________________
આ અધ્યયનમાં અહિંસાના વિકાસ અને શસ્ત્રપરિહારના સંકલ્પ માટે વિવેક, સંયમ અને સાવધાનીની ત્રિવેણીની અગત્યતા સમજવી તેને નિર્દોષ જીવન કહ્યું છે. આ અધ્યયનનો સાર શ્રીમદ્ રાજચંદ્ર નીચેના પદ્યમાં આપી દે છે -
નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે એ દિવ્યશક્તિમાન જેથી જંજીરેથી નીપજે પર વસ્તુમાં નહિ મૂંઝવો એની દયા મુજને રહી
એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતું દુઃખ તે સુખ નહિ.૩ જેનાથી બીજા દુભાય નહિ, હણાય નહિ અને સર્વ પ્રકારની સલામતી અને અભય અનુભવે તે વ્યવહાર નિર્દોષ છે. આવા નિર્દોષ સુખનું તો સર્વજીવને સ્વાતંત્ર્ય છે કારણ કે એમાં બીજા સુખ-સ્વાતંત્ર્યની રક્ષાનો વિવેક અને સંયમ રહેલા છે. બીજાના દુઃખથી પ્રાપ્ત કરેલું સુખ તે સુખ નથી, પણ સુખાભાસ છે, એના ગર્ભમાં દુઃખ પડેલ છે, જે પાછળથી દુઃખ અને સંકટનું કારણ બને છે. - આ “શસ્ત્ર પરિજ્ઞા'ના પાયા પર આચાર ધર્મની ઈમારત ચણવાનો પ્રારંભ કરી આપણે હિંસા અને મમત્વ છોડીએ તો પર્યાવરણનો સંરક્ષણનો પ્રશ્નનો ઉકેલ સરળ બને છે.
આમ, પર્યાવરણનો સંબંધ અહિંસા સાથે છે. કોઈ પણ પ્રાણીની હિંસા ન કરો એ જ શાશ્વત ધર્મ છે.” એમ જૈન શાસ્ત્રોમાં કહ્યું છે. અહિંસા, સંયમ અને તપ આ ત્રણ શબ્દોમાં સમગ્ર જૈન જીવન-શૈલીનો સમાવેશ થઈ જાય છે. હિંસાનું મૂળ છે પ્રમાદ અને રાગ-દ્વેષ, જે થકી વ્યક્તિની દૃષ્ટિ પદાર્થ પર કેન્દ્રિત થઈ જાય છે. પદાર્થ કેન્દ્રિત અને સ્વાર્થકેન્દ્રિત ચેતના એટલે હિંસા. જેનાથી શરૂ થાય છે પર્યાવરણની સમસ્યા. આથી, ભગવાન મહાવીરે કહ્યું છે : “પ્રકૃતિની છેડછાડ ન કરો, પોતાના સ્વાર્થ માટે અન્ય પ્રાણીઓને કષ્ટ ન આપો, એમને હણો નહિ. સર્વજીવને જીવવાનો હક્ક છે. પ્રકૃતિના નિયમોનું આપણે ઉલ્લંઘન ન કરીએ એમાં જ શ્રેય છે.” પર્યાવરણ-સમસ્યાનું બીજું કારણ છે અસંયમ માણસ પૈસા, સુવિધાની પાછળ આંધળી દોટ મૂકે છે. એ માટે કંઈ પણ કરવા તૈયાર છે - વનોનાં નાશ, વૃક્ષોનો નાશ, પાણીનો વ્યય. જે જમાનામાં માઈક્રો ઓર્ગેનિઝમ્સની કોઈ કલ્પના પણ સામાન્ય જગતને ન હતી, તે જમાનામાં જૈન આર્ષદ્રષ્ટાએ આગમ ગ્રંથોમાં પાણીની પ્રત્યેક બિંદુમાં રહેલ ૧૩. તત્ત્વાર્થ સૂત્ર. ઉમાસ્વાતિ (જ્ઞાનધારા- = ૧૦૨ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)