________________
સાંપ્રત આર્થિક મંદીની સમસ્યામાં જૈન ધર્મની વાણિજ્ય દૃષ્ટિનું મહત્ત્વ
લે. નીતિબહેન અતુલભાઈ ચુડગર જે કાળમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ધરતીનાં અને સંઘયણ બળ શરીરનાં ઓછાં થતાં જતા હોય તેવો કાળ છે અવસર્પિણી કાળ. આવા દુઃખથી ભરેલા પાંચમા આરામાં આ સમયે કોણ સુખી છે ?
ભગવાન કહે છે : “અદ્દે લોએ પરિજુણે.” આખો લોકમાત્ર દુઃખથી જ ભરેલો છે. અહીં બેઠેલામાંથી કોઈ એક તો હદય પર હાથ મૂકીને કહી શકે કે - “હું સુખી છું !' ઉત્તર “નામાં જ છે. છતાં આપણે સહુ કોની પાસે દોડીએ છીએ ? જેમાં સુખ નથી તેને જ સુખ માની મેળવવા દોડીએ છીએ... સમૃદ્ધિ મળે, વૈભવ મળે, શાતા મળે... એ બધી જ આપણી સુખની પર્યાયની સમજણ છે, પરંતુ તેમાં સુખ નથી. તો સુખ ક્યાં છે ? જો સુખ હોય તો એક પણ સમસ્યા ના હોય !
ડૉ. જિનેન્દ્રકુમાર જેન (તીર્થકર, કેવળી ભગવાન) તેઓ કહે છે : “હે વિશ્વરૂપ બીમાર નવયુવાન મારી પાસે આવ, મારી પાસે એવી વિશિષ્ટ ઔષધિ છે, વિશિષ્ટ શક્તિ છે, જે જરૂરથી તારી સમગ્ર બીમારી દૂર કરી દેશે. ડૉ. જિનેન્દ્રકુમાર જૈન સમજાવે છે કે - “આ મંદી નામની બીમારી આવી શું કામ? આ ભ્રષ્ટાચાર આવ્યો શા માટે ?' તેનું મૂળ શોધીને કહે છે. પણ શું આ ડૉ. જિનેન્દ્રકુમાર જૈન કહેશે તે સાચું જ હશે ? હા, કારણ કે. તેમની પાસે બીમાર કેન્દ્ર (પ્રથમ દેવલોકના ઈન્દ્ર), ધરણેન્દ્ર, અહમેન્દ્ર (નવ રૈવેયક અને પાંચ અનુત્તરના દેવો) અને નરેન્દ્ર (ચક્રવર્તી) પણ આવે, અને જે આવીને સમર્પણ કરે છે તે નીરોગી બને છે આવું ડૉ. જિનેન્દ્રકુમાર જૈન કહે છે “ઉત્તરાધ્યયન સૂત્ર' અધ્યયન-૩૨માં બતાવ્યું છે કે - “સર્વ દુઃખોનું મૂળ તૃષ્ણા છે.” હે વિશ્વરૂપ યુવાન !
તે તૃષ્ણા કરી, માટે જ રોગો આવ્યા. તેં પુણ્ય-પાપની શ્રદ્ધા ન કરી, માટે જ રોગો આવ્યા. તે ઉત્કટ ઇચ્છાઓને સીમિત ન કરી, માટે જ રોગો આવ્યા. તે વિચારોના પથારા પાથર્યા, માટે જ રોગો આવ્યા. તે કષાયોની કાલિમાથી તારી ક્ષણેક્ષણને મલિન કરી.
તે વિષયોની લાલસા વધારી અને જ્યારે વિષયો ન મળ્યા ત્યારે સતત માનસિક ખેદ કર્યો. (જ્ઞાનધારા - SMS ૨ === જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)