________________
બધાંને જ દુઃખ અપ્રિય છે તેમ જાણવું ને બીજાની હિંસા ન કરવી. જે બીજા જીવોની હિંસા ન કરતાં અને એમનું રક્ષણ કરે છે, તે સમિત સર્વ રીતે સાવધ કહેવાય છે. ઉચ્ચ સ્થાન પરથી પાણી જે રીતે સરકી જાય છે, એ જ રીતે અહિંસાથી નિરંતર પ્રભાવિત પ્રાણીઓનાં કર્મો દૂર થઈ જાય છે.
આચાર્ય મહાપ્રજ્ઞજી કહે છે - “જૈન ધર્મ છે તે અહિંસા છે અને અહિંસા જે છે તે જૈન ધર્મ છે.”
આ રીતે આખા જગતમાં સર્વ પર્વતોમાં મેરુપર્વત ઊંચો છે. એ જ રીતે “આ અહિંસાવત સંપૂર્ણ શીલ અને સમસ્ત વ્રતોમાં શ્રેષ્ઠ છે.”
વર્તમાન યુગમાં આતંકવાદીઓ તથા અન્ય હિંસક માનવીઓ દ્વારા ચાલી રહેલી હિંસાએ તાંડવરૂપ ધારણ કર્યું છે. સિનેમા, ટી.વી., વર્તમાનપત્રો દેશમાં કે વિદેશમાં સર્વત્ર હિંસા પ્રસરી છે. હિંસા સર્વવ્યાપી બની છે એવા સમયે પ્રભુના સિદ્ધાંતને અપનાવવો એ અતિ આવશ્યક છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ પ્રત્યે કરુણા દાખવીને સામૂહિક હત્યાઓને રોકવા માટે આ દાનવી ભાવોવાળા માનવોએ અહિંસાની ભાવના જગાડવાનું કામ કરવું જોઈએ. - સાધુ-મહાત્માઓએ આત્મકલ્યાણની સાથે સાથે વિશ્વકલ્યાણનો વિચાર કરી અહિંસાની ભાવના લોકહૃદયમાં જુવાળ લાવવો જોઈએ; તો જ આ વિશ્વમાં શાંતિ સ્થપાશે અને પવિત્ર એવું મૈત્રીભાવનું ઝરણું વહેતું રહેશે.
“અહિંસા એટલે સર્વવ્યાપી પ્રેમ.”
(જ્ઞાનધારા-પSSSSSSS ૪૦ GSESE જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)