________________
અહિંસા સામંજસ્યનું સૂત્ર છે પર્યાવરણ, વિજ્ઞાન અને અહિંસામાં અભિન્નતા છે. આ વિજ્ઞાન વર્તમાન શતાબ્દીને ભેટ છે. અહિંસાનો સિદ્ધાંત અત્યંત પ્રાચીન છે.
મહાવીર પ્રભુ સાથે વનસ્થલીનું નામ જોડાયેલું છે. વનમાં રહેનાર માણસે નગર વસાવ્યું. વનમાં જે ઉપલબ્ધિ છે તે નગરમાં નથી. એ અનુભૂતિએ વળી પાછું વનસ્થલી સાથે જોડ્યું છે. વૃક્ષો અને માણસને ક્યારે અલગ પાડી શકાતાં નથી, વૃક્ષો દ્વારા ઑક્સિજનની પૂર્તિ થતી રહે છે. તેનાથી આપણું આરોગ્ય જળવાઈ રહે છે. તે આધ્યાત્મિક આરોગ્યના વિકાસમાં સહાયક નીવડે છે મહાવીર પ્રભુ પોતાના સાધનાકાળમાં અનેક વૃક્ષો નીચે રહ્યા હતા. તેમને શાંતિવૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું હતું.
આજે પર્યાવરણ-પ્રદૂષણનો કોલાહલ જોરશોરથી સાંભળવા મળે છે. સુવિધાવાદી આકાંક્ષાની આગ ભભૂકતી રહે અને પ્રદૂષણનો ધુમાડો ન નીકળે એ કઈ રીતે શક્ય બને? અહિંસા સિદ્ધાંતની ઉપેક્ષા કરીને પર્યાવરણપ્રદૂષણની સમસ્યા ઉકેલી શકાય તેમ નથી. આજે દુનિયા પ્રદૂષણથી ઘેરાઈ ગઈ છે. વૃક્ષોના નાશ માનવીને અનેકવિધ સમસ્યાનો સામનો કરવો પડે છે. પ્રાણીઓની અમુક જાતો નષ્ટ થઈ ગઈ છે. - પર્યાવરણ પ્રકૃતિનાં સર્વ અંગોની જાળવણીનું વિજ્ઞાન છે. પ્રારંભે પૃથ્વી ગાઢ જંગલોથી આચ્છાદિત હતી. ધીમે ધીમે ઉત્ક્રાંતિ થઈને માનવીએ વિકાસ સાધવો શરૂ કર્યો. આ વિકાસ એટલો બધો થઈ ગયો કે પ્રકૃતિને તેનું સંતુલન ગુમાવવાનો વારો આવ્યો. જંગલોનો સફાયો થવાની શરૂઆત થઈ. અંધાધૂધ કાપણીથી વૃક્ષોનો પારાવાર નાશ થયો. માનવીની આવી ટૂંકી દૃષ્ટિથી સૌથી વધુ ભોગ બન્યું હોય તો તે વનો, અરણ્યો, જંગલો વગેરેમાં વૃક્ષો છે. જેમ જેમ વૃક્ષોની સંખ્યા ઘટતી ગઈ તેમ તેમ કાર્બનડાયૉકસાઇડ વાયુની માત્રા વાતાવરણમાં વધતી ગઈ. એ ઑક્સિજનનું પ્રમાણ ઘટતું ગયું, જેથી વાતાવરણ પ્રદૂષિત બન્યું. આ પરિસ્થિતિ માનવજાત માટે ખતરનાક સાબિત થઈ શકે. આજે વિશ્વભરમાં “વૃક્ષો બચાવો' આંદોલન ઝડપથી ચાલી રહ્યું છે.
આજથી પચીસસો વર્ષ પહેલાં વૃક્ષ તો શું નાનું પાંદડું તોડવાની આજ્ઞા પ્રભુએ આપી નથી. (જ્ઞાનધારા - SEMES ૧૦૦ === જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)