________________
મેનકા ગાંધી જેવા સાચા અર્થમાં આગમવાણી બોલનાર જૈન છે, પર્યાવરણના ગાઢ મિત્રો છે.
ગાંધીજીએ અહિંસાનો અનુબંધ મહાવીરની અહિંસા સાથે આબાદ બંધ બેસે છે. અહિંસાને આગમ-પોથીનું રીંગણું ન રહેવા દેતાં, એનો વિનિયોગ જીવનમાં કરી માત્ર જૈનોએ જ નહિ દુનિયાવાસીઓએ ચાલવું પડશે. અપરિગ્રહની મૂર્તિ જેવા તીર્થકરોને દેરાસરમાં બેસાડી, બહાર આપણે પરિગ્રહ વધારતા રહે, પર્યાવરણ ખોરવતાં રહીએ એ નહિ ચાલે. જો એમનો સંદેશો સમજ્યા હોઈએ તો ઘરમાં આવતી પ્રત્યેક વસ્તુ સંબંધી પૂછવું પડશે કે - “એ ચીજનું ઉત્પાદન, પર્યાવરણ ખોરવનારું, સૃષ્ટિ સંતુલન ખોરવનારું કે પ્રદૂષણ વધારનારું નથી ને ?
ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ડાર્વિને કહ્યું કે - “સંઘર્ષ એ પ્રકૃતિનો નિયમ છે.” પણ આ સત્યાંશ છે, એમ બતાવી એનેકાન્તવાદના પ્રણેતા મહાવીરે કહ્યું છે કે - “જગત પરસ્પર સહયોગના આધારે કહેવું છે.” જીવનમાં સંઘર્ષની ક્ષણો ઓછી અને સહયોગની ક્ષણો વધુ છે. તેમણે દિશાપરિવર્તનનું સૂત્ર આપ્યું કે - “સોચ્ચા જાણઈ કલ્યાણ, સોચ્ચા જાણઈ પાવગં.”
વૈજ્ઞાનિકો કહે છે - “તમે કુદરતના મહેમાન છો, સભ્યતાથી વર્તો', પણ આગમ દ્વારા સૂક્ષ્મ નામકર્મવાળા જીવો કહે છે - “જુઓ અમારી દુર્દશા. એક શરીરમાં અનંતા જીવો' સમૂચ્છિમ જીવો કહે છે - “જુઓ અંતર્મુહૂર્તમાં જ અમે કચડાતા, પિસાતાં મૃત્યુ પામીએ છીએ. અમારી દયા પાળો.” “અરે, બે પગવાળા માણસ. તું તો અમારો વાલી છે, સૌથી વધુ બુદ્ધિ ધરાવતું પ્રાણી છે ભલા વાલી થઈને કોઈ પોતાનાં સંતાનોને મારે ખરું ! રક્ષક, ભક્ષક બને ખરો ? અમારી વાત ન સમજે તો કુદરત તને તમાચો મારી ધરતીકંપ - પૂર વગેરે આફતો દ્વારા વિનાશની ભાષા સમજાવશે.”
સાંપ્રત સમયમાં મહાવીરનો સંદેશ વૈશાખી બપોરે આંબાના વૃક્ષની નીચેની પરબડીના પાણી જેવો શીતળ તો છે જ, સાથે પર્યાવરણનો પ્રશ્ન ઉકેલી શકે એવો પ્રાણવાન પણ છે.
(જ્ઞાનધારા - SMSEE ૯૩ SSES જેન સાહિત્ય જ્ઞાનસત્ર-