________________
આમ, વૈરાગ્ય અને અપરિગ્રહથી Clutter સાફ થશે. તમને સમય મળશે વધુ મહત્ત્વની અને જરૂરી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે.
(૧) આજની ફાસ્ટ લાઇફમાં, મોટા ભાગના લોકો પર થાકની, કંટાળાની અસર દેખાય છે. મોઢાં પર પ્રસન્નતા - આનંદનો ભાવ ખોવાઈ ગયો છે. આ માટે પણ રોજનો સ્વાધ્યાય, ધ્યાન, સોહમ્, પોતાના આત્માની અનુભૂતિ, ધ્યેયની સ્પષ્ટતા વગેરેથી ફરક જણાશે. મહાવીરનો ધર્મ મળ્યો, પછી જો ચહેરા પર પ્રસન્નતા ન હોય તો ચોક્કસ જાણવું કે જીવવાની કળા ફક્ત માહિતીરૂપ છે, પણ વ્યવહારમાં - એકશનમાં નથી, અને જૈનદર્શન એ થિયરી નથી, પ્રયોગિક છે, પ્રેક્ટિકલ છે. ઉપયોગમાં લાવે તે જ જૈન. જેનમૂલ્યો અપનાવવાથી થતાં ફાયદા - અસરો :
(૧) શરીર અને મન ટેન્શન-ફી બને છે. (૨) અજબ શાંતિનો અનુભવ થાય છે, સમભાવ આવે છે. (૩) આત્માની શક્તિનો અનુભવ થાય છે. (૪) ખોટી આદતો છૂટે છે, ડીસીપ્લીન કેળવાય છે.
(૫) જીવનના દરેક ક્ષેત્રે કુદરતી રીતે અનુકૂળ સંયોગો ગોઠવાઈ જાય છે, આધિ, વ્યાધિ, ઉપાધિ, ઉપદ્રવ દૂર થાય છે. નકારાત્મક શક્તિથી તમારું રક્ષણ થાય છે. એટલે કે નકારાત્મકતા તમારી નજીક આવી જ ન શકે, આ રીતે તમારી આજુબાજુ એક અભેદ કવચ દ્વારા તમારું રક્ષણ થાય છે.
(૬) સર્વજીવો પ્રત્યે મૈત્રી, વિશ્વકલ્યાણની ભાવના જાગે છે. આથી કર્મો તૂટે છે.
(૭) અનેકાન્તવાદથી લૉજિક અને રેશનાલિટી કેળવાય છે.
(૮) કોઈ પણ ભય કે શંકા રહેતાં નથી. જીવનનો હેતુ સ્પષ્ટ થાય છે. (મોક્ષની પ્રાપ્તિ અને આત્મસાક્ષાત્કાર)
(૯) જીવનમાં સાદગી, સરળતા, આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા આવે છે. (૧૦) મન ઉપર મેલ (રાગ-દ્વેષ) જામતો નથી. નિર્મળતા રહે છે. (૧૧) લોકો સાથેના સંબંધોમાં સકારાત્મકતા આવે છે. એમ છતાં ક્યાં ય બંધન નહિ. (જ્ઞાનધારા - SSSSB ૩૧ = જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-