________________
(૫) આજની બીજી પરિસ્થિતિ કે વિટંબણા છે - સંબંધોમાં વિસંવાદિતા. આજે છૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે. પતિ-પત્ની વચ્ચે અંતર વધતું જાય છે. મા-બાપ અને સંતાનો વચ્ચે વિમુખતા આવતી જાય છે. ટૂંકમાં, સંબંધોમાં સંવાદિતા નથી, પ્રેમ નથી. દરેકનો એવો દૂરાગ્રહ છે કે - ‘હું કહું તેમ થાય' અહમ્, ‘હું' અને ‘મારું'નો જ ભાવ. હું કહું તે જ સાચું. સામી વ્યક્તિનો View point જાણવાની ધીરજ કે દરકાર જ નથી. આવા વખતે ‘અનેકાન્તવાદ’ ઉપયોગમાં લાવવાની જરૂર છે. દરેકમાં પરમતત્ત્વ પડેલું છે. તમારી દૃષ્ટિએ તમે સાચા હશો, પણ બીજાની દૃષ્ટિએ તમે ખોટા હોઈ શકો છો. કારણ એકાંતે કોઈ વાત સાચી નથી હોતી. ઘણી વાર બંને જણ પોત-પોતાની રીતે સાચા હોય, પણ ભિન્ન હોવાથી મતભેદ અને પછી મનભેદ પડી જાય છે. આ વખતે Awareness રાખવી કે મતભેદ ભલે હોય પણ મનભેદ સુધી વાત નથી પહોંચાડવાની. આમ, એક સમજણ બીજાનો મત ભલે સ્વીકારીએ નહિ, પણ એને માન આપી શકાય. તેવી જ રીતે પોતાનો અહમ્ છોડવાનો છે એ માટે ‘અનુપસ્થિત વ્યક્તિત્વ'નો પ્રયોગ કરી શકાય, એટલે કે તમારું અસ્તિત્વ જાણે છે જ નહિ, તેવું વર્તન.
(૬) અહમ્ માટેની બીજી એક વાત. ઘણીવાર એવો અભિગમ (Attitude) હોય છે કે ‘મારાથી સર્વશ્રેષ્ઠ કોઈ છે જ નહિ.' આ અહમ્માંથી લોભ જાગે છે. તેને પોષવા હિંસા, ચોરી, અસત્યનું ચક્ર ચાલું થાય છે. આને તોડવા માટે ‘અહિંસા'નો ઉપયોગ થઈ શકે.
Awareness
(2) H
Harmlessness
(3) I . Introspection
·
(4) M
Mastery
(5) S
Service
(6) A
Advancement.
(1) Awarness - (જાગૃતિપૂર્વકનું જીવન) :
૨૪ x ૭ (ચોવીસ કલાક અને સાતે ય દિવસ) આપણા વિચાર-વાણી -વર્તનને તપાસીએ. મારા વિચારોમાં ક્યાં ય હિંસકતાનો - કોઈને દુઃખ થાય તેવો વિચાર તો નથી ઘૂસી ગયો ને ? મારા બોલવામાં ક્યાં ય અપશબ્દ, જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫
જ્ઞાનધારા-૫
૨૮
(1) A
"
-
-