________________
સાંપ્રત વિશ્વની સમસ્યાઓના સમાધાન માટે જેના ધર્મના સિદ્ધાંતોનું યોગદાન : અહિંસાની પ્રભાવકતા
|લે. ડો. રેખા ભરત ગોસલિયા | આજે અખબારોનાં મથાળાં અને ટી.વી. ચેનલોનાં પ્રસારણોમાં જોરશોરથી આતંકવાદનો આક્રોશ ઠલવાયા કરે છે. હિંસાવૃત્તિને ઉશ્કેરતાં માધ્યમો અને પુસ્તકોથી સૌનું દિમાગ હિંસાથી ખદબદે છે, ખળભળે છે. દુનિયાનો કોઈ દેશ જાણે કે સલામત નથી. આતંકવાદનો ભરડો સૌને એક યા બીજી રીતે, સીધી કે આડકતરી રીતે ભીંસી રહ્યો છે. વ્યક્તિના અંગત જીવનથી માંડીને વિશ્વના વ્યાપક ફલક પર એક યા બીજા રૂપે હિંસા , વધતી જાય છે.
ત્રિવિધ ક્ષેત્રે આ સમસ્યાનું વિશ્લેષણ કરીએ તો - સામાજિક, રાજકીય અને ધાર્મિક એમ વિભાજન કરી શકાય. સાંપ્રત સામાજિક સમસ્યાઓને બે વિભાગમાં વહેંચીએ તો - (૧) વૈયક્તિક (૨) કૌટુંબિક
દરેક વ્યક્તિ આજે તંગદશા અનુભવતી હોય તેવું લાગે છે. જેટ ઝડપથી ચાલતી દુનિયા સાથે તાલ મિલાવતા તેણે અનેક સંઘર્ષનો સામનો કરવો પડે છે. સ્પર્ધા અને સરખામણી - Competition a Comparison - માં સમતોલ રહેવા તેને ઘણા ફાંફા મારવા પડે છે. એમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા તથા સફળતા મેળવવા કંઈક આટાપાટા ખેલવા પડે છે. પરિણામ શું આવે છે ? - શારીરિક કે માનસિક રોગમાં તેનું વ્યક્તિત્વ વહેંચાય અને વહેરાય છે. ક્યારેક Depression જેવા રોગથી કે અસહ્ય ત્રાણથી એ ન કરવાનું કરી બેસે છે.
કૌટુંબિક ક્ષેત્રે જોઈએ તો સંયુક્ત કુટુંબ તૂટતા ઐક્યની ભાવના, સહકાર - સંપ અને સમર્પણની ભાવનાનો લોપ થઈ ગયો છે. પોતાના નાના કુટુંબમાં કેદ હોવાથી થોડીક “સ્વાર્થવૃત્તિ' - પોતાપણું આવી જાય છે. પતિ-પત્ની વચ્ચે સમાનતાનો સિદ્ધાંત - Equality દાખલ થતા કેટલી યે વાર નાની-મોટી તિરાડ પડતી રહે છે. પત્નીની કારકીર્દિ અને કમાણી ક્યારેક આ તિરાડને પહોળી કરે છે અને તે છૂટાછેડામાં પણ પરિણમે છે. સ્નેહના સાયુજ્યને સ્થાને દામ્પત્ય જીવન, પરાણે નિભાવાતો, સંગાથ સથવારો જેવું બની રહે છે. સાસુ-સસરા સાથે હોય તો વળી કોઈ પણ દ્વન્દ્ર - (જ્ઞાનધારા - ૫
૬ ૪૧ === જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨ )