SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩૧માં દિનકર ‘માસિક’માં ‘સુખનો સાક્ષાત્કાર'ના નામે તેમના લેખોનું સંકલન કરી પુસ્તિકા પ્રકાશિત થયેલ. જેમાં વ્યક્તિગત તથા સમાજગત સુખ માટે બંધારણીય માર્ગે પ્રયાસ કરવાની વિગતો તેમાં દર્શાવેલ. તે જ માર્ગે તેઓ છેવટ સુધી આગળ વધેલ. તેમાંથી ધર્મમય સમાજરચનાનું ચિંતન તથા કાર્ય આગળ વધેલ. તથા વિવિધ વિષયના સાહિત્યનું લેખન કરેલ. જૈન દૃષ્ટિએ ગીતા, આદેશ, ગૃહસ્થાશ્રમ, સાધન સહચરી, અનંતની આરાધના, યૌવન વંદિતુ, પ્રતિક્રમણ વગેરે. તેમાંથી જ મહાવીર સાહિત્ય પ્રકાશન સંસ્થા ઊભી થઈ ને તે દ્વારા ચિતનશીલ સસ્તું સાહિત્ય છપાઈ બહાર પડેલ. અભિનવ રામાયણ, અભિનવ મહાભારત, અભિનવ ભાગવત પણ લખેલ. દેશમાં અજમેરમાં સ્થાનકવાસી સાધુ-સાધ્વીનું સંમેલન જૈનોના દરેક ગચ્છમત ટાળી એકતા કરવાના હેતુથી યોજવામાં આવેલ. તેમાં લીંબડી સંપ્રદાયના પ્રતિનિધિઓમાં પૂ. કવિવર્યશ્રી નાનચંદ્રજી સ્વામીની સાથે મુનિશ્રી સંતબાલજીને જવાનું થયેલ. ત્યાં વિદ્વાન વયોવૃદ્ધ સાધુ-સાધ્વીઓ તથા નવયુવાન સાધુ-સાધ્વીઓમાં એકબાજુ ચાલુ રૂઢ પરંપરાને વળગી રહેનાર વર્ગ, બીજો યુગ પ્રમાણે ચાલુ પરંપરામાં પરિવર્તન થાય તેવું માનનાર યુવાનવર્ગ પણ હતો. મુનિશ્રીએ ત્યાં જાતે કેટલાય યુવાન સાધુ-સાધ્વીને મળી પરિચય કેળવેલ અને ધર્મમાં પરિવર્તન કરવું જરૂરી છે તેવું તેમને લાગેલ. છ કોટી સ્થાનકવાસી કૉન્ફરન્સની રચના સંમેલનમાં થયેલ. અજમેર સંમેલનમાં અવધાન પ્રયોગ કરવા બદલ મુનિશ્રી સંતબાલજીને ભારત-રત્નની પદવી મળેલ. અજમેર સંમેલનના અનુભવ પછી ધર્મક્રાંતિને માર્ગે જવા મુંબઈમાં ધર્મપ્રાણ લોકશાહની લેખમાળા શરૂ કરેલ. માર્ટીન લ્યુથર કિંગની જેમ લોકશાહે ક્રાંતિ કરેલ તેવું નવયુવાનોને તેઓ રજૂઆત કરતા અને લોકશાહને તે રીતે સમાજ સમક્ષ મૂકવા પ્રયત્ન કરેલ. તેમાં એક લેખમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિ બાબાનું લખાણ છાપામાં છપાયેલ, તેમાંથી શ્વે. મૂર્તિપૂજન આગેવાનો તે લખાણ દ્વારા લાગતા કવિવર્ય શ્રી નામચંદ્રજી સ્વામીને બતાવેલ. ગુરુને લખાણની પ્રવૃત્તિની ખબર ન હતી તેમનાથી છાનું લખાણ થતું, તેની ખબર પડતા ગુરુએ જણાવેલ કે - ‘શાસ્ત્રનું જ્ઞાન કોઈની ટીકા કે ધિક્કાર ફેલાવી દિલ તોડવા માટે નથી, પણ દિલ જોડવા માટે છે.” તેટલું સમજી ગુરુની ટકોરથી તેમને અંતરંગ પશ્ચાત્તાપ થયેલ અને પોતાનું આત્મનિરીક્ષણ કરવા જેવું લાગતાં એક વર્ષ રણાપુરમાં નર્મદા તટે મૌનમાં રહેલ. જૈન-બૌદ્ધ-વૈદિક ધર્મ, ખ્રિસ્તીધર્મ, ઈસ્લામ ધર્મ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ જ્ઞાનધારા -૫
SR No.032453
Book TitleGyandhara 05
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2010
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy