________________
(A) માણસે એકેઇન્દ્રિયથી પંચેઈન્દ્રિયવાળા જીવોનો વેપાર કરવો નહિ. (B) માનવે ગુલામી અને શોષણ ન કરતાં પ્રથમ અણુવ્રતના પાંચ
અતિચારોને ધ્યાનમાં રાખવા. (C) આર્થિક ઉપાર્જન વખતે બીજા અણુવ્રતમાં જણાવ્યા પ્રમાણે કોઈની
થાપણ, વસ્તુ કે અક્યામતો પચાવી પાડવી નહિ. વિશ્વાસઘાત
કરવો નહિ. (D) આર્થિક ઉપાર્જન વખતે ત્રીજા અણુવ્રતમાં જણાવ્યા પ્રમાણે -
(૧) તોલમાપની ચોરી કરવી નહિ. (૨) સારી વસ્તુ દેખાડી, નરસી વસ્તુ આપવી નહિ. (૩) રાજ્ય અને કેન્દ્રના કોઈ પણ કરવેરામાં ચોરી કરવી નહિ. (૪) દેશ વિરુદ્ધ દાણચોરી કે નશીલા
પદાર્થોનો વેપાર કરવો નહિ. (E) વસ્તીવધારાના અનુસંધાનમાં ચોથા અણુવ્રત એટલે કે બ્રહ્મચર્ય વ્રતનું
પાલન કરવું. (F) ક્ષણિક કે અમર્યાદિત આર્થિક લાભની લાલચ રોકીને પાંચમા
અણુવ્રતનું પાલન કરવું. (G) આનંદ શ્રાવક દ્વારા અપનાવેલા સંપત્તિના સિદ્ધાંતને અમલમાં
મૂકવા. (H) આર્થિક ઉપજનમાં ભ્રષ્ટાચારનો ત્યાગ કરીને ચારિત્રનિર્માણ,
નીતિમત્તા અને નૈતિકતાનાં ધોરણો પ્રસ્થાપિત કરવાં. (I) માનવે દારૂ, માંસ અને મધનો સ્વૈચ્છિક સંયમ અપનાવીને શાકા
હાર તરફ વળવું. (J) (૧) સામ્યવાદ ધનના સંગ્રહ અને માલિકી હક્કની વિરુદ્ધ છે.
(૨) ગાંધીજીનો ટ્રસ્ટીશિપનો વિચાર નિષ્ફળ ગયો. (૩) સમાજવાદ જરૂરિયાતને પ્રથમ પસંદગી આપીને ધનનાં
વિતરણની વાત કરે છે. (૪) મૂડીવાદ ધનની ઉત્પત્તિ, વર્ધન, સંગ્રહ અને માલિકી હક્કની
વાત કરે છે. હાલના મંદીના સંજોગોમાં કોઈ પણ પ્રકારની અર્થવ્યવસ્થા સફળ સાબિત થઈ નથી. જ્ઞાનધારા પ
લ પલ = જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૧)