________________
રિવE
પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં
જૈન ધર્મનું યોગદાન | લે. ડો. રમણીકભાઈ જી. પારેખ |
(M.Sc. Ph.D. FIC) હિંસા અને મમત્વનો ત્યાગ એ જૈન ધર્મનો પ્રધાન સૂર છે. અહિંસા અને અપરિગ્રહ જળવાતાં વિશ્વમૈત્રી, વિશ્વવાત્સલ્ય અને જીવન વિકાસયાત્રા આગળ વધે છે. સંસ્કારિતા એ ધર્મનું ફળ છે. “અહિંસા પરમો ધર્મ',
જીવો અને જીવવા દો.” અને “મા હણો મા હણોજેવા મંત્રોપદેશ દ્વારા વિશ્વ સમસ્ત અભયદાનનો મંત્ર આપેલ છે. જૈન ધર્મ વિશ્વનો અદ્વિતીય અત્યુત્તમ ધર્મ છે. ભગવાન મહાવીરની અહિંસા આત્મસિદ્ધિના છોડ ઉપર ઊગેલ દિવ્ય પુષ્પ જેવી હતી. તેમણે તમામ વિષયો પર સૂક્ષ્માતિસૂક્ષ્મ પદાર્થોનું પૃથક્કરણ કરી આપણી એટલી બધી ખેવના કરી છે, જે હેય, શેય અને ઉપાદેયના સ્વરૂપથી પૂર્ણ છે. આજનું વિજ્ઞાન તેને કોઈ કાળે આંબી શકે તેમ નથી. જૈન ધર્મનો પ્રત્યેક સિદ્ધાંત વિજ્ઞાનને ત્રાજવે તોળી જુઓ તો તેમાં નક્કર સત્ય અનુભવાશે.
ઉમાસ્વાતિજીએ ‘તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે : “પરસ્પર ગ્રહો જીવાનામ્” - જીવોનું પરસ્પરાવલંબન જ વિશ્વશાંતિનો આધાર છે. જીવન એકબીજાના આધાર પર નિર્ભર છે. જેન ધર્મ અહિંસાપ્રધાન ધર્મ છે. તે સુખ સુખાય સર્વ હિતાયનો સંદેશ આપે છે. મહાવીર પ્રભુએ નાનામાં નાના જીવ, વૃક્ષ, વનસ્પતિ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ - આ બધામાં જીવન દર્શાવીને એમની રક્ષાની જાગૃતિ ફેલાવી. યુદ્ધની હિંસા, વ્યક્તિગત હિંસા, માનસિક હિંસા અને હિંસાની અનુમોદનામાંથી દૂર રહેવા ઉપદેશ આપ્યો. પ્રાણીમાત્રની કલ્યાણની ભાવના વિકસાવી. તેમણે પર્યાવરણની ચિંતા પરાકાષ્ઠાએ પહોંચીને કરી હતી. તેઓ પર્યાવરણ-ચિંતક હતા અને તેમનો અભિગમ વૈજ્ઞાનિક હતો.
ધર્મનું પ્રથમ લક્ષણ અહિંસા છે, જ્યારે સહનશીલતા બીજું લક્ષણ છે. ધર્મની યથાર્થતા છે જ્ઞાનનો, શ્રદ્ધાનો, સ્વ(આત્મ)ભાવનો અને આત્મશાંતિનો પૂર્ણ વિકાસ. અહિંસા પૂર્ણ જાગરુકતા(Awareness)ની દશા છે. (જ્ઞાનધારા -૫ % ૧૦૫ = જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)