________________
પારસી તથા અન્ય ધર્મનાં પુસ્તકોનો અભ્યાસ કરેલ. તેનું વાંચન કરી ગુરુનું માર્ગદર્શન પણ મેળવતા. છેવટે વ્યક્તિગત સમાજનું સમષ્ટિગત સુખ માટે ધર્મમય સમાજરચના જરૂરી છે તેવો નિર્ણય થયો અને પોતાના માટે સમાચરીનો માર્ગ નક્કી કરી નિવેદન સમાજ સમક્ષ જાહેરાત તૈયાર કરેલ, તે નિવેદન મુંબઈ આવી ગુરુને વંચાવેલ ને મૌન છોડેલ. નિવેદનના કેટલાક મુદ્દાઓ જૈન સાધુની ચાલુ પરંપરામાં વાંધાજનક છે તેવું સંઘના આગેવાનોને લાગતા તેમણે પૂ. નાનચંદ્રજી સ્વામીને શિષ્ય ન સમજે તો છૂટા કરવા જણાવેલ અને છેવટે તેમને તેઓ પોતાની વાતમાં મક્કમ રહેતા શિષ્ય તરીકે છૂટા કરેલ.
લીમડી સંપ્રદાયમાંથી છૂટા થયા બાદ મુનિ સંતબાલ ફરી રણાપુર તરફ જતા કેટલીક પરિચિત વ્યક્તિઓ તેમને મળેલ અને હિરપુરા કૉંગ્રેસના અધિવેશનમાં તેમની સાથે ગયેલ. ત્યાં મહાત્મા ગાંધીજીની વિરાટ શક્તિના દર્શન થયા અને ભગવાન મહાવીરની તત્ત્વદૃષ્ટિ તથા રચનાત્મક કાર્યક્રમના જૈન ધર્મની સત્ય-અહિંસાની અહિંસા-સંયમ તપની વિચારની ભાવના તથા કાર્યક્રમ સમાયેલ છે તેવું તેમને અવલોકન કરતા જણાયેલ અને ત્યાંથી પૂ. રવિશંકર મહારાજ જેવા સેવકો સાથે અમદાવાદ ગયેલા. ત્યાં વાઘજીપુરામાં કુટીરમાં ચાતુર્માસ કરેલ તેવા જ કેટલાક જૈન ધર્મને તથા અન્ય ધર્મને માનનાર ગાંધી સાથે જોડાયેલ ભાઈ-બહેનો મળેલાં અને અંબાલાલ સારાભાઈએ માણકોલ ચોવીસાના ગામના પછાત વિસ્તારના લોકોને નૈતિક દૃષ્ટિએ તૈયા૨ ક૨વા કાર્ય ચાલુ કરેલ. તેમાં મુનિશ્રીએ પ્રેરણા તથા માર્ગદર્શન નૈતિક રીતે આપવા સમજાવ્યા.
માણકોલ ચોવીસીનાં ગામોમાં ફરીને લોકોને ચા-બીડી-દારૂ-જુગારમાંસાહાર જેવાં વ્યસનો છોડાવવા પ્રયાસ કરેલ ને લોકોની શ્રદ્ધા તેમના પર વધતી ગઈ. પછી ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘની સ્થાપના થયેલ, ચોવીસ ગામના લોકોને જ્ઞાતિ સંમેલન કરી જીવન પરિવર્તન માટેના નવા માર્ગો-ઠરાવો કરી બતાવી કાર્ય આગળ વધેલ. ધીમે ધીમે આ ગામડાને ચોખ્ખું પાણી મળે તથા અન્ય ક્ષેત્રોમાં પ્રગતિ થાય, શિકાર બંધ થાય તેવો પુરુષાર્થ ચાલુ થયેલ. પ્રથમ જીવરાજ જલસહાયક સમિતિની રચના થઈ. ગામોગામ સર્વે કરી ચોખ્ખું પાણી મળે તે માટે કૂવા-તળાવ સરખા કરવા પાઇપ લાઇન દ્વારા પાણી પૂરું પાડવું વગેરે કાર્યમાં ચાલુ થયેલ. ભારતનાં બીજાં ગામો તેમાં ભળવીને ૨૦૦ ગામમાં અન્ન-વસ્ત્ર, આશરણ, ન્યાયરક્ષણ, કેળવણી જેવાં ક્ષેત્રોમાં લોકોની નૈતિક સહિત કાર્ય કરવા સહકારી જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫
જ્ઞાનધારા ૫
૮