SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ આપે છે. આ વિચારધારાથી મધ્યસ્થતા, તટસ્થતા, સમતોલતા અને સર્વતોમુખીપણું આવી શકે. સૌની વાત-વિચારમાં સત્યના અંશની પ્રતીતિ થાય, સત્યને સમજીએ તો વાદ-વિવાદ, સંઘર્ષ ટળે. પોતાની જ વાતને વળગી રહેવું કે વિચારને ઠસાવવા આગ્રહ-દૂરાગ્રહ કે હઠાગ્રહ રાખીએ તો મડાગાંઠ વધે છે. જૈન ધર્મે અન્યના મત-પ્રતિ ઉદાર અને સહિષ્ણુ થવાની વાત કરી છે. આ ઉદારતા જગતને સમન્વય ને સુમેળતાના રસ્તે લઈ જઈ શકશે. વિશ્વશાંતિની કડી અનેકાન્ત વિચારધારા છે, વિશ્વશાંતિનો સંદેશ અનેકાન્ત દષ્ટિ કેળવવાથી જ પ્રસરી શકે તેમ છે. અનેકાન્તા વિના કદાચ હિંસાનો દોર-રવૈયો ચાલુ રહેશે. અંતમાં, તારવણી રૂપે આવું કહી શકાય કે - “પૂછો - પિછાણો - પૃથક્કરણ કરો. સમત્તે શીખો અને સ્વીકારો તો જ તમે સાંપ્રત યુગની સમસ્યાને ઉકેલવામાં સહભાગી થઈ શકશો. અહિંસા આચાર સાથે અનુભવમાં મૂકીશું અને અનેકાન્તનો વિચાર અમલમાં મૂકીશું તો જ જગતનું કલ્યાણ છે.” લેખિકા : દેશ-વિદેશની અનેક સંસ્થાઓમાં પ્રવચન રેડિયો - ટી.વી. વર્તાલાપ - વ્યાખ્યાનમાળામાં પ્રવચનો આપે છે. લેખન - સંશોધન - કૌટુંબિક સલાહકાર પણ છે. "JAINA”માં પણ પેપરો રજૂ કર્યા છે. (જ્ઞાનધારા -૫ ૪૦ ES જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫]
SR No.032453
Book TitleGyandhara 05
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2010
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy