________________
માનવ - અધિકાર, સ્વતંત્રતા, સ્ત્રી - સન્માન અને નારી-જાતિના વિકાસ, અસ્પૃશ્યતાનિવારણ, સ્વાવલંબન, દલિતો માટે વિકાસની તક વગેરે સામાજિક પ્રશ્નોના અહિંસાથી સમાધાન માટે ગાંધીજીએ પણ જીવનભર સંઘર્ષ કર્યો હતો.
ગાંધીજીએ આજથી પૂરા ૧૦૦ વર્ષ પહેલાં, ૧૯૦૯ની સાલમાં ‘હિંદ સ્વરાજ' પુસ્તક લખ્યું હતું. તેમાં દર્શાવેલા તેમના વિચારો ભગવાન મહાવીરની વાણીનો જ પડઘો છે. આતંકવાદ, ધાર્મિક ઝનૂન, શોષણ, પર્યાવરણના પ્રશ્નો અને સામાજિક વિસંવાદના સમાધાન માટે ભગવાન મહાવીરની અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્તવાદને વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અમલમાં મૂકવાની તક ઝડપથી સરી રહી છે. Clash of Civilization સંસ્કૃતિનો વિગ્રહ-ને બદલે ‘પરસ્પરોપગ્રહો નીવાના' - પરસ્પર ઉપગ્રહ અને સહકારનો સ્વીકાર કરવામાં જ માનવ જાતિનું કલ્યાણ અને શ્રેય છે. ભગવાન મહાવીરનો માર્ગ જ વિકૃતિની વિશુદ્ધિ કરીને ફરી સંસ્કૃતિને સાચા અર્થમાં પ્રસ્થાપિત કરી શકશે.
૧. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન 7 - ઉરબ્રીય, ગાથા 1.3 ૨. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન 9 - નમિ પ્રવજ્યા, ગાથા 36 ૩. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન 23, ગાથા 75 ૪. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન 23, ગાથા 16 ૫. ચતુર્વિશતિસ્તવ સૂત્ર ૬. શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર, અધ્યયન 6, ગાથા 23. ૭. શ્રી દશવૈકાલિક સૂત્ર, અધ્યયન 1, ગાથા 1 ૮. આચાર્ય અમિતગતિ રચિત સામાયિક પાઠ ૯. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૧૦ શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર અ.6, ગાથા 23 ૧૧. શ્રી આચારાંગ સૂત્ર, 1/4 ૧૨. શ્રી આચારાંગ સૂત્ર, 1/1/6 ૧૩. શ્રી આચારાંગ સૂત્ર, 1/2/5 ૧૪. શ્રી આચારાંગ સૂત્ર, 1/3/4 ૧૫. શ્રી દશવૈકાલિક સૂત્ર, 6/11 ૧૬. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન 23, ગાથા 25 ૧૭. શ્રી દશવૈકાલિક સૂત્ર, અધ્યયન 4, ગાથા 8
૧૮. Prof. Huntington. (જ્ઞાનધારા - SSSSઉં ૨૫ SSS જન સાહિત્ય જ્ઞાનસત્ર-)