SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. ફરજિયાત ભાવઘટાડો : જ્યારે રૂપિયાની કિંમત ઘટી જાય ત્યારે ફરજિયાત ભાવઘટાડો કરવો પડે. જ્યારે જૈનદર્શન કહે છે - રૂપિયાની સૌપ્રથમ જીવનમાં એટલી કિંમત વધારો જ નહિ કે ઘટાડો કરવો પડે. રૂપિયાને પ્રાધાન્ય થોડું ઓછું આપો.' 3. વસ્તુનો ભાવ વધતો જાય અને માંગ ઘટી જાય ? જેમ કેઆજે સોનું ! ભાવ આસમાને, પણ માંગ ઘટતી જાય છે ! સામાન્યજન ખરીદી ના શકે તેનું શું થાય ? આવી પરિસ્થિતિ ઊભી જ ના થાય તે માટે - (૧) મર્યાદાઓ કરીએ આત્મજાગૃતિ કરી અંતર-નિરીક્ષણ કરી બધું જ સીમિત કરતાં જાઓ, સંતોષ રાખો. “ઉપાસકદશાંગ સૂત્ર'માં આનંદ શ્રાવકનો અધિકાર આવે છે, જેના દ્વારા જેમાંથી ખૂબ જ સુંદર સમજણ આપણે સહુએ લેવા જેવી છે. તેમની પાસે જે મિલકત હતી, તેના ત્રણ ભાગ તેમણે કરેલા હતા. કુલ ૧૨ કરોડ સોનામહોરોની મિલકતમાંથી ૪ કરોડ સોનામહોરો ખજાનામાં, ૪ કરોડ સોનામહોરો વેપારમાં અને ૪ કરોડ સોનામહોરો ઘરમાં સિલક રાખી હતી. આમ, સંપૂર્ણ મિલકતને ત્રણ ભાગમાં વહેંચી ૩૩%, ૩૩% ૩૩% ભાગ કરી રાખવાથી જો વેપારમાં નુકસાન જાય તો ખજાનામાંથી આપી દેવાના થાય અને ઘરને કોઈ ઊની આંચ પણ ના આવે; માટે દેવાળું તો કાઢવું જ ના પડે. આજે તો આપણી મૂડીનું બધું જ રોકાણ વેપારમાં થઈ ગયું, અમેરિકાના અર્થતંત્રની જેમ કરજ લઈને કામ અને વેપાર કરવામાં આવ્યા, તેથી આ મંદીનું સ્વરૂપ જોવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. આ બધું વાતો કરવાથી, કોન્ફરન્સ કે જ્ઞાનસત્રની ચર્ચાઓમાં ભાગ લઈ, અંતરથી સમજી, પોતે તેને આચરણમાં મૂકીને વ્યક્તિ વ્યક્તિ કરશે તો જ આખો સમાજ સુધરી શકશે. તે માટે જરૂરી છે જાગૃતિ અભિયાનની. એકબીજા સાથે બેસીને વિશ્વાસથી આ અભિયાન ચલાવવા જોઈએ. આજે જૈનોની વસ્તી થોડી પણ ૨૪% ટેક્સની રકમ ભરે છે, એનો ઉકેલ આ ઉપાયથી આવી જશે અને તે ટેક્સ ૮% પર લાવી શકશે. પણ આ બધું જો અંતરથી સમજાય તો !!! (૨) શ્રદ્ધાથી સામનો કરીએ : “ભગવતી સૂત્ર'માં જ્યારે મંદી આવી જ ગઈ છે તો તુંગિયા નગરીનાં શ્રાવકોની શ્રદ્ધાની વાત ચાલે છે. તેમના માટે ઉપનામ, વિશેષણો મળે છે કે શ્રાવકો કેવા હતા? “ઉવલદ્ધ પુણપાવા તે શ્રાવકો કેવા ? પુણ્ય અને પાપને જાણવામાં કુશળ હોય છે. જે શ્રાવક ( જ્ઞાનધારા - SMS : ૬૪ વ ર્ષ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)
SR No.032453
Book TitleGyandhara 05
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2010
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy