________________
હોમ-હવનથી વાતાવરણને શુદ્ધ કરવાને બદલે કુસંસ્કારના હવનની વાત જૈન ધર્મ કરે છે. મૂર્છાનું અલ્પીકરણ જીવનમાં પ્રગટ થાય તો જ અપરિગ્રહ પરમો ધર્મ' માંની પર્યાવરણની રક્ષા કરવાની જાગરુકતા કેળવાશે. પરિગ્રહમાંથી જ જન્મે છે વિગ્રહ અને Mind Pollution. ૯૯% સમસ્યા આ માનસિક પ્રદૂષણમાંથી જ જન્મે છે. આજની ખર્ચ સંસ્કૃતિ એ બગાડ સંસ્કૃતિ છે.
આજની નવી પેઢી અને અન્ય ધર્મીઓ પૂછે છે કે - ‘સ્થાવર-જીવોની હિંસા ન કરીએ, તો જીવવું કઈ રીતે ?' આનો જવાબ આપતા સંતબાલજી કહે છે કે જૈન ધર્મે અનિવાર્ય લોકોપયોગી ધંધા છોડવાની વાત જ નથી કરી. સાચો જૈન હિંસાથી ભડકીને ભાગે નહિ, પણ હિંસામય વાતાવરણમાં અહિંસાનો પ્રભાવ બતાવી પર્યાવરણની જાળવણીમાં મદદ કરે.” અરે, ખુદ આદિનાથ એટલે કે ઋષભદેવ ભગવાને પોતાના ગૃહસ્થજીવનમાં જનતાને ખેતીની કળા શીખવી. અગ્નિનો ઉપયોગ કરતાં શીખવ્યું. અનાજ ઉત્પાદનના ધંધામાં જૈનો જેટલા વધુ દાખલ થશે, તેટલા પ્રમાણમાં ખેતીમાં દાખલ થયેલા વિજ્ઞાનમાંથી અહિંસાનું ઝેર કાઢી શકાશે. જીવો પેદા કરી સંહારવા પડે, તેના કરતાં જીવો ઓછા પેદા થાય તેવી સ્થિતિ સર્જવામાં જૈન ધર્મનું વિજ્ઞાન ઊંડું ઊતર્યું છે. અરે, શકડાલ જેવો કુંભાર કે જે માટીનાં વાસણો બનાવી નિંભાડામાં પકવતા કેટલી ય નાની જીવાતોને હણતો હતો - તેને પણ જૈનશાસ્ત્ર વિવેકી શ્રાવક ગણ્યો છે. જૈન ધર્મે તેનો ધંધો છોડાવ્યો નથી, માત્ર વિવેક અને જાગૃતિ રાખવાનું કહ્યું છે. ‘અનુયોગદ્વાર સૂત્ર'ના ડાલાપાલાના થોકડાની વાત ન ખબર હોય !
-
વળી જીવ સાથે અજીવના સંયમની કુલ સત્તર પ્રકારના સંયમની વાત બતાવી પર્યાવરણની રક્ષાની વાત જૈન ધર્મ કરે જ છે.
કરિત - કારિત - અનુમોદિત ત્રણે પ્રકારની હિંસા કરનાર પર્યાવરણને દૂષિત કરે છે, એમ જૈન ધર્મ જ કહી શકે. પ્રાણીની પોતાને હાથે કતલ કરનાર કસાઈ, હૉટેલમાં બેસી માંસાહારની વાનગી ખાનાર અને મત્સ્યઉદ્યોગ જેવી કંપનીના શૅર ખરીદનાર બધા જ પર્યાવરણના શત્રુઓ છે. શાકાહારની ચળવળ ચલાવનાર, ગ્રીન મુવમેન્ટ ચલાવનાર પશ્ચિમના કેટલાંક ટ્રસ્ટો - જ્યોર્જ બર્નાડ શો, માર્ટિન લ્યુથર કિંગ તેમ જ વર્તમાને જ્ઞાનધારા-૫૯૨ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫