________________
જૈન ધર્મ દરેક જીવને સમાન સમજી, દરેકને સમાન સરખી રીતે જીવવાનો અધિકાર આપે છે. એ જીવ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય હોય કે પછી અકાય, વાયુકાય, વનસ્પતિકાય, અગ્નિકાય જેવા છકાયના સૂક્ષ્મ જીવ હોય, તે સૌને સમાન રીતે જીવવાનો રાહ ચીંધી મહાવીરે જણાવ્યું કે ‘જીવો અને જીવવા દો' તો ખરું, પણ જીવો અને અન્યને - બીજાને પણ સુખેથી જીવવા દો.
-
અનેકાન્તના આગવા વિચારમાં સહકાર, સમન્વય સુમેળ વગેરે સાધી અહિંસા, અરાજકતાને દૂર કરવાની સમજણ આપી છે. દુનિયાને એકતરફી, એકાંતિક રૂપે, એક બાજુએથી ન જોતાં સર્વતોમુખી સર્વ પાસાંથી, સર્વ બાજુએથી જોવાની ક્ષમતા-ઉદારતા અને સાથે સાથે સમતા આ બધા અહિંસાના અનોખા પરિણામ છે. પોતાનો કક્કો ખરો કરવો કે પોતાને જ સાચા સમજવા એ એકાંતિક મર્યાદિત દૃષ્ટિ છે. એ અવળી ને ઊંધી સમજ કહી શકાય. તેમ સાપને અનેક સ્વરૂપે જોતાં - સમજતાં શીખો તો તમે અનેકાન્તવાદ અને તેની અસરકારકતાને સમજી શકો. આ બધાના મૂળમાં અહિંસાનો ભાવ ગર્ભિત છે; દુનિયાને તારવામાં, લોકોમાં સુમેળ સાધવામાં એ જ એક કારગત કીમિયો છે.
-
જૈન ધર્મ સર્વજીવો પ્રત્યે મૈત્રીને પ્રાધાન્ય આપી, સર્વ સાથે સુમેળ સાધવામાં અહિંસાને જ કેન્દ્રમાં રાખી છે, સાથે સાથે દયા - કરુણાને પણ અહિંસાની માતા ગણી છે.
જૈન ધર્મ જીવહિંસા - સૂક્ષ્માતિ સૂક્ષ્મ જીવની પણ હિંસા ન કરવા પર ભાર આપી માંસાહાર વગેરેનો ત્યાગ કરવા જણાવ્યું છે. પરંતુ વિશ્વસ્તરે આ કેટલું શક્ય બની શકે ? સૈદ્ધાંતિક રીતે આનું કડક પાલન વ્યક્તિગત કે આત્મસાધના માટે કડક છે તો તેને વ્યવહારમાં કેટલુંક પ્રચલિત કરી શકાય તે એક મૂંઝવણ ભરેલો પ્રશ્ન છે. આ અંગે વ્યાપક અને ઉદાર વિચારસરણી વધુ હિતાવહ છે.
આજે સમગ્ર વિશ્વમાં ત્રિવિધક્ષેત્રે આ બંને પ્રકારની હિંસા પ્રવર્તે છે. શારીરિક અત્યાચાર, મારપીટ, ખૂનખરાબા, અપહરણ વગેરે દ્રવ્યહિંસાના ઉદાહરણ આપી શકાય. જ્યારે ભાવ-હિંસામાં એક-બીજા તરફની અસૂયા-ઈર્ષ્યા-દ્વેષ-રોષ-વેર-ક્રોધ વગેરે ભાવો પ્રજ્વલિત થતા રહે છે. આ જ્ઞાનધારા ૫૪૪ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫