________________
પ્રમુખ અઘાતી કર્મોનો ક્ષયથી મુક્તિ સિદ્ધદશા પ્રાપ્ત કરી જેના પરિણામે એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો. આ રીતે તે એક મુક્તજીવના ઉપકાર નીચે - ઋણ નીચે આવ્યો. - હવે તે જીવનું અને સમુચ્ચયે પ્રત્યેક જીવનું કર્તવ્ય અનિવાર્ય જવાબદારી બની રહે છે કે તેણે પુરુષાર્થ દ્વારા મોક્ષમાર્ગ વિકાસ સાધી મુક્ત થવું અને “એક જીવને અવ્યવહાર રાશિમાંથી મુક્ત કરી કરજ-ઋણની ચુકવણી દ્વારા ઋણમુકત થવું. આ બોધ આત્મસાત્ થાય તો જીવન સાર્થક થાય. મૂલ્યોની અમૂલ્યતા અને આવશ્યકતા સાથે અનિવાર્યતા સમજાય. અતિ સંક્ષેપમાં કહીએ તો - “અનંત દુઃખ (અનાદિના દુઃખથી) અનંત સુખ સુધીની યાત્રારૂપ મોક્ષમાર્ગના આરંભથી સમ્યગુદર્શન પ્રાપ્ત થાય છે.”
થોડામાં ઘણું કહેવા પ્રયાસ કરેલ છે, પણ છતાં વિસ્તાર ટાળી શકાયેલ નથી. જે કંઈ આજ પર્યંતના જીવનમાં આ વિષયમાં વાંચ્યું, સાંભળ્યું, વિચાર્યું અને અનુભવ્યું છે, તેને પ્રવર્તમાન સ્મૃતિ તથા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ મુજબ આલેખવાનો આ નમ્ર પ્રયાસ છે. છદ્મસ્થતાને કારણે અધૂરો, ક્ષતિયુક્ત હોવાનો પૂરો સંભવ છે. તત્ત્વ કેવળીગમ્ય અને જિજ્ઞાસા વિરુદ્ધ કંઈ પણ ઓછું-અધિક, વિપરીત લખાયેલ હો તો ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડં.
(જ્ઞાનધારા-
3 ૩૬
ર્ષ
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)