જગ્યાથી નવી નજરે જોવાની દષ્ટિ કેળવવાની છે. The second important sutra is (1st part) Not speed but rhythm Not greed but sustainability A scattered pearl when co-ordinated in a single thread becomes a necklace. Similarly there should be rhgthm in every walks of life. One of reason why we facing the problem of recession is due to importance given to speed rather than economic co-ordination or integration or efficiency 'sici sia H4142' we do not maintain the rhythm of doing different activities timely. Vigilence and efficiency acts as recession - proof coverage (594). ( Şllottir2I - SSSSX us ses do Hiseca şilot213-4) Page #66 -------------------------------------------------------------------------- ________________ 2nd (સૂત્ર) 2nd part Not Greed but sustainability There is a misleading belie in our organisation about running faster and faster. Mary DOT.COM companies blew themselves to pieces by trying to fly on the flimsy wings of speed and greed. Recession affects mildly who those who follow the norms of higher aspirants, I have cited few virtues of marganusari (HLL421121) of Sranakas. ન્યાયથી ધન મેળવવું. આવક અનુસાર ખર્ચ કરવો. દીર્ઘદૃષ્ટિ રાખવી. સારા-ખોટાના તફાવતને જાણવો. પાપભીરું થવું. દયાળુ-પરોપકારી થવું. ઇન્દ્રિયોને સંયમમાં રાખવી. According to the statistic, Jain's total population is 0.42 % but payment of Taxe is 24% ! Whatever may be the circomstances leaders like Tirtankara's create high aspiration. The faith in ચતારિ સરણે પવનમામિ Collectively builds great culture, organisation and Jain society. છે ©રે ( જ્ઞાનધારા -૫ નું પ૦ = જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ ) Page #67 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત આર્થિક મંદીની સમસ્યામાં જૈન ધર્મની વાણિજ્ય દૃષ્ટિનું મહત્ત્વ લે. કે. આર. શાહ) (૧) આર્થિક મંદી ઉત્પન્ન થવાનાં કારણો : (A) બેકાબુ ધિરાણ-નાગરિકોને લોન અને સરકાર દ્વારા ખાધવાળું બજેટ. (B) ઔદ્યોગિક ઉત્પાદનનો નીચો આંક અને શેર માર્કેટમાં તીવ્ર ભાવઘટાડો. (C) રીયલ એસ્ટેટમાં પ્રાઈમ સબમાર્કેટમાં મોર્ગેજનો ધબડકો. (D) પૈસા કમાવવાની તીવ્ર લાલચ. (E) જાગતિક અર્થવ્યવસ્થામાં ઝડપી હેરાફેરીની સગવડ અને સંદેશ વ્યવહારની ઝડપ. (F) જાગતીકરણથી સંકડાયેલા દેશો ઉપર અસર. (૨) આર્થિક મંદી દૂર કરવાના ઉપાયો : (A) વ્યાજના દરોમાં ઘટાડો અને નાણાં વાપરવાં પ્રોત્સાહન. (B) રોજગારીની તકો ટકાવી રાખવી અને વધારવાના ઉપાયો કરવા. (C) ધિરાણવૃદ્ધિ સાથે અસક્યામતોની ચકાસણી. (D) લોકોને બચત કરવા પ્રોત્સાહન અને બચતનો ફરી ઉત્પાદકતા માટે ઉપયોગ. (E) વિશ્વ અર્થવ્યવસ્થામાં ફેરચકાસણી અને સહાય. (૩) જૈન ધર્મની વાણિજ્ય દૃષ્ટિનું મહત્ત્વ : તીર્થકર મહાવીરના ઉપદેશમાંથી નીચેની વાતો ફલિત થાય છે : (૧) વ્યાજનો દર નીચી સપાટીએ હોવો જોઈએ. કોઈ પણ સંજોગોમાં ૧૫% વાર્ષિક દરથી વધારે નહિ. (૨) દરેક માણસે પુરુષાર્થ કરવો જોઈએ. (૩) દરેક માણસને તેની જરૂરિયાત પ્રમાણે મહેનતાણું મળવું જોઈએ. (૪) વાણિજ્યમાં નફાની મર્યાદા અને જનહિતનાં કાર્યોને મહત્ત્વ આપી દેશ અને પરદેશમાં વેપાર કરવો. (૫) ધનની કમાણીમાં ધનશુદ્ધિનું મહત્ત્વ. (જ્ઞાનધારા-૫S ૫૮ S જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૫) Page #68 -------------------------------------------------------------------------- ________________ (A) માણસે એકેઇન્દ્રિયથી પંચેઈન્દ્રિયવાળા જીવોનો વેપાર કરવો નહિ. (B) માનવે ગુલામી અને શોષણ ન કરતાં પ્રથમ અણુવ્રતના પાંચ અતિચારોને ધ્યાનમાં રાખવા. (C) આર્થિક ઉપાર્જન વખતે બીજા અણુવ્રતમાં જણાવ્યા પ્રમાણે કોઈની થાપણ, વસ્તુ કે અક્યામતો પચાવી પાડવી નહિ. વિશ્વાસઘાત કરવો નહિ. (D) આર્થિક ઉપાર્જન વખતે ત્રીજા અણુવ્રતમાં જણાવ્યા પ્રમાણે - (૧) તોલમાપની ચોરી કરવી નહિ. (૨) સારી વસ્તુ દેખાડી, નરસી વસ્તુ આપવી નહિ. (૩) રાજ્ય અને કેન્દ્રના કોઈ પણ કરવેરામાં ચોરી કરવી નહિ. (૪) દેશ વિરુદ્ધ દાણચોરી કે નશીલા પદાર્થોનો વેપાર કરવો નહિ. (E) વસ્તીવધારાના અનુસંધાનમાં ચોથા અણુવ્રત એટલે કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. (F) ક્ષણિક કે અમર્યાદિત આર્થિક લાભની લાલચ રોકીને પાંચમા અણુવ્રતનું પાલન કરવું. (G) આનંદ શ્રાવક દ્વારા અપનાવેલા સંપત્તિના સિદ્ધાંતને અમલમાં મૂકવા. (H) આર્થિક ઉપજનમાં ભ્રષ્ટાચારનો ત્યાગ કરીને ચારિત્રનિર્માણ, નીતિમત્તા અને નૈતિકતાનાં ધોરણો પ્રસ્થાપિત કરવાં. (I) માનવે દારૂ, માંસ અને મધનો સ્વૈચ્છિક સંયમ અપનાવીને શાકા હાર તરફ વળવું. (J) (૧) સામ્યવાદ ધનના સંગ્રહ અને માલિકી હક્કની વિરુદ્ધ છે. (૨) ગાંધીજીનો ટ્રસ્ટીશિપનો વિચાર નિષ્ફળ ગયો. (૩) સમાજવાદ જરૂરિયાતને પ્રથમ પસંદગી આપીને ધનનાં વિતરણની વાત કરે છે. (૪) મૂડીવાદ ધનની ઉત્પત્તિ, વર્ધન, સંગ્રહ અને માલિકી હક્કની વાત કરે છે. હાલના મંદીના સંજોગોમાં કોઈ પણ પ્રકારની અર્થવ્યવસ્થા સફળ સાબિત થઈ નથી. જ્ઞાનધારા પ લ પલ = જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૧) Page #69 -------------------------------------------------------------------------- ________________ ડૉ. અમાર્યસેન માનવહિતનો વિચાર કરીને રાજ્ય દ્વારા માનવનો સંપૂર્ણ વિકાસ થાય અને માનવીય કાબેલિયતનો સંપૂર્ણ ઉપયોગ થાય તેની ભલામણ કરે છે. જૈન ધર્મ પણ માનવલક્ષી અને માનવના વ્યાવહારિક અને આધ્યાત્મિક પાસાંના વિકાસ ઉપર ભાર મૂકે છે. (૪) કુદરતી સાધન-સંપત્તિનું સંરક્ષણ અને પર્યાવરણ : (A) પૃથ્વી, પાણી, હવા અને વનસ્પતિમાં જીવ છે. તેથી તેના ઉપયોગની મર્યાદા સ્વીકારવી. (B) કુદરતી સંસાધનોનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરીને ભાવિ પેઢી માટે બચત કરવી. (C) ભારે ઉદ્યોગોના ઝેરીકરણનો નિકાલ વ્યવસ્થિત રીતે કરવો. જેથી પર્યાવરણ દૂષિત ન થાય. (D) માનવે ઈચ્છા પરિમાણ અપનાવીને સુખ અને માનસિક શાંતિમાં અનુભવ કરવો. (૫) યુદ્ધની ભયંકરતા સમજીને યુદ્ધ-નિયંત્રણ: (A) પોતાના બચાવ પૂરતી યુદ્ધ-સામગ્રીનું ઉત્પાદન કરવું. (B) યુદ્ધ-સામગ્રીનો સંગ્રહ કરવો નહિ. (C) યુદ્ધ-સામગ્રીના તંત્રજ્ઞાનનો પ્રચાર કરવો નહિ. (D) યુદ્ધ-સામગ્રીના વેચાણ ઉપર બંધન-પ્રતિબંધ. (E) યુદ્ધ થાય તેવી વિદેશી નીતિનો ત્યાગ અને યુદ્ધ માટે પ્રેરણા આપવી નહિ. (૬) આર્થિક મંદીના ઉપાય સ્વરૂપ રોજગારીની તકોનો અભ્યાસઃ (૧) લોકોને નોકરી-ધંધામાંથી છૂટા કરવા નહિ. (૨) લોકોના પગારમાં કાપ મૂકવો નહિ. અગાઉના નફાનો ઉપયોગ કરવો. (૩) ઉચ્ચ સ્તરે બેઠેલા લોકોએ સ્વૈચ્છિક રીતે પગાર, ભથ્થા અને અન્ય લાભોમાં કાપ મૂકીને ખોટા ખર્ચને તિલાંજલી આપવી. (જ્ઞાનધારા-SSSSલ ૬૦ === જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #70 -------------------------------------------------------------------------- ________________ (૪) સરકાર, મોટા ઉદ્યોગગૃહો, સેવાભાવી સંસ્થાઓએ રસ્તા બાંધકામ, જળસંપત્તિ-સંગ્રહ અને વિતરણ, વન સંપત્તિનો ઉપયોગ કરીને નવી રોજગારીની તકો ઊભી કરવી. (૫) બેરોજગારોને તંત્રજ્ઞાનની માહિતી આપવી. (૬) સરકાર દ્વારા સસ્તા ધિરાણથી લોકોની ખર્ચ કરવાની શક્તિમાં વધારો કરવો. (૭) શ્રીમદ્ રાજચંદ્રના ધંધાના નિયમો : (A) કોઈ પણ ઊણપ હોય તો તે આપણી છે. તે ઊણપ તકલીફરૂપ છે. આપણા કાર્યમાં આડી આવે છે, તેથી બીજાના દોષ જોવા નહિ. (B) આત્મશ્લાઘા કરવી નહિ. તે આપણને નીચી કક્ષાએ લઈ જાય છે. (C) આપણું વર્તન એવું હોવું જોઈએ કે આપણે બીજાનો પ્રેમ જીતી શકીએ. (D) ધંધો કે સાંસારિક બાબતોમાં તમો જેની સાથે વ્યવહાર કરવાના હોય, તેને તમારા વિચારો સ્પષ્ટપણે કહેવા જોઈએ. (E) સામા માણસનો વિશ્વાસ જીતવા માટે કાર્ય અને વચનમાં એક સૂત્રતા હોવી જોઈએ. વળી તમારો ઉદ્દેશ તેને નુકસાન પહોંચાડવાનો નથી તેની ખાતરી કરાવવી જોઈએ. (F) તમારા વિચારો કે કાર્યથી તમારા સહયોગી કે ભાગીદારને નુકસાન થાય તો પ્રાયશ્ચિત્ત કરવું અને કહેવું કે - ફરીથી તેમ નહિ થાય.” (G) આ કાર્ય તમારા અહંકાર વગર અને નિર્દોષ બુદ્ધિથી કરવું. આમ છતાં તમારા ભાગીદારને વિશ્વાસ ન આવે તો ભાગીદારીમાંથી તેમને નુકસાન આપ્યા વગર છૂટા થવું. આ માટે પ્રથમ તેમને સમજૂતી આપવી અને કહેવું કે - “તમો કોઈ પણ ભોગે તમારા સિદ્ધાંતોમાં બાંધછોડ કરવા માંગતા નથી.” જેન તત્ત્વજ્ઞાનનું જ્ઞાન અને વાસ્તવિકતાનો સમન્વય કરીને એક નવીન વિચારસરણી ઉત્પન્ન કરી શકાય. આ વિચારસરણીમાં તીર્થકર મહાવીરની અને અનુકંપા અને સંયમ એટલે કે વ્રતી સમાજના નિર્માણ દ્વારા માનવને સુખ-શાંતિ આપીને આર્થિક મંદીમાંથી ઉગારી શકાય. (જ્ઞાનધારા - S લ ૬૧ SEE જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #71 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત આર્થિક મંદીની સમસ્યામાં જૈન ધર્મની વાણિજ્ય દૃષ્ટિનું મહત્ત્વ લે. નીતિબહેન અતુલભાઈ ચુડગર જે કાળમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ધરતીનાં અને સંઘયણ બળ શરીરનાં ઓછાં થતાં જતા હોય તેવો કાળ છે અવસર્પિણી કાળ. આવા દુઃખથી ભરેલા પાંચમા આરામાં આ સમયે કોણ સુખી છે ? ભગવાન કહે છે : “અદ્દે લોએ પરિજુણે.” આખો લોકમાત્ર દુઃખથી જ ભરેલો છે. અહીં બેઠેલામાંથી કોઈ એક તો હદય પર હાથ મૂકીને કહી શકે કે - “હું સુખી છું !' ઉત્તર “નામાં જ છે. છતાં આપણે સહુ કોની પાસે દોડીએ છીએ ? જેમાં સુખ નથી તેને જ સુખ માની મેળવવા દોડીએ છીએ... સમૃદ્ધિ મળે, વૈભવ મળે, શાતા મળે... એ બધી જ આપણી સુખની પર્યાયની સમજણ છે, પરંતુ તેમાં સુખ નથી. તો સુખ ક્યાં છે ? જો સુખ હોય તો એક પણ સમસ્યા ના હોય ! ડૉ. જિનેન્દ્રકુમાર જેન (તીર્થકર, કેવળી ભગવાન) તેઓ કહે છે : “હે વિશ્વરૂપ બીમાર નવયુવાન મારી પાસે આવ, મારી પાસે એવી વિશિષ્ટ ઔષધિ છે, વિશિષ્ટ શક્તિ છે, જે જરૂરથી તારી સમગ્ર બીમારી દૂર કરી દેશે. ડૉ. જિનેન્દ્રકુમાર જૈન સમજાવે છે કે - “આ મંદી નામની બીમારી આવી શું કામ? આ ભ્રષ્ટાચાર આવ્યો શા માટે ?' તેનું મૂળ શોધીને કહે છે. પણ શું આ ડૉ. જિનેન્દ્રકુમાર જૈન કહેશે તે સાચું જ હશે ? હા, કારણ કે. તેમની પાસે બીમાર કેન્દ્ર (પ્રથમ દેવલોકના ઈન્દ્ર), ધરણેન્દ્ર, અહમેન્દ્ર (નવ રૈવેયક અને પાંચ અનુત્તરના દેવો) અને નરેન્દ્ર (ચક્રવર્તી) પણ આવે, અને જે આવીને સમર્પણ કરે છે તે નીરોગી બને છે આવું ડૉ. જિનેન્દ્રકુમાર જૈન કહે છે “ઉત્તરાધ્યયન સૂત્ર' અધ્યયન-૩૨માં બતાવ્યું છે કે - “સર્વ દુઃખોનું મૂળ તૃષ્ણા છે.” હે વિશ્વરૂપ યુવાન ! તે તૃષ્ણા કરી, માટે જ રોગો આવ્યા. તેં પુણ્ય-પાપની શ્રદ્ધા ન કરી, માટે જ રોગો આવ્યા. તે ઉત્કટ ઇચ્છાઓને સીમિત ન કરી, માટે જ રોગો આવ્યા. તે વિચારોના પથારા પાથર્યા, માટે જ રોગો આવ્યા. તે કષાયોની કાલિમાથી તારી ક્ષણેક્ષણને મલિન કરી. તે વિષયોની લાલસા વધારી અને જ્યારે વિષયો ન મળ્યા ત્યારે સતત માનસિક ખેદ કર્યો. (જ્ઞાનધારા - SMS ૨ === જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #72 -------------------------------------------------------------------------- ________________ તે વૈભવ અને ઋદ્ધિનો ગર્વ કર્યો. તે શાતા અને સુખની ઇચ્છા કરી, માયા-કપટ કરીને દરેક પ્રવૃત્તિને દૂષિત કરી અને છેલ્લે આ બધું કરીને તે વિશ્વરૂપ નવયુવાન ! તેં આમ ને આમ ખેદ, ક્લેશ, માનસિક ચિંતાઓ કરી, પરિગ્રહ નામના વૃક્ષને હર્યુંભર્યું બનાવ્યું. તેનાં ફળ આરોગીને મંદી નામની બીમારીને આમંત્રણ આપ્યું છે. વળી આ વૃક્ષની રાજા-મહારાજાઓને પણ પૂજા કરતાં જોઈ બહુજન સમાજ પણ આ વૃક્ષ હૃદય વલ્લભ બન્યું છે ! અને ધીરે ધીરે વિશ્વરૂપ નવયુવાન બીમાર... બીમાર.. બીમાર બનતો ગયો. આમ, આ એક મોટી બીમારીનો ઉપાય, સમગ્ર સમસ્યાનો ઉકેલ બધી જ ભૂલોનો સુધાર કરવાની તાકાત એકમાત્ર જૈનદર્શન'માં જ છે. તેની સૌપ્રથમ તો શ્રદ્ધા કરવી જ પડશે. કારણ... સાચું સુખ ક્યાં છે ? અર્થ ઉપાર્જન કે અર્થ-વિસર્જનમાં ? ભોગ-ભોગવવામાં કે ત્યાગભોગવવામાં ? રાગમાં કે વૈરાગ્યમાં? દોડમાં કે શાંતિમાં? આ સર્વ પ્રશ્નોના ઉત્તરમાં - રામ, કૃષ્ણ, મહમંદ પયગંબર, ઈસુ કે પુરાણ સંતકોટિનો કોઈ પણ આત્મા કહે છે - “સુખ ત્યાગમાં છે. જેની પાસે સમગ્ર વિશ્વને નિહાળવાનો સુંદર દૃષ્ટિકોણ છે, તે ભગવાન મહાવીર સ્વામી, કેવળજ્ઞાની, રૈલોક્ય પ્રકાશક શું કહે છે ? “ભોગને ભોગવવામાં જે સુખ દેખાય છે તે સુખ અનંતકાળનું દુઃખ આપે છે. તો આજે આપણે જે પરિગ્રહ નામનો ગ્રહ જે આપણને ખૂબ ગમે છે, તે થોડો વિકૃત થઈ મંદી સ્વરૂપે સમગ્ર વિશ્વ પર ડોકિયાં કરી રહ્યો છે. સામાન્યજન જેનાથી આપઘાત સુધી પહોંચી જાય તેવી અસર હેઠળ, આવી ગયો છે. ત્યારે ભગવાન મહાવીરના દર્શનમાં ડોકિયું કરી તેને અમલમાં મૂકવાની જરૂર નથી જણાતી ? હા... જણાઈ તો રહી છે ! મારા દેવાનુપ્રિય આત્માઓ, તો ચાલો શ્રદ્ધા, સમર્પણ સાથે આપણે જઈએ આગમોના ઊંડાણમાં પણ ટૂંકમાં... જૈનદર્શન' પ્રથમ તો એવો જ ઉપાય બતાવે છે કે જેથી આર્થિક મંદી જ ન આવે. કારણ મંદી એટલે ? ૧. ઉત્પાદન વધારે ને માંગ ઓછી : જૈનદર્શન તેનો ઉપાય આપે છે - વધુ સંગ્રહ જ ન કરો,' ઉત્પાન જો જરૂર પ્રમાણે થાય તો આ પરિસ્થિતિ જ ના સર્જાય. (જ્ઞાનધારા - SSSSB ૬૩ === જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨. ફરજિયાત ભાવઘટાડો : જ્યારે રૂપિયાની કિંમત ઘટી જાય ત્યારે ફરજિયાત ભાવઘટાડો કરવો પડે. જ્યારે જૈનદર્શન કહે છે - રૂપિયાની સૌપ્રથમ જીવનમાં એટલી કિંમત વધારો જ નહિ કે ઘટાડો કરવો પડે. રૂપિયાને પ્રાધાન્ય થોડું ઓછું આપો.' 3. વસ્તુનો ભાવ વધતો જાય અને માંગ ઘટી જાય ? જેમ કેઆજે સોનું ! ભાવ આસમાને, પણ માંગ ઘટતી જાય છે ! સામાન્યજન ખરીદી ના શકે તેનું શું થાય ? આવી પરિસ્થિતિ ઊભી જ ના થાય તે માટે - (૧) મર્યાદાઓ કરીએ આત્મજાગૃતિ કરી અંતર-નિરીક્ષણ કરી બધું જ સીમિત કરતાં જાઓ, સંતોષ રાખો. “ઉપાસકદશાંગ સૂત્ર'માં આનંદ શ્રાવકનો અધિકાર આવે છે, જેના દ્વારા જેમાંથી ખૂબ જ સુંદર સમજણ આપણે સહુએ લેવા જેવી છે. તેમની પાસે જે મિલકત હતી, તેના ત્રણ ભાગ તેમણે કરેલા હતા. કુલ ૧૨ કરોડ સોનામહોરોની મિલકતમાંથી ૪ કરોડ સોનામહોરો ખજાનામાં, ૪ કરોડ સોનામહોરો વેપારમાં અને ૪ કરોડ સોનામહોરો ઘરમાં સિલક રાખી હતી. આમ, સંપૂર્ણ મિલકતને ત્રણ ભાગમાં વહેંચી ૩૩%, ૩૩% ૩૩% ભાગ કરી રાખવાથી જો વેપારમાં નુકસાન જાય તો ખજાનામાંથી આપી દેવાના થાય અને ઘરને કોઈ ઊની આંચ પણ ના આવે; માટે દેવાળું તો કાઢવું જ ના પડે. આજે તો આપણી મૂડીનું બધું જ રોકાણ વેપારમાં થઈ ગયું, અમેરિકાના અર્થતંત્રની જેમ કરજ લઈને કામ અને વેપાર કરવામાં આવ્યા, તેથી આ મંદીનું સ્વરૂપ જોવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. આ બધું વાતો કરવાથી, કોન્ફરન્સ કે જ્ઞાનસત્રની ચર્ચાઓમાં ભાગ લઈ, અંતરથી સમજી, પોતે તેને આચરણમાં મૂકીને વ્યક્તિ વ્યક્તિ કરશે તો જ આખો સમાજ સુધરી શકશે. તે માટે જરૂરી છે જાગૃતિ અભિયાનની. એકબીજા સાથે બેસીને વિશ્વાસથી આ અભિયાન ચલાવવા જોઈએ. આજે જૈનોની વસ્તી થોડી પણ ૨૪% ટેક્સની રકમ ભરે છે, એનો ઉકેલ આ ઉપાયથી આવી જશે અને તે ટેક્સ ૮% પર લાવી શકશે. પણ આ બધું જો અંતરથી સમજાય તો !!! (૨) શ્રદ્ધાથી સામનો કરીએ : “ભગવતી સૂત્ર'માં જ્યારે મંદી આવી જ ગઈ છે તો તુંગિયા નગરીનાં શ્રાવકોની શ્રદ્ધાની વાત ચાલે છે. તેમના માટે ઉપનામ, વિશેષણો મળે છે કે શ્રાવકો કેવા હતા? “ઉવલદ્ધ પુણપાવા તે શ્રાવકો કેવા ? પુણ્ય અને પાપને જાણવામાં કુશળ હોય છે. જે શ્રાવક ( જ્ઞાનધારા - SMS : ૬૪ વ ર્ષ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #74 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય અને પાપને સમજે છે, તે ધન કમાવવા માટે આંધળી દોટ ન મૂકે, આંધળા સાહસ ના કરે. અતિ તૃષ્ણામાં જાય નહિ. મંદી' એટલે જ પાપનો ઉદય.. “પુણ્ય' ઉદયમાં ઘટાડો. હવે આ પાપના ઉદયમાં “અસાહિજ દેવાળ. મનથી પણ દેવોની કોઈ સહાયતાની ઈચ્છા ન કરે. મનુષ્ય કે દેવની કોઈ લબ્ધિથી સુખ પ્રાપ્ત કરવાનો વિચાર ન કરે, એવા અંતરથી શૂરવીર અને ધીર હોય. ચાલો... આપણે એવા માનવ શ્રાવક બનવાનો પ્રયત્ન કરીએ. કર્મ સિદ્ધાંત અને ધર્મના મર્મને સમજીને તો સમજાય કે દેવો પણ જેનું મન ધર્મમાં લીન હોય છે, તેને નમસ્કાર કરે છે. તો હું પણ એવો દઢ શ્રદ્ધાવાન બની ધર્મમાં લીન બનવા, સૌપ્રથમ જરૂરી આવશ્યક કરું. વધુ ને વધુ સમય તેમાં વિતાવું. (૩) શ્રાવકના મનોરથમાંથી બીજે મનોરથ - ક્યારે હું પંચમહાવતધારી સાધુ બનું ?: સંત બનવાનો અંતરમાં ઊભો થયેલો આદર્શ કદાચ જ્યાં સુધી સંત નહિ બનીએ ત્યાં સુધી શાંતિ તો જરૂર અપાવશે. માટે હવે ધીરજ અને શાંતિ રાખીએ. જે છે, જેટલું છે તેમાં લાવ લાવને બદલે ચલાવ ચલાવ શીખીએ. શ્રાવકનો પ્રથમ મનોરથ ક્યારે હું પરિગ્રહ ઘટાડું તે ભાવવા માટે ન્યાયથી, નીતિથી ધન - ઉપાર્જન કરીએ તે ઘણું જરૂરી છે. ‘મારે જગતનું બધું જ જોઈએ છે, કરતાં મારે કાંઈ જ જોઈતું નથી.' એ ભૂમિકા સુધી પહોંચવાનો પ્રયત્ન કરો. કારણ ? નજર સામે ત્યાગનો આદર્શ જ ઈચ્છાઓની મર્યાદાઓ કરાવશે. નિર્જરાનું મીટર ચાલુ થશે, એની મેળે પુણ્યરૂપી પાક ઉત્પન્ન થશે અને મંદી ધીમે ધીમે દૂર થશે. ભાગદોડ ઓછી થશે. કારણ ? જ્યાં રાતોરાત લખપતિ થવાનાં સપનાં જોવાય છે, ત્યાં જ રાતોરાત દેવાળ કાઢવું પડે છે. જે ઝડપે તેજી આવી હતી તેનાથી બમણી ઝડપે મંદી આવી. જેની દુનિયામાં કોઈએ કલ્પના જ કરી નહોતી. પણ આ તો આખું એક વિષચક્ર જેવું અર્થચક્ર છે. સામાન્ય જનતા સમજણ વિના તેમાં ફસાય જાય... પણ ડાહ્યો ગણાતો જૈન સમાજ.. તો તેમાં જ ન ફસાય. આપણે પ્રબુદ્ધજનોએ જાગૃતિ અભિયાનની શિબિરો ચલાવવી તે આજની તાતી જરૂરિયાત છે. કારણ આપણી ભારતીય સંસ્કૃતિ કરકસરની હતી... અને તે જ કારણે વિશ્વનો આજે જે રીતે મંદીએ ભરડો લીધો છે તે રીતે જ ભારત તેમાં ફસાયું નથી. તે આપણા વડીલોની સમજણ અને કૃપાને આધારે છે. પણ... આજનો યુવાન “કમાવો અને ભોગવો... ઈઝી મની, (જ્ઞાનધારા -૫ નું ૬૫ == જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫] Page #75 -------------------------------------------------------------------------- ________________ પોતાના માટે ખર્ચો નહિ કરીએ તો ક્યાં કરીશું ? આજે મજા કરો.” આવાં વાક્યોમાં ખૂંચતો જાય છે. તેને આ કાદવમાંથી બહાર કાઢવાના અભિયાન કરવા આપ સર્વેને વિનંતી કરું છું. (૪) મૃત્યુને સતત નજર સામે રાખો : ધીરુભાઈ અંબાણી જેવા કે સિકંદર કે જેને આખું જગત જીતવું હતું? છતાં... જગત તો તેનું ના થયું અને પોતે ખાલી હાથે રવાના થયા ! ભેગું કરેલું બધું જ મૂકીને જવાનું છે. માટે પરિગ્રહનો ત્યાગ કરી સંવરના ઘરમાં રહેતા શીખો. મુમ્મણ શેઠ જેણે પરિગ્રહ ભેગો કરેલો તે એને કામમાં ના આવ્યો, પણ તે કામ આવ્યો માત્ર નરક જેવી દુર્ગતિ કરાવવામાં. પ્રશ્નવ્યાકરણ સૂત્ર' શ્રુતસ્કંધ-૨, અધ્યયન-પમાં તેનો સુંદર ઉપાય બતાવેલ છે. દ્રવ્ય અને ભાવથી અપરિગ્રહી બનો તે માટે... આજથી રોજ એક-એક વસ્તુનો ત્યાગ કરતા શીખીએ. રોજ એક-એક સંબંધને ઓછો કરતાં શીખીએ. નિઃસંગી, નિર્મમત્વી અને સ્નેહબંધનોથી મુક્ત થવાનું મહાન લક્ષ નજર સામે રાખીએ. જેમ ચંદનનું છેલ્લું કણિયું પણ સુગંધ આપે છે. તેમ હું ફરી ફરી છેલ્લે પણ એટલું જ કહીશ કે આ મંદીને દૂર કરવા. સંવરના ઘરમાં આવવું જરૂરી જરૂરી ને જરૂરી જ છે. અપરિગ્રહ દ્વારનું બીજું નામ જ જ્યારે ભગવાન “સંવરદ્વાર બતાવ્યું છે. ત્યાં હવે આપણી પાસે રહેલી “વસ્તુઓને, સંયોગોને, સંબંધોને રોકો.. રોકો.. મર્યાદામાં આવો” આ સૂત્ર બનાવવું જ પડશે. ઇચ્છાઓનું આકાશ અનંત છે. સંતોષી સાધક બની નિર્લેપ તુંબડીવ બનવા. આપણી પાંચે ઈન્દ્રિયોનો સંયમ વધારવો ખૂબ જ જરૂરી છે. મન, વચન, કાયાના યોગોનો નિગ્રહ કરવા... તેને ચૂપ કરવા, ચિત્તની ચંચળતાને ચલિત કરવા ચિદાનંદ સ્વરૂપ આત્માને ઓળખવા દઢપણે ધર્મનું જ આચરણ શ્રદ્ધાપૂર્વક કરીએ. અને આ જગતમાં જો કાંઈ કરવા જેવું હોય તો તે એકમાત્ર ધર્મ જ કરવા જેવો છે, આવી એકમાત્ર શ્રદ્ધા પણ અહીંથી જગાવીને જઈશું તો તેમાંથી પ્રગટ થયું પુણ્ય જરૂર વિશ્વને આ મંદીમાંથી મુક્ત કરાવશે જ. આ માર્ગ જ “Wવો, વિઇમયા, મરૂઇયા, અણાસવો, અકલુસો, અછિદ્દો, અપરિસ્સાવિ, અસંકલિઠે, શુદ્ધો, સવ્વજિણમણુણાઓ છે. એટલે કે આ અપરિગ્રહ માર્ગ, આશ્રવરહિત, ક્લષરહિત, છિદ્રરહિત, કર્મપ્રવેશના માર્ગરહિત, સંકલેશથી રહિત છે. બધા જ જિનેશ્વરો (ડૉ.જિનેન્દ્રકુમાર) દ્વારા પ્રસ્થાપિત છે. ઓ મારા મહાવીર તને લાખો લાખો સલામ. (જ્ઞાનધારા-૫ == ૬૦ === જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #76 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ગાંધીજીના સર્વધર્મસમભાવ 3 તથા સર્વધર્મ ઉપાસના વિશેના વિચારો, લે. શ્રી કિશોર જે. બાટવિયા | ઈશ્વરમાં જીવતી-જાગતી શ્રદ્ધાએ ઈશ્વર વિનાનું જીવન એમને માટે અશક્ય હતું. ગાંધીજીએ કહ્યું કે - “હું હવા ને પાણી વિના કદાચ જીવી શકું, પણ ઈશ્વર વિના નહિ જીવી શકું. તમે મારી આંખો ફોડી નાખો તેથી હું મરવાનો નથી. મારું નાક ઉડાવી દો, તેથી ય મરવાનો નથી; પણ તમે ઈશ્વર વિશેની મારી શ્રદ્ધાને સુરંગ ચાંપીને ઉડાવી દો, તો હું મૂઓ સમજજો.” પોતાનાં સઘળાં કામો ગાંધીજી અંતર્યામીની પ્રેરણાથી - અંતરના અવાજને અનુસરીને કરતા. નમ્રતા તો એમનામાં ભારોભાર હતી. ગાંધીજીના જીવનમાં જેને ધર્મની અહિંસા ખાસ ઊતરી છે, પણ તેમની અહિંસા જૈન બીબામાં ઢળાયેલી નથી. પંડિત શ્રી સુખલાલજીના શબ્દોમાં કહીએ તો - “ગાંધીજીની અહિંસા એ એમની વિચાર અને જીવનસરણીમાંથી સિદ્ધ થયેલી અને નવું રૂપ પામેલી છે.” એક વ્યવહારુ આદર્શવાદી તરીકે માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં નિત્ય ઊભા થતા કોયડાઓનો ઉકેલ પારંપરિક ધાર્મિક દૃષ્ટિએ કરવા કરતાં, એમણે અહિંસાની નવી જ દૃષ્ટિએ વિચાર્યો. પરિણામે શરીર નિભાવવા માટે અને આશ્રમની રક્ષા માટે તેમને અનિવાર્ય હિંસા આવકારી. મચ્છરોના ક્લેશથી બચવા એમણે ઘાસલેટનો ઉપયોગ કર્યો, આશ્રમમાં સર્પોને મારવા દીધા, વાંદરા, કૂતરાં વગેરે ઉપદ્રવી પ્રાણીઓની હિંસાને ચલાવી લીધી. આમ, વ્યવહારમાં જ્યાં જ્યાં ગૂંચ આવી ત્યાં ત્યાં ધર્મના હાર્દને પકડી તેમણે યોગ્ય માર્ગ અપનાવ્યો. આ વલણ એમની ક્રાંતિદષ્ટિનું સૂચક છે ગાંધીજીનું દઢ મંતવ્ય હતું કે - વ્યક્તિ પોતે અહિંસાના પાલનમાં ગમે તેટલી આગળ જઈ શકે, પણ સમાજને માટે તો સામાજિક અહિંસા જ હોય.' ગાંધીજીએ બૌદ્ધ ધર્મમાં અવેર, કરુણા, પ્રેમ ને મૈત્રી એ બુદ્ધના મુખ્ય ઉપદેશો છે. બુદ્ધ પ્રેમ અને કરુણાનો મંત્ર આપતા થાકતા નથી. અહીંયાં કદી પણ વેરથી વેર શકતું નથી અવેરથી-પ્રેમથી શમે છે. એ સનાતન ધર્મ છે. “અક્રોધને ક્રોધથી જીતવો, સાધુત્વથી અસાધુને જીતવો, દાનથી કંજૂસને જીતવો, સત્યથી અસત્યવાદીને જીતવો.” (જ્ઞાનધારા - 0 SSSS જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #77 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મનો બીજો મહત્ત્વનો સિદ્ધાંત અહિંસા. જૈન ધર્મો અહિંસાનો વિચાર બહુ સૂક્ષ્મતાથી કર્યો છે. માત્ર મનુષ્યો સાથે નહિ, મનુષ્યેતર પ્રાણીઓ અને વનસ્પતિ સાથે પણ પ્રેમ અને આત્મીયતા રાખવાનું કહે છે. મહાવીર સ્વામી જણાવે છે કે “સૌની અંદર એક જ આત્મા છે, તેથી આપણી જેમ જ બધાંને પોતાના પ્રાણ વહાલા છે, એવું માનીને, ડરના માર્યા કે વેરથી પ્રેરિત થઈ કોઈ પ્રાણીની મન, વચન કે કાયાથી હિંસા ન કરો.” વિશેષમાં તે જણાવે છે કે - “તમે જેવો ભાવ તમારા પ્રત્યે રાખો છો તેવો બધાં પ્રાણીઓ પ્રત્યે રાખો.’’ - ગાંધીજી સંસારત્યાગના હિમાયતી નહોતા, તે તો સંસારમાં રહી લોકહિતની પ્રવૃત્તિઓ કરતાં કરતાં આત્મશુદ્ધિ દ્વારા મોક્ષમાર્ગે જેટલા આગળ વધાય તેટલું આગળ વધવામાં માનતા હતા. તેથી જાહેર જીવનમાં પડ્યા પછી તે એવા સિદ્ધાંતોની શોધમાં હતા, જે એકબાજુથી એમને વ્યાપક જનહિતની પ્રવૃત્તિઓમાં રત રહેવાની પ્રેરણા આપે, અને બીજીબાજુથી આત્મસાક્ષાત્કારનું પરમ લક્ષ ક્ષણભર પણ ન ભૂલવા દે. આવા વ્યવહારુ આદર્શોની પ્રેરણા એમને મુખ્યત્વે મહાભારત, ગીતા અને ઇશોપનિષદમાંથી મળી. ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ એ બંને બહારના ધર્મો હોવા છતાં ઘણા લાંબા સમયથી ભારતમાં ઠીક ઠીક વ્યાપેલા છે. સંજોગવશાત્ આ બંને ધર્મો વિશે ગાંધીજીના મનમાં બાળપણમાં ઊલટી અસર પડેલી, પરંતુ મોટી ઉંમરે એ ધર્મોના શાસ્ત્રોના અધ્યયનથી અને એમના કેટલાક સાચા અનુયાયીઓના સહવાસથી એમના વિચારો બદલાયા હતા; અને એ બંને ધર્મોમાંથી ઘણું શીખવા જેવું છે એમ એમને લાગ્યું હતું. જ્ઞાનધારા-૫ EEEEEEE જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ વિ એ મહા.ગાંધીજી, આચાર્ય વિનોબાજી ને મનિશ્રી સંતબાલજીના સર્વધર્મસમભાવ વિશેના વિચારો | લે. ડો. ગીતા મહેતા પ્રાસ્તાવિક : હાલ ૩જી માર્ચ ૨૦૦૩ના “હિન્દુસ્તાન ટાઇમ્સ'ના “Inner Voice”ના લેખમાં “Bring Back our Mahatma'ના શીર્ષક હેઠળ શારા અશરફ લખી રહ્યા છે કે - “ગાંધીજીએ પ્રચારમાં આણેલ અને વ્યવહારમાં મૂકેલ સર્વધર્મસમભાવ આપણે પ્રસ્તાપિત કરવો જ રહ્યો. ગાંધીજી વિવિધધર્મી મિત્રોને કારણે દક્ષિણ આફ્રિકામાં જ સર્વધર્મસમભાવ વ્યવહારમાં મૂકતા હતા, પરંતુ ભારતમાં આવ્યા પછી એમણે આ વ્રતનો આશ્રમવ્રતોમાં સમાવેશ કર્યો. વ્રત એટલે અડગ નિશ્ચય. અગવડોને ઓળંગી જવા સારુ તો વ્રતોની આવશ્યકતા છે. અગવડ સહન કરે છતાં તૂટે નહિ તે જ અડગ નિશ્ચય ગણાય. “મંગd પ્રભાત'માં સર્વધર્મસમભાવનો સમાવેશ : ૧૯૩૦માં જ્યારે યરવડા મંદિરથી દર અઠવાડિયે બાપુ એક વ્રત પર લખીને મોકલતાં, ત્યારે સર્વધર્મસમભાવ પર તા. ૨૩-૯ અને ૩૦-૯ના બે પત્રો લખી મોકલ્યા. એ જ બતાવે છે કે સર્વધર્મ સમભાવનું કેટલું મહત્ત્વ ગાંધીજી માટે હતું. “સર્વધર્મઆદર” કે “સર્વધર્મસહિષ્ણુતા” શબ્દ ગાંધીજીને માન્ય ન થયા, પરંતુ “અહિંસા આપણને બીજા ધર્મો પ્રત્યે સમભાવ શીખવે છે. આમ, અહિંસાના આધારે ગાંધીજી સર્વધર્મસમભાવ સ્વીકારે છે. આગળ તેઓ કહે છે; “સમભાવ રાખીએ એટલે બીજા ધર્મોમાં જે કાંઈ ગ્રાહ્ય લાગે તેને પોતાના ધર્મમાં સ્થાન આપતાં સંકોચ ન થાય. તેઓ લખે છે : “સમભાવ કેળવવામાં પોતાના ધર્મ પ્રત્યે ઉદાસીનતા નથી આવતી, પણ પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ આંધળો મટી જ્ઞાનમય થાય છે, તેથી વધારે સાત્ત્વિક અને નિર્મળ બને છે.”૩ ૧. ગાંધીજી મંગળ પ્રભાત; અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર, ૧૯૩૦, પૃ. ૨૮ ૨. ઉપરિવતું. ૩. ઉપરિવતુ પૃ. ૨૯. (જ્ઞાનધારા-૫ ૬ ૬૯ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-) Page #79 -------------------------------------------------------------------------- ________________ વિવિધ ધર્મો એક જ ઈશ્વરને, સત્યને પહોંચવાના જુદા જુદા રસ્તાઓ છે, પછી એ રસ્તાઓ પ્રત્યે સમભાવ કેમ ન હોય ? કોઈ આ રસ્તે પહોંચે તો કોઈ બીજા રસ્તે, માનવતાના ધર્મની આડે આ વિવિધ રસ્તા અડચણરૂપ ન બને. ગાંધીજીના આશ્રમમાં કે એમની પ્રાર્થનામાં જેલમાં શુધ્ધાં વિવિધ ધર્મોની સારરૂપ પ્રાર્થના એક પછી એક ગવાતી અને તેમાં દરેક ધર્મના લોકોને આનંદ આવતો. દરેક ધર્મનો સાર સમજવા એમણે આવશ્યક ગ્રંથોનો અભ્યાસ પણ કર્યો. સર્વધર્મસમભાવમાં વિનોબાજીનો ફાળોઃ વિનોબાજીએ તો દરેક ધર્મનો સાર નવનીત રૂપે સામાન્ય લોકોની સામે મૂકી દીધો. હિંદુ ધર્મના સારરૂપ, ૭૦૦ શ્લોકોની “ગીતા લોકો સમક્ષ છે, તો તેને પણ સરળ-સહજ રીતે ગીતા-પ્રવચનો અને ગીતાઈ દ્વારા લોકો સમક્ષ મુકાયાં, બૌદ્ધ ધર્મનો ધમ્મપદ-સાર', ઈસ્લામનો “કુરાન-સાર', બાઈબલનો ખ્રિસ્તીધર્મ-સાર' મૂળ કુરાન, ધમ્મપદ અને બાઇબલ વાંચી આપણી સમક્ષ મૂક્યો. જે પ્રદેશમાં તેઓની પદયાત્રા ચાલતી એ પ્રદેશનું ધર્મ-પુસ્તક એ ભાષામાં જ અભ્યાસ કરી એનાં ઉદાહરણો આપી તેઓ લોકહૃદયમાં પ્રવેશ કરતા. આ રીતે નામઘોષા-સાર, શીખોનું જપુજી તો ભાગવત ધર્મ-સાર અને મનુસ્મૃતિનું મનુશાસનમ્ પણ લોકોની સેવામાં અર્પણ થયું છે. તેઓ જૈન ધર્મના મહાનુભાવોને વિનંતી કરતા હતા કે - ચારે ય ફિરકાઓના આચાર્યો એકસાથે બેસે અને જૈન ધર્મનો સાર લોકો સમક્ષ મૂકે'. આખરે એમની વિનંતી જિનેન્દ્ર વર્ણજીએ સાંભળી અને શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી એમ ચારે ય ફિરકાના આચાર્યોને ભેગા કરી સર્વસંમતિથી જૈન ધર્મના સારરૂપે આપણી સમક્ષ ‘સમણસુત્ત ૭૫૬ ગાથાઓમાં આવ્યું, એના ભાષાંતર તો થયાં છે, પરંતુ એના પરની ટીકા-ટિપ્પણી પ્રકાશિત કરવાનું બીડું અમે ઉપાડ્યું છે અને તેમાં આપ સૌના સહયોગની અપેક્ષા છે. વિનોબાજીએ તો વળી દરેક ધર્મના ઈશ્વરનાં નામો સાથે છ પંક્તિની નામમાળા જ તૈયાર કરી છે, જે એમના આશ્રમ ઉપરાંત ઘણી સંસ્થાઓ અને શાળાઓમાં પ્રાર્થનામાં ગવાય છે. (જ્ઞાનધારા - SMS &૦ = જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #80 -------------------------------------------------------------------------- ________________ એમની પદયાત્રા દરમિયાન રોજ જુદાં જુદાં ગામોમાં લોકોની વચ્ચે જવાનું થતું, એટલે સર્વધર્મ પ્રાર્થનાને બદલે તેઓ સૌને અપીલ કરતાં કે - ઈશ્વરનું જે નામ જેને વહાલું હોય તેને આંખો બંધ કરી પોતાના મનમાં યાદ કરે. આમ, તેમની મૌન સર્વધર્મ પ્રાર્થના રહેતી. દરેક ધર્મનાં પાંચ અંગઃ ધર્મોનું પહેલું અંગ છે શ્રુતિનું, અનુભૂતિનું, પરમાત્માદર્શનનું. બધા જ ધર્મોમાં પરમાત્માની અનુભૂતિનો હિસ્સો હોય છે. તે બધા ધર્મોની મજિયારી માલિકી છે, માનવજાતનો મજિયારો અમૂલ્ય વારસો છે. આને Metaphysics કહી શકાય. ધર્મનું બીજું અંગ કેટલીક ધર્મકથાઓ છે. ઇબ્રાહીમની કથા, મૂસાની કથા, હરિશ્ચંદ્રની કથા, યુસુફ અને જૂહેવાની કથા. આ કથાવાળો હિસ્સો પણ સહુની સંપત્તિ છે. બધા ધર્મોવાળા તે વાંચે અને તેમાંથી બોધ ગ્રહણ કરે. આને અંગ્રેજીમાં Mythology કહેવાય. ધર્મનું ત્રીજું અંગ છે નીતિ-વિચાર - Ethics. ધર્મનું આ એક મોટું અને દુન્યવી જીવન માટે બહુ મહત્ત્વનું અંગ છે. હંમેશાં સાચું બોલવું, પ્રેમ કરવો, બીજાને મદદ કરવી, એકબીજાનાં સુખદુઃખમાં ભાગીદાર થવું, મહેનત કરીને ખાવું, ચોરીનો વિચાર પણ ન કરવો, દિલમાં કરુણા રાખવી. બધા ધર્મોનાં આ ત્રણે ય અંગોના સમન્વયમાંથી એક માનવધર્મ પાંગરશે. ધર્મનું ચોથું અંગ છે ઉપાસના. દેશકાળની જરૂરિયાત મુજબ અને રુચિ-વૃત્તિ મુજબ જે - તે સમજમાં અમુક રીતરિવાજ પ્રચલિત થયા છે. જુદી જુદી ઉપાસના-વિધિઓ ઊભી થઈ છે અને જે-તે ધર્મ સાથે જોડાઈ ગઈ છે. આ ઉપાસનાનું અંગ વૈવિધ્યમાં એકતાનું ઘોતક છે. જો કે ઉપાસનાની એવી યે રીત શોધી શકાય કે જેમાં બધા ધર્મોવાળા સામેલ થઈ શકે. ભલે બધા ધર્મોની પોતપોતાની આગવી વિધિઓ હોય, પણ સાથોસાથ બધા ધર્મોવાળા સાથે મળીને ઉપાસના કરી શકે, એવી વિધિ પણ હોવી જોઈએ. જ્ઞાનધારા -૫૧ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું પાંચમું અંગ છે - કાનૂન અને અમુક ધારાધોરણ નિયમો. તેમાં વારસા વગેરેના કાયદા હોય, લગ્ન કેવી રીતે થાય, મરણ પછી દફનાવવું કે દહન કરવું વગેરે. આમાં સમજવાનું એ છે કે - “આ બધા કાયદા જે રીતિરિવાજો જે-તે જમાનાને અને જે-તે પ્રદેશને અને જે-તે સમાજની પરિસ્થિતિરૂપ બન્યા હોય છે.' ભારતમાં સર્વધર્મ-સમભાવનું બીજઃ વિનોબા કહે છે કે - “સર્વધર્મસમન્વય અને બધી ઉપાસનાઓ સમન્વયની એક નવી દષ્ટિ ભારતમાં પ્રસ્થાપિત થઈ એનો ઉદ્ગમ રામકૃષ્ણ પરમહંસે કર્યો એમ કહી શકાય.”૫ કુરાનમાં એક સુંદર આયાત આવે છે - “અમે કોઈ પણ રસૂલમાં ફરક નથી કરતા.” એટલે કે દુનિયામાં માત્ર મહમ્મદ જ એક રસૂલ નથી, બીજા યે ઘણા રસૂલ થઈ ગયા છે. ઈસુ પણ એક રસૂલ છે અને મૂસા પણ, અને બીજા ઘણા ય રસૂલ છે જેમનાં નામ આપણે નથી જાણતા. અમે રસૂલોમાં કોઈ ફરક નથી કરતાં - એ ઇસ્લામનો વિશ્વાસ છે'. મને લાગે છે કે હિંદુઓની ય આવી જ નિષ્ઠા છે. તેઓ કહે છે કે - “એક સંત.... દુનિયાના સપુરુષોએ જે રાહ દાખવ્યો છે, તે એક જ છે. તેમાં જે ભેદ પેદા થાય છે, તે તો આપણી સંકુચિત દ્રષ્ટિ અને વૃત્તિને કારણે જ પેદા થાય છે. ઈસુ પણ કહી ગયા છે કે - “ઇન માય ફાધર્સ હાઉસ આર મેની મેન્શન્સ' મારા પિતાના ઘરમાં ઘણાં સ્થાન છે - હિંદુ, બૌદ્ધ, જૈન, ઇસ્લામ આ બધા મેની મેન્શન્સ છે. આમ, કોઈ પણ ધર્મનો અન્ય ધર્મ સાથે વિરોધ નથી. બધાનો જો. કોઈ વિરોધ હોય તો અધર્મ સાથે છે. અધર્મનો વિરોધ કરવા માટે બધાએ એક થવું જોઈએ. ૪. વિનોબા ભાવે, ધરમ બધા આપણા; વડોદરાઃ યજ્ઞ પ્રકાશન, જાન્યુ. ૨૦૦૭, પૃ. ૧૧-૧૨. ૫. વિનોબા સાહિત્ય ભાગ ૧૯, વર્ધા : પરંધામ પ્રકાશન, ૧૯૯૯, પૃ. ૪૧૮. ૬. વિનોબા ભાવે, ધરમ બધા આપણા, ઉપરિવતું, પૃ. ૧૪. ૭. વિનોબા સાહિત્ય ભાગ ૧૪, વર્ધા : પરંધામ પ્રકાશન, ૧૯૯૯ પૃ. ૪૭૬. ( જ્ઞાનધારા-૫ SNESS ૦૨ SSAS જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ . Page #82 -------------------------------------------------------------------------- ________________ સર્વધર્મસમભાવ માટેની આવશ્યકતાઃ વિનોબાજી કહે છે - “સર્વધર્મસમભાવ માટે હું ચાર વસ્તુ આવશ્યક માનું છું એક છે સ્વધર્મનિષ્ઠા, બીજી બીજા ધર્મ માટે આદર, ત્રીજી સર્વધર્મ-સુધાર, જેના વગર મનુષ્ય આગળ વધતો નથી અને ચોથી વાત છે અધર્મનો વિરોધ.” ધર્મ આપણા ચતુર્વિધ સખા છે. આપણા વ્યક્તિગત, સામાજિક, ઐહિક ને પારલૌકિક જીવનમાં તે મિત્રનું કાર્ય કરે છે. ધર્મની વ્યાખ્યા કરવામાં આવી છે ધારળાત્ ધર્મ' સહુને ધારણ કરે છે, તે ધર્મ છે. એમ કહેવાયું છે કે - ‘ધારયતિ કૃતિ ધર્મ:' - સહુનું પોષણ કરે છે તે ધર્મ છે. ८ બધા ધર્મો માટે મમભાવ : વિનોબાજી તો એટલે સુધી કહે છે કે “બધા ધર્મો પાછળના મૂળભૂત વિચારો આપણે ગ્રહણ કરી લેવાના છે. બધા ધર્મો પ્રત્યે સમભાવ જ નહિ, મમભાવ અનુભવવાનો છે.''૯ - ‘સેક્યુલરીઝમ’નો અર્થ ધર્મવિહીનતા નહિ પણ પરિશુદ્ધ ધર્મભાવના, ધર્મ-પરામુખતા નહિ પણ બધા ધર્મો માટે પોતીકાપણાનો ભાવ. ૧૦ બધા ધર્મોમાં, બધા પંથોમાં સત્યના જે જે અંશ છે, તે ગ્રહણ કરી લેવા. આપણે સત્યગ્રાહી સત્યને ગ્રહણ કરી લેનારા બનવું.૧૧ અને વિનોબાજી તો ઉમેરે છે કે - મારી નજરે મહાવીર સમન્વયાચાર્ય છે.’૧૨ આજે ધર્મ ત્રિવિધ કેદમાં : ધર્મ આજે ત્રિવિધ કેદમાં પુરાયો છે - (૧) ધર્મ સંસ્થામાં (૨) ધર્મ સંસ્થાના પુરોહિતોના હાથમાં (૩) મંદિર, મસ્જિદ, ચર્ચમાં. આપણે ૮. વિનોબા ભાવે, ધરમ બધા આપણા, ઉપિરવત્, પૃ. ૭. ૯. વિનોબા ભાવે, ધરમ બધા આપણા, ઉપપરવત્, પૃ. ૧૩. ૧૦. ઉપરિવત્, પૃ. ૧૬. ૧૧. એજન, પૃ. ૨૭. ૧૨. એજન, પૃ. ૬૭. જ્ઞાનધારા -૫ EEEEE જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ રોજના વ્યવહારમાં ધર્મ લાવવો જોઈએ, બજારમાં ધર્મ લાવવો જોઈએ. આપણે બજારમાં ધર્મ ન લઈ ગયા એટલું જ નહિ, બલકે ધર્મમાં બજારને લઈ આવ્યા. બજારનો અધર્મ મંદિરોમાં પહોંચી ગયો.૧૩ આજે આપણે જેને ધર્મ કહીએ છીએ, તે તો બધા ખરેખર ધર્મ નહિ, પંથ છે, સંપ્રદાય છે, મજહબ છે આ તો હજી માત્ર પાયો નંખાયો છે, મકાન નથી બન્યું ધર્મનું મકાન તો હજી ઊભું કરવાનું છે, માનવ-ધર્મનું મકાન ઊભું થશે ત્યારે ધર્મ-સંસ્થાપનાનું કાર્ય પૂરું થયું ગણાશે.૧૪ વૈજ્ઞાનિક યુગનો વિશેષ ધર્મ : વિજ્ઞાનની કસોટીએ ખરો ઊતરનારો, માનસિક કલ્પના-કામના વગેરેથી ઉપર ઊઠી ગયેલો, દુનિયાના બધા ભેદભાવો મિટાવી દેનારો, ઉપાસના વગેરેની વિવિધમાં પણ એકરૂપતા જોનારો, ધર્મ જ હવે આ વિજ્ઞાન યુગમાં ટકી રહેશે, અને એ જ ધર્મ હશે. એ જ ખરી ધર્મ - સંસ્થાપના થઈ ગણાશે. વિજ્ઞાનને કારણે માણસની ભાવના વ્યાપક થતી જશે. આવી વ્યાપક ભાવના એ જ તો ધર્મ છે, સંકુચિત ભાવના અધર્મ છે, વિજ્ઞાન યુગમાં વ્યાપક ભાવના જ ટકી શકશે, સંકુચિત નહિ. તેથી મને પાકી ખાતરી છે કે હવે વિજ્ઞાની ભૂમિકા ઉપર સાચા ધર્મની, માનવ-ધર્મની સ્થાપના થશે.૧૫ આજે હવે એક એવી ઇચ્છા ધીરે ધીરે પાંગરી રહી છે કે આજના આ બધા જુદા જુદા ધર્મોનો સમન્વય થઈ જાય, બધા ધર્મોનું એક મુક્ત અને વ્યાપક નવા ધર્મમાં પરિવર્તન થઈ જાય, બધા માનવોને ભેળો કરનારો એક ઉત્તમ ધર્મ ઊભો થાય, આવી ઇચ્છા આજે અનેકોને થઈ રહી છે અને તે અવશ્ય પાર પડશે. તેમાં ભલે સમય લાગે, પણ આખરે આમ થવાનું જ છે. બધા ધર્મોનો સમન્વય ચોક્કસ થવો જોઈએ. અને તે મોડો-વહેલો થઈને જ રહેશે, એવી મને પાકી ખાતરી છે.૧૬ ૧૩. વિનોબા, ધરમ બધા આપણા, ઉપિરવત્, પૃ. ૧૦. ૧૪. એજન, પૃ. ૬. ૧૫. એજન, પૃ. ૬-૭. ૧૬. એજન, પૃ. ૫. જ્ઞાનધારા-૫૪ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી સંતબાલજીના જીવનનું આ મહત્ત્વનું અંગ : ગાંધી-વિચારના પુરસ્કર્તા મુનિશ્રી સંતબાલજીના જીવનનું એક મહત્ત્વનું અંગ “સર્વધર્મ પ્રાર્થના'નું હતું. મુનિશ્રી સંતબાલજી ગાંધીજીની સામુદાયિક પ્રાર્થનાની પરંપરાને ગામડાંઓમાં અભણ આમજનતા સુધી ફેલાવી છે. તેમણે સર્વધર્મ પ્રાર્થનાની પુસ્તિકાઓ રચી છે. તેમનું સર્વધર્મ પ્રાર્થના પીયૂશ લોકોમાં જાણીતું છે. સંતબાલજી પ્રાર્થના કરે છે - “ધર્મ અમારો એક માત્ર છે સર્વ ધર્મ સેવા કરવી, ધ્યેય અમારું છે વત્સલતા વિશ્વ મહીં એને ભરવી.” આવો ધર્મ ધ્યેયલક્ષી બની સત્ય અને પ્રેમનો વાહક બની શકે. સંદર્ભ ગ્રંથો : (૧) મંગળ પ્રભાત - ગાંધીજી (૨) ધરમ બધા આપણા - વિનોબા ભાવે (૩) વિનોબા સાહિત્ય જ્ઞાનધારા -૫ = ૭૫ જેન સાહિત્ય જ્ઞાનસત્ર-પ) Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વિશ્વવાત્સલ્ય ધ્યેયે અનુબંધ વિચાર તથા કાર્યના દ્રષ્ટા મુનિશ્રી સંતબાલ લે. હરજીવનભાઈ મ. મહેતા (સંતબાલ આશ્રમ ચિંચણી સ્થિત લેખક મુનિશ્રી સંતબાલના અંતેવાસી અને સંતબાલ વિચારધારાના અભ્યાસુ છે.) જન્મ, અભ્યાસ કાર્ય : ૧૯૦૪માં મોરબી રાજ્યના ટોળ ગામમાં જન્મ. ગામની વસ્તી હિંદુ તથા મુસ્લિમની. માતાનું નામ મોળીબહેન, પિતાનું નામ નાગજીભાઈ, મણીબહેન બાલ્ય અવસ્થામાં પિતાનું અવસાન થતા મા પર પુત્ર-ઉછેરનો ભાર આવેલ. બાળપણનુ નામ શિવલાલ હતું. અરણીય બા શાળામાં અભ્યાસ કરેલ, ત્યાર બાદ બાલભા મામા શિક્ષક હોઈ ત્યાં અભ્યાસ કરેલ. નાનપણથી જ ગામના વડીલોના વર્તન તથા માતા તરફથી પરસ્પર ભ્રાતૃભાવના સંસ્કાર મળેલ. તેમાંથી જ સર્વધર્મસમભાવ તથા પરસ્પરને મદદ કરવાની ભૂમિકાનો વિકાસ થયેલ. ૧૩ વર્ષની ઉંમરે માતાને મદદરૂપ થવા મામા મુંબઈ જતાં નોકરી કરવા ગયેલ. લાકડાની લારીમાં પ્રામાણિકતાથી હોશિયારીથી નોકરી કરતા આર્થિક રીતે પગભર બની માતાને આર્થિક રીતે પૂરી મદદ કરેલ. મુંબઈ દેશની સ્વતંત્રતા આંદોલનનું કેન્દ્ર હોઈ. મહાત્મા ગાંધીજી તથા અન્ય નેતાઓનાં પ્રવચનો સાંભળેલ - જેણે સાધુનાં વ્યાખ્યાનો પણ સાંભળેલ. પૂર્વના સંસ્કાર જાગ્રત થતાં પ્રાણીમાત્રને સુખ-શાંતિ પ્રાપ્ત થાય તેવી ઝંખના વિકસિત થઈ. કવિવર્ય પૂ. શ્રી નાનચંદ્રજી સ્વામીના વ્યાખ્યાનની તેમના પર ઊંડી અસર પડેલ ને તેમની પાસે દીક્ષા લેવાનું નક્કી કરેલ. માતાજીની હયાતીમાં સગપણ થયેલ તે બહેનની માતાજીના અવસાન બાદ દીક્ષાની ભાવનાથી (તેમની) સંમતિ લઈ તથા કુટુંબના વડીલોની સંમતિ લઈ ૧૯૨૯માં મોરબી મુકામે દીક્ષા લીધી. નામ પડ્યું મુનિશ્રી શોભાગ્યચંદ્રજી. દીક્ષા પછી પૂ. કવિવર્ષ નાનચંદ્રજી સ્વામીના વિશ્વવાત્સલ્યના ભાવોને સમજીને આગમ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. આચારાંગ, ઉત્તરાધ્યન કે દશવૈકાલિક આદિનો અનુવાદ પણ કરેલ. અવધાનશક્તિનો તથા ભાષાનો અભ્યાસ પણ વધારતા રહેલ. જ્ઞાનધામ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-પ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૧માં દિનકર ‘માસિક’માં ‘સુખનો સાક્ષાત્કાર'ના નામે તેમના લેખોનું સંકલન કરી પુસ્તિકા પ્રકાશિત થયેલ. જેમાં વ્યક્તિગત તથા સમાજગત સુખ માટે બંધારણીય માર્ગે પ્રયાસ કરવાની વિગતો તેમાં દર્શાવેલ. તે જ માર્ગે તેઓ છેવટ સુધી આગળ વધેલ. તેમાંથી ધર્મમય સમાજરચનાનું ચિંતન તથા કાર્ય આગળ વધેલ. તથા વિવિધ વિષયના સાહિત્યનું લેખન કરેલ. જૈન દૃષ્ટિએ ગીતા, આદેશ, ગૃહસ્થાશ્રમ, સાધન સહચરી, અનંતની આરાધના, યૌવન વંદિતુ, પ્રતિક્રમણ વગેરે. તેમાંથી જ મહાવીર સાહિત્ય પ્રકાશન સંસ્થા ઊભી થઈ ને તે દ્વારા ચિતનશીલ સસ્તું સાહિત્ય છપાઈ બહાર પડેલ. અભિનવ રામાયણ, અભિનવ મહાભારત, અભિનવ ભાગવત પણ લખેલ. દેશમાં અજમેરમાં સ્થાનકવાસી સાધુ-સાધ્વીનું સંમેલન જૈનોના દરેક ગચ્છમત ટાળી એકતા કરવાના હેતુથી યોજવામાં આવેલ. તેમાં લીંબડી સંપ્રદાયના પ્રતિનિધિઓમાં પૂ. કવિવર્યશ્રી નાનચંદ્રજી સ્વામીની સાથે મુનિશ્રી સંતબાલજીને જવાનું થયેલ. ત્યાં વિદ્વાન વયોવૃદ્ધ સાધુ-સાધ્વીઓ તથા નવયુવાન સાધુ-સાધ્વીઓમાં એકબાજુ ચાલુ રૂઢ પરંપરાને વળગી રહેનાર વર્ગ, બીજો યુગ પ્રમાણે ચાલુ પરંપરામાં પરિવર્તન થાય તેવું માનનાર યુવાનવર્ગ પણ હતો. મુનિશ્રીએ ત્યાં જાતે કેટલાય યુવાન સાધુ-સાધ્વીને મળી પરિચય કેળવેલ અને ધર્મમાં પરિવર્તન કરવું જરૂરી છે તેવું તેમને લાગેલ. છ કોટી સ્થાનકવાસી કૉન્ફરન્સની રચના સંમેલનમાં થયેલ. અજમેર સંમેલનમાં અવધાન પ્રયોગ કરવા બદલ મુનિશ્રી સંતબાલજીને ભારત-રત્નની પદવી મળેલ. અજમેર સંમેલનના અનુભવ પછી ધર્મક્રાંતિને માર્ગે જવા મુંબઈમાં ધર્મપ્રાણ લોકશાહની લેખમાળા શરૂ કરેલ. માર્ટીન લ્યુથર કિંગની જેમ લોકશાહે ક્રાંતિ કરેલ તેવું નવયુવાનોને તેઓ રજૂઆત કરતા અને લોકશાહને તે રીતે સમાજ સમક્ષ મૂકવા પ્રયત્ન કરેલ. તેમાં એક લેખમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિ બાબાનું લખાણ છાપામાં છપાયેલ, તેમાંથી શ્વે. મૂર્તિપૂજન આગેવાનો તે લખાણ દ્વારા લાગતા કવિવર્ય શ્રી નામચંદ્રજી સ્વામીને બતાવેલ. ગુરુને લખાણની પ્રવૃત્તિની ખબર ન હતી તેમનાથી છાનું લખાણ થતું, તેની ખબર પડતા ગુરુએ જણાવેલ કે - ‘શાસ્ત્રનું જ્ઞાન કોઈની ટીકા કે ધિક્કાર ફેલાવી દિલ તોડવા માટે નથી, પણ દિલ જોડવા માટે છે.” તેટલું સમજી ગુરુની ટકોરથી તેમને અંતરંગ પશ્ચાત્તાપ થયેલ અને પોતાનું આત્મનિરીક્ષણ કરવા જેવું લાગતાં એક વર્ષ રણાપુરમાં નર્મદા તટે મૌનમાં રહેલ. જૈન-બૌદ્ધ-વૈદિક ધર્મ, ખ્રિસ્તીધર્મ, ઈસ્લામ ધર્મ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ જ્ઞાનધારા -૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ પારસી તથા અન્ય ધર્મનાં પુસ્તકોનો અભ્યાસ કરેલ. તેનું વાંચન કરી ગુરુનું માર્ગદર્શન પણ મેળવતા. છેવટે વ્યક્તિગત સમાજનું સમષ્ટિગત સુખ માટે ધર્મમય સમાજરચના જરૂરી છે તેવો નિર્ણય થયો અને પોતાના માટે સમાચરીનો માર્ગ નક્કી કરી નિવેદન સમાજ સમક્ષ જાહેરાત તૈયાર કરેલ, તે નિવેદન મુંબઈ આવી ગુરુને વંચાવેલ ને મૌન છોડેલ. નિવેદનના કેટલાક મુદ્દાઓ જૈન સાધુની ચાલુ પરંપરામાં વાંધાજનક છે તેવું સંઘના આગેવાનોને લાગતા તેમણે પૂ. નાનચંદ્રજી સ્વામીને શિષ્ય ન સમજે તો છૂટા કરવા જણાવેલ અને છેવટે તેમને તેઓ પોતાની વાતમાં મક્કમ રહેતા શિષ્ય તરીકે છૂટા કરેલ. લીમડી સંપ્રદાયમાંથી છૂટા થયા બાદ મુનિ સંતબાલ ફરી રણાપુર તરફ જતા કેટલીક પરિચિત વ્યક્તિઓ તેમને મળેલ અને હિરપુરા કૉંગ્રેસના અધિવેશનમાં તેમની સાથે ગયેલ. ત્યાં મહાત્મા ગાંધીજીની વિરાટ શક્તિના દર્શન થયા અને ભગવાન મહાવીરની તત્ત્વદૃષ્ટિ તથા રચનાત્મક કાર્યક્રમના જૈન ધર્મની સત્ય-અહિંસાની અહિંસા-સંયમ તપની વિચારની ભાવના તથા કાર્યક્રમ સમાયેલ છે તેવું તેમને અવલોકન કરતા જણાયેલ અને ત્યાંથી પૂ. રવિશંકર મહારાજ જેવા સેવકો સાથે અમદાવાદ ગયેલા. ત્યાં વાઘજીપુરામાં કુટીરમાં ચાતુર્માસ કરેલ તેવા જ કેટલાક જૈન ધર્મને તથા અન્ય ધર્મને માનનાર ગાંધી સાથે જોડાયેલ ભાઈ-બહેનો મળેલાં અને અંબાલાલ સારાભાઈએ માણકોલ ચોવીસાના ગામના પછાત વિસ્તારના લોકોને નૈતિક દૃષ્ટિએ તૈયા૨ ક૨વા કાર્ય ચાલુ કરેલ. તેમાં મુનિશ્રીએ પ્રેરણા તથા માર્ગદર્શન નૈતિક રીતે આપવા સમજાવ્યા. માણકોલ ચોવીસીનાં ગામોમાં ફરીને લોકોને ચા-બીડી-દારૂ-જુગારમાંસાહાર જેવાં વ્યસનો છોડાવવા પ્રયાસ કરેલ ને લોકોની શ્રદ્ધા તેમના પર વધતી ગઈ. પછી ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘની સ્થાપના થયેલ, ચોવીસ ગામના લોકોને જ્ઞાતિ સંમેલન કરી જીવન પરિવર્તન માટેના નવા માર્ગો-ઠરાવો કરી બતાવી કાર્ય આગળ વધેલ. ધીમે ધીમે આ ગામડાને ચોખ્ખું પાણી મળે તથા અન્ય ક્ષેત્રોમાં પ્રગતિ થાય, શિકાર બંધ થાય તેવો પુરુષાર્થ ચાલુ થયેલ. પ્રથમ જીવરાજ જલસહાયક સમિતિની રચના થઈ. ગામોગામ સર્વે કરી ચોખ્ખું પાણી મળે તે માટે કૂવા-તળાવ સરખા કરવા પાઇપ લાઇન દ્વારા પાણી પૂરું પાડવું વગેરે કાર્યમાં ચાલુ થયેલ. ભારતનાં બીજાં ગામો તેમાં ભળવીને ૨૦૦ ગામમાં અન્ન-વસ્ત્ર, આશરણ, ન્યાયરક્ષણ, કેળવણી જેવાં ક્ષેત્રોમાં લોકોની નૈતિક સહિત કાર્ય કરવા સહકારી જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ જ્ઞાનધારા ૫ ૮ Page #88 -------------------------------------------------------------------------- ________________ મંડળી, ગ્રામપંચાયત, ખેડૂતમંડળ, ગોપાલક મંડળ જેવી સંસ્થાઓની રચનાની પ્રેરણા તથા માર્ગદર્શન મળેલા. તેમાં વ્રતબદ્ધ કાર્યકરોને સાથે જોડેલા ને આમજીવનના સર્વાગી ક્ષેત્રમાં સત્ય - અહિંસાલક્ષી વિશ્વ દૃષ્ટિની નીતિનો અમલ કરવા ધર્મમય સમાજરચનાનું કાર્ય ચાલુ થયેલ. આ ૨૦૦ ગામમાં પોતે સતત સંસ્થાના કાર્યકરો તથા કામ કરતા લોકો સાથે જીવંત સંપર્ક રાખી અસત્ય, અનાચાર, શોષણ દૂર કરવા કાર્યકરોને પ્રેરણા અને માર્ગદર્શન પૂરા પાડેલા. એકધારા ૨૦ વર્ષ આ કાર્યને સમય આપેલ. દરમિયાન જ્યાં વ્યક્તિગત કે સમૂહગત શોષણ, અનાચાર થાય ત્યાં વિવાદ દ્વારા નીવડો લાવવાની સાથે સમાજનાં દુષણો આગળ ન વધે તે માટે નૈતિક સમાજમાં દબાણ લાવી લોક-જાગૃતિને ટકાવવા ને કાર્યની ગતિ બરાબર જાળવવાનો પુરુષાર્થ કરવા સંસ્થાઓ મારફત પોતે પ્રેરણા આપી. ઉપવાસમય પ્રાર્થનાના સામૂહિક પ્રયોગો કરાયેલ, જેનાં પરિણામો સારાં આવતાં તે શસ્ત્રને શુદ્ધિ-પ્રયોગ રૂપે લોકો અપનાવવા તૈયાર થયેલા. જે તેમની ગાંધીજીના સત્યાગ્રહની જગ્યાએ કાનૂનભંગ કર્યા સિવાય અપનાવી અમલમાં મૂકવાનું લોકમાન્ય વિશેષ કારણ ગણી શકાય તેવું છે. તેના વ્યાપક પ્રયોગો. ગૌહત્માબંધી જેવા વ્યાપક કાર્યમાં પણ થયેલ છે. ભાલ નળકાંઠાના એકધારા ૨૦ વર્ષમાં કાર્યની ધર્મમય સમાજરચનાની ફલશ્રુતિ રૂપે ચાર પાસાં મજબૂત કરાવવા જણઆવેલ, જે નીચે મુજબ છેઃ (૧) પ્રાણ-પરિગ્રહ-પ્રતિષ્ઠા હોમી શકે તેવા ક્રાંતિમય સંતોની પ્રેરણાને માર્ગદર્શન તેમની સાધનાનું મુખ્ય ધ્યેય બને, ધર્મમય સમાજરચનાના કાર્ય માટે. (૨) ક્રાંતિપ્રિય સંતના માર્ગદર્શન તથા પ્રેરણા લઈ તૈયાર સાધક-સાધિકા વ્રતબદ્ધ થઈ લોકસંપર્ક જાળવી શિક્ષણ-સંસ્કારનું કાર્ય કરે. આ લોકોની નૈતિકશક્તિ રહે તેવી દોરવણી આપી કામમાં ભાગીદાર બનાવ્યા. (૩) સેવકોની નૈતિક પ્રેરણા લઈ લોકોની સંસ્થાઓ આર્થિક, સામાજિક કાર્ય તથા અન્ય ગામડાના જીવનનાં સર્વાગી ક્ષેત્રના કાર્ય કરે. (૪) ક્રાંતિકારી સંત તથા સેવકોની ધર્મમય સમાજરચનાત્મક કાર્ય કરીને સમય તંત્ર દખલ ન કરે પણ નૈતિકતાને લોકશક્તિ સંગઠિત કરી કાર્ય કરે તેમાં કાનૂની રીતે પૂરતી મદદ કરે. આવું પરસ્પરનું વિશ્વલક્ષી સત્ય-અહિસાની નીતિનું કાર્ય ઘરથી વિશ્વ સુધી ગોઠવવાના કાર્યને ધર્મમય સમાજરચના અથવા વિશ્વવાત્સલ્ય ધ્યેયે અનુબંધ વિચારને કાર્યના સંબોધનથી રજૂ કરવામાં આવે છે. (જ્ઞાનધારા- ૦૯ SSS જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #89 -------------------------------------------------------------------------- ________________ ભાલપ્રદેશમાં કાર્યનું અસરકારક પરિણામ અનુભવ્યા બાદ તેમણે મુંબઈમાં દિલ્હી, કોલકાતા, ભિલાઈમાં ચાતુર્માસ કરેલ હતા. પૂ. સંતબાલે મુંબઈમાં વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘની રચના ૧૯૫૮માં કરેલ. તેની મારફતે આંતરરાષ્ટ્રીય કાર્ય કરવાની નેમ હતી. મુંબઈ, કોલકાતામાં માતૃ- સમાજની સ્થાપના કરેલ, તેમાં શહેરમાં બહેનો રોજગારી મેળવી પગભર બને તથા અહિંસક પ્રતિકારના માધ્યમ રૂપ કામ કરવા તૈયાર થઈ શકે. કોલકાતામાં કાલીમાતાના મંદિરમાં પશુવધ બંધ થાય તેવા પ્રયાસો કરવા પશુ-બલિનિષેધક સમિતિની રચના કરી, લોકમત કેળવવા પુરુષાર્થ કરાયેલ હતો. આ બધાં સ્થળે ધર્મમય સમાજરચનાની ભાવના તથા કાર્યની જાણકારી સાધુ-સાધ્વીને આપવા પ્રયાસ થયેલા. છેવટે ૧૯૭૦માં સાધુસાધ્વી તથા શ્રાવકોને તૈયાર કરીને દેશકામમાં ચોતરફ વિચાર, પ્રચાર તથા અનુબંધનું રચનાત્મક કાર્ય કરે તે માટે તાલીમ મળે, તે માટે એક સ્થળે તેવી સંસ્થાની રચના જરૂરી લાગેલ. મુંબઈ નજીક ચિંચણીમાં મહાવીરનગર આંતર કેન્દ્રની સ્થાપના કરી સ્થિરવાસ સ્વીકારેલ. ૧૯૬૧માં મુંબઈમાં ચાતુર્માસ દરમિયાન સાધુ-સાધ્વીને શાસ્ત્રોક્ત તેમ જ દેશકાળની સ્થિતિ મુજબ જ્ઞાન મળે અને ધર્મમય સમાજરચના તથા વિશ્વ વાત્સલ્યો અનુબંધ વિચાર તથા કાર્યની વિસ્તૃત છણાવટ કરવા શિબિરનું આયોજન કરેલ. જેમાંથી ધર્માનુબંધી વિશ્વદર્શનના દશ ભાગ છપાઈ બહાર પડેલ છે. મહાવીરનગરમાં ૧૯૭૨માં દેશમાં જેને જૈનેતર સાધુ-સાધ્વી સંન્યસ્તને આ કાર્યની તત્ત્વદેષ્ટિ તથા કાર્યક્રમ-જાણકારી મળે ને વિવિધ સ્થળે કાર્ય ચાલે તે માટે સંત-સેવક સમુદાય પરિષદની રચના કરવામાં આવેલ શ્રી માનવ મુનિજીના માધ્યમે દેશવ્યાપી આ કાર્ય ચાલેલ છે. અંતમાં, વ્યક્તિગત સાધનામાં અહિંસા-સંયમ-તપના જોડી વિષયકષાયને ઉપશમાવી ક્ષય કરવા જેમ પુરુષાર્થ કર્તવ્ય છે, તેમ આત્માના દેહની ભૂમિકા તથા સમાજ તથા સમષ્ટિમાં આત્માઓની દેહની ભૂમિકા કષાયો ઈન્દ્રિયોની ભૂમિકાને ઉપદેશ આપવા માટેનો સામુદાયિક પુરુષાર્થ ગોઠવવાની જે કાર્યપદ્ધતિ શરૂ કરેલ, તેને ધર્મદષ્ટિએ સમાજરચના અથવા વિશ્વવાત્સલ્ય ધ્યેયે અનુબંધ વિચારને કાર્ય તેવું નામ આપેલ છે. વિશ્વ વાત્સલ્યની સાધનાનો વ્યક્તિગત સ્પર્શ તથા સહગત રીતે તેમા પૂરેપૂરો સમાવેશ છે અને સાધના રૂપે તેમની વિશેષતા ગણવા જેવો અખંડ પુરુષાર્થ છે. એ સાથે તેઓને આ વિચાર કાર્યના દ્રષ્ટા ગણવામાં અતિશયોક્તિ નથી. (જ્ઞાનધારા - SEWS{ ૮૦ | જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧) Page #90 -------------------------------------------------------------------------- ________________ A जैन जीवन-शैली | डॉ. शेखरचन्द्र जैन, अहमदाबाद प्रधान संपादक 'तीर्थंकर वाणी' जब हम जैन जीवन-शैली की बात करते हैं तब यह स्पष्ट करना आवश्यक है कि यह जैन जीवन-शैली क्या है ? वैसे 'जैन' शब्द स्वयं में विशिष्ट सदाचार का, संयम का प्रतीक शब्द है । एक बात और ध्यान रखें कि जैन कोई जाति या संप्रदाय नहीं है - वह तो एक संस्कार का नाम है । जहाँ भी 'जैन' शब्द का उच्चारण होता है वहाँ संस्कार की छबि उभरती है । जिन्होंने संयम की लगाम से इन्द्रियों की वाचालता को कसा है, जो देह से देहातीत हो गये है वे 'जिन' कहलाये और जो उनके सिद्धांतों का अनुशरण करें वे जैन हैं । इस दृष्टि से 'जैन' शब्द भी संयम का प्रतीक ही है । जैन' शब्द इसीलिए जाति-विशेष का प्रतीक न होकर संयम, संस्कति का प्रतीक है । पंथ का प्रतीक न होकर धर्म का प्रतीक है। यहाँ 'धर्म' शब्द आत्मा के गुण अहिंसा, सत्यादि शुभ-कार्यों का प्रतीक है। जब 'जैन' शब्द ही संयम का शुभ-कार्यों का प्रतीक है, तो फिर जीवन-शैली भी उसी संयम के रूप में ही होगी । जब हम जैन जीवनशैली की बात करते हैं तो पूरे जीवन को जीने के तरीके की ही बात करते हैं । इसके अन्तर्गत खान-पान, रहन-सहन जीवनयापन का पूरा चित्र अंकित होता है । एक बात सदैव ध्यान रखना है कि हमारी जीवन-शैली का मूल या नींव अहिंसा पर रखी है । हमारे व्यवहार-आचार चिंतन-मनन सभी में इस अहिंसा को ही केन्द्रस्थ माना गाया है । अतः जीवनशैली का प्रधान अंग अहिंसा पर ही अवलंबित है। इस परिप्रेक्ष्य में सर्वप्रथम हम जैन-भोजन की बात करेंगे । हम जानते हैं कि भोजन हमारे संपूर्ण शारीरिक एवं मानसिक स्वास्थ्य के लिए सर्वाधिक आवश्यक है । कहा भी है - "जैसा खाये अन्न वैसा उपजे मन ।" जैन-भोजन उत्तम शाकाहारी भोजन माना गया है। इसके अन्तर्गत समस्त प्रकार के तामसी-भोजन का निषेध है । तामसी ज्ञानधारा-५ ख ८१ बरेन साहित्य ज्ञानसा-५ Page #91 -------------------------------------------------------------------------- ________________ अर्थात् जिस भोजन से क्रोध-कषाय, हिंसात्मक भाव उत्पन्न हें । इनमें जमीकंद (आलू, भूला, शक्करकंद, प्याज, लहसून आदि) का समावेश होता है । प्याज लहसून स्वयं दुर्गंध युक्त हैं । ये तो जमीकंद और बदबू दोनों के मिश्रण है । एक प्रश्न हो सकता है कि जमीकंद क्यों नहीं खायें ? तो इतना ही जान लो कि जमीकंद में अनंत त्रसजीव विद्यमान रहते हैं । उन्हें निकालने में अनंतगुना जीवों की विराधना होती है । यह कंदमूल सदैव सचित रहते हैं । इस कारण हिंसा का दोष लगने के कारण भी जैन-भोजन में ऐसे पदार्थों का निषेध किया गया है । इसी संदर्भ में जल-गालन एवं रात्रि-भोजन निषेध भी महत्त्वपूर्ण है । हम धार्मिक एवं वैज्ञानिक दृष्टि से परीक्षण करें तो पानी की एक बूंद में ही अनेक त्रसजीवों की उपस्थिति रहती है । अतः उन जीवों की विराधना न हो इस दृष्टि से हम जल को नियत सिद्धांतो के अनुसार गालन करते हैं और जीवानी को पूरी रक्षा के साथ पुनः जल में ही पहुँचाकर उनका जीवन बचाते हैं । मैं मानता हूँ कि फिल्टर्ड पानी, इक्वागार्ड या अन्य साधनों से पानी तो स्वच्छ मिल जाता है, पर जीवों की विराधना होती हैं, क्योंकि उन्हें पुनः जल में नहीं पहुँचाया जाता । इसी संदर्भ में अति शीतल पेय-जल वर्जित हैं, अतः गरम-उबाला पानी ही योग्य माना है । रात्रि-भोजन तो जैनमात्र के लिए पूर्ण हिंसात्मक है । जो लोग यह तर्क करते हैं कि - 'वर्तमानकाल में पूर्ण प्रकाश होने से रात्रि में खाना क्या बुरा है ?' पर वे शायद न तो धार्मिक कारण जानते हैं न वैज्ञानिक । यह तो सर्वज्ञात तथ्य है कि - 'अनंत संमूर्छन जीव सूर्यास्त के समय शीतलता के कारण जन्म लेते हैं और उनका आकर्षण गरमी की ओर होता है - वे प्रकाश की ओर भागते हैं और बिजली के प्रकाश के साथ गरमी के कारण मरते हैं' ऐसे सूक्ष्म जीव हमारे भोजन में भी गिरते हैं । आप बरसात आदि ऋतु में स्वयं देखें कि कितने मच्छरादि भिनभिनाते हैं और भोजन में भी गिरते हैं । जैन शास्त्र में ही नहीं हिन्दु शास्त्र में भी रात्रिभोजन को मांस-भक्षण ही माना जाता है । अतः जीव-हिंसा से बचने के लिए जैनों को रात्रि में भोजन करना ही नहीं चाहिए । ज्ञानधारा- प रख ८२ रबरन साहित्य ज्ञानसत्र-५) Page #92 -------------------------------------------------------------------------- ________________ रात्रि-भोजन करने वाला भक्ष्याभक्ष्य का विवेक नहीं रखता, अतः हर प्रकार की हिंसा का भागीदार बनता है और वैसे ही हिंसात्मक उसके विचार बनते हैं । जैनशास्त्रों में उदम्बर फल (पाँच) खाने का सर्वथा निषेध इसीलिए है कि इन फलों में साक्षात् जीव बिलबिलाते देखे जाते हैं । इनके अन्तर्गत वड़, पीपल, ऊमर, कठूमर एवं अंजीर को माना है । इनका भक्षण सदैव हिंसात्मक ही है । इसी परिप्रेक्ष्य में बरफ, ओला आदि पानी के संघटित रूप का सेवन भी हिंसात्मक भाव हैं । इसी संदर्भ में बहुबीजक, फल-सब्जी वर्जित हैं, तो द्विदलभोजन भी वर्ण्य है । इन सबके त्याज ने का भाव मात्र द्रव्यहिंसा से बचना है । यदि हमारी जीवन-शैली इन अभक्ष्य पदार्थो के सेवन से बचेगी, तो हम भावहिंसा से भी बच सकेंगे । जैन जीवन-शैली में द्रव्य-हिंसा का पूर्ण रूपेण निषेध किया है । इसी संदर्भ में मांसाहार का संपूर्ण त्याग आवश्यक है । साथ ही दूषित भावों के कारण शिकार करना या जीवों के अंग, चर्म का व्यापार भी पूर्ण निषेध है । चमड़े का उद्योग, मछली पकड़ने के जाल आदि का व्यापार हिंसा को ही प्रोत्साहन देना है । जैन जीवन-शैली से जीने वाला जैन पर्यावरण का परम रक्षक होता है। वह निरर्थक कभी भी वृक्षों को नहीं काटता, वह जल-वायु, पृथ्वी, अग्नि एवं वनस्पति का सदैव रक्षण करता है, क्योंकि जैन धर्म इन पाँच तत्त्वों में भी जीव का विद्यमान होना मानता है । जैन उन सभी पदार्थों, सौन्दर्य प्रसाधनों का त्याग करता है, जिनसे उत्पादन में जीवहिंसा होती है । यह उसका जीवों के प्रति करुणा भाव है। अरे ! परिमाण व्रत धारण करके वह भोज्य-पदार्थों का नियमन करता है । जल आदि के उपयोग में परिमाण करता है । वह तो सम्पति, धन-धान्य, पशु आदि रखने में संयम धारण करता है, तो श्रम से अर्जित सम्पत्ति का दान कर जनसेवा-पशुसेवा में लगाता है । जैन जो व्रताराधना करते है उनमें उपवास, एकासन आदि में बोलने, चलने में भी संयम धारण कर अहिंसा का ही पालन करने का ध्येय रखते हैं । भोजन उनके लिए शरीर-साधन का साधन होता है, भोजन के लिए जीते नहीं है अतः रसी पालन करके ऊनोदरी | ज्ञानधारा- पर ख ८३ बरन साहित्य ज्ञानसत्र-५ ) Page #93 -------------------------------------------------------------------------- ________________ वृत्ति का पालन करते हैं । इन सभी नियमों के पालन से उनका मन शांत होता है । अहिंसा का पालन करने से चित्त में दया, करुणा, क्षमा एवं सहनशीलता के भाव प्रकट होते हैं । द्रव्यहिंसा से बचने पर वे भावहिंसा से स्वयं बचते रहते हैं । जब भावों में करुणा, दया के भाव पनपते हैं, तो हम संसार के पापों से भयभीत होने लगते हैं । 'तीर्थंकर' पद में जो १६ भावनायें हैं, उनमें संसार से भयभीत होना भी हैं । जैन प्रत्येक समय यही सोचता हे कि - 'मंगलाणं च सव्वेसि' सभी का मंगल हो । समस्त जीवसृष्टि निर्भय बने, सुखी रहे यही भावना प्रबल बनती है । जैन जीवन-शैली में मात्र भोजन तक ही अहिंसा की बात नहीं है अपितु उनके बचन भी परहितकारी होते हैं । वाणी में सत्यप्रियता एवं हित की भावना होती है । जीवन के दैनिक कार्य भी पूरी सावधानी से करने का विधान होने से वस्तु को कैसे रखना, स्वच्छ करना आदि के भी विधान हैं । इससे जीवन व्यवस्थित एवं स्वच्छ रहता है । आज भी जैनों के घर सबसे अधिक स्वच्छ व्यवस्थित होते हैं । - जैनों की जीवन-शैली पूरी श्रावक धर्म पर आधारित है । जहाँ देव - शास्त्र - गुरु-धर्म के प्रति समर्पण होने से भावों की शुद्धि रहती है । प्रत्येक जैन त्रि-मकार (मद्य - माँस - मधु ) का सर्वथा त्यागी होता है, क्योंकि यह प्रत्यक्ष क्रूरहिंसा के कारण हैं । प्रत्येक जैन सप्त व्यसन का त्यागी होने से अहिंसक तो होता ही है, व्यसनों से मुक्त होता है । वह नशेबाज नहीं होने से सद्विचार करता है । उसका दिमाग शांत और सही दिशा में सोचने वाला होता है । जब उसके जीवन में द्रव्य और भाव अहिंसा होती है तो स्वाभाविक रूप से वही वाणी द्वारा सदैव सत्य बोलता है, सत्याचरण करता है, भाषासमिति का ध्यान रखता है और सत्यव्रत का पालन करता है, इससे उसमें ईमानदारी प्रकट होती है । वह व्यापार को आजीविका का साधन मान कर सत्य के साथ ही व्यापार करता है । इसके कारण वह चोरी से बचता है । कम तौलना, ब्लेक करना, संग्रह करना आदि के पाप से बचता है, क्योंकि ऐसा जैन सदैव संतोषी होता है । वह इस कारण परिग्रह-परिमाण व्रत का पालन करता है और ज्ञानधारा - 4 55.95 ८४ 5.515 चैन साहित्य ज्ञानसभ Page #94 -------------------------------------------------------------------------- ________________ धर्म की भाषा में अपरिग्रही होता है । वैसे अपरिग्रह वृत्ति सर्वाधिक उच्चवृत्ति है । अपरिग्रही सदैव अहिंसक होगा । वाणी में सत्य होगा। वृत्ति में अचौर्य होगा । वह परस्वहरण का विचार भी नहीं करेगा। वास्तव में यह कहा जा सकता है कि - 'वह धर्म के खूटे से बँध कर अर्थोपार्जन करेगा ।' ऐसा धन ही दान को सार्थक बनाता है। कहा भी है - "सरल स्वभावी होंय, जिनके घर बहु सम्पदा ।" जैन जीवन-शैली का सर्वाधिक महत्वपूर्ण अंग है चारित्रपालन । जहाँ साधु पूर्ण चारित्र का धारी होता है वहाँ श्रावक अणुव्रती चारित्र धारी होता है । वह जीवनपायन के साथ एक पत्नीव्रत का धारी होता है । पर्व के दिनों में ब्रह्मचर्य का पालन करता है । वह कामेन्द्रिय को अपने वश में रखता है । उसी प्रकार का भोजन व व्यवहार करता है । श्रावक गृहस्थाश्रम को विलास का साधन न मान कर धर्म की परंपरा के अक्षुण्ण रखने-हेतु संतानोत्पत्ति एक संस्कार के रूप में करता है । वह संसार को भोगते हुए भी उसे छोड़ने का ही भाव रख कर भोगोपभोग का परिमाण करता है । संतान के योग्य होने पर उसे सबकुछ सौंप कर गृहत्यागी या भोगत्यागी बनता है । यों कहें कि वह धर्म के आलंबन या खूटे से बंध कर ही काम भोग को अपनाता है और जब वह धर्म के आलंबन से ही अर्थोपार्जन करता है, संसार को भोगता है तो स्वाभाविक रूप से जब वह आवश्यकताओं से पूर्ण होता है, संतानों से संतुष्ट होता है, तो इन दोनों को भी त्याग देता है और उसका सम्बन्ध सीधे धर्म से होता है, यही धर्म उसे अंतरात्मा और परमात्मा तक ले जाता है । हर जैन का लक्ष मुक्ति ही होता है ।। इस विवेचन के आधार पर कहा जा सकता है कि - 'जैन जीवनशैली अहिंसक, पर्यावरण की रक्षक, शांति की पोषक एवं सामाजिक सान्मजस्य की जीवन-शैली है। इसमें मानव ही नहीं पूरी जीवसष्टि के प्रति प्रेम-विश्वास करुणा के भाव हैं । __ वर्तमान में जो भी स्खलन हुआ है उसे पुनः उच्च बनाना होगा । 'हम खुद जियें और दूसरों को जीनें दें' का मंत्र ही सबको समझायें, इसीका शंखनाद करें । (ज्ञानधारा-५ ८५ बरेन साहित्य ज्ञान-५) Page #95 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં જૈનધર્મનું યોગદાન | લે. હિંમતલાલ એ. શાહ) પર્યાવરણ એટલે પરિ + આવરણ. સમગ્ર ધરતીને વીંટળાયેલું આવરણ અર્થાત્ કુદરત. દેવાધિદેવ પરમાત્મા મહાવીરે સમસ્ત કુદરતને “અવળે' જણાવી છે. કુદરતમાં એક ઇન્દ્રિયવાળા વનસ્પતિ વગેરે પૃથ્વી, જળ, તેજ વાયુ) સ્થાવર જીવો છે. તે બે ઇન્દ્રિયોવાળા (શંખ-શીપલાકથી માંડીને પાંચ ઇન્દ્રિયોવાળા જીવો પણ છે. આ તમામને અવધ્ય જણાવ્યા છે. તેમના પર આક્રમણ ન કરી શકાય. અહિંસા, એકાન્ત અને અપરિગ્રહ જેના મુખ્ય સિદ્ધાંતો છે, તે ધર્મમાં ઉત્કૃષ્ટ ભાવના જણાવી છે. આ ધર્મ અનંતા વરસોથી વિદ્યમાન છે. અહિંસા પરમો ધર્મ અને જીવદયા જેની માતા છે તે કોણ નથી જાણતું ! અને કહે છે કે - વનસ્પતિનું પાંદડું ન તોડો. પૃથ્વી, પાણી આદિને જરા ય પરેશાન ન કરો, કીડી, મચ્છર, માંકડ, વંદા વગેરેને મારો નહિ. બકરી, ભૂંડ, ગાય, બળદ, પાડા, હાથી વગેરેને ત્રાસ આપો નહિ. ટૂંકમાં, હે માનવો ! તમામ વનસ્પતિને અભયવચન આપો. તમામ પશુપંખી-પ્રાણીને જીવન જીવવા દો, આખા પર્યાવરણને અભયદાન આપો... તેઓએ પ્રાણીજગતને જિવાડવું જ રહ્યું. જે પરપીડન કરે છે. તેને સ્વપીડન ભોગવવું પડે છે. કેમ કે બીજાને દુઃખ દેનારો દુઃખી થાય છે, બીજાને સુખ દેનારો જ સુખી થાય છે. બીજી રીતે આ વાત કહી શકાય કે - “જગતમાં જે સુખી લોકો દેખાય છે, તેના મૂળમાં તેમણે બીજાઓનાં સુખની કામના કરેલ છે. બીજાને જે દેવાય તે મળે. સુખ દેવાય તો સુખ, મોત દેવાય તો મોત અને આરોગ્ય દેવાય તો આરોગ્ય મળે. અને આવી વીરપ્રભુની કરુણા-પ્રેરિત વાતો હતી. જીવન જીવતા લોકોને પણ હંમેશાં સુખ જ ગમે છે, કોઈને દુઃખ ગમતું નથી અને ભાવદયા એવી વિલસે છે કે સહુ જીવને શાસન રસી બનાવવા છે. (જ્ઞાનધારા -૫ ૮૬ = જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૫] Page #96 -------------------------------------------------------------------------- ________________ સહુને લાગે છે કે - “વૃક્ષોને અને જંગલોને હણવાં ન જોઈએ. પાંદડું પણ તોડવું ન જોઈએ. અન્યથા પ્રાણીમાત્ર શ્વાસ પણ લઈ શકશે નહિ, અથવા વિચારો હતા પ્રભુ વીરના વૃક્ષોને કાપશો નહિ અને પૃથ્વીને પણ હણશો નહિ. આજે ફર્ટિલાઈઝર - જંતુનાશક દવાઓ દ્વારા પૃથ્વીને હણી રહ્યા છીએ, જેથી પારાવાર નુકસાન થઈ રહ્યું છે અત્યારે ખેતરોમાં આ પ્રકારનાં રસાયણો વપરાય છે, જેથી અન્નમાં મીઠાશ ચાલી ગઈ છે. સાથે સાથે પાણીનો ય બેફામ ઉપયોગ કરો નહિ. જો સાધુ બની જાઓ તો સ્નાન કરવાનું નહિ. પાણીનો લોટો બચાવ થાય તે માટે માનવોએ પાણીને ઘીની માફક વાપરવું, જેથી જીવજંતુઓ હણાય નહિ. પાણીના એક ટીપામાં અસંખ્ય જીવો રહેલા છે, તે આપણે જાણીએ છીએ. અગ્નિને દેવતાની ઉપમા આપી અને વનસ્પતિના છોડને રણછોડ કહેવાય છે. આ રીતે ધર્મનું લેબલ એટલા માટે આપવામાં આવ્યું છે કે ધર્મપ્રેમી આર્ય-મહાપ્રજા તેનું પાલન કરે. આપણે જાણીએ છીએ કે જૈન સાધુઓ અગ્નિકાયનો ઉપયોગ બિલકુલ કરતા નથી. તેઓ અંધકારમાં જ રાત્રિના સમયે રહે છે. આમ જેન-સાધુ એટલે પર્યાવરણનો નમૂનો જૈન સાધુ છે. જૈન-સાધુ... ના પંખો વીંઝે ગરમીમાં ના ઠંડીમાં કદી તાપે ના કાચા જળનો સ્પર્શ કરે ના લીલોતરીને ચાંપે.. જેના રોમરોમમાં સ્નેહ ને સંયમની વિચરે ગાથા આ છે અણગાર અમારા. પ્રભુના શાસનમાં સાધુ કેટલા પરિષદો સહન કરીને જીવન વિતાવે છે. અને ઉત્કૃષ્ટ સાધનામય જીવન જીવ ઉચ્ચપદે પ્રગતિ કરે છે. આજે અગ્નિકાય દ્વારા લાખો ફેક્ટરીઓ, કારખાનાં, મહાઉદ્યોગો વગેરે ચાલી રહ્યા છે. આના દેખીતા લાભો જે ગણાતા હોય તે ગણાય, પણ દૂરગામી પરિણામોમાં સમગ્ર માનવજાતનો સર્વનાશ છે. યંત્રો આવ્યાં ખૂબ ઓછા માણસની જરૂર રહે. માનવો બેકાર બને અને અગ્નિકાયની મદદથી જે કોઈ મોજશોખની પ્રલોભન વસ્તુઓ જેવી કે ટી.વી., ( જ્ઞાનધારા - પ EGE ૮૦ % જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #97 -------------------------------------------------------------------------- ________________ વીડિયો, કૉપ્યુટર - તેનાથી માનવે પોતાનાં તન-મનનું સ્વાથ્ય ગુમાવ્યું છે. તે રોગિષ્ઠ બન્યો છે અને વિલાસી-સાધનોએ અને સગવડતાઓએ તેના અંતરમાં વાસનાઓ પૂરી છે, જેથી તે પશુ-રાક્ષસ-શેતાન બન્યો છે. જે આજના યુગમાં આપણે રોજરોજ અનુભવીએ છીએ. માણસ માણસ મટી ગયો. અગાઉના જમાનામાં આ જાતના અગ્નિકાયના ઉપયોગનો અભાવ હતો, જેથી સહુનાં મનમાં ય શાંતિ હતી, પ્રસન્નતા હતી અને સંપ હતો - શરીર આરોગ્યમય રહેતુ. ઉપરાંત અગ્નિકાયના ઉપયોગથી વાયુમાં પ્રદૂષણ અને ગરમીનું પ્રમાણ વધતું રહ્યું ઋતુઓમાં ફેરફારો થયા અને રાક્ષસી ઉદ્યોગોએ પૃથ્વીની હરિયાળી હતી તે ખતમ કરી. વનનાં વૃક્ષો કાપ્યાં, ત્યાં સિમેન્ટ કોન્ક્રીટનાં જંગલો ઊભાં કર્યા. વૃક્ષો પર ઘર વસાવી બેસતાં પંખીઓએ આશરો ગુમાવ્યો. આ રીતે પૃથ્વીની હરિયાળી ખતમ કરી. વનોનો વિચ્છેદ કર્યો. વાયુને પ્રદૂષિત કર્યો. નદીઓમાં અણુકચરા તેમ જ રસાયણના કચરાઓ ઠાલવ્યા, પ્રદૂષિત કર્યું. પાણી પીવા માટે તેમ જ ખેતી માટે નકામું કરી નાખ્યું. અને આમ માનવજાતની, પ્રાણીમાત્રની હસ્તીના ગંભીર પ્રશ્ન ઊભા થયા. આ આધુનિક યંત્રોના આગમનથી માનવના Huwy, Why અને Cuwyમાં ડુબાડી દીધા આમ, દેવાધિદેવે કુદરતમાં રહેલાં તત્ત્વોની કરુણા બતાવી અને પ્રાણીમાત્રને સારી રીતે જિવાડવાની વાત કરી છે. પૃથ્વી-જળ-તેજને દેવાધિદેવે અવધ્ય કરેલ છે, એ પ્રમાણે વાયુને પણ. આજે તો વાયુને એટલો બધો પ્રદૂષિત કરી દેવાયો છે કે પ્રદૂષિત વાયુથી દીર્ઘ શ્વાસ લેવામાં આરોગ્યને નુકસાન થવાનો સંભવ છે. ઑક્સિજન જે જીવનનો પ્રાણ છે, તે પણ પ્રદૂષિત થઈ ગયો છે ઉપરાંત દરેક પ્રકારની વનસ્પતિની રક્ષા કરવાની પણ દૃષ્ટિ રજૂ કરી છે. સવારના પહોરમાં વનસ્પતિઓ-વૃક્ષો શુદ્ધ હવા ફેંકે છે તેનો યોગ્ય લાભ લેવો એ અમૃતનાં વરસાદ છે, પણ બિચારા પ્રભાતમાં મોડા સમય સુધી ઊંઘતા લોકો કેવા અભાગિયા છે કે તે લાભથી વંચિત રહે છે, હવે ત્રસકાયની વાત જણાવતાં - પ્રાણીમાત્રના છાણ-મૂત્ર વગેરેમાં પુષ્કળ પ્રમાણમાં ઊર્જા છે, તે હવે સાબિત થઈ ગયું છે અને આમ વસુકી ગયેલાં, બુદાં થઈ ગયેલા પ્રાણીઓ દૂધ વગેરે ન આપે, પણ તેના છાણ-મૂત્ર આપે છે, તે દેશની લક્ષ્મી ગણાતી. (જ્ઞાનધારા-૨ = ૮૮ 5 જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૫] Page #98 -------------------------------------------------------------------------- ________________ અને આમ પશુની મહત્તા હતી. પશુનાશ એટલે પ્રજાનાશ કહી પશુરક્ષા થાય એટલે વનરક્ષા થાય છે. આમ, પ્રાણીરક્ષા, પશુરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા ભારતીય પ્રજામાં તાણાવાણાની જેમ વણાયેલા રહેતા. આમ, પર્યાવરણની આ વ્યવસ્થા એકબીજા સાથે ભીડાયેલ અંકોડાની જેમ ચાલ્યા કરતી. ભારતીય પ્રજાના ભૌતિક વિકાસનું મૂળ છે પ્રાણીઓ-પશુ-વનસ્પતિ. ભારતીય આધ્યાત્મિક વિકાસનું મૂળ છે સંતો અને માતાઓ અને આપણે કહી શકીએ કે જય હો પરમાત્મા મહાવીરનો, જેમણે માનવજાતને પોતાની જરૂરિયાતો ઘટાડી નાખવાનો પરિગ્રહ-પરિમાણ કરવાનો ઉપદેશ આપીને પર્યાવરણનું જબ્બર રક્ષણ કર્યું છે. પર્યાવરણના પિતામહ પરમાત્મા મહાવીર છે. જૈન-સાધુની વાત કરી અને “પરો-સ્પરોપગ્રહો જીવાનામ' જીવો એકબીજાના ઉપકાર ઉપર જીવે છે. પૃથ્વી-પ્રાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિના જીવો માનવસૃષ્ટિ ને, પશુપક્ષીને જિવાડવા સિંહફાળો આપે છે. પ્રભુ મહાવીરે ૨૬૦૦ વર્ષ પહેલાં આપેલો સંદેશ વર્તમાન સમયના માનવીએ વ્યાપક જીવનમાં, વાસ્તવિક જીવનમાં ઉતારીને પર્યાવરણને સ્વચ્છ, શુદ્ધ અને પવિત્ર બનાવવાની ભાવના કેળવવી જોઈએ. જ્ઞાનધારા -૫ જ્ઞાનધારા -૫ $$ ૮૯ $િજન સાહિત્ય જ્ઞાનસત્ર-૫] ન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં જેન ધર્મનું યોગદાન [ ડો. ધનવંતીબહેન મોદી જૈન ધર્મના આ સૂત્ર “જીવો અને જીવવા દો'ના મૂલ્યવાન કોહિનૂરનો પ્રકાશ પામવા ખોલો પેલી દ્વાદશાંગીની ગણિપિટ્ટકની પેટી ! આગમો વાંચો, વિચારો-આચરો - બધી જ સમસ્યાઓનો ઉકેલ ! અરે માત્ર પર્યાવરણ જ નહિ, વિશ્વશાંતિ, આતંકવાદ, આર્થિક મંદી જેવા આજના બધા જ સળગતા પ્રશ્નોનો ઉકેલ મળી જશે. જૈન ધર્મ એટલે તોફાની સમુદ્રમાં અટવાયેલા જીવો માટે દીવાદાંડી ! આગમનો એક અર્થ જે ચારેબાજુનું જોવું અને પર્યાવરણનો અર્થ છે ચારે તરફનું આવરણ, પૃથ્વીને વીંટળાયેલાં ત્રણ આવરણ - જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ અને તેને સહારે જીવતી સજીવ-સૃષ્ટિ ! માણસે સમજવાનું એ છે કે આ ધરતી માણસની નથી, પણ માણસ આ ધરતીનો છે. પર્યાવરણની બધી જ બાબતો પરસ્પર સંકળાયેલી છે. આ પર્યાવરણનું જાળું માણસે નથી વધ્યું, એ તો માત્ર એની સેરનો એક તાર છે. જીવસૃષ્ટિમાં રહેલું પરસ્પરાવલંબન હવે ઈકોલોજિકલ ઑડિટ અને બાયોડાઈવર્સિટીની રક્ષા માટે વૈજ્ઞાનીઓને હવે જાળવવા જેવું, જતન કરવા જેવું જણાયું છે. જીવ માત્રના જીવવાનો હકનો સ્વીકાર એ જેન-દર્શનની મૌલિકતા છે. આવા સ્વીકારની જીવમાત્ર પ્રત્યે આદર Reverence for lifeની વાત નોબેલ પુરસ્કાર વિજેતા આલ્બર્ટ સ્વાઇઝર વીસમી સદીમાં કરે છે, જ્યારે આવા સ્વીકારને પરમધર્મનો દરજ્જો જૈનદર્શને ક્યારનો ય આપ્યો છે. માનવેતર જીવોની હિંસાનો ત્યાગ એ જૈન ધર્મ તરફથી માનવજાતને મળેલી સૌથી મોટી ધરોહર છે. પણ. માનવેતર જીવો એટલે કયા જીવો ? ધર્મ અને યજ્ઞને નામે થતાં પ્રાણીહિંસા રોકનાર તથાગત બુદ્ધ “મિલિન્દ પણે'માં સ્થૂલહિંસા રોકવાની જ વાત કરી છે. પાણીમાં જીવ હોય એમ તેઓ માનતા જ ન હતા. આગમમાં પ્રરૂપેલી છકાય જીવોની સૂક્ષ્મહિંસાનું જ્ઞાન તો ત્યારના સંન્યાસી શુકદેવ પરિવ્રાજક, આદ્રક મુનિ સાથે ચર્ચા કરનાર અન્ય મતાવલંબીઓ જેવા કેટલાયને હતું જ નહિ. (જ્ઞાનધારા - SEE ૯૦ S SS ન સાહિત્ય જ્ઞાનસત્ર-૫) Page #100 -------------------------------------------------------------------------- ________________ હિંદુ ધર્મના લોકો પંચમહાભૂતથી જગત બનેલું છે, માની પ્રકૃતિ તત્ત્વોની પૂજા કરે છે. તેમના પ્રત્યે તીર્થભાવના છે. તેમને માટે હિમાલય શિવનું નિવાસસ્થાન અને ગંગા માતા બની રહે છે. ગાય કરુણાનું કાવ્ય બની રહે છે, પીપળો પૂજનીય બની રહે છે. પર્યાવરણમાં થયેલું આવું સજીવારોપણ પ્રકૃતિના અસ્તિત્વનો આદર સૂચવે છે, પણ છકાયમાં જીવો છે એ સાબિત કરી આપ્યું મહાવીર પ્રભુએ, જે આજે વૈજ્ઞાનિકો ઠેઠ હવે સાબિત કરી શક્યા છે. આપણું સમગ્ર ચેતનચક્ર ‘હું - મારું - મને’માં જ સીમિત છે. જ્યારે પોતાના અસ્તિત્વને મહાવીરે ચેતન-અચેતનના સંદર્ભમાં જોયું અને કહ્યું કે - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ વગેરેના જીવોના અસ્તિત્વનો સ્વીકાર કરો. તેમની સાથે એકાત્મતા અનુભવો.' આ વાતને માત્ર અહિંસાની દૃષ્ટિએ નહિ, પણ પર્યાવરણના સંદર્ભમાં જોવાનો સમય પાકી ગયો છે, તો જ પર્યાવરણનો પ્રશ્ન ઉકેલાશે અને જગતને નવા પ્રકાશ સાંપડશે. પર્યાવરણ શાસ્ત્રના સિંધુને એક જ બિંદુમાં સમાવતું સૂત્ર મારી દૃષ્ટિએ, જયણાએ ધમ્મ સમજાવતું ‘દશાવૈકાલિક’ આગમના ૪થા અધ્યયનનું ૮મું સૂત્ર છે જયં ચરે, જયં ચિટ્ઠ, જયં આસે, જયં સયે । જયં ભૂંજતો, ભાસંતો, પાવું કર્માં ન બંધઈ ॥ આમ, જતનાથી જ બધી પ્રવૃત્તિઓ કરીએ, તો પર્યાવરણનો લય ખોરવાય નહિ, અને જ્યાં લય હોય ત્યાં પ્રલય તો આવી જ ન શકે. પછી તો પાણી બચાવો’, ‘વૃક્ષ બચાવો’, ‘કુદરત બચાવો’, ‘ઘોંઘાટ ન કરો’ - જેવાં સૂત્રો જીવનમાં વણાઈ જશે. આડેધડ કપાતાં જંગલોની જીવસૃષ્ટિ બચતાં પર્યાવરણની જાળવણી આપોઆપ થશે. રવીન્દ્રનાથ ટાગોરે પણ કહ્યું છે કે - “પ્રકૃતિપ્રેમ વ્યસન બની જાય તો બીજાં વ્યસન ન ટકે.” છકાયના રક્ષક, પંચમહાવ્રતધારી, વિશ્વનિર્મિતિમાં ઓછામાં ઓછી ખલેલ પાડી જીવનાર જૈન-સાધુની દિનચર્યાનો સાર ! અરે, શ્રમણોપાસક ગૃહસ્થોને પણ ત્રસજીવોની હિંસાથી વ્યાવૃત્ત થઈ, સ્થાવર-જીવોની હિંસા પણ ઓછી થાય એવું જીવન વ્યતીત કરવા કહ્યું છે, શ્રાવકો બાર વ્રત આદરી શક્ય તેટલી ઓછી હિંસા કરી પર્યાવરણની જાળવણી કરી શકે છે. સાચા શ્રાવકનું પ્રત્યેક કાર્ય બાહ્ય-આત્યંતર પર્યાવરણની વિશુદ્ધિ જ કરાવે. જ્ઞાનધારા -૫૯૧ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ હોમ-હવનથી વાતાવરણને શુદ્ધ કરવાને બદલે કુસંસ્કારના હવનની વાત જૈન ધર્મ કરે છે. મૂર્છાનું અલ્પીકરણ જીવનમાં પ્રગટ થાય તો જ અપરિગ્રહ પરમો ધર્મ' માંની પર્યાવરણની રક્ષા કરવાની જાગરુકતા કેળવાશે. પરિગ્રહમાંથી જ જન્મે છે વિગ્રહ અને Mind Pollution. ૯૯% સમસ્યા આ માનસિક પ્રદૂષણમાંથી જ જન્મે છે. આજની ખર્ચ સંસ્કૃતિ એ બગાડ સંસ્કૃતિ છે. આજની નવી પેઢી અને અન્ય ધર્મીઓ પૂછે છે કે - ‘સ્થાવર-જીવોની હિંસા ન કરીએ, તો જીવવું કઈ રીતે ?' આનો જવાબ આપતા સંતબાલજી કહે છે કે જૈન ધર્મે અનિવાર્ય લોકોપયોગી ધંધા છોડવાની વાત જ નથી કરી. સાચો જૈન હિંસાથી ભડકીને ભાગે નહિ, પણ હિંસામય વાતાવરણમાં અહિંસાનો પ્રભાવ બતાવી પર્યાવરણની જાળવણીમાં મદદ કરે.” અરે, ખુદ આદિનાથ એટલે કે ઋષભદેવ ભગવાને પોતાના ગૃહસ્થજીવનમાં જનતાને ખેતીની કળા શીખવી. અગ્નિનો ઉપયોગ કરતાં શીખવ્યું. અનાજ ઉત્પાદનના ધંધામાં જૈનો જેટલા વધુ દાખલ થશે, તેટલા પ્રમાણમાં ખેતીમાં દાખલ થયેલા વિજ્ઞાનમાંથી અહિંસાનું ઝેર કાઢી શકાશે. જીવો પેદા કરી સંહારવા પડે, તેના કરતાં જીવો ઓછા પેદા થાય તેવી સ્થિતિ સર્જવામાં જૈન ધર્મનું વિજ્ઞાન ઊંડું ઊતર્યું છે. અરે, શકડાલ જેવો કુંભાર કે જે માટીનાં વાસણો બનાવી નિંભાડામાં પકવતા કેટલી ય નાની જીવાતોને હણતો હતો - તેને પણ જૈનશાસ્ત્ર વિવેકી શ્રાવક ગણ્યો છે. જૈન ધર્મે તેનો ધંધો છોડાવ્યો નથી, માત્ર વિવેક અને જાગૃતિ રાખવાનું કહ્યું છે. ‘અનુયોગદ્વાર સૂત્ર'ના ડાલાપાલાના થોકડાની વાત ન ખબર હોય ! - વળી જીવ સાથે અજીવના સંયમની કુલ સત્તર પ્રકારના સંયમની વાત બતાવી પર્યાવરણની રક્ષાની વાત જૈન ધર્મ કરે જ છે. કરિત - કારિત - અનુમોદિત ત્રણે પ્રકારની હિંસા કરનાર પર્યાવરણને દૂષિત કરે છે, એમ જૈન ધર્મ જ કહી શકે. પ્રાણીની પોતાને હાથે કતલ કરનાર કસાઈ, હૉટેલમાં બેસી માંસાહારની વાનગી ખાનાર અને મત્સ્યઉદ્યોગ જેવી કંપનીના શૅર ખરીદનાર બધા જ પર્યાવરણના શત્રુઓ છે. શાકાહારની ચળવળ ચલાવનાર, ગ્રીન મુવમેન્ટ ચલાવનાર પશ્ચિમના કેટલાંક ટ્રસ્ટો - જ્યોર્જ બર્નાડ શો, માર્ટિન લ્યુથર કિંગ તેમ જ વર્તમાને જ્ઞાનધારા-૫૯૨ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ Page #102 -------------------------------------------------------------------------- ________________ મેનકા ગાંધી જેવા સાચા અર્થમાં આગમવાણી બોલનાર જૈન છે, પર્યાવરણના ગાઢ મિત્રો છે. ગાંધીજીએ અહિંસાનો અનુબંધ મહાવીરની અહિંસા સાથે આબાદ બંધ બેસે છે. અહિંસાને આગમ-પોથીનું રીંગણું ન રહેવા દેતાં, એનો વિનિયોગ જીવનમાં કરી માત્ર જૈનોએ જ નહિ દુનિયાવાસીઓએ ચાલવું પડશે. અપરિગ્રહની મૂર્તિ જેવા તીર્થકરોને દેરાસરમાં બેસાડી, બહાર આપણે પરિગ્રહ વધારતા રહે, પર્યાવરણ ખોરવતાં રહીએ એ નહિ ચાલે. જો એમનો સંદેશો સમજ્યા હોઈએ તો ઘરમાં આવતી પ્રત્યેક વસ્તુ સંબંધી પૂછવું પડશે કે - “એ ચીજનું ઉત્પાદન, પર્યાવરણ ખોરવનારું, સૃષ્ટિ સંતુલન ખોરવનારું કે પ્રદૂષણ વધારનારું નથી ને ? ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ડાર્વિને કહ્યું કે - “સંઘર્ષ એ પ્રકૃતિનો નિયમ છે.” પણ આ સત્યાંશ છે, એમ બતાવી એનેકાન્તવાદના પ્રણેતા મહાવીરે કહ્યું છે કે - “જગત પરસ્પર સહયોગના આધારે કહેવું છે.” જીવનમાં સંઘર્ષની ક્ષણો ઓછી અને સહયોગની ક્ષણો વધુ છે. તેમણે દિશાપરિવર્તનનું સૂત્ર આપ્યું કે - “સોચ્ચા જાણઈ કલ્યાણ, સોચ્ચા જાણઈ પાવગં.” વૈજ્ઞાનિકો કહે છે - “તમે કુદરતના મહેમાન છો, સભ્યતાથી વર્તો', પણ આગમ દ્વારા સૂક્ષ્મ નામકર્મવાળા જીવો કહે છે - “જુઓ અમારી દુર્દશા. એક શરીરમાં અનંતા જીવો' સમૂચ્છિમ જીવો કહે છે - “જુઓ અંતર્મુહૂર્તમાં જ અમે કચડાતા, પિસાતાં મૃત્યુ પામીએ છીએ. અમારી દયા પાળો.” “અરે, બે પગવાળા માણસ. તું તો અમારો વાલી છે, સૌથી વધુ બુદ્ધિ ધરાવતું પ્રાણી છે ભલા વાલી થઈને કોઈ પોતાનાં સંતાનોને મારે ખરું ! રક્ષક, ભક્ષક બને ખરો ? અમારી વાત ન સમજે તો કુદરત તને તમાચો મારી ધરતીકંપ - પૂર વગેરે આફતો દ્વારા વિનાશની ભાષા સમજાવશે.” સાંપ્રત સમયમાં મહાવીરનો સંદેશ વૈશાખી બપોરે આંબાના વૃક્ષની નીચેની પરબડીના પાણી જેવો શીતળ તો છે જ, સાથે પર્યાવરણનો પ્રશ્ન ઉકેલી શકે એવો પ્રાણવાન પણ છે. (જ્ઞાનધારા - SMSEE ૯૩ SSES જેન સાહિત્ય જ્ઞાનસત્ર- Page #103 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં જૈન ધર્મનું યોગદાન લે. શ્રીમતી રતન છાડવા | “અસ્તિત્વના અંત તરફ ધસી રહેલું વિશ્વ ! ઓઝોનમાં ગાબડું, સો વર્ષ જ ચાલશે પેટ્રોલનો જથ્થો, કુદરતી સંપત્તિનો બેફામ દૂરુપયોગ, પાણીના જળભંડારોની ઘટતી સપાટી, વધતા તાપમાનથી ઓગળતાં હિમશિખરો..” આવા અનેક પ્રશ્નોએ પર્યાવરણ શાસ્ત્રીઓની ઊંઘ હરામ કરી દીધી છે. સમગ્ર વિશ્વના માનવોને મૂંઝવતો પ્રશ્ન છે પર્યાવરણ અને એને માટે જવાબદાર માનવી પોતે જ છે. આજ માનવી એ ભૂલી ગયો છે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિનું જગત છે, તો તેનું અસ્તિત્વ છે. માનવી એકલો જીવી શકે નહિ. પ્રભુ મહાવીરે આ સત્યનો સાક્ષાત્કાર કર્યો હતો અને તેથી જ તેમણે કહ્યું : “પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આ બધાંની એ સ્વતંત્ર સત્તા છે તે મનુષ્ય માટે નથી બન્યા.” મહાવીરે લોકોને જીવો અને જીવવા દો.” તેમ જ “અહિંસા પરમો ધર્મ' સૂત્રો આપ્યાં. વર્તમાન યુગમાં માનવી બધાં જ તત્ત્વો સાથે મનફાવે તેવો વ્યવહાર કરે છે અને પ્રાકૃતિક સ્રોતનો નાશ કરી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. આજનો ભણેલો માનવી કુદરતે આપેલી તમામ નિસર્ગ ભેટને સાચવવાને બદલે તેમાં પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને અંતરાય ઊભો કરી રહ્યો છે. વનસ્પતિ જીવોની પણ રક્ષા કરવાને બદલે તેનું નિકંદન કાઢી રહ્યો છે. ઉપભોગ-વાદમાં સુખ માણતાં માનવીએ પર્યાવરણની સમતુલા ખોરવીને પોતાના જીવન જીવવાનો લય પણ ખોરવી નાખ્યો છે. જેને કારણે ઋતુઓનું ચક્ર પણ બદલાતું ગયું છે. વાતાવરણમાં થઈ રહેલા આ ફેરફારથી ભારત, દુબઈ કે અમેરિકા કોઈ બાકાત નથી. આજે વિશ્વમાં અનેક રીતે અસંતુલન આવી ગયું છે. એનું એક કારણ પૃથ્વીનું વધારે પડતું દોહન છે, તો યુદ્ધ અને પર્યાવરણ પણ મુખ્ય છે. આજે ઉપભોગવાદના કારણે માનવી વધુ ને વધુ મેળવવા માટે પૃથ્વીનું દોહન કરી રહ્યો છે. પેટ્રોલ, કોલસો, ખનીજ પદાર્થ મેળવવા માટે વધુ દોહનથી પૃથ્વીના ભંડાર જ ખાલી નથી થઈ જતાં, પરંતુ પ્રકૃતિમાં પણ અસંતુલનતા આવી રહી છે. તેવી જ રીતે પાણીનો વધુ વપરાશ જળભંડાર ( જ્ઞાનધારા - SEE ૯૪ %ES જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #104 -------------------------------------------------------------------------- ________________ જ ખાલી નથી કરતાં, પરંતુ પ્રકૃતિનું સંતુલન પણ અવ્યવસ્થિત કરે છે. અણુ-વપરાશથી આજે ઊર્જાશક્તિનું પ્રમાણ વધી ગયું છે, જેના કારણે પૃથ્વીનું તાપમાન અતિશય વધી ગયું છે. સતત ગરમ તાપમાનને કારણે ધ્રુવ ઉપર બરફ પણ ઓગળી રહ્યો છે કે જેથી નીચાણવાળાં બંદરોને પાણીમાં ડૂબી જવાનો ભય ઊભો થયો છે. નવી નવી ટેકનોલૉજીના વધુ ઉપયોગને પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયૉકસાઇડ, કાર્બનમોનોકસાઈડ, સલ્ફરડાયોકસાઈડ સહિતના ઝેરી ગેસોનું પ્રમાણ વધી રહ્યું છે. સૂર્યનાં પારજાંબલી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરતાં ઓઝોનના પડમાં પણ ગાબડું પડ્યું છે. આમ, ગ્રીન હાઉસ વાયુઓ વાતાવરણને વધારે ગરમ બનાવી રહ્યા છે. ભારતની વાત કરીએ તો પૂણેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રોપિકલ મિટિયરોલૉજીએ દેશના હવામાન વિશે હાથ ધરેલો અભ્યાસ સ્ફોટક પરિણામ દર્શાવે છે. સંસ્થાના જણાવ્યા પ્રમાણે - “આવતાં ૪૦ વર્ષમાં ભારતનું તાપમાન અત્યારના સ્તર કરતાં લગભગ ચાર ડિગ્રી સેલ્સિયસ જેટલું વધવાની શક્યતા છે. એટલું જ નહિ વરસાદ પણ અનિશ્ચિત બની જશે એ વધારામાં. ચોમાસાનો સમયગાળો નાનો થતો જશે, પણ એની તીવ્રતા વધુ હશે, કોઈક વર્ષે ભારે વરસાદ પડશે, તો કોઈક વર્ષે ખૂબ જ ઓછો. જેની સીધી અસર ખેતીના ઉત્પાદન ઉપર પડશે.” આમ, અનેક પ્રકારનાં પ્રદૂષણથી પર્યાવરણનો પ્રશ્ન વિકટ થતો જાય છે, ત્યારે જૈન દર્શનનો સિદ્ધાંત અત્યંત પ્રાસંગિક લાગે છે. આગમ ખોલો - વાંચો, વિચારો અને આચરો. તમારી બધી જ સમસ્યાનું સમાધાન થઈ જશે. આગમ અને પર્યાવરણ, આગમ અને જીવન વિકાસ, આગમ અને વિશ્વશાંતિ અરે એમ કહો કે આગમમાં શું નથી ? જૈન ધર્મ-દર્શનનો મુખ્ય પાયો એટલે અહિંસા. અહિંસા ફક્ત જૈન ધર્મદર્શનની પાયાની નીંવ ન રહેતાં તેના હૃદય - હાર્ટ સમી છે. સામાન્ય રીતે જોતાં અહિંસા અને પર્યાવરણ વચ્ચે એકાત્મકતાનો સંબંધ લાગે, પણ ખરેખર તો અહિંસા અને પર્યાવરણ બંને એક જ સિક્કાની બે બાજુ રૂપ છે. જૈન જીવન-પદ્ધતિમાં અહિંસા અને અપરિગ્રહને જે મહત્ત્વનું મૂળભૂત સ્થાન આપવામાં આવ્યું છે, એમાં ધાર્મિક-આધ્યાત્મિક દૃષ્ટિકોણ તો છે જ, કારણ કે જૈન ધર્મ આત્મલક્ષી, મોક્ષલક્ષી અને ત્યાગલક્ષી સાધના (જ્ઞાનધારા - SS ૯૫ = જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૧) Page #105 -------------------------------------------------------------------------- ________________ માટે પ્રેરિત કરતો હોવાથી અહિંસા અને અપરિગ્રહ અનિવાર્ય મનાયા છે. જ્યારે સામાજિક સ્તરે પણ અહિંસક-જીવન-પદ્ધતિને અપનાવવામાં ભાર મૂકવામાં આવ્યો છે. એમાં એક ઉદ્દેશ્ય પર્યાવરણના સંતુલન, સંરક્ષણ અને સંવર્ધનનો પણ છે, કારણ કે સૃષ્ટિમાં તમામ જીવનું અસ્તિત્વ સંકળાયેલું છે. તત્ત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વાતિ કહે છે : “પરસ્પરોપ ગ્રહો જીવાનામ્” જો કે સંપૂર્ણપણે શુદ્ધ અહિંસક પદ્ધતિની જીવનચર્યા કદાચ સંભવ ન થઈ શકે અથવા અતિ મુશ્કેલ હોય તો પણ અહિંસક જીવન પદ્ધતિ વગર પર્યાવરણની જાળવણી શક્ય નથી એ તો હકીકત છે. જૈન ધર્મ તો એમ કહે છે કે - “આ બધા જીવને પણ સ્વતંત્ર જીવન જીવવાનો અધિકાર છે. માટે એમની સુરક્ષા જરૂરી છે, તેમની સાથે એકાત્મકતા અનુભવો.' આ વાતને અહિંસાના સિદ્ધાંતની સાથે સાથે પર્યાવરણના સંદર્ભમાં જોવાનો સમય પાકી ગયો. તો જ જગતને નવો પ્રકાશ સાંપડશે. અહિંસક જીવન-પદ્ધતિને અહિંસક સમાજ-વ્યવસ્થા અને અહિંસક વલણ દ્વારા જ સહુને સમાન અસ્તિત્વ, સહ અસ્તિત્વ અને સમાન પૂર્ણ જીવનની ખાતરી આપી શકાય. “શ્રી દશવૈકાલિક સૂત્ર'માં પૂછવામાં આવે છે કે – “કંઈ રીતે ચાલવું, કઈ રીતે બેસવું, કઈ રીતે સૂવું, જેથી નિષેધાત્મક ઊર્જા - પાપકર્મો સંગૃહીત ન થાય.” ત્યાં જવાબમાં જીવન-પદ્ધતિ માટે એક સરસ શબ્દ વાપરવામાં આવ્યો છે.. “યતના, જયણા !' અર્થાત્ એવી જીવન-પદ્ધતિ કે જેના દ્વારા અન્યને પીડા ન પહોંચે. જતનાથી જ બધી પ્રવૃત્તિ કરીએ તો પર્યાવરણનો ભય ખોરવાય નહિ ને જીવનમાં પ્રલય આવે નહિ. પછી તો પાણી બચાવો”, “વૃક્ષ બચાવો', “કુદરત બચાવો'નાં સૂત્રો જીવનમાં જ વણાઈ જશે. આડેધડ કપાતાં જંગલોની જીવવૃષ્ટિ બચતાં પર્યાવરણની જાળવણી આપોઆપ થશે. જૈન ધર્મમાં સંપૂર્ણ સાધકજીવન માટે તો અહિંસા-અપરિગ્રહ અનિવાર્ય મનાયા છે, પણ ગૃહસ્થજીવનમાં કે જ્યાં આંશિક સાધના કરી શકાય છે ત્યાં પણ જીવન-પદ્ધતિને તો અહિંસા અને અપરિગ્રહવાળી જ બતાવવામાં આવી છે. (જ્ઞાનધારા - SYS S ૯૬ SIS જન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #106 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મમાં સામાજિક ક્ષેત્રે પર્યાવરણની જાળવણી અને સંતુલન માટે ગૃહસ્થ વર્ગને જે માર્ગદર્શન આપ્યું છે, એ ખરેખર અભુત છે. દરેક માણસને આજીવિકાની આવશ્યકતા રહે છે. જીવનયાપન માટે આર્થિક પાસું અતિ મહત્ત્વનું છે. માણસો એ માટે વાણિજ્ય-વ્યવસાયનો સહારો લેવાના જ. ગૃહસ્થ જીવનના શ્રાવક ધર્મના બાર વ્રતોમાં સાતમા ભોગોપભોગ વિરમણ વ્રતની વિશદ વિવેચના પંદર પ્રકારની વ્યાવસાયિક હિંસા કે જે પર્યાવરણનું સંતુલન ખોરવી નાખે છે, પર્યાવરણમાં પ્રદૂષણનો વધારો કરે છે, જે પંદર કર્માદાનના નામે એ પંદર પ્રકારના ધંધાઓ છે. શ્રાવકો બાર વ્રત આદરી શક્ય એટલી હિંસા ઓછી કરી પર્યાવરણની જાળવણી કરી શકે છે, તેમ જ મૂચ્છનું અલ્પીકરણ કરી “અપરિગ્રહ પરમો ધર્મ'માની પર્યાવરણની રક્ષા કરવાની જાગરુકતા કેળવી શકે છે. વળી, જીવની સાથે અજીવનો સંયમ આગમ જ દર્શાવી શકે. સર્વ અજીવ વસ્તુને પણ જતનાથી લેવી, મૂકવી, વાપરવી. આમાં જાણે કે હવા, પાણી, ધ્વનિ વગેરે પ્રદૂષણથી ખોરવાતાં પર્યાવરણને બચાવવાની વાત અનાયાસે સિદ્ધ થઈ જાય છે. અષ્ટપ્રવચનમાતાની વાતમાં એટલે સ્થૂલ પર્યાવરણ સાથે માનસિક પર્યાવરણની શદ્ધિની વાતો પણ ગૂંથી લીધી છે. કચરો, મળમૂત્ર, લીંટ વગેરે અશુચિ પરઠવાની વાત છે. નાની છતાં સ્વચ્છતાની દૃષ્ટિએ પણ મહત્ત્વની છે. કરવું, કરાવવું અને અનુમોદના કરવી એમ ત્રણ પ્રકારની હિંસાથી બચવાની વાત જૈન ધર્મનો સિદ્ધાંત જ બતાવી શકે. પર પ્રાણીની પોતાના હાથે કતલ કરનાર, હોટલમાં બેસી માંસાહારી વાનગી ખાનાર, મત્સ્ય ઉદ્યોગ જેવી કંપનીના શેર ખરીદનાર બધા જ પર્યાવરણના સરખા દુશ્મનો છે. - પર્યાવરણની અવધારણા સ્પષ્ટ કરતાં અમેરિકી રાષ્ટ્રીય વિજ્ઞાન એકાદમીએ ૧૯૬૬માં કહ્યું હતું કે - “વાયુ, પાણી, માટી, વનસ્પતિ, વૃક્ષ વગેરે પશુ મળીને પર્યાવરણ કે વાતાવરણની રચના કરે છે. આ બધા ઘટકો પારસ્પરિક સંતુલન બનાવી રાખવા માટે એકબીજાને પ્રભાવિત કરે છે અને આને જ પરિસ્થિતિ વિજ્ઞાન સંબંધી સંતુલન' કહે છે. જૈન ધર્મ સ્પષ્ટપણે માને છે કે અને આ એક સર્વ સ્વીકૃત વાસ્તવિકતા છે કે - “પર્યાવરણની સુરક્ષા, પર્યાવરણની કાળજી, પર્યાવરણની વૃદ્ધિ આ બધાનો આધાર માણસના વલણ ઉપર રહે છે. માણસનું વલણ જો જ્ઞાનધારા - ËSSSSSB ૯૦ === જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫) Page #107 -------------------------------------------------------------------------- ________________ અહિંસક અને સહકારભર્યું બને અને પોતાના સિવાય અન્યનો વિચાર કરે, તો જ પર્યાવરણ સમૃદ્ધ બનશે, પ્રદૂષણ નિયંત્રિત બનશે. આમ, સમભાવદયાભાવ પર્યાવરણ-શુદ્ધિ માટે મહત્ત્વનો છે. મૈત્રીથી મૈત્રી, અભયથી અભય અને અહિંસાથી અહિંસાની ઉત્પત્તિ થાય છે; અને એના વિકાસથી શસ્ત્ર અનાવશ્યક બની જાય છે. અણુશક્તિના આ યુગમાં અહિંસાનો અભિગમ અપનાવવો એ જ સુખી થવાનો રાજમાર્ગ છે. જૈન દર્શન'માં છ લેશ્યાનો સિદ્ધાંત દર્શાવ્યો છે. લેશ્યાની વાતમાં કેવું ઊડું વિજ્ઞાન છે. ‘વૃક્ષ પરથી ફળ લેવું છે, તો થડ કાપવાની જરૂર નથી, મોટી ડાળી કાપવાની જરૂર નથી, નાની ડાળી કાપવાની પણ જરૂર નથી, પાંદડાં કાપવાની જરૂર નથી, જરૂર હોય તેટલાં ફળ તોડવાની જરૂર નથી, નીચે પડેલાં ફળથી પણ કામ ચાલી જાય.' છ લેશ્માનું આ દૃષ્ટાંત પર્યાવરણની દૃષ્ટિએ પણ વિચારી શકાય. ભગવાન મહાવીર એક મહાવ્રતી, પૂર્ણ અહિંસક મહાપુરુષ હતા. પણ એમણે આમ-માનવી માટે અણુવ્રતોના રૂપમાં અલ્પ આરંભનો સચોટ ઉપાય દર્શાવ્યો છે. અલ્પ આરંભનું બીજું નામ અલ્પ-પરિગ્રહ વ્રત. તેવી જ રીતે ઉપભોગ-પરિભોગ વ્રતની સીમાથી ઉપભોક્તાવાદને અંકુશમાં લાવી શકાય છે. વળી અનર્થદંડ વિરમણ વ્રતથી અનર્થ હિંસાથી બચી શકાય છે. કે જેનાથી પર્યાવરણની રક્ષા થાય. આમ જોવા જેઈએ તો બાર વ્રત' પર્યાવરણના રક્ષક જ છે. આમ, સમગ્ર રીતે જોતાં પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં જૈન ધર્મનું યોગદાન શ્રેષ્ઠ ગણી શકાય. : જ્ઞાનધારા -૫૯૮ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ Page #108 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં H૨૦= જૈન ધર્મનું યોગદાન [ પ્રિ. ડો. કોકિલા હેમચંદ્ર શાહ] વર્તમાન યુગનો મહત્ત્વપૂર્ણ શબ્દ છે “પર્યાવરણ”. પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. આજે એકવીસમી સદીમાં વિજ્ઞાન અને ટૅકનોલૉજીના યુગમાં જીવન જીવવા માટે ભૌતિક સુવિધાઓ ઉત્તરોત્તર વધતી રહી છે, પરંતુ સમગ્ર દૃષ્ટિએ વિચાર કરીએ તો વિજ્ઞાન મેળવેલી અભૂતપૂર્વ સિદ્ધિઓ છતાં માનવજીવનમાં આનંદ કે શાંતિને બદલે અશાંતિ અને વિનાશકારક ભય વધારે છે. પ્રકૃતિનું અતિ શોષણ થઈ રહ્યું છે વિકાસને નામે, તેથી પર્યાવરણની વિષમ સમસ્યાઓ આપણે આજે અનુભવી રહ્યા છીએ. મહાવીર વાણીમાં આ વિશ્વવ્યાપી સમસ્યાઓનું સમાધાન મળે છે. વિશ્વના વિવિધ ધર્મોમાં જૈન ધર્મ પ્રાચીન અને સ્વતંત્ર ધર્મ છે. “દશવૈકાલિક સૂત્ર'ના પ્રથમ અધ્યયનમાં ધર્મની વ્યાખ્યા આપતા કહ્યું છે : ધબ્બો મંત્ર થિં ' - ધર્મ ઉત્કૃષ્ટ મંગલ' છે. અહિંસા, સંયમ અને તપ ધર્મ છે. ધર્મને આપણે વર્તમાન યુગના સંદર્ભમાં સમજીએ તો અહિંસા, સંયમ અને તપનું મૂલ્ય સમજાશે. વિશ્વને અહિંસક સંસ્કૃતિ અને સહઅસ્તિત્વની ભેટ આપનાર જૈન ધર્મ છે. અહિંસાના સૂરાધાર મહાવીરે કહ્યું છે - “મેરુ પર્વતથી ઊંચું અને આકાશથી વિશાળ જગતમાં કશું નથી, તેવી જ રીતે અહિંસા સમાન જગતમાં બીજો કોઈ ધર્મ નથી.” અહિંસાનો સિદ્ધાંત પર્યાવરણ સંતુલન માટે મહત્ત્વનો છે. અહિંસા એ ફક્ત ધાર્મિક આદર્શ જ નથી, પરંતુ તેનાથી ચઢિયાતું કોઈ વિજ્ઞાન નથી. જૈન ધર્મ એટલે જ પર્યાવરણ સંરક્ષણ. ધર્મ હમ્બગ નથી પરંતુ વ્યવહારુ જીવન સાથે એનો સંબંધ છે. જૈન દર્શન અનેકાન્તવાદી છે. તેમાં કોઈ વાત એકાંતે કહેવામાં આવી નથી. મહાવીરે ફક્ત મુક્તિની જ નહિ, વ્યક્તિ અને સમષ્ટિના સંબંધોની પણ ચર્ચા કરી છે. “જૈનદર્શન'માં આધ્યાત્મિક જ્ઞાન સાથે વ્યાવહારિક વિજ્ઞાનની દૃષ્ટિથી પણ વિશાળતા છે. આજે જ્યારે પર્યાવરણનો હ્રાસ થઈ રહ્યો છે, તે સમસ્યા-નિવારણ માટે જૈન ધર્મ ૧. દશવૈકાલિક સૂત્ર. ૧-૧ (જ્ઞાનધારા - SSSSS ૯૯==ES જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #109 -------------------------------------------------------------------------- ________________ માર્ગદર્શક બની શકે. જો કે “પર્યાવરણ' શબ્દ જૈન શાસ્ત્રોમાં નથી, પરંતુ પર્યાવરણ વિજ્ઞાનના સંદર્ભમાં જૈન આગમોમાં મહત્ત્વપૂર્ણ સૂત્રો ઉપલબ્ધ છે. દશવૈકાલિક, આચારાંગ આવશ્યક સૂત્ર, ભગવતી સૂત્ર, સૂત્રકૃતાંગ વગેરે આગમોમાં પર્યાવરણ સંબધી સૂત્રો છે.” ‘દશાવૈકાલિક સત્રમાં કહ્યું છે : “નયે વરે નયે વિ૮ અહીં ‘’ શબ્દ જયણા માટે વપરાયો છે - અર્થાત્ ચાલો વિવેકથી, ઊભા રહો વિવેકથી, બેસો વિવેકથી, બોલો વિવેકથી - જીવનની તમામ પ્રવૃત્તિઓ વિવેકથી કરવી તે જ ધર્મ છે. જયણાથી બધી પ્રવૃત્તિઓ કરીએ તો પર્યાવરણની જાળવણી આપોઆપ થઈ જશે. મહાવીરે કહ્યું છે : “દુર્લભ વસ્તુઓ ચાર છે અને તેમાં પહેલી છે મનુષ્ય-જન્મ. જગતના મહાન ચિંતકોએ મનુષ્યજન્મને શ્રેષ્ઠ કહ્યો છે. કારણ કે મનુષ્યમાં જ પ્રજ્ઞા છે, બુદ્ધિ છે, તે પ્રગટ થાય છે ત્યારે જ વિવેકની ખિલવણી થાય - એટલે માણસ પોતાની બુદ્ધિને માત્ર સર્જનમાં જ નહિ પણ રક્ષણમાં અને પાલનમાં પણ ખર્ચે ૧૦ વિશ્વમંગલ અને વાત્સલ્યભાવની સજીવમૂર્તિ મુનિશ્રી સંતબાલજીની ધર્મમય સમાજરચના એ કલ્પના કે અવ્યવહારુ તરંગ નથી, પણ વર્તમાન સમસ્યાના ઉકેલનો મૌલિક માર્ગ છે દુલેરાય માટલિયા કહે છે : “સંતબાલજીની વિચારધારા અને પ્રવૃત્તિઓ દ્વારા જે સત્યનું પ્રતિપાદન થયું છે તે આ જ છે - વ્યવહારમાં તો અહિંસાનો પરમધર્મ જ પ્રગટ રૂપે છે, માટે તેને શાશ્વત ધર્મ તરીકે વ્યવહારનયે તીર્થકરોએ પ્રબોધ્યો છે. જેમાં કોઈ પ્રાણીનું દુઃખ કે અહિત હોય ત્યાં દયા નથી, ત્યાં ધર્મ નથી. અત્ ભગવંતના કહેલ ધર્મથી સર્વ પ્રાણી અભય થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર આ ૨. આચારાંગ સૂત્ર - ૧ ૩. આવશ્યક સૂત્ર ૪. સૂત્રકતાંગ ૫. આવશ્યક ભાષ્ય ૬. ભગવતી સૂત્ર ૭. ઉત્તરાધ્યયન સૂત્ર ૮. દશવૈકાલિક સૂત્ર ૫ - ૮ ૯. ઉત્તરાધ્યયન સૂત્ર ૩ - ૧ ૧૦. પંડિત સુખલાલજી દર્શન અને ચિંતન-૪ પાનાં ૨૦૪. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. (જ્ઞાનધારા-પS SSS ૧૦૦ SSC જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #110 -------------------------------------------------------------------------- ________________ સર્વસામાન્ય ધર્મ વર્ણવતાં કહે છે - ધર્મ તત્ત્વ જો પૂછ્યું મને તો સંભળાવું સ્નેહ તને, જે સિદ્ધાંત સકલનો સાર સર્વમાન્ય. સહુને હિતકાર, ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન, અભયદાન સાથે સંતોષ, ઘો પ્રાણીને દળવા દોષ, પુષ્પપાંખડી જયાં દુભાય, જિનવરની ત્યાં નહિ આશા, સર્વજીવનું ઇચ્છો સુખ, મહાવીરની છે શિક્ષા મુખ્ય, ધર્મસકળનું એ શુભ મૂળ એ વિણ ધર્મ સદા પ્રતિકૂળ મહાવીર વાણીનો સૌથી પ્રાચીન ગ્રંથ છે “આયારો - દ્વાદશાંગી'નું પ્રથમ અંગસૂત્ર આચારાંગ, જેમાં જૈન ધર્મના મૌલિક સિદ્ધાંતો મર્મ સાથે, સુસંવાદી રીતે રજૂ થયા છે અને જેમાં જીવન-વ્યવહારની અને અધ્યાત્મની એકરૂપતા પ્રબોધી છે. એના પહેલા અધ્યયનમાં ઠાંસી ઠાંસીને પર્યાવરણ વિજ્ઞાન ભર્યું છે. આ અધ્યયન છે “સત્યા પરિશ્નો - “શસ્ત્રપરિજ્ઞા' કદાચ પર્યાવરણ સંતુલન સંબંધિત સમસ્યાના ઉકેલમાં આનાથી વધારે મહત્ત્વપૂર્ણ કોઈ સંદેશ હોઈ શકે નહિ. મુનિશ્રી સંતબાલજીના શબ્દોમાં - “જીવનવ્યવહાર અને આધ્યાત્મિકતા ભિન્ન ભિન્ન ન હોઈ શકે તે વાતની આચારાંગ સાક્ષી આપે છે.” હિંસા અને મમત્વનો ત્યાગ એ આચારાંગ પ્રણીત જીવનશાંતિનું મૂળ એ બે તત્ત્વોમાં છે. આચારાંગના પ્રથમ અધ્યયન શસ્ત્રપરિજ્ઞાતામાં અહિંસા વિશે સમજાવતા છકાયના જીવોની સૃષ્ટિનું વર્ણન કરી તેના પ્રત્યે નિર્દોષ વ્યવહારનું નિર્દેશન કર્યું છે. આ ષડજીવની કાયનો સિદ્ધાંત પર્યાવરણ વિજ્ઞાનનો મહત્ત્વનો સિદ્ધાંત છે. આ સંસારમાં પૃથક પૃથક સર્વ સ્થળે ભિન્ન ભિન્ન પ્રકારનાં પ્રાણીઓ વસે છે. તેમને પરિતાપ ન થાય, પણ તે સુખપૂર્વક જીવી શકે તેવું સંયમી જીવન જીવવાનું કહ્યું છે. આ સિદ્ધાંતને વિજ્ઞાનમાં Preservation of bio-diversiy' કહે છે જે પર્યાવરણ સંરક્ષણ માટે જરૂરી છે. નાનાં-મોટાં બધાં પ્રાણીઓમાં ચૈતન્ય છે, માટે સહુ પ્રત્યે અનુકંપા રાખી પ્રેમનો પ્રવાહ અખંડ રાખવો. અહિંસાનું આવું સૂક્ષ્મ-વિશ્લેષણ કદાચ જૈનદર્શન સિવાય ક્યાં ય જોવા નહિ મળે. પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિ, વાયુ અને ત્રસકાયના જીવોનું વર્ણન કરી છકાયના જીવોને અભયદાન દેવાનો મંત્ર આપતા મહાવીરે ૧૧. શ્રીમદ્ રાજચંદ્ર - પદ તત્ત્વજ્ઞાન ૧૨. શ્રીમદ્ રાજચંદ્ર - અમૂલ્ય તત્ત્વવિચાર (પદ) (જ્ઞાનધારા -૫ ====ી ૧૦૧ === જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #111 -------------------------------------------------------------------------- ________________ આ અધ્યયનમાં અહિંસાના વિકાસ અને શસ્ત્રપરિહારના સંકલ્પ માટે વિવેક, સંયમ અને સાવધાનીની ત્રિવેણીની અગત્યતા સમજવી તેને નિર્દોષ જીવન કહ્યું છે. આ અધ્યયનનો સાર શ્રીમદ્ રાજચંદ્ર નીચેના પદ્યમાં આપી દે છે - નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે એ દિવ્યશક્તિમાન જેથી જંજીરેથી નીપજે પર વસ્તુમાં નહિ મૂંઝવો એની દયા મુજને રહી એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતું દુઃખ તે સુખ નહિ.૩ જેનાથી બીજા દુભાય નહિ, હણાય નહિ અને સર્વ પ્રકારની સલામતી અને અભય અનુભવે તે વ્યવહાર નિર્દોષ છે. આવા નિર્દોષ સુખનું તો સર્વજીવને સ્વાતંત્ર્ય છે કારણ કે એમાં બીજા સુખ-સ્વાતંત્ર્યની રક્ષાનો વિવેક અને સંયમ રહેલા છે. બીજાના દુઃખથી પ્રાપ્ત કરેલું સુખ તે સુખ નથી, પણ સુખાભાસ છે, એના ગર્ભમાં દુઃખ પડેલ છે, જે પાછળથી દુઃખ અને સંકટનું કારણ બને છે. - આ “શસ્ત્ર પરિજ્ઞા'ના પાયા પર આચાર ધર્મની ઈમારત ચણવાનો પ્રારંભ કરી આપણે હિંસા અને મમત્વ છોડીએ તો પર્યાવરણનો સંરક્ષણનો પ્રશ્નનો ઉકેલ સરળ બને છે. આમ, પર્યાવરણનો સંબંધ અહિંસા સાથે છે. કોઈ પણ પ્રાણીની હિંસા ન કરો એ જ શાશ્વત ધર્મ છે.” એમ જૈન શાસ્ત્રોમાં કહ્યું છે. અહિંસા, સંયમ અને તપ આ ત્રણ શબ્દોમાં સમગ્ર જૈન જીવન-શૈલીનો સમાવેશ થઈ જાય છે. હિંસાનું મૂળ છે પ્રમાદ અને રાગ-દ્વેષ, જે થકી વ્યક્તિની દૃષ્ટિ પદાર્થ પર કેન્દ્રિત થઈ જાય છે. પદાર્થ કેન્દ્રિત અને સ્વાર્થકેન્દ્રિત ચેતના એટલે હિંસા. જેનાથી શરૂ થાય છે પર્યાવરણની સમસ્યા. આથી, ભગવાન મહાવીરે કહ્યું છે : “પ્રકૃતિની છેડછાડ ન કરો, પોતાના સ્વાર્થ માટે અન્ય પ્રાણીઓને કષ્ટ ન આપો, એમને હણો નહિ. સર્વજીવને જીવવાનો હક્ક છે. પ્રકૃતિના નિયમોનું આપણે ઉલ્લંઘન ન કરીએ એમાં જ શ્રેય છે.” પર્યાવરણ-સમસ્યાનું બીજું કારણ છે અસંયમ માણસ પૈસા, સુવિધાની પાછળ આંધળી દોટ મૂકે છે. એ માટે કંઈ પણ કરવા તૈયાર છે - વનોનાં નાશ, વૃક્ષોનો નાશ, પાણીનો વ્યય. જે જમાનામાં માઈક્રો ઓર્ગેનિઝમ્સની કોઈ કલ્પના પણ સામાન્ય જગતને ન હતી, તે જમાનામાં જૈન આર્ષદ્રષ્ટાએ આગમ ગ્રંથોમાં પાણીની પ્રત્યેક બિંદુમાં રહેલ ૧૩. તત્ત્વાર્થ સૂત્ર. ઉમાસ્વાતિ (જ્ઞાનધારા- = ૧૦૨ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #112 -------------------------------------------------------------------------- ________________ અગણિત સૂક્ષ્મતમ જીવોનું વર્ણન વગર માઈક્રોસ્કોપે કર્યું છે. તેથી પાણીને ઘીની જેમ વાપરવાનું કહ્યું છે. જેનશાસ્ત્રોમાં જે સંયમનાં સૂત્રો છે તેમાં પર્યાવરણ સંતલનનું અદ્ભુત દર્શન થાય છે. ઇચ્છાઓનો સંયમ કરો. ઇકોલૉજીનો એક સિદ્ધાંત છે - લિમિટેશન - પદાર્થની સીમા છે. ઇચ્છાઓ અસીમ છે. પદાર્થના ઉપભોગની સીમા એ પર્યાવરણ વિજ્ઞાનનું સૂત્ર છે. એને લીધે હિંસા ઓછી થશે. અનર્થ હિંસા, મહારંભ અને મહાપરિગ્રહથી બચવાનું જૈનશાસ્ત્રોમાં કહ્યું છે. મહાવીરનું અર્થશાસ્ત્ર અદ્ભુત છે. ઈચ્છાઓ વધારો અને ઉત્પાદન વધારો એ અવધારણા પર આધારિત આજનું અર્થશાસ્ત્ર જૈનોને સ્વીકાર્ય નથી. આ અવધારણાને લીધે પ્રકૃતિ સાથે અન્યાયી વ્યવહાર થાય છે. માનવી ક્રૂર અને હિંસક બને છે. આમ, જ્યારે ઇચ્છાઓ અનંત બને છે ત્યારે જ પર્યાવરણની સમસ્યા થાય છે. આર્થિક વિકતિઓ જન્મે એવા અર્થશાસ્ત્રનો પણ જૈન ધર્મમાં ઇન્કાર છે. સંયમપૂર્ણ વ્યવહાર એ જ ધર્મ છે. જૈન આચારસંહિતાના ભોગોપભોગના વ્રતનું એટલે જ મહત્ત્વ છે. સંયમપૂર્ણ વ્યવહાર એ જ ધર્મ છે - અને સ્વ-નિયંત્રણની ક્ષમતા એ જ તપ છે. જૈન આચારના નાના નાના નિયમોનું ઘણું મહત્ત્વ છે. બારવ્રત રૂપ જીવનપદ્ધતિ, વ્યસનમુકિત વગેરેના આચરણથી વિશ્વ પર્યાવરણની સમસ્યાથી મુક્ત બની શકે. પર્યાવરણ સુરક્ષાનું સૌથી મહત્ત્વપૂર્ણ સૂત્ર છે, સહઅસ્તિત્વ - Peaceful - co-existence- નો બોધ - એકબીજાને સહાય કરવી તે જીવોનું લક્ષણ છે. “તત્ત્વાર્થ સૂત્ર'માં કહ્યું છે : “પરસ્પરોપ ગ્રહો નીવનામૂ” માનવીએ અન્ય જીવસૃષ્ટિને સહાયક બનવાનું છે. એ માટે સહુ પ્રત્યે અનુકંપા રાખી પ્રેમનો પ્રવાહ અખંડ રાખવો - ‘મિત્તિને સત્ર મૂસું' એ સૂત્રના અમલ દ્વારા મૈત્રીની ભૂમિકા માટે અખેદ, અદ્વેષ અને અભયનો વિકાસ કરવો જરૂરી છે. આચાર્ય ઉમાસ્વાતિએ કહ્યું છે : “રાગદ્વેષનો પ્રાદુર્ભાવ એ જ હિંસા છે.” સમગ્ર લોકનું સ્વરૂપ જાણીને કોઈ પણ જીવની હિંસા ન કરવી એમ તીર્થકરો કહી ગયા છે. એ મુજબ નિર્ભય થાઓ અને બીજાને અભય આપો એ જ જૈન ધર્મનું હાર્દ છે. વસ્તુતઃ પર્યાવરણની સમસયાઓનું મૂળ છે - (૧) હિંસા, (૨) અનિયંતિ ઇચ્છા, (૩) અસીમિત ભોગ (૪) પરિગ્રહ. (જ્ઞાનધારા - SMS ૧૦૩ ===ણે જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫] Page #113 -------------------------------------------------------------------------- ________________ આ સર્વેનું નિયમન કરવાનાં સૂત્રો જેનશાસ્ત્રોમાં છે અર્થાત્ પર્યાવરણની સમસ્યાના સમ્યક ઉપાય માટેનાં સૂત્રો નીચે પ્રમાણે છે : (૧) અહિંસા સૂત્ર - જેનો આધાર છે “Reverence for life' પંડિત સુખલાલજીના શબ્દમાં આત્મૌપમ્ય - દરેક જીવને આત્મ તુલ્ય સમજો. (૨) સર્વજીવોનું રક્ષણ કરો - જીવો અને જીવવા દો. (૩) જયણા - કોઈ પણ વસ્તુનો અનાવશ્યક ઉપભોગ ન કરો. જેમ કે - વીજળી - લાઇટ, પંખા વગર-જરૂરિયાતે ચાલુ ન કરો. (૪) સંયમ અને તપનું આચરણ - મનની તૃષ્ણા અનંત છે, તેને નિયંત્રિત કરો - એ જ મહાવીરનું અહિંસાદર્શન છે. (૪) ભૌતિકવાદની આંધળી દોટ - લોભવૃત્તિ - પરિગ્રહત્યાગ ભય અને હિંસા પરિગ્રહમાંથી જન્મ લે છે. આપણે જો અભય થવું હોય તો અપરિગ્રહી બનવા માટે પહેલો પ્રયત્ન કરવો પડશે, માનસિક પર્યાવરણની જાળવણી, કષાયમુક્તિ દ્વારા થાય છે. જૈનદર્શનમાં ઇરિયાવહી'નું મહત્ત્વ છે. કોઈ પ્રત્યે હિંસક કે દૂર વર્તન થઈ જાય તો ક્ષમા માગવાનું કહ્યું છે. ક્ષમા સાથે મૈત્રી જોડાયેલી છે. ઉત્તરાધ્યાયન સૂત્રમાં કહ્યું છે - “બધા સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો એ જ પ્રેમ છે, અહિંસા છે, બધાના અસ્તિત્વનો સ્વીકાર છે.” મહાવીરનું અર્થશાસ્ત્ર આધ્યાત્મિક અને ભૌતિક મૂલ્યોની સાપેક્ષ સ્વીકૃતિ છે સાધનશુદ્ધિ અને ઉપભોગની મર્યાદાને તેમાં મહત્ત્વ આપવામાં આવ્યું છે. આમ, જૈન ધર્મ પ્રમાણે ઈચ્છાઓનું નિયંત્રણ એ સંયમની આવશ્યકતા દરેક ક્ષેત્રમાં જરૂરી છે. જૈનદર્શન ઉપભોગની સીમાનું સૂત્ર અને નૈતિકતાની આચારસંહિતા આપી સત્યાઘેગ્રાહી દૃષ્ટિકોણ પર પ્રકાશ પાડ્યો છે. જેનદર્શન આત્મવાદી હોવા છતાં એમાં સમષ્ટિના કલ્યાણનાં સૂત્રો છે. પર્યાવરણ સંદર્ભમાં જૈનદર્શન સમસ્યાના ઉકેલ માટેના સમ્યફ ઉપાય સૂચવે છે. વર્તમાન સંદર્ભમાં જૈન ધર્મ પર્યાવરણ સંરક્ષણ માટે માર્ગદર્શક બની શકે. આમ, જૈન ધર્મનું યોગદાન પર્યાવરણ વિજ્ઞાનના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ છે. F O (જ્ઞાનધારા - SSSSB ૧૦૪ GEET જેન સાહિત્ય જ્ઞાનસત્ર-) Page #114 -------------------------------------------------------------------------- ________________ રિવE પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં જૈન ધર્મનું યોગદાન | લે. ડો. રમણીકભાઈ જી. પારેખ | (M.Sc. Ph.D. FIC) હિંસા અને મમત્વનો ત્યાગ એ જૈન ધર્મનો પ્રધાન સૂર છે. અહિંસા અને અપરિગ્રહ જળવાતાં વિશ્વમૈત્રી, વિશ્વવાત્સલ્ય અને જીવન વિકાસયાત્રા આગળ વધે છે. સંસ્કારિતા એ ધર્મનું ફળ છે. “અહિંસા પરમો ધર્મ', જીવો અને જીવવા દો.” અને “મા હણો મા હણોજેવા મંત્રોપદેશ દ્વારા વિશ્વ સમસ્ત અભયદાનનો મંત્ર આપેલ છે. જૈન ધર્મ વિશ્વનો અદ્વિતીય અત્યુત્તમ ધર્મ છે. ભગવાન મહાવીરની અહિંસા આત્મસિદ્ધિના છોડ ઉપર ઊગેલ દિવ્ય પુષ્પ જેવી હતી. તેમણે તમામ વિષયો પર સૂક્ષ્માતિસૂક્ષ્મ પદાર્થોનું પૃથક્કરણ કરી આપણી એટલી બધી ખેવના કરી છે, જે હેય, શેય અને ઉપાદેયના સ્વરૂપથી પૂર્ણ છે. આજનું વિજ્ઞાન તેને કોઈ કાળે આંબી શકે તેમ નથી. જૈન ધર્મનો પ્રત્યેક સિદ્ધાંત વિજ્ઞાનને ત્રાજવે તોળી જુઓ તો તેમાં નક્કર સત્ય અનુભવાશે. ઉમાસ્વાતિજીએ ‘તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે : “પરસ્પર ગ્રહો જીવાનામ્” - જીવોનું પરસ્પરાવલંબન જ વિશ્વશાંતિનો આધાર છે. જીવન એકબીજાના આધાર પર નિર્ભર છે. જેન ધર્મ અહિંસાપ્રધાન ધર્મ છે. તે સુખ સુખાય સર્વ હિતાયનો સંદેશ આપે છે. મહાવીર પ્રભુએ નાનામાં નાના જીવ, વૃક્ષ, વનસ્પતિ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ - આ બધામાં જીવન દર્શાવીને એમની રક્ષાની જાગૃતિ ફેલાવી. યુદ્ધની હિંસા, વ્યક્તિગત હિંસા, માનસિક હિંસા અને હિંસાની અનુમોદનામાંથી દૂર રહેવા ઉપદેશ આપ્યો. પ્રાણીમાત્રની કલ્યાણની ભાવના વિકસાવી. તેમણે પર્યાવરણની ચિંતા પરાકાષ્ઠાએ પહોંચીને કરી હતી. તેઓ પર્યાવરણ-ચિંતક હતા અને તેમનો અભિગમ વૈજ્ઞાનિક હતો. ધર્મનું પ્રથમ લક્ષણ અહિંસા છે, જ્યારે સહનશીલતા બીજું લક્ષણ છે. ધર્મની યથાર્થતા છે જ્ઞાનનો, શ્રદ્ધાનો, સ્વ(આત્મ)ભાવનો અને આત્મશાંતિનો પૂર્ણ વિકાસ. અહિંસા પૂર્ણ જાગરુકતા(Awareness)ની દશા છે. (જ્ઞાનધારા -૫ % ૧૦૫ = જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #115 -------------------------------------------------------------------------- ________________ અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્તવાદ એ કોઈ ત્રણ ભિન્ન સિદ્ધાંત નથી, પણ એક જ સિદ્ધાંતના ત્રણ આયામ છે. જૈન ધર્મના સૌથી પ્રાચીન ગ્રંથ “આચારાંગ સૂત્ર'માં કહેવાયું છે : “કોઈ પણ જીવની હિંસા કરવી નહિ – કરાવવી નહિ – કરનારને અનુમોદના આપવી નહિ.” હિંસાનાં કારણો અને સાધનોને વિવેક બતાવ્યો છે. આત્મા-પરમાત્મા સાથે ખનીજ, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિથી માંડીને માનવ સુધી જોઈએ તો નાના નાના જીવ આત્મા-પરમાત્મા સાથે જોડાયેલા છે. એથી માનવું પડે છે કે વિશ્વના પ્રાણીમાત્ર, ધર્મ સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલ છે. પર્યાવરણ : “આ જગતમાં હું એકલો નથી, માત્ર મારું જ અસ્તિત્વ નથી.” આ પર્યાવરણનું વિજ્ઞાનનું મૌલિક-સૂત્ર છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની આસપાસ તમામ દિશાઓમાં પર્યાવરણનું કવચ પહેરીને શ્વાસ લઈ રહી છે. તેના પરિપાર્શ્વમાં જીવ અને અજીવ બંનેનું પર્યાવરણ છે. માટી, પાણી, અગ્નિ, વાયુએ છોડ, વૃક્ષોનું રક્ષણ કરવું, એટલે પોતાના અસ્તિત્વનું રક્ષણ કરવું, તેમના પ્રદૂષણનો અર્થ છે, જીવનને જોખમમાં નાખવું, કારખાનાનો કચરો, પ્રદૂષિત પાણી-માટી અને જળને પ્રદૂષિત કરી રહ્યાં છે. ચિમનીઓનો ધુમાડો વાયુમડળને દૂષિત કરી રહ્યો છે. પ્રદૂષણનાં કારણોને માણસ જાણે છે, છતાં તે પ્રદૂષણમાં સતત વૃદ્ધિ કરી રહ્યો છે તેની પાછળ તેનું અજ્ઞાન કામ કરી રહ્યું છે. બીજું કારણ છે આધ્યાત્મિક સ્વાથ્યની ઊણપ. ભગવાન મહાવીરે કહ્યું છે: “માટી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિ - આ તમામમાં જીવ છે. તેમના અસ્તિત્વનો અસ્વીકાર ન કરો. તેમના અસ્તિત્વના અસ્વીકારનો અર્થ છે પોતાના જ અસ્તિત્વનો અસ્વીકાર. પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરનાર વ્યક્તિ તેમના જ અસ્તિત્વને નકારી શકે છે. સ્થાવર અને જંગમ, દશ્ય અને અદશ્ય તમામ જીવોનું અસ્તિત્વ સ્વીકારનાર વ્યક્તિ જ પર્યાવરણ સાથે ન્યાય કરી શકે છે. બીજાઓનું અસ્તિત્વ, ઉપસ્થિતિ, કાર્ય અને ઉપયોગિતાને સ્વીકારનાર માણસ જ વ્યક્તિ અને સમાજ વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરી શકે છે. જ્ઞાનધારા-૫ ===== ૧૦૦ SSSS જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #116 -------------------------------------------------------------------------- ________________ અહિંસા સામંજસ્યનું સૂત્ર છે પર્યાવરણ, વિજ્ઞાન અને અહિંસામાં અભિન્નતા છે. આ વિજ્ઞાન વર્તમાન શતાબ્દીને ભેટ છે. અહિંસાનો સિદ્ધાંત અત્યંત પ્રાચીન છે. મહાવીર પ્રભુ સાથે વનસ્થલીનું નામ જોડાયેલું છે. વનમાં રહેનાર માણસે નગર વસાવ્યું. વનમાં જે ઉપલબ્ધિ છે તે નગરમાં નથી. એ અનુભૂતિએ વળી પાછું વનસ્થલી સાથે જોડ્યું છે. વૃક્ષો અને માણસને ક્યારે અલગ પાડી શકાતાં નથી, વૃક્ષો દ્વારા ઑક્સિજનની પૂર્તિ થતી રહે છે. તેનાથી આપણું આરોગ્ય જળવાઈ રહે છે. તે આધ્યાત્મિક આરોગ્યના વિકાસમાં સહાયક નીવડે છે મહાવીર પ્રભુ પોતાના સાધનાકાળમાં અનેક વૃક્ષો નીચે રહ્યા હતા. તેમને શાંતિવૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું હતું. આજે પર્યાવરણ-પ્રદૂષણનો કોલાહલ જોરશોરથી સાંભળવા મળે છે. સુવિધાવાદી આકાંક્ષાની આગ ભભૂકતી રહે અને પ્રદૂષણનો ધુમાડો ન નીકળે એ કઈ રીતે શક્ય બને? અહિંસા સિદ્ધાંતની ઉપેક્ષા કરીને પર્યાવરણપ્રદૂષણની સમસ્યા ઉકેલી શકાય તેમ નથી. આજે દુનિયા પ્રદૂષણથી ઘેરાઈ ગઈ છે. વૃક્ષોના નાશ માનવીને અનેકવિધ સમસ્યાનો સામનો કરવો પડે છે. પ્રાણીઓની અમુક જાતો નષ્ટ થઈ ગઈ છે. - પર્યાવરણ પ્રકૃતિનાં સર્વ અંગોની જાળવણીનું વિજ્ઞાન છે. પ્રારંભે પૃથ્વી ગાઢ જંગલોથી આચ્છાદિત હતી. ધીમે ધીમે ઉત્ક્રાંતિ થઈને માનવીએ વિકાસ સાધવો શરૂ કર્યો. આ વિકાસ એટલો બધો થઈ ગયો કે પ્રકૃતિને તેનું સંતુલન ગુમાવવાનો વારો આવ્યો. જંગલોનો સફાયો થવાની શરૂઆત થઈ. અંધાધૂધ કાપણીથી વૃક્ષોનો પારાવાર નાશ થયો. માનવીની આવી ટૂંકી દૃષ્ટિથી સૌથી વધુ ભોગ બન્યું હોય તો તે વનો, અરણ્યો, જંગલો વગેરેમાં વૃક્ષો છે. જેમ જેમ વૃક્ષોની સંખ્યા ઘટતી ગઈ તેમ તેમ કાર્બનડાયૉકસાઇડ વાયુની માત્રા વાતાવરણમાં વધતી ગઈ. એ ઑક્સિજનનું પ્રમાણ ઘટતું ગયું, જેથી વાતાવરણ પ્રદૂષિત બન્યું. આ પરિસ્થિતિ માનવજાત માટે ખતરનાક સાબિત થઈ શકે. આજે વિશ્વભરમાં “વૃક્ષો બચાવો' આંદોલન ઝડપથી ચાલી રહ્યું છે. આજથી પચીસસો વર્ષ પહેલાં વૃક્ષ તો શું નાનું પાંદડું તોડવાની આજ્ઞા પ્રભુએ આપી નથી. (જ્ઞાનધારા - SEMES ૧૦૦ === જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #117 -------------------------------------------------------------------------- ________________ રેફ્રિજરેટર, એરકન્ડિશનર વગેરે ઉપકરણોના ઉત્પાદનમાં વપરાતા વિવિધ વાયુથી વાયુમંડળનું ઓઝોનલેચર પાતળું પડતું જાય છે. જે પર્યાવરણમાં અસંતુલન ઊભુ કરી શકે. વિવિધ પ્રકારનાં યંત્રોએ, હવાઈ જહાજોએ ધ્વનિ તેમ જ વાયુનું પ્રદૂષણ વધારેલ છે, જે સ્વાથ્યને હાનિકર્તા છે. વાયુના પ્રદૂષણથી શ્વાસોચ્છવાસમાં અવરોધ ઉત્પન્ન થવાથી રોગના ભોગ બનાય છે, પ્રભુ મહાવીરે જૈન દર્શન'માં આના બધાના ઉપાયો બતાવ્યા છે. નદી-સરોવર-જળાશયોમાં રિફાઈનરીના કૅમિકલ્સ, રંગરસાયણનું પ્રદૂષિત પાણી, ઉદ્યોગોનો ઝેરી કચરો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઠલવાય છે, જેને કારણે પશુ, જળચર જીવો મૃત્યુને ભેટે છે. આ પ્રદૂષિત પાણી મનુષ્યના સ્વાથ્ય માટે હાનિકારક છે. પીવાના સ્વચ્છ પાણીની તંગી દિન-પ્રતિદિન વધતી જાય છે. અગ્નિ સંબંધી ચાલતાં એકમોનો ધુમાડો વાતાવરણને પ્રદૂષિત કરે છે. ગ્લોબલ ટેમ્પરેચર વધારે છે, જે પર્યાવરણ અસંતુલન કરે છે. “કર્મ' અને આદાન' શબ્દથી કર્માદાન' શબ્દ બનેલ છે. કર્મના ગ્રહણને કર્માદાન કહે છે. જે પ્રવૃત્તિના સેવનથી ઘણી હિંસા થાય છે. શ્રાવક માટે તે વર્જિત છે, તાજ્ય છે. દરેક માણસને આજીવિકાની આવશ્યકતા રહે છે. ગૃહસ્થજીવનનાં વ્રતોમાં સાતમાં ભોગપભોગ પરિમાણવ્રત આજના સંદર્ભે વિશેષ નોંધપાત્ર છે. જૈન પ્રણાલી પ્રાચીન સમયથી પર્યાવરણના સંરક્ષણ-સંવર્ધન માટે જાણીતી હતી. મહાવીર પ્રભુએ કહ્યું : “દરેક માનવીએ અનર્થ હિંસા અને અનાવશ્યક હિંસાથી બચવું જોઈએ.” મૂંગા પશુઓ માનવજાતના ઉપકારી છે. સંવેદનશીલ હૃદય ધરાવતો માનવ, પ્રાણીને જીવંત ગણીને વ્યવહાર કરવાને બદલે એને ઉપભોગની વસ્તુ માને છે - પોતાના મોજશોખ ખાતર પ્રાણીને પરવશ અને પાંગળા બનાવી હત્યા કરે છે. જગતને સંપૂર્ણ શાકાહાર તરફ વાળવાનું વૈશ્વિક દર્શન આપનારા કહે છે - “માનવજાતને માટે પ્રાણીઓની પીડાનો અંત લાવવાનો સમય આવી ગયો છે, જીવદયા, પશુરક્ષા તથા શાકાહારનો પ્રચાર-પ્રસાર અનિવાર્ય બની ગયો છે. (જ્ઞાનધારા - SYEES ૧૦૮ 5 જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #118 -------------------------------------------------------------------------- ________________ માવજાતમાં વધી રહેલો અસંયમ, અઢળક ધન, ભૌતિક સુખસગવડોની અસીમ લાલસાથી જંગલોને કાપી રહ્યો છે. જેમ જેમ જંગલો કપાતાં જશે તેમ તેમ વધેલાં ઝાડપાન પર કાર્બન-ડાયૉકસાઇનો બોજો વધતો જશે. ઈશ્વરે એમને વાચા નથી આપી, પણ એ સજીવ તો છે ને ? એની પીડા કોને કહેશે ? વિજ્ઞાન પદાર્થના બંધારણમાં ફેરફાર કરી શકે છે. વિજ્ઞાન માનવીના મનમાં રહેલી બુરાઈઓ દૂર કરી શકતું નથી, પરંતુ વિજ્ઞાનમાં ધર્મદ્રષ્ટિ લાવવાથી બુરાઈઓ થઈ શકે છે. એકલા વિજ્ઞાનનું વર્ચસ્વ સ્વીકારવાથી આ વિશ્વ માનસિક અશાંતિ, યુદ્ધની ભયાનકતા અને દુઃખની કરુણ રોકકળ તથા વિલાપમાં ડૂબી જશે, પણ વિજ્ઞાનમાં ધર્મદષ્ટિ લાવીને વિજ્ઞાનના વિકાસમાં આવતી વિકૃતિ અટકાવી શકીશું. વિજ્ઞાનમાં ધર્મદૃષ્ટિ કેળવવી અત્યંત જરૂરી છે. વનસ્પતિમાં જીવ છે; જૈન તત્ત્વદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો જેમ કે પાણીના એક ટીપામાં અસંખ્ય જીવ છે. આજે વિશ્વસ્તરે વૈજ્ઞાનિકો સ્વીકારી રહ્યા છે. આ વિશ્વમાં જીવસૃષ્ટિમાં મનુષ્ય સર્વોપરી પ્રાણી છે, એમ જૈન તત્ત્વદર્શન અને વૈજ્ઞાનિકો સ્વીકારે છે. ધર્મ પોતે વિજ્ઞાન છે અને વિજ્ઞાન પાસે તર્ક છે, અને પ્રયોગોનું જ્ઞાન છે. ધર્મ પાસે અનુભૂતિનું સત્ય છે. જૈન-સાધુના આચારમાં પર્યાવરણની કેટલી બધી ખેવના જોવા મળે છે ? જૈન- સાધુનું આત્યંતિક ત્યાગયુક્ત સર્વવિરતિવાળું જીવન પર્યાવરણ માટે ઉત્કૃષ્ટ અદ્ભુત ઉદાહરણ છે જૈન સાધુભગવંતના જીવનમાં પર્યાવરણની ઉત્તમોત્તમ રક્ષાનું નિધાન અને આત્માની ઉત્કૃષ્ટ શુદ્ધતાનું વિજ્ઞાન સમાયેલ છે. પર્યાવરણના એક પણ પાસાને દૂષિત કર્યા વિના જીવન વ્યતીત કરનાર જૈન-સાધુની જોડ જગતમાં મળી શકે તેમ નથી. એટલું જ નહિ જૈનદર્શનના ગૃહસ્થાશ્રમી શ્રાવક પણ પર્યાવરણના રક્ષક છે. જીવનનિર્વાહની જવાબદારી હોવા છતાં ઓછામાં ઓછી હાનિ કરતા શ્રાવકો પાંચ અણુવ્રત સાથે પંદર કર્માદાનથી બચી આધ્યાત્મિક રીતે આત્માને કર્મથી બચાવે છે. પંદર કર્મદાનનું વિજ્ઞાન વિશ્વને સમજાવવામાં આવે તો જ પર્યાવરણની રક્ષા થઈ શકે. જ્ઞાનધારા -૫ SESS ૧૦૯ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ - Page #119 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના સિદ્ધાંતના પરિપ્રેક્ષ્યમાં પર્યાવરણમાં માનવજાતનો ફાળો: (૧) પદાર્થો મર્યાદિત છે અને ઈચ્છાઓ અસીમ છે, પદાર્થની અધિકમાત્રામાં સંગ્રહ કરવાથી આપણે ખરેખર હિંસાનો આશરો લઈ રહ્યા છીએ. (૨) ૧. ઉપયોગની મર્યાદા, ૨. પદાર્થના સંગ્રહની મર્યાદા ૩. ઈચ્છાઓનું પરિમાણ - આ ત્રણે વસ્તુને સાંપ્રત સમાજમાં સાંકળી લઈએ તો અનેકવિધ સમસ્યાઓ હલ થઈ શકશે. (૩) અહિંસા, અપરિગ્રહ, સંયમ અને સહકારભર્યો જીવન-વ્યવહાર અપનાવવાથી પર્યાવરણ સંતુલનની વાત સાર્થક થશે. (૪) પર્યાવરણની સુરક્ષા, કાળજી અને વૃદ્ધિ માટે અહિંસક જીવન-શૈલી અપનાવવી અનિવાર્ય છે. (૫) ઈલેક્ટ્રિક ઉપકરણો, વાહન-વ્યવહારનો ઉપયોગ જરૂરિયાત પૂરતાં જ રાખો. હિંસા આધ્યાત્મિક દૃષ્ટિએ જેટલી અનિચ્છનીય તેટલી પર્યાવરણની દૃષ્ટિએ પણ અનિચ્છનીય, આસક્તિ કે મમત્વ ઘટાડો. (૬) પોતાની જરૂરિયાત નિમ્ન સ્તરે લઈ જવી. આ વસુંધરાની અખૂટ સંપત્તિના નિરર્થક વ્યય પર અંકુશ, પ્રાકૃતિક વસ્તુનો ખપ પૂરતો ઉપયોગ, જરાપણ બગાડ નહિ, સંપૂર્ણ શાકાહારી ભોજન જે સાત્ત્વિક હોય. (૭) દરેક જીવો પ્રત્યે શુભત્વ અને કલ્યાણની ઉમદા ભાવના. (૮) વિજ્ઞાન સહુથી વધુ ધર્મનું ઋણી છે ધર્મ પર આશ્રિત છે. (૯) અહિંસક પ્રવૃત્તિ જેમાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાનો સમાવેશ. (૧૦) સંપૂર્ણ શાકાહારી ભોજન જે સાત્ત્વિક હોય. : જ્ઞાનધારા - SSS ૧૧૦ SSS જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #120 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં જૈન ધર્મનું યોગદાન લે. શ્રીમતી પારુલબહેન ભરતકુમાર ગાંધી (M.A.) પ્રાસ્તાવિક : જૈન ધર્મમાં પર્યાવરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે, અર્થાત્ આગમોમાં પર્યાવરણ બાબતે એક યા બીજી રીતે ઘણી બધી બાબતો સમાવિષ્ટ કરવામાં આવી છે. જો એનું ધ્યાન રાખવામાં આવે તો પર્યાવરણને પ્રદૂષિત થતાં બચાવી શકાય. શ્રાવક અને સાધુજીવન બંનેમાં પર્યાવરણ સંતુલનને મહત્ત્વ : આગમોમાં ડગલે ને પગલે પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. જૈનોનું જીવન પર્યાવરણ રક્ષક તરીકેનું છે. જૈનસાધુનું આત્યંતિક ત્યાગયુક્ત સર્વવિરતિવાળું જીવન પર્યાવરણરક્ષાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જૈન-સાધુના જીવનમાં પર્યાવરણની ઉત્તમોત્તમ રક્ષાનું વિધાન અને આત્માની ઉત્કૃષ્ટ શુદ્ધતાનું વિજ્ઞાન સમાયેલ છે. પર્યાવરણના એક પણ પાસાને દૂષિત કર્યા વિના જીવન વ્યતીત કરનાર જૈન-સાધુની જોડ જગતમાં મળી શકે તેમ નથી. જૈન-સાધુનું જીવન લો, તેની સમગ્ર દિવસની દિનચર્યા લો અને તેમની જે રહેણીકરણી છે, તે લઈએ તો ખ્યાલ આવે છે કે જૈન-સાધુ પર્યાવરણ-સંતુલન માટે ઘણી જ ખેવના રાખતા હોય છે. ઉપદેશ, ગોચરી, સ્વાધ્યાય, આહારનો ઉપયોગ, વડીલોની સેવા-વૈયાવચ્ચ વગેરે કરતાં કરતાં પોતાના જીવનને પાપકર્મોથી બચાવવું તથા અન્યના જીવનમાં પણ જ્ઞાનનો પ્રકાશ ફેલાવવો અને સાથે સાથે પર્યાવરણનું સંતુલન પણ જાળવી રાખવું એ બાબતો ખરેખર ખૂબ અઘરી છે. જરા યે સરળ નથી. વળી જે બાબતોનો ઉપદેશ આપે તે માત્ર વાણીથી નહિ, પરંતુ આચારથી આપવાનો હોય છે. પોતાના જીવનને બેધારું બનાવ્યા વિના મન-વચન-કર્મથી ભગવાનના આદેશનું પાલન કરવું, તેમાં દોષો ન લગાડવા કે જમાનાવાદની વિકૃતિ ન પેસવા દેવી, તે જૈન-સાધુઓ માટે ઘણું જ કપરું કાર્ય હોવા છતાં તેઓ તેને સુપેરે પાર પાડી રહ્યા છે. જ્ઞાનધારા -૫ ૧૧૧ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ અને એષણા સમિતિનું પાલન કરવામાં સાધુ-સાધ્વી પર્યાવરણની જ રક્ષામાં પ્રવૃત્ત થતાં જોવા મળે છે. જેવી રીતે સાધુને - શ્રાવકને ઇર્ષા સમિતિનું પાલન કરવાનું હોય છે, તેમાં ઈર્યા સમિતિ એટલે જોઈને ચાલવું. આ બાબતમાં ધ્યાન એ વાતનું રાખવાનું હોય છે કે નાનાં નાનાં જીવજંતુઓ, હાલતા-ચાલતા જીવો વગેરે પગ નીચે આવી મરી ન જાય. એ બધા જીવોની દયા તો રાખવાની જ છે કે તે કચડાઈ ન જાય. સાથે સાથે પગ નીચે લીલી વનસ્પતિ, સચેત પૃથ્વી, પાણી વગેરે ન આવી જાય તેનું પણ ધ્યાન રાખવાનું છે. સાધુ-સાધ્વી ત્રસજીવોની દયા તો પાળતા જ હોય છે પણ એકેન્દ્રિયના સ્થાવર-જીવો કે જેમાં અચેત પૃથ્વી, સચેત પાણી, સચેત અગ્નિ, સચેત વાયુ અને સચેત વનસ્પતિનો સમાવેશ થાય છે. તેની પણ આજીવન નવ કોટિએ - કરવું, કરાવવું, અનુમોદવું એ રીતે એટલે કે પોતે તે સ્થાવરજીવોની વિરાધના થાય તેવું કાર્ય કરે નહિ, બીજા પાસે કરાવે નહિ અને કોઈ કરતું હોય તો તેને સારું અને સાચું કહે નહિ. આ ઉપરાંત સાધુ જ્યારે પણ પ્રવચન આપે - ભાષા સમિતિ, ત્યારે પણ જીવોની દયા કેવી રીતે પાળવી તેનો ઉપદેશ જ આપે. જીવોની વિરાધના થાય તેવું ક્યારે ય તેઓ બોલે નહિ. ગોચરી - પરઠવું વગેરે માટે જતાંઆવતાં તેઓ હંમેશાં છકાય-જીવની હિંસા ન થઈ જાય તેની નાનામાં નાની કાળજી રાખતા હોય છે. આ રીતે સાધુના જીવનમાં પર્યાવરણ સંતુલિતતા જળવાઈ રહે તેવી દિનચર્યા પાળવાની હોય છે. સાધુ તો સંસાર છોડીને સંયમ સ્વીકારે છે અને પર્યાવરણની રક્ષામાં સહકાર આપે છે, પરંતુ શ્રાવકને તો સંસારમાં રહીને, જીવનનિર્વાહ ચલાવતા ચલાવતા પર્યાવરણની ઓછામાં ઓછી હાનિ થાય તેવું જીવન ભગવાને બતાવ્યું છે પાંચ અણુવ્રત અને એકવાર તથા વારંવાર ભોગવાય તેવી ઉપભોગ-પરિભોગની વસ્તુઓની મર્યાદા શ્રાવકે સાતમા વ્રતના પાલન દ્વારા કરવાની હોય છે. આ ઉપરાંત ભોજનના પાંચ અતિચાર જેમાં તુચ્છ ભોજન, સચેત ભોજન, દુષ્પક્વ ચીજવસ્તુ, સચેત-અચેત મિશ્ર વસ્તુ વગેરેથી વિરમવાનું છે. ખોરાકને મન, શરીર અને આત્મા સાથે સીધો સંબંધ હોવાથી ખોરાક કેવો લેવો, જેમાં હિંસાને સ્થાન ન હોય, તેનો ખાસ ખ્યાલ રખાયો છે. વનફળ, કંદમૂળ, બાવીસ અભક્ષ્ય, ચાર મહાવિનય, સાત વ્યસન વગેરેથી દૂર રહીને જીવનનિર્વાહ કરવાનો છે. આમાં એક યા બીજી રીતે પર્યાવરણ સંકળાયેલું જ છે. (જ્ઞાનધારા- પ S લ ૧૧૨ % જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૫] Page #122 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરાંત શ્રાવક માટે આગામોમાં પંદર પ્રકારનાં કર્માદાન એટલે કે જે કાર્ય-અર્થોપાર્જન સાથે સંકળાયેલું છે. તેમાં કેવાં કામ કરવાં અને ન કરવાં તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જે પંદર કર્માદાન શ્રાવકને કરવાયોગ્ય નથી, તેનો સંબંધ જીવહિંસા સાથે જોડાયેલો છે. જેમાંથી ઓછામાં ઓછી જીવહિંસા થાય અને છતાં આજીવિકા ચાલી શકે તે રીતે વ્યાપાર કરવાનું ભગવાને બતાવ્યું છે. તેની પાછળ પણ પર્યાવરણસંતુલન રહેલું જ છે. એક એક કર્માદાન વિશે લખવા બેસીએ તો પાનાંનાં પાનાં ભરાય. પરંતુ અહીં વિષયની મર્યાદા હોવાના કારણે બહુ વિસ્તાર નથી લીધો. આમ છતાં જેમાં અગ્નિનો ઘણો આરંભ થાય, જંગલનાં લાકડાં કાપી તે વેચવા તેમ જ વાડી, બગીચા, બાગ વગેરેમાં ફળ, ફૂલ, શાકભાજી વગેરે ઉત્પન્ન કરીને વેચે તેનો વેપાર, ગાડી, ગાડા, રથ, ઘોડાગાડી, વગેરે વેચે કે ભાડે આપે, તળાવ - કુવા, વાવ વગેરે ખોદાવે, હાથીદાંત, શીંગડા, હાડકાં, જીભ વગેરેનો વેપાર કરે, ચામડાનો વેપાર કરે, ઝેર, સોમલ, અફીણ વગેરેનો વેપાર કરે, વાળ, પીંછા વગેરેનો વેપાર કરે, યંત્રોનો વેપાર કરે, પશુ કે માનવીને ખસી કરે, જંગલ, ખેતરમાં દવ લગાડે, સરોવર-કૂવા ઉલેચાવે, વૈશ્યનાં કાર્ય કરે તેનું પોષણ કરે - આ બધાં કાર્યો શ્રાવક હોય તે ન કરે. - પર્યાવરણનું મૌલિક સૂત્ર એ છે કે – “કેવળ મારું જ એક અસ્તિત્વ નથી. હું વિશ્વમાં હું એકલો નથી. દરેક વ્યક્તિ પોતાની આસપાસની બધી દિશાઓમાં પર્યાવરણનું કવચ પહેરીને શ્વાસ લઈ રહી છે. એ પરિપ્રેક્ષ્યમાં જીવ અને અજીવ બંનેનું પર્યાવરણ છે. આ કારણે જ તીર્થકરોએ દેખીતી રીતે હાલતા-ચાલતા જીવોનું અસ્તિત્વ જ નહિ, પરંતુ જે હાલી-ચાલી નથી શકતાં, છતાં જેનામાં જીવ છે તેવા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ બધાંના અલગ અલગ અને જીવંત અસ્તિત્વનો સ્વીકાર કર્યો છે. બીજાના અસ્તિત્વ, ઉપસ્થિતિ, કાર્ય અને ઉપયોગિતાનો સ્વીકાર કરનાર વ્યક્તિ જ વ્યક્તિ ને સમાજ વચ્ચે સામંજસ્ય સ્થાપી શકે છે. અહિંસા એ સામંજસ્યનું સૂત્ર છે, જૈન ધર્મનો પ્રાણ છે અને પર્યાવરણની શાન છે. પર્યાવરણ, અહિંસા અને વિજ્ઞાન એ ત્રણે અલગ હોવા છતાં અભિન્ન છે. અહિંસાનો સિદ્ધાંત એ અનંત ચોવીસીઓ દ્વારા પ્રરૂપિત ઘણો જ પ્રાચીન સિદ્ધાંત છે. અનંત ચોવીસીના ઉપદેશનો જો કોઈ સાર હોય તો તે અહિંસા છે. પ્રભુ મહાવીરે આ અહિંસાના સિદ્ધાંતને અનેક દૃષ્ટિકોણથી જોયો છે, એમાંનો એક દૃષ્ટિકોણ પર્યાવરણનો છે. (જ્ઞાનધારા -પ : ૧૧૩ = જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-) Page #123 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરે પર્યાવરણનો આધાર જ આપ્યો છે એવું નથી, તેને ક્રિયાશીલ બનાવવાનો માર્ગ પણ બતાવ્યો છે - “જે જીવોની હિંસા વિના તમારી જીવનયાત્રા ચાલી શકે છે તેની હિંસા ન કરો.” આજે જૈન ધર્મના અહિંસાવાદી દૃષ્ટિકોણનો પ્રચાર-પ્રસાર થાય ને એ રીતે જીવન-શૈલી ઘડાય તો પર્યાવરણ-સંતુલન ચોક્કસ રીતે જળવાઈ શકે. જૈન ધર્મમાં આત્મશુદ્ધિની સાથે પર્યાવરણશુદ્ધિ પણ ખૂબ જ મહત્ત્વની છે. જૈન ધર્મ જે રીતે જીવન જીવવાનું કહે છે, તે રીતે જીવન જિવાય, તો પ્રકૃતિની સાથે તાલમેલ જળવાઈ રહે અને વાતાવરણ પણ પ્રદૂષત થતું અટકે. ૧. અહિંસા સંયમ અને તપરૂપ ધર્મ તરફ લોકોનો ઝોક વધે તે ઇચ્છનીય છે: અહિંસા, સંયમ અને તપ એ જૈન ધર્મનું હાર્દ છે. આ ત્રણેયના સંગમ વિના જૈન ધર્મ હોઈ શકે જ નહિ. અહિંસા એ આ યુગમાં ખૂબ જ જરૂરી છે. જ્યાં જુઓ ત્યાં કતલખાનાં દ્વારા દૂધાળાં ઢોરની હત્યા થઈ રહી છે. આ ઢોરોને બચાવી લેવાય તો તેઓ પર્યાવરણ-સંતુલનમાં ખૂબ કામ આવે. ઢોરના મળ-મૂત્ર, કુદરતી ખાતર, ઔષધ આરોગ્યમાં ખૂબ જ કામ આવે છે. દૂધ તથા દૂધની બનાવટો માનવીને ભોજનમાં તથા સ્વસ્થ રહેવામાં કામ આવે છે. જે દેશમાં દૂધ-ઘીની નદીઓ વહેતી હતી, તે દેશમાં આજે નાનાં બાળકોને પીવા માટે દૂધ નથી મળતું ને બેફામ હિંસાચારને કારણે આ હિંસાચારને રોકવાની જરૂર છે. કેટલાંય જંગલી પ્રાણીઓને તેનાં અલભ્ય અંગોની પ્રાપ્તિ માટે શિકાર દ્વારા મારી નંખાય છે. તો કેટલાં ય માંસાહાર માટે મારી નંખાય છે. આ હિંસાચારથી જીવસૃષ્ટિનું સંતુલન ખોરવાઈ જાય છે, જેની ખૂબ જ ખરાબ અસર માનવજીવન પર થઈ રહી છે. આ હિંસાચારને જૈન ધર્મના પ્રચાર દ્વારા રોકી શકાશે. અહિંસામય જીવન જીવવાનું જો માણસોને શિખવાડાય, તો પર્યાવરણ માટે તે એક મહત્ત્વનું પગલું ગણાશે. અહિંસાની જેમ સંયમ પણ પર્યાવરણ-સંતુલનનો પ્રાણ છે. દરેક બાબતમાં સંયમ જરૂરી છે. આજે લોકોની ઇચ્છાઓમાં અમર્યાદ વધારો થયો છે. ભોગોપભોગનાં સાધનોમાં પણ બેહદ વધારો થયો છે, જેના કારણે પર્યાવરણનું સંતુલન ખોરવાયું છે. ભોગોમાં અસંયમ અને ઈચ્છાઓમાં અસંયમને કારણે માનવીની જરૂરિયાતો દિવસે ને દિવસે વધતી જાય છે. રોટી-કપડાં-મકાન જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી થાય તેનાથી સંતોષ (જ્ઞાનધારા - SSSલ ૧૧૪ SSS જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #124 -------------------------------------------------------------------------- ________________ માનવાને બદલે મોજ-શોખની વસ્તુઓનો પણ બેફામ ભોગવટો થવા લાગ્યો છે, જેથી પર્યાવરણ પર સીધી અસર પડે છે. આ માટે દરેક બાબતમાં સંયમનું મહત્ત્વ સમજાય, સંયમ જાળવે અને સંયમ દ્વારા જીવન જીવે તો પર્યાવરણ સંતુલિત રહેશે જ તેમાં કોઈ શંકા નથી. તપ કરવાથી ઇચ્છાઓ ઘટે છે અને ઇચ્છાઓ પર બ્રેક એ પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી બન્યું છે. આવશ્યક ચીજો વાપરવામાં સંયમ રાખવો અને અનાવશ્યક ચીજોનો ઉપયોગ સદંતર બંધ કરવો એ તપધર્મનું પાલન છે. ઈચ્છાઓ પર સંયમ એ પણ તપ જ છે. આમ, તપધર્મનું મહત્ત્વ લોકો સમજે, સમજી તે પ્રમાણે વર્તે તો પર્યાવરણ બચી શકે. ૨. અણુબોમ્બ - પરમાણુબોમ્બનાં પરીક્ષણો બંધ કરવા જરૂરી : જૈન ધર્મ અહિંસામાં જ સમાયેલો છે. આથી અણુબૉમ્બ અને પરમાણુ બૉમ્બને તેનો કદી ટેકો ન હોઈ શકે. આજે વિશ્વના દરેક દેશો સુરક્ષાના બહાના હેઠળ અણુબૉમ્બ અને પરમાણુ બોમ્બ બનાવે છે, તેનાં જુદી જુદી રીતે પરીક્ષણો કરે છે, જેનાથી ઉત્તરોત્તર ગરમી વધતી જાય છે. વળી વિસ્ફોટોને કારણે વાતાવરણમાં જે રાસાયણિક તત્ત્વો ફેલાય છે, તેને કારણે કેટલાય જીવલેણ, ગંભીર અસહ્ય અને કદી સાંભળ્યા ન હોય તેવા રોગો ઉદ્ભવ્યા છે. વાતાવરણ સાવ અસંતુલિત થતું જાય છે. ક્યાંક અસહ્ય ગરમી તો ક્યાંક અસહ્ય ઠંડી જોવા મળે છે. ઋતુઓના કોઈ ઠેકાણાં રહ્યાં નથી. ભરઉનાળે ક્યાંક ધોધમાર વરસાદ વરસે તો ક્યાંક બરફનું તાંડવ જોવા મળે છે. વળી અતિ ગરમી - ઠંડીને કારણે બરફના પહાડો પીગળવા લાગ્યા છે, જેનું પાણી વધતાં સમુદ્રની સપાટી વધી છે, જે ભવિષ્યમાં જીવલેણ બનશે. આમ, શક્ય ત્યારે જ બને જ્યારે લોકો અહિંસાનું મહત્ત્વ સમજે, માણસ માણસને ઓળખી તેના જીવની રક્ષા કરવા માટે કટિબદ્ધ બને અને દરેકના જીવનમાં તેમ જ વિચારસરણીમાં ધરમૂળથી પરિવર્તન આવે. જૈન ધર્મ આ બાબતને બધી રીતે ઉપયોગી થઈ શકે છે. 3. વૃક્ષોની અંધાધૂંધ કાપણીને કારણે પર્યાવરણમાં અસંતુલન : જૈન ધર્મ વનસ્પતિમાં જીવ માને છે, તેથી તેને કાપવામાં કે તેનો આડેધડ નાશ કરવામાં પાપ સમજે છે. પરંતુ આજે જ્યાં જુઓ ત્યાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં સિમેન્ટનાં જંગલો ખડકાઈ ગયાં છે. વૃક્ષો ઓછાં થવાને કારણે કાર્બન મોનોકસાઈડ જેવા ઝેરી વાયુનું પ્રમાણ પૃથ્વી પર વધી રહ્યું છે. જેને કારણે ઓઝોનનું (જ્ઞાનધારા - Sલ ૧૧૫ છું જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૫] Page #125 -------------------------------------------------------------------------- ________________ સુરક્ષાત્મક કવચ તૂટી રહ્યું છે. પરિસ્થિતિ દિવસે દિવસે ન સુલઝાવી શકાય તેવી ગંભીર બની રહી છે. સૂર્યનો સીધો તાપ માનવીને કેટલા ય રોગો અને મૃત્યુની ભેટ આપશે. આ માટે વૃક્ષો કાપવાં ન જોઈએ. તેની યોગ્ય જાળવણી કરી. પર્યાવરણ સમતુલા જાળવી શકાય. આ માટે જૈન ધર્મ એ બાબતો પર ભાર આપે જ છે. લોકો તેનું મહત્ત્વ સમજી એ રીતે જીવવા કટિબદ્ધ બને. વૃક્ષોનું નિકંદન કાઢવાનું બંધ કરી તેનું જતન કરશે તો જ પર્યાવરણ બચશે. ૪. ખનીજ સંપત્તિનો બેફામ વપરાશ રોકવો જરૂરી : જૈન ધર્મ બિનજરૂરી હિંસા કરવામાં કર્મબંધન માને છે. જ્યાં જેટલી જરૂરિયાત હોય તેટલી વસ્તુનો ઉપયોગ કરવો, અન્યથા સંયમ જાળવવો. આજે માનવીને સગવડ જોઈએ છે. આથી શ્રમને પ્રાધાન્ય અપાતું નથી. દિવસે દિવસે વાહનોની સંખ્યામાં વધારો થતો જાય છે. આથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે ખનીજ સંપત્તિ વધારે પ્રમાણમાં વપરાવા લાગી છે. જે ખનીજ સંપત્તિ હજારો વર્ષ સુધી ચાલે તેમ હતી, તે થોડાં વર્ષોમાં ખતમ થઈ જશે તેમ લાગે છે. આજે માનવીને સાવ નજીક જવું હોય તો પણ સ્કૂટર જ જોઈએ, સાઈકલ ચલાવવામાં શ્રમ પડે. વળી બીજા કહે કે - જો પેલો ભાઈ સાઈકલ ચલાવે. આમ, સ્ટેટસ જળવાઈ નહિ તેમ માની, સાઈકલ તો બહુ ઓછા લોકો જ ચલાવે છે. જૈન ધર્મ ખનીજ સંપત્તિના વપરાશમાં હિંસા માને છે. આથી જેમ બને તેમ ખનીજ સંપત્તિનો ઉપયોગ ઘટાડવો, શ્રમને મહત્ત્વ આપવું, બિનજરૂરી વપરાશ રોકવો. પ. ઇચ્છાઓનો વિરોધ કરી જીવનમાં સંતોષને મહત્ત્વનું સ્થાન આપવું જરૂરી ઇચ્છાઓની અસીમિતતા, ગમે તેટલું મળે પણ તૃપ્તિનો અભાવ, વધુ ને વધુ મેળવવાની મહત્ત્વાકાંક્ષા અને ભોગમાં અપાર આસક્તિએ માનવને ક્યાંયનો નથી રહેવા દીધો. ઈચ્છાઓની અસીમિતતા, અતૃપ્તિ, આસક્તિ અને વધુ પડતા મહત્ત્વાકાંક્ષી હોવાને કારણે આજનો માનવી માનવી મટી યંત્ર બની ગયો છે. તે ઇચ્છાઓ વધારે છે અને પછી તેને પરિપૂર્ણ કરવામાં જ રચ્યોપચ્યો રહે છે. આને કારણે માનવી જીવસૃષ્ટિ સાથે અન્યાય અને અત્યાચાર કરી રહ્યો છે. વિકાસનાં કૃત્રિમ સાધનોનો પ્રકૃતિ સાથે અન્યાયપૂર્ણ અને ક્રૂર રીતે સમન્વય કરીને માનવીએ ક્રૂરતાની તમામ સીમા વટાવી દીધી છે. જેને કારણે જ પર્યાવરણ પ્રદુષિત બન્યું છે. એ માટે દરેક બાબતમાં સંયમ હોવો જરૂરી બન્યો છે. આથી સંયમની (જ્ઞાનધારા - SEલ ૧૧૬SES જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫) Page #126 -------------------------------------------------------------------------- ________________ વિચારધારાનો યોગ્ય પ્રચાર કરીને લોકોને સંયમમય જીવન જીવવા પ્રેરિત કરવાથી દરેક બાબતો પર એક મર્યાદા આવશે, જે માનવજીવનને સંતુલિત બનાવશે. ઇચ્છાઓનો વિરોધ કરવાથી આ બધું શક્ય બનશે. જૈન ધર્મમાં આ બાબત જ મુખ્ય છે. ૬. પાણીનો દૂરુપયોગ અટકાવવો જરૂરી : પહેલાંના માનવીને ઘરમાં પાણી નહોતું મળતું. પાણી ઘણે દૂરથી લાવીને વાપરવું પડતું. કપડાં ધોવા નદી કે તળાવે જવું પડતું. આથી પાણીનો વપરાશ મર્યાદામાં થતો. પરંતુ આજે ઘરઆંગણે નળ ચાલુ કરો ને પાણી આવે, તેથી તેનો અમર્યાદ-પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. હવે તો પાણી ન આવતું હોય ત્યાં બોરવેલ કરીને પણ આડેધડ પાણી વાપરવામાં આવે છે. જેને કારણે કદાચ પરિસ્થિતિ એવી આવશે કે આપણી બીજી-ત્રીજી પેઢી ચોખ્ખી હવા અને ચોખ્ખા પાણી તેમ જ ખનીજસંપત્તિ મેળવવા વલખા મારતી હશે. પદાર્થોના બેફામ, આડેધડ, વિચાર્યા વગરના વપરાશથી હવે અટકવાની જરૂર છે. જૈન ધર્મમાં અહિંસા, સંયમ અને તપને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એ બધી બાબતો પર્યાવરણનું સંતુલન સાધવામાં મદદરૂપ બની શકે એમ છે. પર્યાવરણ વિજ્ઞાન કહે છે કે - “પદાર્થોનો ઉપયોગ ઓછો થાય, પાણીનો બેફામ રીતે થતો વ્યય અટકે, વનસ્પતિનું આડેધડ નિકંદન ન કાઢીએ, ઉપભોગમાં સંયમ રાખીએ તે આજના સમયની માંગ છે.” જૈન ધર્મ પણ એમ જ કહે છે કે - “પૃથ્વીને આડેધડ ખોદાવો નહિ, પાણીના ટીપાને ઘીની જેમ વાપરો, અગ્નિનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરો, વાયુને ઝેરીલો બનતો અટકાવો, વનસ્પતિનું નિકંદન ન કાઢો. ટૂંકમાં, જે પાંચ સ્થાવરના ઉપયોગ ઉપર જ સમગ્ર જીવસૃષ્ટિનો આધાર છે, તેનો ઉપયોગ તમારી જરૂરિયાત મુજબ જ કરો, અનિવાર્ય હોય તો જ કરો નહિ તો તેને અભયદાન આપો. ત્રણજીવોને પણ હણો નહિ, કારણ કે તીર્થકર ભગવંતો કહી ગયા છે કે - “હણશો તો હણાવું પડશે, છેદશો તો છેદાવું પડશે, ભેદશો તો ભેદાવું પડશે.” આ સૂત્રનો આખી દુનિયામાં પ્રચાર-પ્રસાર કરી લોકો તેને આત્મસાત્ કરે તે જરૂરી છે. જ્ઞાનધારા - SSSSS ૧૧૦ SSS જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-પ) Page #127 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ જૈન ધર્મ પર્યાવરણ સંતુલનપોષક છે લે. ગુણવંત બરવાળિયા જૈન ધર્મનાં વ્રતો, નિયમો અને સૂત્ર-સિદ્ધાંતો ધર્મની પુષ્ટિ કરનારાં છે સાથે સાથે પર્યાવરણની સંતુલના માટે સહાયક છે, એ વિષય પર ચિંતન કરીશું તો જૈન ધર્મ વૈજ્ઞાનિક છે તેની પ્રતીતિ થશે. સમયના સાંપ્રત પ્રવાહમાં પ્રદૂષણ સમસ્યા એક વિકરાળ રાક્ષસ સ્વરૂપે આપણા આંગણામાં આવીને ઊભી છે, જાણે વિકાસની હરણફાળ પર એક મસમોટું પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે. સૃષ્ટિની સમગ્ર પ્રકૃતિ તાલબદ્ધ ચાલી રહી છે. સૃષ્ટિના તમામ પદાર્થો માનવી માટે જ સર્જાયા છે, આવા ખોટા ખ્યાલને કારણે ઉપભોક્તા સંસ્કૃતિનો ઉદ્ભવ થયો. માનવીય જરૂરિયાતો વધી તેથી ઉત્પાદન વધારવાની જરૂર પડી. વિવેકહીન વૈજ્ઞાનિક પ્રગતિ, અસંયમ અને કુદરતી સાધનોના શોષણ દ્વારા માનવીએ પ્રકૃતિ પર આક્રમણ કર્યું. જૈન ધર્મ સંયમ, અહિંસા અને અપરિગ્રહના સિદ્ધાંતોની પ્રરૂપણા કરી છે, જે સિદ્ધાંતો પર્યાવરણના સંતુલન માટે સહાયક બને છે. ભોગલક્ષી જીવન-શૈલીની સામે ભગવાન મહાવીરે ત્યાગ અને સંયમ વાત કરી. જીવનમાં સંયમ આવશે તો ઉપભોક્તા વૃત્તિ પાતળી પડશે. દિવસમાં એક બાલદી પાણીથી ચાલી શકતું હોય તો વધુ પાણી ન વાપરવું. પર્યાવરણના સંદર્ભે અહિંસા વિશે વિચાર કરીશું તો જણાશે કે - “ભગવાન મહાવીરે સત્યનો સાક્ષાત્કાર કર્યો હતો, એ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તેમણે કહ્યું કે - “પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ દરેકમાં જીવ છે, આ દરેકને સ્વતંત્ર સત્તા છે, તેઓ કોઈકના માટે નથી બન્યા. આ પાંચ તત્ત્વોમાં સ્થિર રહેનારા જીવોના અસ્તિત્વનો સ્વીકાર કરી આ સૂક્ષ્મ જીવોની હિંસાથી બચવા જૈનદર્શને ઊંડું ચિંતન કર્યું છે. પાણી, વાયુ, માટી, વૃક્ષો અને પ્રાણીઓ - આ તમામ મળી પર્યાવરણ અથવા વાતાવરણને રચે છે. આ તમામ ઘટકોનું પરસ્પર સંતુલન ન જળવાય તો પ્રદૂષણ ઉત્પન્ન થાય છે, માનવજીવન પર પર્યાવરણ સંકટ આવી પડે છે. જૈન ધર્મ એક સજીવ તત્ત્વ રૂપે સ્વીકારે છે, તેમાં અપકાયના સ્થાવરજીવો પણ હોય છે. પાણીના આશ્રયમાં વનસ્પતિકાયના સ્થિર-સ્થાવર-જીવો (જ્ઞાનધારા-SEEલ ૧૧૮ == જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #128 -------------------------------------------------------------------------- ________________ તેમ જ ત્રસકાયના - એટલે હાલતા-ચાલતા જીવો ઉછેર પામતા હોય છે. જળપ્રદૂષણથી પાણીમાંની વનસ્પતિ અને હજારો પ્રકારના જળચર-જીવોની હિંસા થાય છે. ઈરાન-ઇરાકના ખાડીયુદ્ધના તેલ-કચરા દ્વારા સમુદ્રમાં ભયંકર જળપ્રદૂષણ થયું, પાણીમાંના અસંખ્ય જીવોની હિંસા તો થઈ, ઉપરાંત માનવજાતે પણ ખૂબ જ સહન કરવું પડ્યું. જમીન પર કબજો એ સામ્રાજ્ય વધારવાનો પરિગ્રહ, સત્તા અને મૂડીનું કેન્દ્રીકરણ હિંસા વધારનારું છે. તેની સામે અપરિગ્રહના સિદ્ધાંતમાં સંયમ અને ત્યાગ અભિપ્રેત છે. | હિરોશિમા-નાગાસાકી પર થયેલા બૉમ્બવિસ્ફોટને કારણે તાપમાન (ટેમ્પરેચર) એટલું વધી ગયું કે (આલ્ફા, બીટા, ગામ) રેડીએશનને કારણે કેન્સર જેવા રોગો થયા, જિન્સને અસર થઈ, જેથી રોગો વારસામાં આવ્યા, પ્રદૂષણને કારણે એ સમયે ઍસિડનો વરસાદ થયો અને હજારો માણસો માર્યા ગયા ને એ અસરથી લાખો અપંગ બન્યા, માતાના ગર્ભમાં રહેલાં બાળકો પણ અપંગ અવતર્યા. અમેરિકાની સામ્રાજ્યવાદની ઘેલછાએ વિશ્વને યુદ્ધમાર્જિત પ્રદૂષણનું તાંડવનૃત્ય બતાવ્યું છે. વિવેકહીન ઉપભોગ અને સ્પર્ધાને કારણે ઉત્પાદન વધારવાની આંધળી દોટમાં મહાકાય કારખાનાં પાણીનો વ્યાપક ઉપયોગ કરે છે. દિલ્હીની યમુના નદી અને ઇંગ્લેન્ડની ટેમ્સ નદી વગેરે નદીઓ પ્રદૂષિત થઈ રહી છે. દરેક જીવને જીવવાનો અધિકાર છે. આપણે એનું જીવન છીનવી શકીએ નહિ, એટલે માંસાહારનો જૈન ધર્મ નિષેધ કરે છે. આઇસ્ક્રીમ બનાવનારી અમેરિકાની એક બહુ મોટી કંપનીના માલિક જ્હોન રોબિન્સે લખેલા પુસ્તક “ડાયેટ ફોર ન્યુ અમેરિકામાં જણાવ્યું છે કે - માંસાહારીઓને કારણે અમેરિકામાં કુદરતી સંપત્તિ, ઊર્જા, પાણી અને વનસ્પતિઓનો જે ભયંકર દુર્વ્યય થાય છે, તેના પ્રદૂષણને કારણે પર્યાવરણની અસંતુલિતતા ઉભવી છે.” લેખકના મતે માત્ર એક પાઉન્ડ બીફ પેદા કરવા માટે સોળ પાઉન્ડ અનાજ અને સોયાબીન, પચીસસો ગેલન પાણી અને એક ગેલન પેટ્રોલ વપરાય છે. અમેરિકામાં ઘરવપરાશથી લઈને ખેતી અને કારખાનામાં બધું મળીને જેટલું પાણી વપરાય છે, તેટલું પાણી માંસ માટે ઉછેરાતાં પશુ માટે વપરાય છે. કેવળ અમેરિકામાં બાવીસ કરોડ એકર જમીનમાં આવેલાં (જ્ઞાનધારા -૫ ===ી ૧૧૯ === જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨ Page #129 -------------------------------------------------------------------------- ________________ જંગલોનો ખાતમો ગૌમાંસના ઉત્પાદન માટે બોલાવવામાં આવ્યો છે. અનાજ અને શાકભાજીના ઉત્પાદનમાં વપરાતાં સાધનો કરતાં માંસ-ઉત્પાદન માટે વીસગણું રો-મટીરિયલ્સ વપરાય છે. લેખકના મતે - “અમેરિકા જો બેફામ માંસાહાર પર પચાસ ટકા કાપ મૂકે તો દર વર્ષે દુનિયાના ત્રીસ કરોડ લોકોને પેટ પૂરતું ખાવાનું પહોંચાડી ભૂખમરાથી બચાવી શકાય. ઉપરાંત, પાણી અને વનસ્પતિની બચતથી પર્યાવરણને સંતુલિત રાખી શકાય. જંગલોમાં વૃક્ષો કાપવાથી તેની જળસંગ્રહ કરવાની ક્ષમતા ઘટી જાય. વનસ્પતિના વિનાશ દ્વારા રણો વિસ્તરશે.' યુવાચાર્ય મહાપ્રજ્ઞ કહે છે કે – “વૃક્ષવિહીન ધરતી લોકોમાં ક્રૂરતા અને બર્બરતાનાં બીજ રોપશે. વન આપણા પ્રાણવાયુનો ભંડાર છે. એક વ્યક્તિને દરરોજ ઓછામાં ઓછો ૧૬ કિલોગ્રામ ઑક્સિજન જોઈએ અને એટલો ઑક્સિજન પેદા કરવા માટે ૫૦ વર્ષનું આયુષ્ય તથા ૫૦ ટન વજન ધરાવતાં પાંચ-છ વૃક્ષો હોવાં જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો - “પાંચ-છ વૃક્ષો કાપવાં એટલે પરોક્ષ રીતે એક વ્યક્તિને પ્રાણવાયુથી સદંતર વંચિત કરી દેવી. વાસ્તવમાં તેનો શ્વાસ રુંધી તેની હત્યા કરવા સમાન છે.” વાયુના પ્રદૂષણ અને ધ્વનિનાં પ્રદૂષણો આપણે જોઈ શકીએ છીએ. પર્યાવરણવિદ્દોના મતે - “વાયુમંડળમાં ઓઝોન પડને નાઈટ્રોજન-ઑકસાઇડને કારણે હાનિ થવાનું જોખમ ઊભું થયું છે. છેલ્લાં સો વર્ષમાં વાયુમંડળમાં કાર્બન ડાયોકસાઈડના પ્રમાણમાં સોળ ટકાની વૃદ્ધિ થઈ છે, જે માનવઆરોગ્ય માટે હાનિકારક છે. વાહનોમાંથી નીકળતો ધુમાડો પણ હવાને પ્રદૂષિત કરે છે. સુપરસોનિક જેટ વિમાનો નાઇટ્રિક ઑક્સાઈડ ઉત્પન્ન કરે છે, જે વાયુનું પ્રદૂષણ વધારે છે. જૈન ધર્મ અગ્નિકાયના જીવોનો સ્વીકાર કર્યો છે. કોલસા, પેટ્રોલ વગેરે ઊર્જા વપરાય ત્યારે અગ્નિકાયના જીવોને પીડા થાય છે, માટે શ્રાવકાચારમાં મહાહિંસા, આરંભ-સમારંભ થાય તેવા કર્માદાનના ધંધાનો નિષેધ છે અને નિરર્થક પરિભ્રમણનો પણ નિષેધ કર્યો છે. કોલાહલના કારણે થતાં ધ્વનિ-પ્રદૂષણ સામે મૌનનો મહિમા પ્રગટ કર્યો છે. આમ, જૈન ધર્મનાં વ્રતો ને સિદ્ધાંતો પર્યાવરણના સંતુલનમાં સહાયક બને છે. Dr. (જ્ઞાનધારા - SENSEX ૧૨૦ GSES જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨) Page #130 -------------------------------------------------------------------------- ________________ SUIE 15119 શ્રી સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલૉસૉફિકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર Sicospa ૩ ઘાટકોપર, મુંબઈ-૮૬ સેન્ટરની કાયમી યોજનાના દાતાઓ માનવમિત્ર ટ્રસ્ટ, સાયન મુનિ સંતબાલજી પ્રેરિત - વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ-ચીંચણી ઉવસગ્ગહરં સાધન ટ્રસ્ટ પારસધામ - મુંબઈ - ઘાટકોપર સેન્ટરના પેટ્રન્સ ૦ શ્રી અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ, મુંબઈ ૦ ધ્રાંગધ્રા નિવાસી હાલ - ઘાટકોપર શ્રી મનસુખલાલ અમૃતલાલ સંઘવી Bhog ans eficis Page #131 -------------------------------------------------------------------------- ________________ અર્હમ સ્પીરીચ્યુઅલ સેન્ટર સંચાલિત સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ ના ફિલોસોફિકલા એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર આયોજિત ઉવસગ્ગહરં સાધના ટ્રસ્ટ પારસધામ ઘાટકોપર પ્રેરિત જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૬ તા. ૭-૨-૨૦૧૦ અને તા. ૮-૨-૨૦૧૦ રવિવાર અને સોમવાર પાવન નિશ્રા ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક પૂ. જયંત મુનિજી મહારાજસાહેબ શાસન અરુણોદય પૂ. ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજસાહેબ વિરલપ્રજ્ઞા પૂ. વીરમતીબાઈ મહાસતીજી આદિ સંત-સતીજીઓ : પ્રેરક : અધ્યાત્મયોગિની પૂ. બાપજી લલિતાબાઈ મ.સ.ના સુશિષ્યા પૂ. ડો. તરુલતાબાઈ મ.સ. ઃ સ્થળ : પૂ. જગજીવનજી મહારાજ ચક્ષુ ચિકિત્સાલય, પેટરબાર - બોકારો ઝારખંડ જ્ઞાનસત્રનું પ્રમુખસ્થાન : પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ પ્રમુખસ્થાનેથી પ્રવચન ઃ પૂજ્ય ગુરુદેવના જીવન અને સર્જનને આધારે વિરલપ્રજ્ઞાનું મૌલિક તત્ત્વચિંતન સંયોજક : ગુણવંત બરવાળિયા • સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર, ઘાટકોપર - મુંબઈ gunvant.barvalia@gmail.com (Mo. 09820215542) ♦ ઉવસગ્ગહરં સાધના ટ્રસ્ટ પારસધામ, તિલક રોડ, ઘાટકોપર (ઈ), મુંબઈ - ૪૦૦ ૦૭૭. Page #132 -------------------------------------------------------------------------- ________________ 'જ્ઞાનસત્રના વિષયો • જિનાગમ સંદર્ભે શાકાહાર - જેનાહાર • ચતુર્વિધ સંઘ : દ્રષ્ટિ અને આયોજન • વર્તમાન સમયમાં જિનાગમની ઉપયોગિતા • અહિંસાનું વિધેયાત્મક સ્વરૂપ ગ્રંથ વિમોચન : સંપાદક : ગુણવંત બરવાળિયા • શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર: એક અધ્યયના • શ્રુતજ્ઞાનનાં અજવાળાં • જ્ઞાનધારા-૫ ' વિશેષ વિદ્વાન વક્તાઓ ) • પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ | - ડો. બળવંત જાની • શ્રી હરિભાઈ કોઠારી | | • ડો. અભયભાઈ દોશી. • ડો. જિતેન્દ્ર શાહ | • કુ. તરલાબહેન દોશી • ડો. રસિકભાઈ મહેતા | ડો. પ્રીતિબહેન શાહ (સૂત્ર સંચાલન : યોગેશભાઈ બાવીશી) પરમ દાર્શનિક, પૂ. જયંતિમુનિજીની ત્રણ દાયકાની સેવા અને સાધનાની આ પાવન ભૂમિમાં, પવિત્ર સ્પંદનાવાળા સ્થળે, પૂ. સંતો અને સતીજીઓની પાવન નિશ્રામાં, પૂર્વ ભારતના ત્રીસ જૈન સંઘોના કાર્યવાહકોની ઉપસ્થિતિમાં, અધ્યાત્મ રસનાં કુંડાં ભરીને પાન કરવા આપને સપ્રેમનિમંત્રણ છે. CO : જ્ઞાનસત્ર આયોજન સમિતિ : ) ગુણવંત બરવાળિયા - યોગેશ બાવીશી - પ્રદીપ શાહ પ્રકાશભાઈ શાહ - સુરેશભાઈ પંચમિયા Page #133 -------------------------------------------------------------------------- ________________ - - જીવન રેખા (પૂ.પ્રાણગુરુનું જીવન ચરિત્ર) - શાશ્વતીની સાધના - જયંત કથા કળશ W અરિહંત વંદનાવલી - કામધેનુ - હું આત્મા છું ભાગ-૧-૨ (આત્મસિદ્ધિ શાસ્ત્ર પરનાં પ્રવચનો) વિનોદ ચોત્રીસી - અનુભવધારા - જૈન વ્રત તપ · જ્ઞાનધારા ભાગ - ૧ થી ૫ (જૈન સાહિત્ય જ્ઞાનસત્રના નિબંધો) - - જ્યોતિર્ધરની જીવન ગાથા (વીરચંદ રાઘવજી ગાંધીનું જીવન) ઉત્તમ શ્રાવકો - જૈન ભક્તિ સાહિત્ય " સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર : ઘાટકોપર - મુંબઈ. સેન્ટરના પ્રકાશનો ઉપદેશમાલા બાલાવ બોધ - ઉત્તરાર્ધ - પૂર્વાર્ધ અહિંસા મીમાંસા - Comentry on non-violence " જૈન જ્ઞાન સરિતા - ચૌવીશી સ્વરૂપ અને સાહિત્ય • તત્ત્વાભિનય - જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) - - Introduction of jainisim - જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના - સર્વધર્મ દર્શન - સંકલ્પસિદ્ધિનાં સોપાન (જૈનકથા) B અન્ય - મૃત્યુનું સ્મરણ - વાત્સલ્યનું અમીઝરણું - અધ્યાત્મ આત્મા અન્ય પ્રાપ્તિસ્થાન નવભારત સાહિત્ય મંદિરઃ પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨ સરસ્વતી પુસ્તક ભંડાર ઃ રતનપોળ, હાથીખાના, અમદાવાદ-૧ પાર્શ્વ પ્રકાશન : નિશાપોળના નાકે, રિલીફ રોડ, અમદાવાદ-૧ Page #134 -------------------------------------------------------------------------- ________________ - જ્ઞાન એ આત્માનો મૂળ ગુણ છે , जहा सूई पडिआ न विणस्सइ / तहा जीवे रसुत्ते संसारे न विण्स्सइ॥ Just as a threaded needle does not get lost even when it falls on the ground, Similarly the soul with knowledge of scriptures is not lost in the world of birth and death. જેમ દોરો પરોવેલી સોય પડી જાય તો પણ ખોવાઈ જતી નથી, તેમ શ્રુતજ્ઞાની જીવ સંસારમાં રખડતો નથી. (ઉત્તરાધ્યયન સૂત્ર, 19-59) विद्यां चचिद्यां च यस्तद वेदोमयं सह अविधया मृत्युं तीत्वां विधयामृतमश्नुते / વિધા અને અવિધા બંને સાથે અને યથાર્થતઃ જાણે છે તે અવિધા દ્વારા મૃત્યુ તરી જાય છે અને વિદ્યા દ્વારા અમૃતને પામે છે. - ઈશોપનિષદ : 11 જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોઇ; જ્ઞાની વેદે ઘેર્યથી અજ્ઞાની વેદે રોઈ. - શ્રીમદ્ રાજચંદ્ર