________________
#ાકમાણસ જવા સકલવા કરવા કવાયકારી અદા
મુનિશ્રી સંતબાલની પાવન ધરાપર સંતોની નિશ્રામાં
જન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ સંપન્ન
અહમ સ્પિરિટ્યુઅલ સેન્ટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલૉસૉફિકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર મુંબઈ આયોજિત જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫ સંપન્ન થયું.
આચાર્ય પૂ. પ્રદ્યુમન્નસૂરિના મંગલાચરણ બાદ ચમનભાઈ વોરાએ જ્ઞાનસત્રનું ઉદ્ઘાટન કર્યું. જ્ઞાનસત્રના સંયોજક અને ટ્રસ્ટી ગુણવંતભાઈ બરવાળિયાએ મુનિશ્રી સંતબાલજીની પવિત્રભૂમિ પર પ્રકૃતિની ગોદમાં પધારેલા વિદ્વાનો અને મહાનુભાવોનું સ્વાગત કર્યુંહતું. તેમણે મૌનસાધના કરી રહેલ અજરામર સંપ્રદાયના પૂ. શ્રી ભાસ્કર સ્વામીનીઅભિવંદના કરી હતી.
શાસન અરુણોદયપૂ. ગુરુદેવશ્રી નમ્રમુનિ તથા પૂ.ડૉ. તરુલતાબાઈ મહાસતીજીના આશીર્વચન સંદેશાનું વાચન યોગેશભાઈ બાવીશીએ કરેલ.
જ્ઞાનસત્રના પ્રમુખ સ્થાનેથી પાશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ આ આયોજનની B મહત્તા સમજાવી વીરચંદ રાઘવજી ગાંધીનાં જીવન અને કાર્ય પર મનનીય છે પ્રવચન આપ્યું હતું.
ગુણવંત બરવાળિયા સંપાદિત પૂ. શ્રી જયંતમુનિ કત “અરિહંત વંદનાવલી’ વિવેચન, સચિત્ર ગ્રંથનું વિમોચન સી. ડી. મહેતા, “જ્ઞાનધારા - B. ૪નું વિમોચન અનિલભાઈ સુતરિયા અને “
વાલ્યનું અમીઝરણુંનું B વિમોચન ધનસુખભાઈ બાવીશીના હસ્તે કરવામાં આવેલ.
વિષયવાર બેઠકના અધ્યક્ષસ્થાને ડૉ. ધનવંત શાહ, હર્ષદભાઈ દોશી, B ડૉ. કાંતિભાઈ શાહ, ડૉ. અભય દોશી, ડૉ. કલાબહેન શાહ, ડૉ. રસિકભાઈ ! મહેતા તથાડૉ. કોકિલાબહેન શાહે સંભાળ્યું હતું.
જ્ઞાનસત્રમાં ભારતભરનાં વિવિધ ક્ષેત્રોના ૪૩ વિદ્વાનોએ ભાગ TB લીધો હતો.
સમાપનમાં ડૉ. કુમારપાળ દેસાઈએ આગવી શૈલીમાં વિદ્વાનોના વક્તવ્યની ઝીણવટથી સમીક્ષા કરી હતી. આચાર્ય પૂ. પદ્યુમ્નસૂરિએ વિદ્વાનોને વિષયના વધુમાં વધુ ઊંડાણમાં જવા અપીલ કરી જ્ઞાનસત્રની સફળતા બદલ આયોજકોને અભિનંદન આપી આશીર્વચન કહ્યાં હતાં.
ગુણવંતભાઈ બરવાળિયાએ સંતો, સર્વ વિદ્વાનો અને સહયોગીઓ પ્રતિઆભાર વ્યક્ત કર્યો હતો. વિદ્વાનોનું સારસ્વતી સન્માન કરવામાં આવેલ.
કાર્યક્રમનું સંચાલન યોગેશભાઈ બાવીશી અને વ્યવસ્થા પ્રદીપભાઈ છે શાહ, સુરેશભાઈ પંચમિયા અને પ્રકાશભાઈ શાહે સુચારુ રીતે કરેલ હતી.