________________
‘સવ્વ નીવા વિરૂદ્ધંતિ, નીવિડં ન શિખવું '૧૫
દરેક પ્રાણી સુખપૂર્વક જીવવા માંગે છે, કોઈને મરવું નથી ગમતું. અહીં એક પ્રશ્ન થાય છે. સામાન્ય માણસ પોતાના જીવનમાં આવતા
પ્રશ્નો અને મૂંઝવણનું કઈ રીતે સમાધાન મેળવે ? તેને માટે જૈનદર્શન'માં બે સરળ સૂત્ર છે -
‘પપ્પા મિવદ્ ધર્મ ।૧૬
તમારી પ્રજ્ઞાથી વિચાર કરીને ધર્મનો નિર્ણય કરો.
નયં ઘરે, યં ષિટ્ટે, નય માસે, નયં સદ્ । નવં મુનંતો મામંતો, પાવળમાં ન વન્ધરૂ ૫'૧૭
જે વ્યક્તિ ચાલવામાં, ઊભા રહેવામાં, બેસવામાં, સૂવામાં, ભોજનમાં અને તેની ભાષામાં જતના રાખે છે, તેને પાપકર્મ નથી લાગતું.
જતના એટલે સંપૂર્ણ જાગૃતિ. જે વ્યક્તિ તેના દરેક કાર્યમાં જયણાથી વર્તે છે, જાગૃતિ રાખે છે, શું કરી રહ્યો છે તેનાથી સભાન છે અને પોતાની પ્રજ્ઞાથી અને વિવેકબુદ્ધિથી નિર્ણય લે છે તે દોષ નથી કરતો. જૈનજીવનશૈલી માટે આ બે સૂત્ર માપદંડ છે. તેને જે કોઈ અનુસરે છે તે દરેક યુગમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરે છે. તેની જીવનશૈલી દરેક યુગમાં અર્વાચીન છે, નિત્ય નવીન છે.
ભગવાન મહાવીરે તેના સમયના જનસમુદાયને જે હિતશિક્ષા આપી હતી, જે જીવનમંત્ર શીખવ્યો હતો, સમાજમાં અને વ્યક્તિ માટે સાચા સુખ અને શાંતિ માટે જે આચાર અને વિચારનાં મૂલ્યો સ્થાપ્યાં હતાં, તે આજ પણ એટલાં જ યથાર્થ અને આવશ્યક છે. તેમના સમયમાં જે સામાજિક વિકૃતિઓ હતી, તેણે આજ પણ વધુ વિકરાળ સ્વરૂપે સમાજને ભરડામાં લીધો છે.
મહાત્મા ગાંધી જૈનમૂલ્યોથી પ્રભાવિત હતા અને તેમણે તેમના જીવનકાળમાં સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે જૈન આચાર અને વિચારને વ્યાપક સ્તરે સફળતાથી પ્રયોગમાં મૂક્યા હતા. તેને આધારે પણ આપણે કહી શકીએ કે - જૈનજીવનશૈલી અને મૂલ્યોની આજે જેટલી આવશક્યતા છે તેટલી ક્યારે પણ ન હતી.'
જ્ઞાનધારા - ૫
૨૪ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫