________________
સાંપ્રત આર્થિક મંદીની સમસ્યામાં જૈન ધર્મની વાણિજ્ય દૃષ્ટિનું મહત્ત્વ
લે. કે. આર. શાહ) (૧) આર્થિક મંદી ઉત્પન્ન થવાનાં કારણો :
(A) બેકાબુ ધિરાણ-નાગરિકોને લોન અને સરકાર દ્વારા ખાધવાળું બજેટ. (B) ઔદ્યોગિક ઉત્પાદનનો નીચો આંક અને શેર માર્કેટમાં તીવ્ર ભાવઘટાડો. (C) રીયલ એસ્ટેટમાં પ્રાઈમ સબમાર્કેટમાં મોર્ગેજનો ધબડકો. (D) પૈસા કમાવવાની તીવ્ર લાલચ. (E) જાગતિક અર્થવ્યવસ્થામાં ઝડપી હેરાફેરીની સગવડ અને સંદેશ
વ્યવહારની ઝડપ. (F) જાગતીકરણથી સંકડાયેલા દેશો ઉપર અસર. (૨) આર્થિક મંદી દૂર કરવાના ઉપાયો :
(A) વ્યાજના દરોમાં ઘટાડો અને નાણાં વાપરવાં પ્રોત્સાહન. (B) રોજગારીની તકો ટકાવી રાખવી અને વધારવાના ઉપાયો કરવા. (C) ધિરાણવૃદ્ધિ સાથે અસક્યામતોની ચકાસણી. (D) લોકોને બચત કરવા પ્રોત્સાહન અને બચતનો ફરી ઉત્પાદકતા
માટે ઉપયોગ. (E) વિશ્વ અર્થવ્યવસ્થામાં ફેરચકાસણી અને સહાય. (૩) જૈન ધર્મની વાણિજ્ય દૃષ્ટિનું મહત્ત્વ :
તીર્થકર મહાવીરના ઉપદેશમાંથી નીચેની વાતો ફલિત થાય છે : (૧) વ્યાજનો દર નીચી સપાટીએ હોવો જોઈએ. કોઈ પણ સંજોગોમાં
૧૫% વાર્ષિક દરથી વધારે નહિ. (૨) દરેક માણસે પુરુષાર્થ કરવો જોઈએ. (૩) દરેક માણસને તેની જરૂરિયાત પ્રમાણે મહેનતાણું મળવું જોઈએ. (૪) વાણિજ્યમાં નફાની મર્યાદા અને જનહિતનાં કાર્યોને મહત્ત્વ
આપી દેશ અને પરદેશમાં વેપાર કરવો. (૫) ધનની કમાણીમાં ધનશુદ્ધિનું મહત્ત્વ. (જ્ઞાનધારા-૫S ૫૮ S જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૫)