________________
અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્તવાદ એ કોઈ ત્રણ ભિન્ન સિદ્ધાંત નથી, પણ એક જ સિદ્ધાંતના ત્રણ આયામ છે.
જૈન ધર્મના સૌથી પ્રાચીન ગ્રંથ “આચારાંગ સૂત્ર'માં કહેવાયું છે : “કોઈ પણ જીવની હિંસા કરવી નહિ – કરાવવી નહિ – કરનારને અનુમોદના આપવી નહિ.” હિંસાનાં કારણો અને સાધનોને વિવેક બતાવ્યો છે.
આત્મા-પરમાત્મા સાથે ખનીજ, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિથી માંડીને માનવ સુધી જોઈએ તો નાના નાના જીવ આત્મા-પરમાત્મા સાથે જોડાયેલા છે. એથી માનવું પડે છે કે વિશ્વના પ્રાણીમાત્ર, ધર્મ સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલ છે. પર્યાવરણ :
“આ જગતમાં હું એકલો નથી, માત્ર મારું જ અસ્તિત્વ નથી.” આ પર્યાવરણનું વિજ્ઞાનનું મૌલિક-સૂત્ર છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની આસપાસ તમામ દિશાઓમાં પર્યાવરણનું કવચ પહેરીને શ્વાસ લઈ રહી છે. તેના પરિપાર્શ્વમાં જીવ અને અજીવ બંનેનું પર્યાવરણ છે. માટી, પાણી, અગ્નિ, વાયુએ છોડ, વૃક્ષોનું રક્ષણ કરવું, એટલે પોતાના અસ્તિત્વનું રક્ષણ કરવું, તેમના પ્રદૂષણનો અર્થ છે, જીવનને જોખમમાં નાખવું, કારખાનાનો કચરો, પ્રદૂષિત પાણી-માટી અને જળને પ્રદૂષિત કરી રહ્યાં છે. ચિમનીઓનો ધુમાડો વાયુમડળને દૂષિત કરી રહ્યો છે. પ્રદૂષણનાં કારણોને માણસ જાણે છે, છતાં તે પ્રદૂષણમાં સતત વૃદ્ધિ કરી રહ્યો છે તેની પાછળ તેનું અજ્ઞાન કામ કરી રહ્યું છે. બીજું કારણ છે આધ્યાત્મિક સ્વાથ્યની ઊણપ.
ભગવાન મહાવીરે કહ્યું છે: “માટી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિ - આ તમામમાં જીવ છે. તેમના અસ્તિત્વનો અસ્વીકાર ન કરો. તેમના અસ્તિત્વના અસ્વીકારનો અર્થ છે પોતાના જ અસ્તિત્વનો અસ્વીકાર. પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરનાર વ્યક્તિ તેમના જ અસ્તિત્વને નકારી શકે છે. સ્થાવર અને જંગમ, દશ્ય અને અદશ્ય તમામ જીવોનું અસ્તિત્વ સ્વીકારનાર વ્યક્તિ જ પર્યાવરણ સાથે ન્યાય કરી શકે છે.
બીજાઓનું અસ્તિત્વ, ઉપસ્થિતિ, કાર્ય અને ઉપયોગિતાને સ્વીકારનાર માણસ જ વ્યક્તિ અને સમાજ વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરી શકે છે. જ્ઞાનધારા-૫ ===== ૧૦૦ SSSS જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)