SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જ ગિલ્ટ (અપરાધભાવ), ડીપ્રેશન, અંદરનો ખાલીપો આવે છે. શારીરિક બીમારીઓ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ્સ વગેરે સાયકોસોમેટિક રોગો લાગુ પડે છે. આ બધું અટકાવવામાં પણ મુખ્ય તત્ત્વ છે અંદરની જાગૃકતા (ધ્યાન) – ૧૨-૧૬ ભાવના દ્વારા નિત્ય-અનિત્યની સમજ રાખી, મન-વચન-કાયાને શુભપ્રવૃત્તિમાં રોકવા. આખો વખત પોતાની જ તકલીફ જોવાને બદલે યથાશક્તિ ગરીબો, ભૂખ્યા લોકો, વડીલો, દુઃખી લોકો, પશુઓની સેવા કે મદદ કરવાથી આ નકારાત્મક વલણમાંથી બહાર નીકળાશે. (૪) સતત કોમ્પિટિશનના યુગમાં, કોઈ તક ચૂકાઈ ન જાય તેનો સતત ભય-ડર એ માનસિક તાણ ઊભી કરે છે. આનાથી આત્મવિશ્વાસ (સેલ્ફ કૉન્ફિડન્સ) અને આત્મ-સન્માન (સેલ્ફ એસ્ટીમ) હણાય છે. વ્યક્તિ પોતે જ પોતાને નીચે નાંખે છે. હું આત્મા છું' એ વાત ભુલાઈ જવાથી એ પોતાને નિર્બળ, પરવશ અને દુઃખી બનાવી દે છે. આમ, અંદરથી નબળો માણસ બહાર ગમે તેટલું દોડે છતાં, ખાલી જ રહે છે. તે ક્યાં ય પહોંચતો નથી. જે ગોતે છે, તે મળતું નથી; જે મળે છે તે ટકતું નથી. જે ટકે છે એનાંથી મન ઊબકી જાય છે અને પાછું નવું મેળવવાની દોડ ચાલુ. આવાં ચક્રમાં, વમળમાં ફસાયેલો માનવી મૂંઝાય છે, થાકે છે, હારી જાય છે. એને બદલે પોતાનો આત્મવિશ્વાસ અને સેલ્ફ એસ્ટીમ વધારવા માટે મિકેનિકલ ક્રિયાકાંડને બદલે સમજપૂર્વક વિચારે કે – “હું કોણ છું? (કોહમ)' અને અનુભવ દ્વારા જાણે કે - હું આત્મા છું, પરમ તત્ત્વ હું જ છું (સોહમ)' આ માટે “સ્વ” સાથેનું અનુસંધાન તપ દ્વારા, ધ્યાન દ્વારા, જપ દ્વારા, પરમાત્મા તીર્થંકર ભગવાનનાં દર્શન, પૂજન, કીર્તન દ્વારા “સ્વ'ને ઉપર ઉઠાવે અને પછી આ આંતરિક અને આત્મિક શક્તિના અનુભવથી બાહા જગતમાં જે પણ કંઈ પ્રવૃત્તિ કરશે તે સફળતા અપાવ્યા વગર રહેશે જ નહિ. આમ, તેની પર્સનાલિટી ડેવલપ થશે. વ્યક્તિનો વિકાસ એ તો જૈનદર્શનનો પાયો છે. આંતરિક વ્યક્તિત્વ ખીલે, એટલે બહાર એનું પ્રતિબિંબ તો પડે જ ને ! માટે બાહ્ય વ્યક્તિત્વ ખીલવાનું જ. આમ, એની યાત્રાની શરૂઆત અંદરથી બહાર તરફની રહેશે. (અત્યારે એ ઊંધી દિશામાં છે. બહારની અસરથી અંદર દુઃખી છે.) (જ્ઞાનધારા - SEEEE ૨૦ = જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)
SR No.032453
Book TitleGyandhara 05
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2010
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy