________________
ડૉ. અમાર્યસેન માનવહિતનો વિચાર કરીને રાજ્ય દ્વારા માનવનો સંપૂર્ણ વિકાસ થાય અને માનવીય કાબેલિયતનો સંપૂર્ણ ઉપયોગ થાય તેની ભલામણ કરે છે.
જૈન ધર્મ પણ માનવલક્ષી અને માનવના વ્યાવહારિક અને આધ્યાત્મિક પાસાંના વિકાસ ઉપર ભાર મૂકે છે. (૪) કુદરતી સાધન-સંપત્તિનું સંરક્ષણ અને પર્યાવરણ : (A) પૃથ્વી, પાણી, હવા અને વનસ્પતિમાં જીવ છે. તેથી તેના ઉપયોગની
મર્યાદા સ્વીકારવી. (B) કુદરતી સંસાધનોનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરીને ભાવિ
પેઢી માટે બચત કરવી. (C) ભારે ઉદ્યોગોના ઝેરીકરણનો નિકાલ વ્યવસ્થિત રીતે કરવો.
જેથી પર્યાવરણ દૂષિત ન થાય. (D) માનવે ઈચ્છા પરિમાણ અપનાવીને સુખ અને માનસિક શાંતિમાં
અનુભવ કરવો. (૫) યુદ્ધની ભયંકરતા સમજીને યુદ્ધ-નિયંત્રણ:
(A) પોતાના બચાવ પૂરતી યુદ્ધ-સામગ્રીનું ઉત્પાદન કરવું. (B) યુદ્ધ-સામગ્રીનો સંગ્રહ કરવો નહિ. (C) યુદ્ધ-સામગ્રીના તંત્રજ્ઞાનનો પ્રચાર કરવો નહિ. (D) યુદ્ધ-સામગ્રીના વેચાણ ઉપર બંધન-પ્રતિબંધ. (E) યુદ્ધ થાય તેવી વિદેશી નીતિનો ત્યાગ અને યુદ્ધ માટે પ્રેરણા
આપવી નહિ. (૬) આર્થિક મંદીના ઉપાય સ્વરૂપ રોજગારીની તકોનો અભ્યાસઃ
(૧) લોકોને નોકરી-ધંધામાંથી છૂટા કરવા નહિ. (૨) લોકોના પગારમાં કાપ મૂકવો નહિ. અગાઉના નફાનો ઉપયોગ
કરવો. (૩) ઉચ્ચ સ્તરે બેઠેલા લોકોએ સ્વૈચ્છિક રીતે પગાર, ભથ્થા અને
અન્ય લાભોમાં કાપ મૂકીને ખોટા ખર્ચને તિલાંજલી આપવી. (જ્ઞાનધારા-SSSSલ ૬૦ === જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)