SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારધારાનો યોગ્ય પ્રચાર કરીને લોકોને સંયમમય જીવન જીવવા પ્રેરિત કરવાથી દરેક બાબતો પર એક મર્યાદા આવશે, જે માનવજીવનને સંતુલિત બનાવશે. ઇચ્છાઓનો વિરોધ કરવાથી આ બધું શક્ય બનશે. જૈન ધર્મમાં આ બાબત જ મુખ્ય છે. ૬. પાણીનો દૂરુપયોગ અટકાવવો જરૂરી : પહેલાંના માનવીને ઘરમાં પાણી નહોતું મળતું. પાણી ઘણે દૂરથી લાવીને વાપરવું પડતું. કપડાં ધોવા નદી કે તળાવે જવું પડતું. આથી પાણીનો વપરાશ મર્યાદામાં થતો. પરંતુ આજે ઘરઆંગણે નળ ચાલુ કરો ને પાણી આવે, તેથી તેનો અમર્યાદ-પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. હવે તો પાણી ન આવતું હોય ત્યાં બોરવેલ કરીને પણ આડેધડ પાણી વાપરવામાં આવે છે. જેને કારણે કદાચ પરિસ્થિતિ એવી આવશે કે આપણી બીજી-ત્રીજી પેઢી ચોખ્ખી હવા અને ચોખ્ખા પાણી તેમ જ ખનીજસંપત્તિ મેળવવા વલખા મારતી હશે. પદાર્થોના બેફામ, આડેધડ, વિચાર્યા વગરના વપરાશથી હવે અટકવાની જરૂર છે. જૈન ધર્મમાં અહિંસા, સંયમ અને તપને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એ બધી બાબતો પર્યાવરણનું સંતુલન સાધવામાં મદદરૂપ બની શકે એમ છે. પર્યાવરણ વિજ્ઞાન કહે છે કે - “પદાર્થોનો ઉપયોગ ઓછો થાય, પાણીનો બેફામ રીતે થતો વ્યય અટકે, વનસ્પતિનું આડેધડ નિકંદન ન કાઢીએ, ઉપભોગમાં સંયમ રાખીએ તે આજના સમયની માંગ છે.” જૈન ધર્મ પણ એમ જ કહે છે કે - “પૃથ્વીને આડેધડ ખોદાવો નહિ, પાણીના ટીપાને ઘીની જેમ વાપરો, અગ્નિનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરો, વાયુને ઝેરીલો બનતો અટકાવો, વનસ્પતિનું નિકંદન ન કાઢો. ટૂંકમાં, જે પાંચ સ્થાવરના ઉપયોગ ઉપર જ સમગ્ર જીવસૃષ્ટિનો આધાર છે, તેનો ઉપયોગ તમારી જરૂરિયાત મુજબ જ કરો, અનિવાર્ય હોય તો જ કરો નહિ તો તેને અભયદાન આપો. ત્રણજીવોને પણ હણો નહિ, કારણ કે તીર્થકર ભગવંતો કહી ગયા છે કે - “હણશો તો હણાવું પડશે, છેદશો તો છેદાવું પડશે, ભેદશો તો ભેદાવું પડશે.” આ સૂત્રનો આખી દુનિયામાં પ્રચાર-પ્રસાર કરી લોકો તેને આત્મસાત્ કરે તે જરૂરી છે. જ્ઞાનધારા - SSSSS ૧૧૦ SSS જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-પ)
SR No.032453
Book TitleGyandhara 05
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2010
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy