________________
તે વૈભવ અને ઋદ્ધિનો ગર્વ કર્યો. તે શાતા અને સુખની ઇચ્છા કરી,
માયા-કપટ કરીને દરેક પ્રવૃત્તિને દૂષિત કરી અને છેલ્લે આ બધું કરીને તે વિશ્વરૂપ નવયુવાન ! તેં આમ ને આમ ખેદ, ક્લેશ, માનસિક ચિંતાઓ કરી, પરિગ્રહ નામના વૃક્ષને હર્યુંભર્યું બનાવ્યું. તેનાં ફળ આરોગીને મંદી નામની બીમારીને આમંત્રણ આપ્યું છે. વળી આ વૃક્ષની રાજા-મહારાજાઓને પણ પૂજા કરતાં જોઈ બહુજન સમાજ પણ આ વૃક્ષ હૃદય વલ્લભ બન્યું છે ! અને ધીરે ધીરે વિશ્વરૂપ નવયુવાન બીમાર... બીમાર.. બીમાર બનતો ગયો.
આમ, આ એક મોટી બીમારીનો ઉપાય, સમગ્ર સમસ્યાનો ઉકેલ બધી જ ભૂલોનો સુધાર કરવાની તાકાત એકમાત્ર જૈનદર્શન'માં જ છે. તેની સૌપ્રથમ તો શ્રદ્ધા કરવી જ પડશે. કારણ... સાચું સુખ ક્યાં છે ?
અર્થ ઉપાર્જન કે અર્થ-વિસર્જનમાં ? ભોગ-ભોગવવામાં કે ત્યાગભોગવવામાં ?
રાગમાં કે વૈરાગ્યમાં? દોડમાં કે શાંતિમાં? આ સર્વ પ્રશ્નોના ઉત્તરમાં -
રામ, કૃષ્ણ, મહમંદ પયગંબર, ઈસુ કે પુરાણ સંતકોટિનો કોઈ પણ આત્મા કહે છે - “સુખ ત્યાગમાં છે. જેની પાસે સમગ્ર વિશ્વને નિહાળવાનો સુંદર દૃષ્ટિકોણ છે, તે ભગવાન મહાવીર સ્વામી, કેવળજ્ઞાની, રૈલોક્ય પ્રકાશક શું કહે છે ? “ભોગને ભોગવવામાં જે સુખ દેખાય છે તે સુખ અનંતકાળનું દુઃખ આપે છે. તો આજે આપણે જે પરિગ્રહ નામનો ગ્રહ જે આપણને ખૂબ ગમે છે, તે થોડો વિકૃત થઈ મંદી સ્વરૂપે સમગ્ર વિશ્વ પર ડોકિયાં કરી રહ્યો છે. સામાન્યજન જેનાથી આપઘાત સુધી પહોંચી જાય તેવી અસર હેઠળ, આવી ગયો છે. ત્યારે ભગવાન મહાવીરના દર્શનમાં ડોકિયું કરી તેને અમલમાં મૂકવાની જરૂર નથી જણાતી ?
હા... જણાઈ તો રહી છે ! મારા દેવાનુપ્રિય આત્માઓ, તો ચાલો શ્રદ્ધા, સમર્પણ સાથે આપણે જઈએ આગમોના ઊંડાણમાં પણ ટૂંકમાં...
જૈનદર્શન' પ્રથમ તો એવો જ ઉપાય બતાવે છે કે જેથી આર્થિક મંદી જ ન આવે. કારણ મંદી એટલે ?
૧. ઉત્પાદન વધારે ને માંગ ઓછી : જૈનદર્શન તેનો ઉપાય આપે છે - વધુ સંગ્રહ જ ન કરો,' ઉત્પાન જો જરૂર પ્રમાણે થાય તો આ પરિસ્થિતિ જ ના સર્જાય. (જ્ઞાનધારા - SSSSB ૬૩ === જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)