SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન્ન થાય છે. - જેવા કે સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય - અપરિગ્રહ વગેરે જીવનના પ્રત્યેક ઉચ્ચ આદર્શનું મૂળભૂત સાધન અહિંસા છે. આધ્યાત્મિક સાધનાની આચારભૂમિ અહિંસા છે. અહિંસાનું સ્થાન ઈશ્વરથી જરા યે ઓછું નથી. અહિંસા આત્મસાત્ કરવા બાહ્ય-સંઘર્ષની જરૂર નથી, જરૂર છે માત્ર આંતરસંઘર્ષની - કષાયોને નિયંત્રણમાં રાખવાની. આચાર્ય શ્રી સમસ્ત ભદ્રજીએ કહયું છે કે - “આત્માનું સંશોધન કરનાર સાધક માટે અહિંસા પરબ્રહ્મ છે, પરમેશ્વર છે અને અહિંસા જ પરમાત્મા છે. સમભાવ અને શુભભાવ એ અહિંસાના મુખ્ય માપદંડ છે. મનમાં - ચિત્તમાં - અંતરમાં અનેક રૂપે હિંસા-ક્રોધ, વાસના વગેરે પ્રજ્વલિત થતી રહેતી હોય તો આપણે આ સમયે આપણાં સગુણો, સવિચાર, સઘ્રવૃત્તિઓ, વિનય-વિવેક વગેરેની હત્યા કરીએ છીએ, જે આત્મહત્યા કરતાં મહાભયંકર છે. જૈન ધર્મે સૂચવેલ અનેકાન્ત વિચારધારા આગવી અને અદ્વિતીય છે. દુનિયાના કોઈ ધર્મે નહિ સૂચવેલ એવો સંદેશ જૈન ધર્મને મુઠ્ઠી ઊંચેરું સ્થાન અપાવી શકે છે. “અનેકાન્ત” એટલે જ્ઞાનની વિસ્તરતી જતી ક્ષિતિજો - સત્યને અનેક રીતે ઓળખવાની રીત આપણું સૌનું જ્ઞાન-સમજમાહિતી સીમિત-અપૂર્ણ અને એકાંગી હોય છે. તેમાં તટસ્થતા Objectivity ઘણીવાર નથી હોતી. કોઈ પણ વસ્તુને - વ્યક્તિને અનેક રૂપે જોઈ શકાય. તેનામાં અનંતગુણો અને અનેક બાજુઓ છે. એ બધાંને “પરલક્ષી' બની તપાસવી-ચકાસવી જોઈએ. આમ, કરવાથી સંપૂર્ણ સત્ય કદાચ મેળવી શકાય અને સાચો - યથાર્થ તાગ પામી શકાય. આમ, અનેકાન્ત દૃષ્ટિ સમન્વયનો, સુમેળનો સિદ્ધાંત છે. પોતાના વિચારો બીજા પર ઠોકી બેસાડવા તે સરાસર હિંસા છે. બીજાની વાત પણ સાચી - સારી હોય શકે. કોઈ પણ વિચારને સર્વબાજુએ, સર્વાગ રીતે જોવો જોઈએ. દરેક માનવી આ મનોવલણ કેળવે, પોતાના દેશની નીતિ-રીતિ આ બાબતને લક્ષમાં રાખી ઘડે તો જગતની અર્ધી સમસ્યા અને સંઘર્ષ સમાપ્ત થઈ જાય. અનેકાન્તની વિચારધારા તમારી સમક્ષ અન્ય વિકલ્પોનાં દ્વાર ખોલે છે અથવા તો અન્ય બાબતથી વાતને - વિચારને સમજવાની એક સૂઝબૂઝ જ્ઞાનધારા-૫ EMENT ૪૬ - જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧)
SR No.032453
Book TitleGyandhara 05
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2010
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy