________________
વિરલો સમસ્ત હિરા કરવામાં આવઓછું-વત
બંને પ્રકારની હિંસામાં બંને પક્ષને નુકસાન ઓછું-વધતું થાય છે. કેટલીકવાર ઇરાદાપૂર્વક આવી હિંસા કરવામાં આવે છે.
અહંકાર એ સમસ્ત હિંસાનું મૂળ છે. અહંકારનાં દૂષણથી ભાગ્યે જ કોઈ વિરલો બચી શકે છે. અહંકાર હૃદયને પથ્થર બનાવી નાખે છે, એટલું જ નહિ પણ જીવનમાં જે કંઈ સત્ય, સુંદર અને પવિત્ર હોય તેનું મૃત્યુ કરી નાંખે છે. પરમાત્માને પહોંચવાના માર્ગમાં અહંકારથી વધારે અડચણરૂપ બીજી કોઈ વસ્તુ નથી. હું છું' એ ભાવ-હિંસાનો દ્યોતક છે અને વળી, હું કંઈક વિશેષ છું' એ તો અતિહિંસાની નિશાની છે.
આધુનિક યુગમાં અહંનો પારો ઊંચે ને ઊંચે ચઢતો જતો જોવા મળે છે. આ અહમુને પોષવાની અને સંતોષવાની નિમ્ન કક્ષાની વૃત્તિ અત્યારે સૌ કરી રહ્યા છે અને આથી જ આપણે જોઈ શકીએ છીએ કે - ‘હિંસાનું સામ્રાજ્ય વધ્યું છે. હિંસકતત્ત્વોનો ઉપદ્રવ વધ્યો છે. આમાં આપણે નિરંતર વૃદ્ધિ થતી જોઈ રહ્યા છીએ, તે આપણું કમનસીબ છે.” અહંકાર ખરેખર પતનની ગર્તા છે.
કોઈ પણ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે સમગ્ર વિશ્વ ભયગ્રસ્ત અવસ્થામાં હિંસક બને તે સાહજિક છે. તેને માટે અહિંસક બની રહેવું તે કદાચ કાયરતાની કે નબળાઈની નિશાની ગણાય છે. આ જ કારણે મહાવીર અભય Fearlessnessને અહિંસાની પહેલી શરત માની છે. અભયનું વાતાવરણ સર્જવું, એ અહિંસાનો પ્રથમ પદાર્થ પાઠ છે. સાંપ્રત સમસ્યાઓને સૂલઝાવવામાં આપણે આવી ભયરહિત, ભયમુક્ત પરિસ્થિતિ રચી શકીશું ? પ્રશ્ન પેચીદો છે, પરંતુ ઉપાય ધારો તો સહેલો, સરળ ને સુગમ છે.
જૈનદર્શને પ્રરૂપેલ અહિંસા ગર્ભિત અને ગહન છે. તે અનેક રૂપે - સ્વરૂપે દેખા દે છે. મૈત્રી-કરુણા રૂપે તો અહિંસા પ્રગટ થાય છે, પરંતુ સત્ય, સંતોષ, સહિષ્ણુતા, પ્રામાણિકતા રૂપે પણ છતી થાય છે. કહેવાય છે કે - “મન તેવો માનવી.” જેવા મનના ભાવ તે સ્વરૂપે માનવ અહિંસાને અપનાવી શકે છે.
દરેક ધર્મોએ હિંસાને વખોડી છે અને દરેક ધર્માત્મા અને ધર્મગ્રંથોએ બહુ જ આદરપૂર્વક અહિંસાને પ્રાધાન્ય આપ્યું છે; તેમ છતાં જૈન ધર્મમાં અહિંસાનો સર્વાશે, સર્વાગી રીતે વિચાર કરવામાં આવ્યો છે, તે વિશિષ્ટ છે. અહિંસાનો સિદ્ધાંત સ્વીકારતા અનેક ઉત્કૃષ્ટ ભાવો ( જ્ઞાનધારા -૫ = ૪૫ 5 જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-પો.