________________
Hવર્તમાન જીવનમાં જેન મૂલ્યોની ને
આવશ્યકતા.
| લે. શ્રી રમેશ ગાંધી) વર્તમાન જીવન :
નિશ્ચયનયથી વર્તમાનની અવધિ એક સમયની ગણાય, અતિ સૂક્ષ્મ. કારણ કે ક્યારે વર્તમાન “ભૂત'માં પરિવર્તિત થઈ જાય છે અને તેનું સ્થાન
ભવિષ્ય' લઈ લે છે, તેની અનુભૂતિ કેવળીગમ્ય છે. છઘસ્થની શક્તિની બહારની વાત છે, કારણ કે એક ક્ષણ - પળમાં સ્વસંખ્યાત સમય પસાર થઈ જાય છે.
આથી આપણે વ્યવહારનયનો આધાર લઈએ. તેને પણ બે રીતે મૂલવી શકાય ? આજ' એ વર્તમાન, ગઈકાલ ભૂતકાળ, આવતીકાલ ભવિષ્યકાળ.
એથી પણ આગળ વધીએ તો વર્તમાનનો અર્થ પ્રાપ્ત માનવ-સંજ્ઞી પંચેન્દ્રિયયુક્ત માનવભવનો જન્મથી મૃત્યુ સુધીનો કાળખંડ. પરંતુ જે વીતી ચૂકેલ છે, તેમાંથી બોધ લઈ જે કંઈ બાકી ‘સમય’ આયુષ્યનો બચેલ છે તેને સુધારી અથવા વધુ સાધક કરવાની અમૂલ્ય તક.
આમ “કાળ' એ સતત વહેતો એક અજીવતત્ત્વનો એક અંશ છે જ્યારે બીજી તરફ “જીવન' એ પણ જીવ દ્વારા જિવાતું સાતત્યપૂર્ણ પ્રવાહીતત્ત્વ છે. બંને પસાર થઈ રહ્યા છે, બંનેની ગતિ અવિરત છે. નવ તત્ત્વમાં મુખ્ય છે. તેવા આ જીવ અને અજીવ તત્ત્વો રહ્યાં છે. બાકીના સાત પેટા વિભાગમાં આવે છે જે કર્મ પુદ્ગલ સાથે સંબંધિત છે, અને છેલ્લા નવમા મોક્ષતત્ત્વ દ્વારા કર્મ સાથેના અનાદિના સંબંધથી કાયમ માટે જીવને મુક્ત કરે છે. સર્વ દુઃખોના અંત સાથે શાશ્વત સુખના સ્વામી બનાવે છે. નમૂલ્યો:
જેનમૂલ્યો કોને કહીશું? મૂલ્યો એટલી કિમતી વસ્તુ. ભૌતિક વિશ્વમાં “રત્નો' (Jewels) મૂલ્યવાન ગણાય છે. તે જ રીતે આધ્યાત્મિક જગતમાં ત્રણ અમૂલ્ય રત્નો છે, જે “રત્નત્રયી' તરીકે ઓળખાય છે. (જ્ઞાનધારા - Sp3 ૩૩ – જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)