________________
અગણિત સૂક્ષ્મતમ જીવોનું વર્ણન વગર માઈક્રોસ્કોપે કર્યું છે. તેથી પાણીને ઘીની જેમ વાપરવાનું કહ્યું છે. જેનશાસ્ત્રોમાં જે સંયમનાં સૂત્રો છે તેમાં પર્યાવરણ સંતલનનું અદ્ભુત દર્શન થાય છે. ઇચ્છાઓનો સંયમ કરો. ઇકોલૉજીનો એક સિદ્ધાંત છે - લિમિટેશન - પદાર્થની સીમા છે. ઇચ્છાઓ અસીમ છે. પદાર્થના ઉપભોગની સીમા એ પર્યાવરણ વિજ્ઞાનનું સૂત્ર છે. એને લીધે હિંસા ઓછી થશે. અનર્થ હિંસા, મહારંભ અને મહાપરિગ્રહથી બચવાનું જૈનશાસ્ત્રોમાં કહ્યું છે. મહાવીરનું અર્થશાસ્ત્ર અદ્ભુત છે. ઈચ્છાઓ વધારો અને ઉત્પાદન વધારો એ અવધારણા પર આધારિત આજનું અર્થશાસ્ત્ર જૈનોને સ્વીકાર્ય નથી. આ અવધારણાને લીધે પ્રકૃતિ સાથે અન્યાયી વ્યવહાર થાય છે. માનવી ક્રૂર અને હિંસક બને છે. આમ, જ્યારે ઇચ્છાઓ અનંત બને છે ત્યારે જ પર્યાવરણની સમસ્યા થાય છે. આર્થિક વિકતિઓ જન્મે એવા અર્થશાસ્ત્રનો પણ જૈન ધર્મમાં ઇન્કાર છે. સંયમપૂર્ણ વ્યવહાર એ જ ધર્મ છે. જૈન આચારસંહિતાના ભોગોપભોગના વ્રતનું એટલે જ મહત્ત્વ છે. સંયમપૂર્ણ વ્યવહાર એ જ ધર્મ છે - અને સ્વ-નિયંત્રણની ક્ષમતા એ જ તપ છે. જૈન આચારના નાના નાના નિયમોનું ઘણું મહત્ત્વ છે. બારવ્રત રૂપ જીવનપદ્ધતિ, વ્યસનમુકિત વગેરેના આચરણથી વિશ્વ પર્યાવરણની સમસ્યાથી મુક્ત બની શકે. પર્યાવરણ સુરક્ષાનું સૌથી મહત્ત્વપૂર્ણ સૂત્ર છે, સહઅસ્તિત્વ - Peaceful - co-existence- નો બોધ - એકબીજાને સહાય કરવી તે જીવોનું લક્ષણ છે. “તત્ત્વાર્થ સૂત્ર'માં કહ્યું છે : “પરસ્પરોપ ગ્રહો નીવનામૂ” માનવીએ અન્ય જીવસૃષ્ટિને સહાયક બનવાનું છે. એ માટે સહુ પ્રત્યે અનુકંપા રાખી પ્રેમનો પ્રવાહ અખંડ રાખવો - ‘મિત્તિને સત્ર મૂસું' એ સૂત્રના અમલ દ્વારા મૈત્રીની ભૂમિકા માટે અખેદ, અદ્વેષ અને અભયનો વિકાસ કરવો જરૂરી છે. આચાર્ય ઉમાસ્વાતિએ કહ્યું છે : “રાગદ્વેષનો પ્રાદુર્ભાવ એ જ હિંસા છે.” સમગ્ર લોકનું સ્વરૂપ જાણીને કોઈ પણ જીવની હિંસા ન કરવી એમ તીર્થકરો કહી ગયા છે. એ મુજબ નિર્ભય થાઓ અને બીજાને અભય આપો એ જ જૈન ધર્મનું હાર્દ છે. વસ્તુતઃ પર્યાવરણની સમસયાઓનું મૂળ છે -
(૧) હિંસા, (૨) અનિયંતિ ઇચ્છા, (૩) અસીમિત ભોગ (૪) પરિગ્રહ. (જ્ઞાનધારા - SMS ૧૦૩ ===ણે જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫]