________________
૧૫
વિશ્વવાત્સલ્ય ધ્યેયે અનુબંધ વિચાર તથા કાર્યના દ્રષ્ટા મુનિશ્રી સંતબાલ લે. હરજીવનભાઈ મ. મહેતા
(સંતબાલ આશ્રમ ચિંચણી સ્થિત લેખક મુનિશ્રી સંતબાલના અંતેવાસી અને સંતબાલ વિચારધારાના અભ્યાસુ છે.)
જન્મ, અભ્યાસ કાર્ય :
૧૯૦૪માં મોરબી રાજ્યના ટોળ ગામમાં જન્મ. ગામની વસ્તી હિંદુ તથા મુસ્લિમની. માતાનું નામ મોળીબહેન, પિતાનું નામ નાગજીભાઈ, મણીબહેન બાલ્ય અવસ્થામાં પિતાનું અવસાન થતા મા પર પુત્ર-ઉછેરનો ભાર આવેલ. બાળપણનુ નામ શિવલાલ હતું. અરણીય બા શાળામાં અભ્યાસ કરેલ, ત્યાર બાદ બાલભા મામા શિક્ષક હોઈ ત્યાં અભ્યાસ કરેલ. નાનપણથી જ ગામના વડીલોના વર્તન તથા માતા તરફથી પરસ્પર ભ્રાતૃભાવના સંસ્કાર મળેલ. તેમાંથી જ સર્વધર્મસમભાવ તથા પરસ્પરને મદદ કરવાની ભૂમિકાનો વિકાસ થયેલ.
૧૩ વર્ષની ઉંમરે માતાને મદદરૂપ થવા મામા મુંબઈ જતાં નોકરી કરવા ગયેલ. લાકડાની લારીમાં પ્રામાણિકતાથી હોશિયારીથી નોકરી કરતા આર્થિક રીતે પગભર બની માતાને આર્થિક રીતે પૂરી મદદ કરેલ.
મુંબઈ દેશની સ્વતંત્રતા આંદોલનનું કેન્દ્ર હોઈ. મહાત્મા ગાંધીજી તથા અન્ય નેતાઓનાં પ્રવચનો સાંભળેલ - જેણે સાધુનાં વ્યાખ્યાનો પણ સાંભળેલ. પૂર્વના સંસ્કાર જાગ્રત થતાં પ્રાણીમાત્રને સુખ-શાંતિ પ્રાપ્ત થાય તેવી ઝંખના વિકસિત થઈ. કવિવર્ય પૂ. શ્રી નાનચંદ્રજી સ્વામીના વ્યાખ્યાનની તેમના પર ઊંડી અસર પડેલ ને તેમની પાસે દીક્ષા લેવાનું નક્કી કરેલ.
માતાજીની હયાતીમાં સગપણ થયેલ તે બહેનની માતાજીના અવસાન બાદ દીક્ષાની ભાવનાથી (તેમની) સંમતિ લઈ તથા કુટુંબના વડીલોની સંમતિ લઈ ૧૯૨૯માં મોરબી મુકામે દીક્ષા લીધી. નામ પડ્યું મુનિશ્રી શોભાગ્યચંદ્રજી.
દીક્ષા પછી પૂ. કવિવર્ષ નાનચંદ્રજી સ્વામીના વિશ્વવાત્સલ્યના ભાવોને સમજીને આગમ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. આચારાંગ, ઉત્તરાધ્યન કે દશવૈકાલિક આદિનો અનુવાદ પણ કરેલ. અવધાનશક્તિનો તથા ભાષાનો અભ્યાસ પણ વધારતા રહેલ.
જ્ઞાનધામ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-પ